RSS

Tag Archives: તરુવર

(૪૫૦) મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું !!! (ભાવાનુદિત કાવ્ય) [2]

My wife knows this affair too

When the new month gives a thrust
she meets me on the first
hugs me with all her heart
with all her lust and feminine art.

 My wife knows this affair too
that I love her and do her woo
she envies not sure our closeness
though she is far behind in race.

 We do court at public places
never in a suite with closed sashes
she offers her wings for a long drive
on the sea-shore, at the archive.

 Nothing misses her observant eyes
she compensates all my sighs
Oh ! Her departure brings tears to me
I stand dumb like a leafless tree.

 She fuels my journey and dreams too
pours in some wine old from Timbactoo
her presence lingers in my reverie
mistake me not , it’s my salary…

 * * *

– Mukesh Raval

(Pots of Urthona – A Collection of Poems)

# # # # #

મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું !!! (ભાવાનુદિત કાવ્ય)

નવીન માહ આવી જ્યારે પુગતો,
પ્રથમ દિને જ એ અચૂક આવી મુજને મળતી
અને હૃદયોલ્લાસે આલિંગતી મુજને,
નિજ વિષયાક્ત સ્ત્રૈણ નજરે ને વળી નખરે !

મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું,
કે ન ચાહું માત્ર એને, પ્રણયઆરાધન પણ કરું !
ન તો અવ નૈકટ્યે કદીય ઈર્ષાગ્નિએ એ પ્રજળતી,
હતી દૂરસુદૂર તોયે નિજ શોક્યસંગે પ્રણયદોડ મહીં !

જાહેર સ્થળોએ બિન્દાસ્ત અમે એકમેકને મળતાં,
નહિ કે કો’ દબદબાપૂર્ણ ફરેડીબંધ કમરા મહીં જ !
વળી અર્પંતી તે કાર્યાલયે, ઊડવા કાજ નિજ પાંખો મુજને,
કાપવા કાજે દીર્ઘ મજલ સમદરતટ ઉપરે !

કશુંય ન ચુકાય એનાં સચેત લોચન થકી, અને
શમન કરી દેતી મુજ સકળ નિસાસા તણું ત્વરિત !
અરે, વસમું પ્રયાણ તેનું છલકાવે મુજ ચક્ષુ અશ્રુ થકી,
અને રહી જાઉં હું ઊભો, જ્યમ પર્ણવિહીન હોય કો’ તરુવર !

મુજ સફર અને સપનાંને સદા પૂરું પાડે ઈંધણ એ જ વળી તો,
કદીક દંદુડીય કરી જતી પુરાણી મદિરા તણી સુરાહી મહીંથી !
ઉપસ્થિતિ તદ તણી મુજ કલ્પનાતરંગોને વિલંબતી –
બાંધો ના કો’ ગેરસમજ મુજ વિષે, એ તો છે મારી માહવારી આમદની !!!

– મુકેશ રાવલ ( મૂળ અંગ્રેજી કાવ્યકાર)

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

[Timbactoo (Non-dictionary word)ના બદલે અહીં ‘સુરાહી’ (મદિરાપાત્ર) શબ્દ પ્રયોજ્યો છે.]

* * * * *

(ભાવાનુવાદક વલીભાઈ મુસા)
(
પ્રૉફેસર મુકેશ રાવલના કાવ્યસંગ્રહ ‘Pots of Urthona’માંથી સાભાર)

# # # # #

(યુ.કે.ના વિવિધ કાવ્યસંગ્રહો અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામયિકોમાં વીણેલાં ઉત્તમ કાવ્યો તરીકે કેટલાંક ચયન પામેલાં અને ૫૦૦થી પણ અધિક વિદેશી વાચકોના પ્રશંસાત્મક પ્રતિભાવો મેળવેલાં અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ “Pots of Urthona” (કલ્પનાનાં પાત્રો) એ પ્રૉફેસર મુકેશ રાવલની એક અનોખી સિદ્ધિ અને ગુજરાતના ગૌરવ સમાન ઘટના છે. તેઓશ્રીએ તેમના ઉપરોક્ત કાવ્યના ભાવાનુવાદ માટે ઉદાર સંમતિ આપી છે, તે બદલ તેમનો ખૂબખૂબ આભાર.)

– વલીભાઈ મુસા
(તા.૦૫૧૨૧૪)  

પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭

સરનામું :

પ્રો. મુકેશકુમાર એમ. રાવલ,

એસોસિએટ પ્રૉફેસર,
ડિપાર્ટેમેન્ટ ઑફ ઈંગ્લીશ
જી. ડી. મોદી કૉલેજ ઓફ આર્ટ્સ
હાઈવે ચાર રસ્તા,

પાલનપુર -૩૮૫ ૦૦૧ (જિ. બનાસકાંઠા)

પુસ્તક પ્રાપ્તિ : –

Pots of Urthona

ISBN 978-93-5070-003-7

મૂલ્ય : રૂ|. ૧૫૦/-

પ્રકાશક :-

શાંતિ પ્રકાશન,

ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ,

ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ,

અમદાવાદ – ૩૮૦ ૦૧૩

 

 

 

 

 

 

Tags: , , , , , , , , , , , , , , ,