RSS

Monthly Archives: May 2010

(191) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૧૨ (રોહિણી)

Click here to read Gujarati story with Preamble in English

મારી વાર્તા ‘રોહિણી’ કે જે ગુજરાતી મેગેઝિન ‘ચાંદની’માં પ્રસિદ્ધ થઈ હતી, તેને અહીં રજૂ કરવામાં આવે છે. વાર્તા એક સુખી પરિવાર સાથે સંબંધિત છે. કેટલીકવાર કોઈક સામાન્ય મુદ્દાઓ કુટુંબની સંવાદિતાને ખલેલ પહોંચાડતા હોય છે. કોઈ એક પક્ષે આવા મુદ્દાઓનું સમાધાન કરવાની પહેલ થતી ન હોવાના કારણે ધીમેધીમે જે તે મુદ્દો પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનતો જાય છે અને લગ્નજીવન ભંગાણના આરે પહોંચી જતું હોય છે. માનવ સ્વભાવને સમજવો કંઈક અંશે મુશ્કેલ છે. પુરુષ અને સ્ત્રી છેવટે તો માનવીઓ છે, પણ તેમના મિજાજ અને સ્વભાવમાં કેટલીક વિશિષ્ટ ખાસિયતો હોય છે. ઘણું કરીને પુરુષ આક્રમક જણાયો છે, જ્યારે સ્ત્રી સ્વરક્ષણાત્મક માલુમ પડી છે; પુરુષ અંતિમવાદી હોય છે, જ્યારે સ્ત્રી સંવેદનશીલ બાબતોમાં સમધારણ મનોવૃત્તિ ધરાવતી હોય છે. કુટુંબજીવનમાં પતિપત્નીએ પરસ્પરના સન્માનને જાળવવાનાં હોય છે અને તે માટે તેમણે સમજદારી અને સભાનતા કેળવવાં જ રહ્યાં.

મારા સ્ત્રી અને પુરુષ વિષેના ઉપર દર્શાવાએલા વિચારો મારા પોતાના છે અને અન્યોને જરાયે બંધનકર્તા નથી, કેમ કે એ સઘળા સર્વસામાન્ય વિચારો માત્ર જ છે. કોઈ વિશિષ્ટ કિસ્સાઓમાં પુરુષ અને સ્ત્રીના મિજાજ અને સ્વભાવ ઉપર દર્શાવ્યા કરતાં વિપરિત પણ હોઈ શકે. એ ગમે તે હોય, પણ આપણે અહીં તે બાબત સાથે કોઈ લેવદેવા નથી. આ એક મારી વાર્તાની પ્રસ્તાવના માત્ર છે અને વાર્તાના અંતે મારા વાંચકમિત્રો જાણી શકશે કે કેવી રીતે સ્ત્રી એટલે કે રોહિણી પોતાના સ્વરક્ષણાત્મક અને સમધારણ વર્તન કે સમજદારી વડે પોતાના કુટુંબજીવનને ભાંગી પડતું કે દુ:ખી થતું અટકાવી દે છે.

મારા વાંચકોને વિનંતી કે તેઓ આગળ વાર્તા વાંચે અને મારા અગાઉના આર્ટિકલ “છૂટાછેડા -કાયદેસર, પણ અનિચ્છનીય” સાથે સંકલન કરવાનો પ્રયત્ન કરે.

આપનો સહૃદયી,

- વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

’રોહિણી’ ને વાંચવા માટે અહીં Click કરો.

 
 

Tags: , , , , ,

(190) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૧૧ (પાણીનું મૂલ્ય)

Click here to read Gujarati story with Preamble in English

મારા ઓનલાઈન પ્રકાશન પાછળનો આશય મારા વાંચકોને માત્ર પ્રશિક્ષિત કરવાનો જ નહિ, નિર્દોષ મનોરંજન પૂરું પાડવાનો પણ છે. હું મારાથી બનતા સઘળા પ્રયત્ને વિવિધતાપૂર્ણ વિષયો ઉપર મારા લેખો આપું છું. તદુપરાંત હું એ પણ ખ્યાલ રાખું છું કે જેથી જુદીજુદી વયના વાંચકોને અનુકૂળ પડે એવા મારા વિષયો બદલાતા રહે.

આજે હું એક બાળવાર્તા પત્ર કે પ્રવચન સ્વરૂપે પ્રાથમિક શાળાનાં બાળકોને જાણે કે સંબોધી રહ્યો હોઉં તે રીતે રજૂ કરવા જઈ રહ્યો છું. વાર્તા તમને રમુજી લાગશે, પણ તેમાં બહુ જ ગંભીર એવી જળસંકટની સમસ્યાને ચર્ચવાનો મારો પ્રયત્ન રહ્યો છે.

હું આ વાર્તાના મૂળલેખકનો ઋણી છું, એટલા માટે કે તેના કથાવસ્તુને આધાર બનાવીને મેં મારી રીતે તેને આકાર આપવાની અહીં કોશીશ કરી છે. આ વાર્તા મને મારા જૂના સંઘરેલા ખજાનામાંથી ઉપલબ્ધ થઈ છે.

કૃપયા આગળ ક્લીક કરો અને વાંચો.

- વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

’પાણીનું મૂલ્ય’ ને વાંચવા માટે અહીં Click કરો.

 

Tags: , , , ,

(189) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૧૦ (લોટરી)

Click here to read Gujarati story with Preamble in English

પશ્ચિમના દેશોમાં સરકારી લોટરી લોકોમાં ખૂબ જ પ્રચલિત છે. લોટરીમાંથી પ્રાપ્ત થતી આવક રાજ્યો કે દેશનાં લોકકલ્યાણનાં કામોમાં વપરાય છે. લોટરી રમનારા બહુ જ મોટી રકમનાં રોકડ ઈનામો જીતી શકે છે અને કોઈક તો રાતોરાત ખૂબ જ ધનિક પણ થઈ શકતા હોય છે. આમ છતાંય વધારે પડતી લોટરી રમવી એ નાણાંનો વ્યય હોવા ઉપરાંત ઘણીવાર આર્થિક મુશ્કેલીનું કારણ પણ બની શકે છે.

અહીં તમે ‘લોટરી’ સાથે સંબંધિત એક વાર્તા વાંચશો. વાર્તાનું કથાવસ્તુ સાચી હકીકત ઉપર આધારિત છે. હું જ્યારે ૧૯૯૪માં અમેરિકા ગયો હતો, ત્યારે વાર્તામાંના પાત્ર (નામ બદલી દેવામાં આવ્યું છે) સાથે મારા મિત્ર જાફરભાઈના સ્ટોર ઉપર મારે મુલાકાત થઈ હતી. તેઓશ્રી સ્ટોરના જૂના ગ્રાહક હતા અને તેમના ચાલ્યા ગયા બાદ તેમના વિષેની સઘળી વાત મેં રસપૂર્વક સાંભળી હતી. આ સઘળી માહિતી તે વખતથી મારા મગજમાં સંગ્રહાએલી પડી હતી, જેણે આગળ જતાં ૨૦૦૩માં આ વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું હતું.

દરેક કાર્ય હંમેશાં કારણમાંથી ઉદભવતું હોય છે, કારણ નહિ તો કાર્ય નહિ. જેવાં કારણો હોય તેવાં સારાં કે નરસાં કાર્યો નિપજતાં હોય છે. કેટલાંક કાર્યો માત્ર સહજભાવે થતાં કાર્યો જ હોય છે અને તેથી પેલા સારા કે નરસા એવા વિભાગ હેઠળ આવતાં નથી. કોઈપણ વ્યક્તિ કોઈ ઘટનાને કેવા દૃષ્ટિકોણથી જૂએ છે કે વિચારે છે તે મુજબ તેની સારાનરસાની વ્યાખ્યા આકાર લેતી હોય છે. કોઈ એક કાર્ય એક જણને સારું લાગે, તો તે જ કાર્ય અન્યને ખરાબ પણ લાગી શકે. આ બહુ જ સરળ છતાંય સંદિગ્ધ લાગતી માનવના સ્વભાવની સમસ્યાને મારી વાર્તામાં વણી લેવામાં આવી છે.

અહીં મને મારા અભ્યાસકાળ દરમિયાન વાંચેલી કવિતા યાદ આવે છે. ઘણું કરીને તે કાવ્યના કવિ હતા રમણિક અરાલવાળા અને કાવ્યનું શીર્ષક હતું ‘દૃષ્ટિભેદ’. સુખ અને દુ:ખની વ્યાખ્યા ઉપર આવવા પહેલાં કવિ કેટલાંક ઉદાહરણો આપે છે. અંતે કવિ પોતાનું સુખદુ:ખ અંગેનું મંતવ્ય એ રીતે રજૂ કરે છે કે કોઈપણ પરિસ્થિતિને જોનારો તેનો દૃષ્ટા તેના દૃષ્ટિભેદ પ્રમાણે એક જ પરિસ્થિતિને સુખદાયક કે દુ:ખદાયક સમજતો હોય છે. અહીં હું અનેક ઉદાહરણો પૈકી માત્ર એક જ ટાંકીશ. આ ઉદાહરણ છે, પૂર્ણિમાની રાત્રિનું. જે લોકો આર્થિક રીતે સુખી છે અને પોતાના પ્રિયજનની સાથે છે, તેઓ પૂર્ણિમાની રાત્રિનો ભરપુર આનંદ લૂંટતા હોય છે; પણ જેઓ દુ:ખી છે અને પ્રિયજનથી દૂર છે તેઓ અને ચોર લોકો એ જ રાત્રિને ગોઝારી એટલે કે અપ્રિય ગણતા હોય છે. રાત્રિ તો એક જ છે; પણ તેને જોવાના દૃષ્ટિકોણ અલગઅલગ છે, પરિસ્થિતિઓ અલગઅલગ છે અને તેને જોનારા દૃષ્ટાઓ પણ અલગઅલગ છે. છેલ્લે કવિ કાવ્યનું સમાપન કરતાં કહે છે કે સુખ અને દુ:ખ માનવી જ નક્કી કરે છે, જ્યારે કુદરત તો હંમેશાં તટસ્થ જ હોય છે. તેને તો કોઈ લેવાદેવા નથી હોતી કે કે જુદીજુદી જાતના લોકો ઉપર કોઈ એક જ ઘટનાની કેવી કેવી અસર પડે છે. આમ આ તો કુદરતની સ્વાભાવિક પ્રક્રિયા છે કે જે પોતાની રીતે પોતાના માર્ગે મુક્ત રીતે વહ્યા જ કરે છે.

આવો અને ઉપર ચર્ચિત તત્વદર્શી વાતને સમજવા માટે આગળ વાંચો. ધન્યવાદ.

- વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

‘લોટરી’ ને વાંચવા માટે અહીં Click કરો.

 

Tags: , , , , , ,

 
Follow

Get every new post delivered to your Inbox.