RSS

Monthly Archives: November 2009

ચારિત્ર્ય અને પ્રતિષ્ઠા

Click here to read in English
હું સીધો જ મારા મુદ્દા ઉપર આવું છું અને મારા વાચકોને જણાવું છું કે આ ટૂંકો લેખ મુખ્યત્વે વિશ્વભરનાં માતાપિતાને અનુલક્ષીને લખવામાં આવ્યો છે કે જેથી પોતાનાં સંતાનોને યોગ્ય રીતે ઉછેરવા માટે સૌ પહેલાં તેઓ ખુદની જ આત્મસુધારણા કરી શકે. ખલિલ જિબ્રાનનું બાળકો ઉપરનું સાહિત્યજગતમાં ખૂબ જ વિખ્યાત એક કથન છે, પરંતુ તે વિસ્તૃત હોવા ઉપરાંત મારા વિષયને અનુરૂપ ન હોઈ તેને અહીં કોરાણે મૂકું છું. તેના બદલે હું એક ચીની કહેવત આપવા માગું છું, જે આ પ્રમાણે છે : “જો તમે એક વર્ષ માટેનું આયોજન કરતા હો તો ચોખા (અનાજ) વાવો, જો દશ વર્ષ માટેની યોજના હોય તો વૃક્ષો વાવો; પરંતુ જો સો વર્ષ માટે વિચારતા હો તો બાળકો વાવો અર્થાત્ માનવજાતને શિક્ષિત બનાવો.”

મારા લેખના શીર્ષકના બંને શબ્દો બેમાં એક અને એકમાં બે જેવા છે. આની પ્રાથમિક જાણકારી મેળવવા પ્રથમ તો આપણે ડેલ કાર્નેગીના આ અંગેના વિચારો જાણીશું કે જે આ પ્રમાણે છે : ‘તમારી પ્રતિષ્ઠા કરતાં તમારા ચારિત્ર્ય પરત્વે વધારે સભાન રહો. તમારું ચારિત્ર્ય એટલે વાસ્તવમાં તમે કેવા છો, જ્યારે તમારી પ્રતિષ્ઠા એ લોકો માત્ર તમારા વિષે શું વિચારે છે તે છે.’ ટૂંકમાં બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે લોકો તમને જોતા ન હોય ત્યારે તમે જેવા હો તેને ચારિત્ર્ય કહેવાય. કોઈકે એમ પણ કહ્યું છે કે ચારિત્ર્ય એ અરીસામાં પ્રત્યક્ષ દેખાતો તમારો ચહેરો માત્ર જ નથી, પણ તમારા ચહેરા પાછળનો ચહેરો છે. મારા વાંચકોની જાણ ખાતર કહું તો મેં મારા અગાઉના આર્ટિકલ ‘Inspired Knowledge (Intuition)’માં ચહેરાને લગતી આવી જ વાત વિશિષ્ટ શૈલીમાં રજૂ કરી છે.

હવે આગળ વાંચો અને જૂઓ કે ઘણીવાર કેટલાક સામાન્ય માણસો તેમની આંતરસૂઝ અને ડહાપણ વડે ખૂબ જ ઉમદા કક્ષાની વાત કહેતા હોય છે. ઓછું ભણેલા અને મારા નામવાળા જ એક ભાઈ કે જેમને હું મારા જ ઉપનામ ‘વિલિયમ’થી સંબોધતો હતો તેમણે કેટલાંક વર્ષો પહેલાં પોતાની ગ્રામ્ય આખાબોલી શૈલીમાં સાવ સાદા પણ ગૂઢાર્થ શબ્દોમાં ‘ચારિત્ર્ય અને પ્રતિષ્ઠા’નો અર્થ સમજાવ્યો હતો. અફસોસ કે તેઓ જીવિત નથી – ઈશ્વર તેમના આત્માને સ્વર્ગમાં શાંતિ આપે. તેમના શબ્દો હતા, “વલાભાઈ (પ્રેમાળ સંબોધન), માણસ સમાજમાં એક ઉપર બીજો એમ ઉપરાઉપરી ચાર ઝભ્ભા પહેરીને ફરતો હોય છે. છેક ઉપરનો જેને ચોથો ઝભ્ભો કહીએ તો તે સમાજના લોકોને દેખાતો હોય છે અને તેમના અનુમાન મુજબ પેલો માણસ ઊંચી પ્રતિષ્ઠાવાળો ગણાતો હોય છે. પણ, પેલા ભાઈના નિકટના મિત્રો તેના અંદરના ભાગના ત્રીજા ઝભ્ભા થકી તેને સમાજ કરતાં વધુ સારી રીતે જાણતા હોય છે અને જાણે મૂછોમાં હસતા હોય તેમ વિચારતા હોય છે કે દુનિયા નથી જાણતી તેવી ઘણી બધી બાબતો તેઓ જાણે છે. પછી પેલા સજ્જનની પત્નીનો વારો આવે છે જે પોતાના પતિમહાશયને બીજા ઝભ્ભામાં બહુ જ નિકટથી સમાજ અને મિત્રો કરતાં પણ વધારે સારી રીતે જાણતી હોય છે.” આગળ મિ. વિલિયમ (હું નહિ!)મોટેથી હસતાં પોતાની વાતનું સમાપન કરે છે,”અને છેક અંદરના પહેલા ઝભ્ભા થકી ઈશ્વર (અલ્લાહ)સંપૂર્ણપણે વાકેફ હોય છે કે પેલા ભાઈની બાહ્ય પ્રતિષ્ઠા અને આંતરિક ચારિત્ર્ય કેવાં છે કેમ કે તેનાથી કશું જ છૂપું હોતું નથી.”

વિલિયમ હર્સે ડેવિસ (એક વધુ વિલિયમ!!!) લખે છે કે “પ્રતિષ્ઠા એ ફોટોગ્રાફ છે, પણ ચારિત્ર્ય એ તો ચહેરો છે. પ્રતિષ્ઠા તો પળમાં મેળવી શકાય, પણ ચારિત્ર્ય બાંધવા માટે તો આખી જિંદગી જોઈએ. પ્રતિષ્ઠા તમને અમીર કે ગરીબ બનાવી શકે, પણ ચારિત્ર્ય તમને સુખી કે દુ:ખી બનાવે.” મારા મતે પણ પ્રતિષ્ઠા એ પાણીના પરપોટા સમાન છે, જે અસ્તિત્વમાં આવે અને અદૃશ્ય પણ થઈ જાય; પણ ચારિત્ર્ય એ હંમેશાં આપણી સાથે રહેતું હોય છે. દરેક માણસે પોતાના ચારિત્ર્યનો વિકાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પ્રતિષ્ઠાની લેશમાત્ર દરકાર ન કરવી જોઈએ કેમ કે પ્રતિષ્ઠા પોતે જ તેની મેળે ચારિત્ર્યની પાછળ પાછળ દોડી આવશે જે રીતે બાળક પોતાની માતા તરફ દોડી આવે છે.

છેલ્લે મારા લેખને આટોપવા પહેલાં અબ્રાહમ લિંકનના શબ્દો ટાંકીશ કે “ચારિત્ર્ય એ ઝાડ સમાન છે અને પ્રતિષ્ઠા એ તેનો પડછાયો છે.” આ વિધાન સ્વયંસિદ્ધ છે કે ઝાડ તેના પડછાયાની દિશા કે કદ બદલે અને બપોરે અથવા રાત્રે તે અદૃશ્ય પણ થાય; પણ ઝાડ પોતે તો હંમેશાં પોતાની જગ્યાએ જ સ્થિર ઊભું હોય છે અને દિનપ્રતિદિન મોટું અને મોટું થતું રહીને પોતાના પડછાયાના કદને વધુ ને વધુ વિસ્તૃત કર્યે જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ચારિત્ર્ય સ્વતંત્ર છે, જ્યારે પ્રતિષ્ઠા એ ઝાડના પડછાયાની જેમ ચારિત્ર્ય ઉપર અવલંબિત છે.

હું આશા રાખું છું કે મારા વાંચક મિત્રો દ્વારા આ લેખને પોતાના ધમાલિયા જીવન વચ્ચે પણ સમય કાઢીને વાંચવા કે વંચાવવામાં આવશે તો પોતાના કે કુટુંબીજનોના ચારિત્ર્યઘડતર માટે ઉપયોગી નીવડશે.  આપ સૌ મારા ‘About me’ના પરિચય લેખથી જાણતા જ હશે કે હું વયોવૃદ્ધ વ્યક્તિ છું અને ઈશ્વરકૃપાથી મારા જીવન દરમિયાન છેક મારા યૌવનકાળથી મારાથી મોટી ઉંમરના માણસો સાથેના સહવાસના શોખના કારણે તથા મારા વાંચન અને અનુભવોના ફલસ્વરૂપે માનવીય વર્તણુંક અને જીવનનાં વિવિધ પાસાંનો જે કંઈ અભ્યાસ મારાથી શક્ય બન્યો છે તે આ બ્લોગના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવાનો મારો નમ્ર આશય અને પ્રયત્ન છે.

મારા ભલા સાથીઓ, હવે હું રજા લઉં છું અને ફરી મળીશું.

મારી શુભેચ્છાઓસહ,

વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “Character and Reputation” published on October 06, 2007.

 
Leave a comment

Posted by on November 30, 2009 in Article, લેખ, Character, Culture, gujarati

 

Tags: , , , , , , ,

આત્મહત્યા

Click here to read in English
મેં મારા અગાઉના લેખ ‘Depression’ (ઉત્સાહભંગ)માં દર્શાવ્યું હતું કે ‘ઉત્સાહભંગ’ જેને બીજા શબ્દોમાં કહીએ તો ‘હતાશા’ એ માનવીના મનની એવી નકારાત્મક સ્થિતિ છે કે જેનો ભોગ બનનારને તે કોઈકવાર આત્મહત્યા કરી લેવા તરફ દોરી જાય છે. ‘આત્મહત્યા’ શબ્દને સમજાવવો જરૂરી ન હોવા છતાં સંક્ષિપ્તમાં લખીશ કે ‘આત્મહત્યા’ એ એવી ક્રિયા છે જેમાં વ્યક્તિ પોતે જ ખુદની જિંદગીનો અંત લાવી દે છે. જ્યારે વ્યક્તિ પોતાના જીવનની ખાસ કોઈ સમસ્યાઓ કે ભૂલોના કારણે માનહાનિ અનુભવે, ત્યારે તે એમ વિચારવા માડે છે કે હવે જિંદગી નકામી અથવા કલંકરૂપ છે. આમ તેની ઈચ્છા એવી પ્રબળ બની જાય છે કે પોતે પોતાના દુઃખનો ઝડપી અને કાયમી ઉકેલ આત્મહત્યા કરીને લાવી દે છે અને પરિણામે ખૂબ જ આઘાતજનક અને દુઃખદાયક એવી આ ક્રિયા સર્જાતી હોય છે. આમ કોઈ મકાન જેમ પોતાના ખુદના જ ભારથી કડડભૂસ કરતું જમીનદોસ્ત થઈ જાય તેવી રીતે વ્યક્તિ પોતે સાવ એકદમ ભાંગી પડે છે.

જીવન એ બ્રહ્માંડના તમામ જીવોને સર્જનહાર તરફથી આપવામાં આવેલી એક એવી અણમોલ ભેટ છે જે થકી કુદરતી મૃત્યુ ન આવે ત્યાં સુધી દરેક જીવ જીવી શકે. આમ છતાંય માનવી જ માત્ર એક એવું સર્જન છે કે જે પોતાની માનસિક પસંદગી કે શારીરિક શક્તિ અનુસાર જીવવા કે મૃત્યુ પામવા માટે આઝાદ છે. કેટલીકવાર એવું પણ જોવા મળતું હોય છે કે કોઈક કમજોર મનવાળા માણસો પોતાના જીવનમાં ઘટેલી આઘાતજનક ઘટના કે પછી કોઈ પીડા કે વેદનાથી જિંદગી હારી ગયાનું મહેસુસ કરતા હોય છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે માણસ સામાન્ય રીતે મૃત્યુથી ડરતો હોય છે, પણ અહીં તો તે મૃત્યુ સામે વિજયી બની જઈને જલ્દીથી પોતાના જીવનનો અંત લાવી દઈને કટોકટીપૂર્ણ વર્તમાન પરિસ્થિતિમાંથી છટકી જવાનો પ્રયત્ન કરતો હોય છે. સામાન્યતઃ માનવી અન્ય કોઈ ચીજ કરતાં સૌથી વધારે પ્રેમ પોતાની જિંદગીને કરતો હોય છે; પણ જ્યારે તે આત્મહત્યા કરવાના વિચાર ઉપર આવી જતો હોય છે, ત્યારે તે પોતાની સૌથી વહાલી એવી જિંદગીને ધિક્કારતો થઈ જાય છે અને મૃત્યુ જ તેને ખૂબ જ આકર્ષક લાગે છે એટલા માટે કે જાણે તે જ માત્ર પોતાને સઘળાં દુઃખોમાંથી બહાર કાઢી શકશે.

બિલ મેહર (Bill Maher) નામનો વિદ્વાન ‘આત્મહત્યા’ને પોતાના આગવા શબ્દોમાં વર્ણવતાં એમ કહે છે કે ‘ આત્મહત્યા એ જાણે કે ઈશ્વરને એ સંભળાવી દેવાની એક એવી રીત છે કે તું મને શું મારી શકવાનો હતો, લે હું પોતે જ મારી જિંદગીને ત્યજી દઉં છું!’ ચર્ચાની એરણ ઉપરના આ વિષયનું સાવ સાદું તારણ એ છે કે ઘણું કરીને જીવિત માણસો એટલા માટે જીવતા રહેતા હોય છે કે તેઓ મૃત્યુથી ડરતા હોય છે; અને આત્મહત્યા દ્વારા મરી જવા માગતા માણસો એટલા માટે મરવાનું પસંદ કરતા હોય છે કે તેઓ જિંદગીથી ડરતા હોય છે! અહીં આપણે એ વિચારી લેવું પડશે કે શું આત્મહત્યા એ સાચે જ સમસ્યાઓનો વ્યાજબી અને કાયમી ઉકેલ છે! હરગિજ નહિ, કેમ કે આત્મહત્યા એ તો જિંદગીને ક્યાંય નહિ લઈ જતો ભાગી જવા માટેનો પાછલો દરવાજો છે. માણસ આત્મહત્યા કરીને તો ઊલટાનો સુખમય જીવનની બધી જ શક્યતાઓ અને જીવતા રહીને સમસ્યાઓના સંભવિત ઉકેલ માટેના એમ બધાજ દરવાજા બંધ કરી દે છે. આપણી પ્રવર્તમાન પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવા માટેની આશા આપણે છોડવી જોઈએ નહિ; વળી, એટલું જ નહિ પણ સંજોગો સામે લડી લેવાની ક્ષમતા પણ આપણે ધારણ કરી લેવી જોઈએ. એવું પણ બની શકે કે જો આપણે જીવતા રહ્યા હોઈશું તો જીવનના જે માર્ગે આપણે સફર કરી રહ્યા છીએ, તેનાથી કોઈક જુદો જ માર્ગ આપણને મળી જાય અને આપણું જીવન સુખમય બની રહે. Read the rest of this entry »

 
Comments Off

Posted by on November 25, 2009 in Article, લેખ, gujarati

 

Tags: , , , , , , , ,

ફાનસવાળાં સન્નારી

Click here to read in English
તબીબી વ્યવસાયના ક્ષેત્રે ફ્લોરેન્સ નાઈટીંગલનું નામ ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ જન્મે ઈટાલિયન હતાં, પણ તેમનો ઉછેર અને અભ્યાસ ઈંગ્લેંડમાં થયાં. અંતરાત્માનો અવાજ સાંભળીને તેમણે બીમારોની સેવા માટે માતાપિતાની અનિચ્છાને અવગણીને પણ નર્સીંગના વ્યવસાયને અપનાવ્યો. તેઓ ઉચ્ચ વર્ગમાંથી આવતાં હતાં અને એ દિવસોમાં નર્સીંગના વ્યવસાય પ્રત્યે લોકોને ઓછું માન હતું. પરંતુ આ વ્યવસાય સાથે ફ્લોરેન્સના જોડાવાથી વિશ્વભરમાં આ વ્યવસાય પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાઈ ગયો. તેઓ પોતાની ફરજ પ્રત્યે ખૂબ જ નિષ્ઠાવાન હતાં; અને બીમારોની સેવા અર્થે રાત્રે પણ અહીં તહીં દીવો હાથમાં લઈને ફરતાં હતાં. બીમાર વ્યક્તિઓએ તેમની સેવાઓથી ઉપકૃત થઈ તેમને ‘દીવા સાથેનાં દેવી’ ના ઉપનામથી નવાજ્યાં.

મારા ઉપરોક્ત શીર્ષકમાં દીવા (Lamp)ની જગ્યાએ ફાનસ (Lantern) શબ્દ વાંચી વાચકોને થોડુંક આશ્ચર્યજનક લાગશે; પણ, હું અહીં દસકાઓ પહેલાંનાં એક બીજાં સન્નારીની વાત કરવાનો છું, જેઓ અમારા ગામનાં સ્થાનિક નાઈટીંગલ હતાં. થોડાક દિવસો પહેલાં જ્યારે હું સ્થાનિક કબ્રસ્તાનમાં મરહુમોની રૂહોની શાંતિ માટે  ધાર્મિક વિધિ બજાવવા ગયો હતો, ત્યારે આ લેખના વિષયરૂપ એ સન્નારીની કબરનું સમારકામ ચાલતું હતું. આ જોતાં જ તેમની યાદ તાજી થઈ અને તેની પ્રેરણાથી મરહુમા (સ્વર્ગસ્થ)ને આ ટૂંકા લેખ દ્વારા મારી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

Read the rest of this entry »

 
 

Tags: , , , , , , ,

 
Follow

Get every new post delivered to your Inbox.