આજે દીર્ઘ વિરામ બાદ મારી ‘ભેદભરમની ભીતરમાં’ લેખશ્રેણી હેઠળ ચોથો લેખ રજૂ કરતાં હું થોડોક રોમાંચ અને સાથેસાથે થોડીક વ્યથા પણ અનુભવી રહ્યો છું, કેમ કે આજનો વિષય સાવ નવીન જ એવા ‘કૃષિ અને પશુપાલન’ના ક્ષેત્રને લગતો મારા દુખદ એવા સ્વાનુભવ ઉપર આધારિત છે. માનવજીવન એ સંકુલ અર્થાત્ ગૂંચવણભર્યું છે. જીવનરાહે એવા કેટલાય અસાધારણ પ્રસંગો કે ઘટનાઓના આપણે સાક્ષી બનતા હોઈએ છીએ કે જે પ્રથમ દૃષ્ટિએ આપણને અજાયબ લાગે, પણ તેમના ઊંડાણમાં ઊતરતાં અથવા આપમેળે જ્યારે તેમનાં રહસ્યો છતાં થતાં હોય છે, ત્યારે આપણને તે સઘળાં સહજ અને સામાન્ય લાગ્યા વિના રહેતાં નથી. મારા આજના લેખમાં પણ એવું જ કંઈક પ્રથમ નજરે રહસ્યમય લાગે તેવું હોવા છતાં વાસ્તવમાં એવું કંઈ જ નથી કે જે ‘ભેદભરમ’ના વિષય હેઠળ આવી શકે, આમ છતાંય હકીકતે તો અમે જે ઘટનાના સાક્ષી બન્યા, અર્થાત્ તે ઘટી ત્યારે તો અમને તે રહસ્યમય જ લાગી હતી. Read the rest of this entry »
Monthly Archives: October 2010
(228) હાસ્યહાઈકુ : ૧૨ – હાદના દાયરેથી (૭)
મોટેરાં, સમોવડિયાં અને છોટેરાં હાદજનો,
કહળાં (કુશળ) હશો.
મારા હાહા-11 માં તો પેલી બાપડી ભર ઊંઘમાં હતી અને પડખું ફરી ગઈ, એમાં ક્યાં ‘કિટ્ટા’ ની વાત આવી! વળી એ મૂઓ એટલો મોડા સુધી જાગતો હશે, ત્યારે જ તેણે આ દૃશ્ય જોયું હશે ને! વળી પાછો વિચાર આવે છે કે આપણે એ બિચ્ચારાની દયા ખાવી જોઈએ કે એક સત્તર અક્ષરના નાનકડા ‘આત્મલક્ષી’ હાઈકુડા માટે એણે રાત્યોના ઉજાગરા કર્યા! અહીં હું ફિલ્મો અને ટીવી સિરીયલોનો ચવાઈ ગએલો ડાયલોગ નહિ બોલું કે “‘કુછ પાનેકે લિએ કુછ ખોના પડતા હૈ |”
મારા અધીરા વાંચકો વિચારશે કે આ જૂની રેકર્ડ કેમ વગાડી, તો મારે નવો નક્કોર ડાયલોગ ફંગોળવો પડશે કે “કુછ નયા દેનેકે લિએ, કુછ પુરાના યાદ કરના પડતા હૈ |” ઈસ લિએ કે તેના સાથે હાહા-12 નું અનુસંધાન છે.
લેક્ષિકોનમાં ‘કિટ્ટા’ શબ્દ અને તેનો અર્થ મળ્યો, પણ તેના દુશ્મન (વિરોધી) નો શબ્દ ન મળ્યો; પણ, મારા UKG પૌત્રે મને ’બુચ્ચા’ શીખવ્યું છે, જો તમે લોકો એ શબ્દને માન્યતા આપો તો! તમારી જાણ સારું કહી દઉં કે (કૌંસમાં) 1971 થી 2010 સુધીમાં હજુ પાકિસ્તાને બાંગલા દેશને માન્યતા આપી નથી! (કૌંસ પૂરો)
===================================================
તો હાદજનો, મારા હાહા-12 માં ‘કિટ્ટા’નું સાટું આ રીતે વળે છે :-
હાસ્ય હાઈકુ – 12
ડબલબેડ
અવ વિશાળ, ભીંસે
કોણ તથાપિ!
- વલીભાઈ મુસા
(227) ભાવપ્રતિભાવ – ૫ (શ્રી હરનિશ જાની કૃત ‘પ્યાર-તકરાર’ એક લલિત નિબંધ)
શ્રી હરનિશભાઈ,
સરસ મજાનો હાસ્યલેખ વર્ષો બાદ વાંચવા મળ્યો. ‘વર્ષો બાદ’ શબ્દો મને જ લાગુ પડે છે અને તે એટલા માટે કે છેલ્લાં ત્રણેક વર્ષ પહેલાંના લગભગ ત્રણેક દસકાનો સમયગાળો મારા માટે સાહિત્યવાંચન પરત્વેનો મોટો વિરામ રહ્યો હતો, જે મારા ધંધાકીય કામકાજમાં ગળાડૂબ રહેવાના કારણે જ સર્જાયો હતો.
પ્યાર-તકરાર શીર્ષકેથી શરૂ કરીને “તું અને તારો કેમેરા, ઘેર પહોંચવા દે ને ! બન્નેને બહાર નાખી આવું છું.” સુધી સતત મરકમરક હસાવ્યે જતી આ કૃતિ કંઈ અમસ્તી જ ‘કુમાર’ નાં પાનાંએ નહિ જ ગઈ હોય; અને તેનું ‘કુમાર’નાં પાને ચમકવું, એ પોતે જ સર્જક અને સર્જન માટે એક મોટા પ્રમાણપત્ર સમાન છે. Read the rest of this entry »



