RSS

Monthly Archives: December 2009

પસ્તાવો

Click here to read in English
આપણા શાળાજીવનના દિવસોમાં આપણાઓમાંના ઘણાએ એક ગુજરાતી કાવ્ય વાંચ્યું હશે, જેમાં પસ્તાવાને આલંકારિક શબ્દોમાં સ્વર્ગમાંથી ઊતરી આવેલા ઝરણા તરીકે ઓળખાવ્યું છે અને તેમાં ડુબકી લગાવીને માણસ નિષ્પાપી અને પવિત્ર બની શકે છે.

સામાન્ય રીતે પાપ અને ગુનો એ બંને શબ્દો એકબીજાના પર્યાયવાચક તરીકે પ્રયોજાયછે. કેટલાક વિદ્વાનોના મતે બંને શબ્દોના અર્થ લગભગ સમાન હોવા છતાં તેમને અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. પાપને ધર્મના સિદ્ધાંતો કે ઈશ્વર સાથે સંકળાએલી બાબતો સાથે વર્ગીકૃત કરી શકાય; જ્યારે તે જ રીતે ગુના કે અપરાધને દુન્યવી કાયદાઓ સાથે સાંકળી શકાય કે જે ઈશ્વરનાં સર્જનો જેમાં મનુષ્ય માત્ર જ નહિ, પણ તમામે તમામ સર્જનો સાથે સંબંધિત હોય. બીજા શબ્દોમાં સમજીએ તો પાપને દિવ્યતા કે ઐશ્વર્ય વિરુદ્ધનાં કૃત્યો સાથે અને અપરાધને દુન્યવી રાજ્યોના કાયદાઓના ભંગ તરીકે ઓળખાવી શકાય. આમ છતાંય પાપ કે અપરાધને ગમે તે રીતે સમજીએ પણ એ બંનેના માત્રા ઉપર આધારિત બે વિભાગ પડે છે; એક, ઘોર કે અક્ષમ્ય પાપ/અપરાધ અને બીજો, હળવો કે ક્ષમાપાત્ર અપરાધ/પાપ. આ વિભાગોને ઈસ્લામિક પરિભાષામાં કબીરા (મોટા) અને સગીરા (નાના) એ રીતે સમજવામાં આવે છે. Read the rest of this entry »

 

Tags: , , , , , , , , , ,

ભ્રષ્ટાચારની પેલે પાર

Click here to read in English
ભારતના પ્રાચીન પંડિત ચાણ્ક્યના સાહિત્યિક સર્જન ‘નીતિશાસ્ત્ર’માં એક અવતરણ છે કે “માણસે કપરા આર્થિક કટોકટીના સંજોગો સામે રક્ષણ મેળવવા માટે પૈસા બચાવવા જોઈએ, વળી જરૂર પડ્યે ધનદોલતનું બલિદાન આપીને પણ પોતાની પત્નીને બચાવી લેવી જોઈએ; પણ તેથીય વધારે આગળ પોતાના આત્માને બચાવવા માટે જરાય ડગ્યા વગર પોતાની પત્ની અને ધનદોલત પણ ન્યોછાવર કરી દેવાં જોઈએ.”

માત્ર નોકરશાહો જ નહિ, પણ અન્ય જે કોઈ ભ્રષ્ટાચારની વ્યાખ્યાના વ્યાપમાં આવતા હોય તે સઘળા લોકોએ ચાણ્ક્યના ઉપરોક્ત શબ્દો ઉપર પુખ્ત વિચાર કરવાની સાથે સાથે રામાયણના રચયિતા મહાન ઋષિ વાલ્મિકીના જીવનચરિત્રને પણ જાણી લેવું જોઈએ. આપણે જાણીએ છીએ કે વાલ્મિકી પોતાના જીવનના પૂર્વ કાળમાં વાલિયા લૂંટારા તરીકે કુખ્યાત હતા. તેમનાં કુટુંબીજનોને પૂછવામાં આવતાં બધાંએ તેમના પાપના ભાગીદાર થવાની ના પાડવા ઉપરાંત એ પણ કહ્યું કે જે કોઈ પાપ આચરે તેણે પોતે જ તેનાં પરિણામો ભોગવવાં પડે. Read the rest of this entry »

 

Tags: , , , , , , ,

ચોરસ દુનિયા – ૧

Click here to read in English
મારા આજના લેખનું શીર્ષક મારા વાંચકોને નવાઈ પમાડનારું અને ક્દાચ ગેરસમજ ઊભી કરનારું લાગશે. ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય સંશોધનોએ સાબિત અને પ્રસ્થાપિત કરી દીધું છે કે પૃથ્વી ગોળ છે,પણ અહીં તેને ‘ચોરસ’ તરીકે ઓળખાવી છે. તમને લાંબો સમય સુધી દ્વિધાભરી સ્થિતિમાં રાખવાના બદલે સીધેસીધું જ કહી દઈશ કે અહીં હું કેદખાનાં અને તેમની કોટડીઓ એટલે કે એ ‘ચોરસ દુનિયા’ વિષે જ વાત કરવાનો છું.

આ લેખ થોડોક વિસ્તૃત હોવાના કારણે, તેને અનુકૂળતાએ હપ્તાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે. મારા લેખને સાર્વત્રિક અને સર્વભોગ્ય બનાવવા માટે ઘટનાઓની કેટલીક આંતરિક સ્પષ્ટતાઓને અવગણી છે. આમ કરવા પાછળનો મારો હેતુ અને પ્રયત્ન એ છે કે હું માત્ર મારા વાંચકોની દિલની લાગણીઓને ઢંઢોળવા માગું છું કે જેથી તેઓ આવાં માનવતા વિરોધી કૃત્યોને વખોડી કાઢે અને પોતાના મનોવ્યાપારોને વિશ્વબંધુત્વની ભાવના તરફ વાળે. Read the rest of this entry »

 

Tags: , , , , , , ,

 
Follow

Get every new post delivered to your Inbox.