પરિચય
નામ : વલીભાઈ મુસા
હૂલામણું (Nick) નામ : William (વિલિયમ)
શૈક્ષણિક લાયકાત : બી.એ. (ઓનર્સ) – ગુજરાતી, અંગ્રેજી, સમાજશાસ્ત્ર (Sociology) વર્ષ – ૧૯૬૬
જન્મ તારીખ : ૦૭-૦૭-૧૯૪૧
પિતાનું નામ : નુરભાઈ વજીરભાઈ મુસા
૧. માતાનું નામ (જશોદામાતા સમાન પાલક માતા) : મલુકબેન રાજમહંમદ હસન (પોતાનાં સાતેય સંતાનો થેલેસેમિઆ મેઝર કે એવી કોઈ બીમારીના કારણે ત્રણચાર વર્ષથી વધુ જીવી ન શક્યાં હોઈ પિતાશ્રીએ બીજાં લગ્ન કર્યાં હતાં,)
૨. માતાનું નામ (દેવકીમાતા સમાન જન્મદાત્રી) : નુરીબેન મેમદજી શાહુ
સંતાન તરીકેનો ક્રમાંક: ૫/૧૧ (જન્મદાત્રી નુરીમાની કૂખે) અને ૧૨/૧૮ (બંને માતાઓનાં સંતાનોએ)
(નોંધ : – એ કાળે આર્ય સંસ્કૃતિ અન્વયે હાથશાળ કાપડ ઉદ્યોગ અને ખેતીકામ સબબે વધુ માનવશક્તિની જરૂરિયાતે સંતાનોને સમાજસ્વીકૃત પુત્ર/પુત્રીધનનો દરજ્જો પ્રાપ્ય હતો,)
પત્નીનું નામ: લાડકીબાઈ મીયાંજીભાઈ પોલરા
ભાઈઓ: (૧) મર્હુમ અલીમદ (૨) મર્હુમ મીયાંજીભાઈ (૩) મર્હુમ કરીમ (૪) હસનભાઈ (૫) મર્હુમ ડો. અલીમહંમદ
બહેનો : (૧) ચક્ષુદાતા મરહુમ લાડીબેન (૨) મરહુમ અમીનાબેન (૩) મરિયમબેન (૪) હલીબેન (૫) શકીનાબેન
પુત્રો : (૧) હુસૈનઅલી (૨) અકબરઅલી (૩) મહંમદઅલી
પુત્રવધૂઓ: (૧) રોશન (૨) શાહીન (૩) શબાના
પુત્રી: રોશન નૌશાદ શાહુ
જમાઈ: નૌશાદ હસનભાઈ શાહુ
પૌત્રો અને દોહિત્ર: (૧) ડો. રમીઝ (૨) અનિક (૩) આબિસ (૪) રાહિલ (દોહિત્ર)
પૌત્રીઓ અને દોહિત્રી: (૧) તબસ્સુમ (૨) અફઝા (૩) (ડો.) હન્ના (૪) સમીહા (૫) રિનાજ (દોહિત્રી)
પ્રદોહિત્રી : જૈનબ (મારી ચોથી પેઢીએ ઉં.વ. 3)
વતન: ૧૦૫, નસીર રોડ, કાણોદર, તા. પાલનપુર, જિ. બનાસકાંઠા, ગુજરાત, ભારત
વ્યવસાય: ઓટોમોબાઈલ, હોટલ, મેડીકલ ટુરિઝમ, સ્ટોક માર્કેટ, કૃષિ
ધંધાકીય સ્થળો : કાણોદર, પાલનપુર, અમદાવાદ
બ્લોગ્ઝ :
William’s Tales (Bilingual) – https://musawilliam.wordpress.com
વલદાનો વાર્તાવૈભવ – https://musavalibhai.wordpress.com
માનવધર્મ – https://musavalda.wordpress.com
હળવા મિજાજે – https://valdasuja.wordpress.com
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
March 2, 2013 at 1:17 am
આદરણીયશ્રી. વલીભાઈ સાહેબ
આપનો પરિચય વાંચીને ખુબ જ આનંદ થયો આપ પાસે
નેટ જગતના અનુભવનું ખુબ જ મોટુ ભાથુ છે સાહેબ
અમો તો નેટ જગતમા હજુ નવા છીએ સાહેબ
અમેરિકા નિવાસી શ્રી. ગોવિંદભાઈ પટેલ ( સ્વપ્ન જેસવાકર ) આપની વાતો
ટેલિફોન પર કોઈકવાર કરતા હોય છે તેથી આજે શબ્દ લખવાની રજા આપને મળી લીધુ
LikeLike
Valibhai Musa
March 4, 2013 at 12:54 pm
નેકનામશ્રી કિશોરભાઈ,
આપનો પ્રતિભાવ વાંચીને આનંદ થયો. દુષ્કાળપ્રદેશમાથી છતવાળા વિસ્તારમાં આવતો માણસ પોતાની દિવસોની ભૂખ ભાંગવા ખોરાક ઉપરત તૂટી પડે, તેવું જ મારા જીવનની ઉત્તરાવસ્થાએ સાહિત્યસર્જનની બાબતે બન્યું છે. ત્રણેક દાયકાના ધંધાકીય વિકાસને અનુલક્ષીને સાહિત્યસંન્યાસ લીધા જેવું થયું હતું. આમ છતાંય ટૂંકી વાર્તાઓ, કાવ્યો (ખાસ કરીને હાઈકુ) વગેરે ફુરસદ અને મુડ પ્રમાણે લખતો હતો. મે ૦૫, ૨૦૦૭થી ફુલ ટાઈમ બ્લોગીંગમાં આવ્યો અને તેર ઈ-બુક્સ જેટલું જૂનું અને નવું સર્જન થયું, જેમને બુકગંગા, પુના મારફતે પ્રસિદ્ધ પણ કરી દીધું છે. દ્રવ્યોપાર્જન માટે નહિ, પણ મહેનત એક જગ્યાએ જળવાઈ રહે તેમાટે ટેકનોલોજીનો સહારો લીધો છે.હાલમાં Eye Surgery ના કારણે આરામમાં છું. આપના જેવા ઘણા મિત્રોના બ્લોગની સફર ખેડવાનો છે.
આપ અને આપનાં પરિવારજનોનો કુશળતાપ્રાર્થી,
વલીભાઈ મુસા
LikeLike
A P PATEL
April 1, 2013 at 12:37 am
Musabhai,I have no words how to appreciate your personality,your command on Guj.lang.,your choice of various areas on which you are writing profusely.I also commend your honesty of writing very very frankly.Your style of writing carries your readers along with you; and this is the beauty of it.My best wishes for your big family.
LikeLike
Valibhai Musa
April 1, 2013 at 9:25 am
Dear Mr. Patel,
Many many thanks for your words of appreciation. You have read my page ‘પરિચય’, but I recommend to go through one more page ‘My Interview’ and a post titled as ‘મારી કલમે હું’at the following Link just to know something more about me though I am a very simple man of simple thoughts developed through my simple life:
https://musawilliam.wordpress.com/2012/07/07/%e0%ab%a9%e0%ab%a9%e0%ab%aa-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%95%e0%aa%b2%e0%aa%ae%e0%ab%87-%e0%aa%b9%e0%ab%81%e0%aa%82/
With warm regards,
Valibhai Musa
LikeLike
Paresh Panchal
October 9, 2013 at 3:01 am
Dear Sir, You are awsome !
LikeLike
Valibhai Musa
October 9, 2013 at 3:28 am
Thanks Bhaishri Paresh Panchal.
LikeLike
pravinshastri
November 23, 2013 at 7:29 pm
માનનીય શ્રીવલીભાઈ, બ્લોગની વાતો તો વાંચી હતી. આપે મૈત્રી હાથ લંબાવ્યો અને સ્નેહ સંબંધ તો બંધાયો જ હતો છતાં કૌટુંબિક પરિચય તો આજે જ વાંચ્યો. વિશાળ કુટુંબ સાથે જે સંવેદન સાંસ્કારિકતાના દર્શન થયા તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. મારા દૂરના સંબંધી સદ્ગત શ્રી તુષારભાઈ ભટ્ટ કે જેઓ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ઍડિટર હતા તેમના જન્મ પછી એમના જન્મદાત્રી માતા ગુજરી ગયા હતા અને પિતાજીએ બીજા લગ્ન કર્યા. તુષારભાઈએ બરાબર તમારા ભાવ અને શબ્દો એમની માતાઓ માટે કહ્યા હતા …દેવકી અને યશોદા. મારા બ્લોગમાં આ બે શબ્દોની પ્રેરણાથી જ એક વાર્તા લખી છે દેવકી યશોદા. અવકાશે જોઈને અભિપ્રાય આપજો.
મારા આપને હાર્દિક ધન્યવાદ. અનેકવિધ વ્યાવસાયિક ્પ્રવૃત્તિ સાથે ગુજરાતી સાહિત્યમાં કેટલું મોટું યોગદાન! મારે આપની પાસે ઘણું ઘણું શીખવાનું છે. શીખવશો? મિત્રો સુચવે છે કે વાર્તાઓની ઈ-બુક કરો. મને એવું કાંઈ સમજાતું નથી કે આવડતું નથી. આપના બ્લોગમાં ઘણું છે. એક સાથે બધું વાંચી શકાતું નથી. ધીમે ધીમે બધું જ વાંચીશ. પ્રોમિસ..
LikeLike
rajen kumar
December 14, 2013 at 7:40 am
Are wah ! khub j saras lakho chho, aap shri na blog par amari website http://www.anmoll.com ni link apel chhe te jova mate aapna blog ni visit kari, content vanchi ne maja aavi gai.
LikeLike
M.D.Gandhi, U.S.A
July 22, 2014 at 10:47 pm
વલીભાઈ-વિલિયમભાઈ(તમને જે નામ પસંદ પડે તે),
આજ રોજ તમારો આ પરિચયવાળો બ્લોગ જોયો…. આટલા બધા ધંધામાંથી પણ સમય કાઢીને વાર્તાઓ લખો છો, એટલે અમારું તો ભલુંજ થાય છે….પરદેશ બેઠાં પણ વાંચવા મળે છે અને સાથે સાથે “ગુજરાતી” ભાષાનું પણ ભલું થાય છે, અને આમજ ભલું કરતાં રહેશો અને સારી સારી અને રસદાયક વાર્તાઓ આપતાં રહેશો, એટલી આશા તો અમે બધા રાખીએ છીએ…..
LikeLike
Valibhai Musa
July 22, 2014 at 11:12 pm
ખૂબખૂબ આભાર, ભાઈશ્રી ગાંધી-જી (!)
મને નામથી સંબોધવાનું ગમે છે, તો આપનું નામ હું જાણી શકું ? આપના પ્રતિભાવો મને ખૂબ મળે છે, જે બદલ શુક્રિયા અદા કરું છું. મારું સંયુક્ત કુટુંબ છે. ત્રણ દીકરાઓ અનુક્રમે ૫૪, ૫૨ અને ૪૪ના છે. ધંધાના પાટા નાખી આપ્યા છે અને તેઓ ગાડીઓ દોડાવે છે. ધંધાકીય જવાબદારીઓ ઘટતાંઘટતાં નહિવત્ રહી છે. હાલમાં તો ‘વેબગુર્જરી’ (webgurjari.in)ની ભાગે આવતી જવાબદારીઓનું વહન કરું છું. ઈશ્વરકૃપાએ તંદુરસ્તી સાથ આપે છે અને સાથ આપશે ત્યાંસુધી માતૃભાષા ગુજરાતીની સેવા માટે સમર્પિત છું. મારા સાહિત્ય ઉપરાંત ભાષાવિષયક લેખો ‘વેગુ’ ઉપર ‘વલદાની વાસરિકા’ શ્રેણીએ આવે છે. આજે ૨૧મો લેખ પ્રસિદ્ધ થયો છે, જે જાણ સારુ.
LikeLike