સ્કુટર હાલ્યું,
ઉતર નો આપે ઈં!
કઠે ખાબક્યો?
સ્કુટર વાળ્યું,
બે ગાઉ પછવાડે
ટોળું હનર્યું!
દ્વિચકડિયું
પડતું નાંખીને ન્યાં
ટોળામાં પેઠી!
હું થ્યું પિટ્યાઓ!
વેગળા મરો! પણ,
ચૂપ ચ્યમ ઈં?
શું કે’વું બોન!
ડોક સહેજ મરડી
ઉમૈડા બંધ!
નખોદિયાઓ,
મારા ધણીને ટૂંપ્યો!
બૂટ તો જૂઓ!
હેં! પણ ચ્યમ
કોટબટન ઈંમ
પીઠે બીડાંણાં!
અરે મુઆઓ!
શરદી કાજે કોટ
ઊંધો પહેર્યો!
નાસ્ય નાથિયા!
નાહો બધા લ્યા, અરે!
ગજબ થિયો!
છાંટ્યું પાંણી ન્યાં
વોટરબેગ ખોલી
ઉમૈડો થિયો!
હાશ! જીવી ગ્યો!
ચુડીઓ સલામત!
આભાર પ્રભુ!
- વલીભાઈ મુસા
Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”




Valibhai Musa
April 8, 2011 at 9:12 pm
This Comment is copied and pasted here from “Hasya Darbar”.
Suresh Jani says :
વાહ ! તમારામાં રહેલો વાર્તાકાર ઝળક્યો ! રંગત લાવી દીધી.
આને વાર્તા હાઈકૂ કહીએ તો? કે હાઈકૂ કથા?
pragnaju
April 8, 2011 at 11:03 pm
આવું સરસ લખાઈ ગયું હોઈ હું મારી લાલચને ખાળી ન શક્યો અને મારા બ્લોગના વાંચકો માટે અહીં ખાસ પોસ્ટ તરીકે રજૂ કરતાં હું આનંદ અનુભવું છું.
લખાઇ ગયું !
રહેમત ખુદાકી
તુ સચા વલી
જ્યારે વગર પ્રયત્ને સહજતાથી લખાય તે ખુદાની રહેમ ગણાય
હવે તમારા નામ પ્રમાણે સાચા વલી!