RSS

Monthly Archives: March 2010

બીજું તો શું વળી?

Click here to read in English
એક દિવસે એક મનોચિકિત્સાલયની OPD ની શરૂઆતમાં જ એક માત્ર દર્દીને ડોક્ટરોની પેનલ આગળ લાવવામાં આવ્યો. ડોક્ટરોએ તેનો ઈન્ટરવ્યુ લેતાં એક વિશિષ્ટ પ્રશ્ન પૂછ્યો, ‘તને સારો થઈ ગયા પછી અહીંથી રજા આપવામાં આવે, તો તું પહેલું કામ શું કરે?’ દર્દીએ તરત જ જવાબ આપી દીધો, ‘હુ થોડાક પથ્થરના ટુકડા ભેગા કરું અને તમારા દવાખાનાના કાચના બનેલા બધા જ દરવાજા અને બારીઓના કાચ ફોડી નાખું!’ પ્રશ્ન અને તેના જવાબને દર્દીના કેસ ઉપર નોંધી દઈને તેને સારવાર માટે Indoor દર્દી તરીકે દાખલ કરી દેવામાં આવ્યો.
Read the rest of this entry »

 
10 Comments

Posted by on March 30, 2010 in Article, લેખ, gujarati, Humor

 

Tags: , ,

લોકવાયકાઓ કે અફવાઓ

Click here to read in English
વ્હાલા વાંચકો,

મારી બ્લોગ કારકિર્દીનાં બે વર્ષ અને ૧૦૦ આર્ટિકલ પૂરા થવા નિમિત્તે સ્થાનિક ટ્રસ્ટ – એસેન્ટ ફાઉન્ડેશન (આદર્શ લાયબ્રેરી)ના ઉપક્રમે અન્ય બે વ્યક્તિત્વો સાથે મે-૨૦૦૯માં સન્માન સમારંભ યોજાયો હતો, ત્યારે વક્તાઓ તરફથી લાગણી સાથેની માગણી થએલી કે મારા કેટલાક અંગ્રેજી આર્ટિકલોનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થાય. આ અગાઉના પ્રથમ ‘માણસનાં કૌટુંબિક દુશ્મનો’ સાથે આ ૩૯  મો અનુવાદિત આર્ટિકલ હું પ્રસિદ્ધ કરી રહ્યો છું અને હજુ પણ ભવિષ્યે મારા મુડ, તંદુરસ્તી અને સમયને આધીન રહીને આગળ વધતો રહીશ. ધન્યવાદ.

લોકવાયકાઓ કે અફવાઓ

અફવા એ સામાજિક દૂષણ છે. તેનો વધારે દુઃખદ ભાગ એ છે કે અફવાને ઊભી કરનારાને આપણે જાણી શકતા નથી હોતા. અફવાના મૂળને શોધી કાઢવું એ નદીના મૂળ સુધી પહોંચવા જેટલું મુશ્કેલ છે. એમ પણ કહી શકાય કે અફવાના સ્રોતને જાણવો એટલે આપણા પોતાના દૂરના પૂર્વજો વિષે જાણવું. આપણે કેટલીક પેઢીઓ સુધી પાછા જઈ શકીએ અને આગળ આપણે ક્યાંક અટકી જવું પડે. લોકવાયકા કે અફવા આગની જેમ ફેલાય છે. વળી જ્યાં આગ હોય ત્યાં પવન તો હોય જ! તે જ પ્રમાણે, જ્યારે અફવા શરૂ થાય છે,ત્યારે તેને કોઈ નિયંત્રિત કરી શકે કે રોકી શકે નહિ. માનવીના મગજની આ પણ એક કમજોરી છે કે જે જણ કોઈપણ અફવાને સાંભળે છે ત્યારે તેમાં અતિશયોક્તિ કરીને જ પછી આગળ પસાર કરે છે. અફવાની સત્યતા હંમેશાં પાંગળી હોય છે કેમ કે તે કોઈની અંગત જાણકારી ઉપર આધારિત નથી હોતી. કોઈકનું વિધાન કોઈ પણ જાતના સંગીન આધાર વગર કેટલીય જીભ અને કાન વચ્ચેથી પસાર થતું થતું સાંભળનાર સુધી પહોંચતું હોય છે. એટલા જ માટે કાનૂની વ્યવસ્થા અર્થાત્ અદાલતો પણ પુરાવાના કાયદાઓ મુજબ આવી અફવા આધારિત જુબાનીને માન્ય ગણતી નથી કારણ કે સાક્ષી સોગંદપૂર્વક તેમ કહેવા અશક્તિમાન હોય છે.

Read the rest of this entry »

 
 

Tags: , , , , , , , , ,

પંચમ શુક્લના એક ગુજરાતી કટાક્ષકાવ્ય ઉપરનું ભાષ્ય

તાજેતરમાં પંચમ શુક્લ (પ્રત્યાયન) બ્લોગ ઉપરની તેમની એક ગુજરાતી કાવ્યકૃતિના પઠન અને તેને આનુષંગિક વાંચકોના પ્રતિભાવોના વાંચનમાં મને રસ પડ્યો. મારા ચિત્તમાં ચમકારો થયો કે મારે કોઈક ભાષ્ય લખવું અને ‘લખાઈ મુજથી ગયું!’. ભાઈશ્રી શુક્લ સાથેનો ગરમાગરમ તાજો જ પરિચય અને તેમના કાવ્ય ઉપર સીધો જ મારો પ્રતિભાવ મૂકી દેવાના બદલે મારા પ્રતિભાવ સામેનો તેમનો પ્રતિભાવ અગાઉથી જાણી લેવા મેં તેમને સહજ Mail કરી દીધી, આ શબ્દોમાં “Find attached comment, go through it and allow me to put it if you think it fit.” કવિમિત્રોને હસવાની મનાઈ ફરમાવું છું એમ કહેતાં કહેતાં કે અંગ્રેજી આ વાક્યમાં દસ વખત વપરાએલા ‘T’ વડે પડઘાતા સમુચ્ચારી શબ્દોવાળી મારી જાણ બહાર પ્રાસાનુપ્રાસી કોઈ કવિતાની પંક્તિ તો નથી બની ગઈ! ખેર! આ વાત મેલો પડતી અને પંચમજીનો વળતો જવાબ જરા નીચે વાંચી લો.

Read the rest of this entry »

 
7 Comments

Posted by on March 26, 2010 in Article, લેખ, gujarati, Poetry

 

Tags: , , , , , , , ,

 
Follow

Get every new post delivered to your Inbox.