RSS

Monthly Archives: June 2010

(202) એકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી!

બળબળતા બપોરે બાપબેટા વચ્ચે એક જ ઘોડો અને તેઓ એક ગામથી બીજે ગામ સફર કરી રહ્યા છે. બેટાએ બાપને ઘોડે બેસવા દીધા છે અને પોતે પગપાળો સાથે ચાલી રહ્યો છે.

સામેથી આવતો એક વટેમાર્ગુ માર્મિક ટકોર કરતાં બોલે છે, ‘શો કળજગ આવ્યો છે! બાપ ઘોડે અને બેટો જોડે (ખાસડે અર્થાત્ પગપાળે)!’

બેટાએ જવાબ ફંગોળ્યો,’હે, કળયુગી જીવ! જીવ બાળ મા. આ તો સતયુગ જ છે. પેલા શ્રવણે અંધ અને વયોવૃદ્ધ માબાપને કાવડમાં બેસાડીને જાત્રાઓ કરાવી, તો હું આટલુંય ન કરી શકું?’

પેલાએ કહ્યું, ‘હે જુવાન, ધન્ય છે તારી સમજદારી અને બુદ્ધિને! તેં એવો જવાબ વાળ્યો કે મારી ધારણા ખોટી પડી! ખરે જ, પેલી બોધકથા જેવા તમે બાપબેટો મૂર્ખશિરોમણિ નથી કે લોકોની વાત કાને ધરો!’

* * * * * Read the rest of this entry »

 
7 Comments

Posted by on June 27, 2010 in gujarati, Human behavior, Humor

 

Tags: , , , , , ,

(201) સગપણ (નાતો)

Click here to read in English

મારી અમેરિકાસ્થિત ધર્મની માનેલી એક બહેનને લખવામાં આવેલા પત્રનો અંશ :

“વ્હાલી બહેન,

એક વખતે જ્યારે આપણે બધાં આપણા ધાર્મિક સ્થળેથી પાછાં ફરતાં હતાં, ત્યારે તેં મને તારી કારમાં બેસાડ્યો હતો અને એક પ્રશ્ન પૂછ્યો હતો કે “ભાઈબહેનના સંબંધોમાં કયો મહાન ગણાય – લોહીના સગે બનેલો કે લાગણીથી બંધાએલો?” તારા આ પ્રશ્નનો મેં તને તરત જ જવાબ આપી દીધો હતો કે ‘એ બાબત એકબીજાની સમજદારી ઉપર આધાર રાખે છે.’ તારો આ સીધો જ પ્રશ્ન આપણા પરસ્પરના ભાઈબહેન તરીકેના સંબંધના સંદર્ભે હતો.

મારા મુદ્દાને સ્પષ્ટ કરવા હું તને શેક્સપિઅર (Shakespeare) ના નાટક ‘King Lear’ના કથાવસ્તુમાંથી એક ઉદાહરણ આપવાનું પસંદ કરીશ. તેં મને જેવો પ્રશ્ન પૂછ્યો હતો તેવો જ પ્રશ્ન રાજા લીઅરે (Lear) એક પછી એક એમ પોતાની પુત્રીઓને પણ ‘પિતા અને પુત્રીઓના પ્રેમસંબંધ’ સબબે પૂછ્યો હતો. સૌથી નાની પુત્રીએ પોતાના પિતાને વાસ્તવિકતા ઉપર આધારિત જવાબ આપ્યો હતો, જે તેમને પસંદ પડ્યો ન હતો. પરંતુ, પાછળથી તેમને જ્યારે જીવનના કપરા કાળનો સામનો કરવાનો પ્રસંગ આવ્યો, ત્યારે જ ખબર પડી હતી કે નાની પુત્રી ખરેખર સાચી હતી અને બાકીની પુત્રીઓએ તો સાવ કૃત્રિમ એવા જવાબ વડે તેમને માત્ર ખુશ જ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

મારી બહેન, આપણી જિંદગી એક એવી સ્કૂલ છે કે જ્યાં જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે સતત શીખતા રહેવાનું જ હોય છે. પ્રેમનો કોઈપણ પ્રકાર હોય, પણ જો તે સાચો હોય તો તે કદીય શબ્દોનો મોહતાજ બની શકે નહિ.”

(લખ્યા તારીખ : જુલાઈ ૦૭, ૧૯૯૭)

- વલીભાઈ મુસા

Translated from English version titled as “Relationship” published on May 05, 2007.

 

Tags: , , , , ,

(200) ભાવપ્રતિભાવ -૪ (શ્રી સુરેશ જાની, અનુવાદક – ‘વર્તમાનમાં જીવન’)

એખાર્ટ ટોલ ( Eckhart Tolle)નું નામ જ ‘વર્તમાનમાં જીવન’ (The Power of Now) ના વાંચનથી પ્રથમવાર જાણ્યું, એટલે તેમનું અન્ય સાહિત્ય વાંચ્યું હોવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. મારા માટે તો તેમની કૃતિ પહેલી જ છે અને તેમાંય પ્રથમ નજરે જ પ્રેમ જેવું લેખક અને તેમના આ પુસ્તક માટે મને થયું છે. હળવાશે આગળ કહું તો બીજી નજરે પ્રેમ અનુવાદકશ્રી સુરેશભાઈ અને તેમના અનુવાદકાર્યને માટે થયો છે. સુરેશભાઈ જેવા તજજ્ઞે જ્યારે આ પુસ્તક હાથમાં લીધું છે, ત્યારે એ બાબત પોતે જ પ્રમાણ બની જાય છે કે આત્મોત્થાન માટેનાં અનેક ઉમદા પુસ્તકો વચ્ચે પોતાનું સ્થાન મજબૂત રીતે સ્થાપી શકે એવું આ પુસ્તક છે. પ્રકરણો ક્રમિક રીતે અપાતાં જાય છે અને વંચાતાં જાય છે, તે પણ એક રીતે લાભદાયી એટલા માટે છે કે આખું પુસ્તક એકી બેઠકે સળંગ વંચાય તો દરેક વિચાર ઉપર ચિંતન કરવાની તક ઓછી રહે. આ અને આવાં તત્વદર્શી પુસ્તકોના વાંચનની સાચી રીત ‘વાંચવું ઓછું અને વિચારવું વધારે’ એ જ હોઈ શકે.

આ પુસ્તક વિદ્વતાપૂર્ણ બન્યું હોવાનું અનુમાન અત્યારસુધીના વાંચન ઉપરથી સાચું એ રીતે પડે છે કે લેખકે સ્વાનુભવે અને ઊંડા વિચારમંથનના પરિણામરૂપે જ તેને લખ્યું છે. તેમણે વિચારો કરીને નહિ; પણ વિચારો આવવા દઈને, તેમને ચકાસીને, તેમનું સંકલન કરીને, તેમને તાર્કિક ક્રમ (Logical Sequence) માં ગોઠવીને જ પછી આપણી સામે રજૂ કર્યા છે. વિચારો તો સૌને આવે, પણ એ વિચારોને જીવાતા જીવનમાં અન્ય કોઈની સામે મૌખિક રીતે અભિવ્યક્ત કરવા કે તેને અક્ષરદેહ આપવો એ કલા છે અને આવી કલા દરેક માટે સાધ્ય નથી હોતી. લેખકની વર્તમાનમાં જીવન જીવવાની વાત ચીલાચાલુ રીતે જોવા, વાંચવા કે સાંભળવા મળતી વાતો કરતાં મુઠેરી ઊંચી છે. આવા મહાન વિચારકના સર્જન ઉપર મારા જેવા સામાન્ય માણસનું કામ નથી કે એ સમગ્ર પુસ્તક ઉપર ન્યાયયુક્ત કોઈ ભાષ્ય આપી શકે. આમ છતાંય હા, એટલું કદાચ સંભવ છે કે તેના એકાદ વિચારઅંશ ઉપર સમર્થનકારી, વિવેચનાત્મક કે ટીકાત્મક કોઈ પ્રતિભાવ આપવામાં આવે. Read the rest of this entry »

 

Tags: , , , , ,

 
Follow

Get every new post delivered to your Inbox.