![My Haikus (Humorous) – IV [મારાં હાઈકુ (રમુજી)- ૪] My Haikus (Humorous) – IV [મારાં હાઈકુ (રમુજી)- ૪]](https://musawilliam.files.wordpress.com/2007/12/haiku-9.jpg?w=150)
In my previous posts, I had presented some uncategorized Haikus; but here you will find some more under the category of ‘Humor’. In my opinion, most of them are humorous and subjected on ‘Happy married life’, ‘Marriage customs’, ‘Funny dialogues and satires’, etc.. Here are the word pictures and a very little concentration in reading them may entertain you just as a change after reading my previous posts on heavy subjects.
My good Readers, proceed further and enjoy :-
દૃષ્ટિઘૂંટડા
ભરી, રહ્યાં ખામોશ,
ગળ્યાં શું જિહ્વા! (૨૮)
ઉરેપાલવ,
લાળટપકતી શું!
હવે થ્યાં મોટાં! (૨૯)
દેવુનીપારૂ,
પ્લાસ્ટિક સર્જરીથી
ઘાવ રૂઝાવે! (૩૦) [બંગાળી નવલકથા ‘દેવદાસ‘ ઉપર આધારિત]
સંસારઘાણી,
વરવધૂ ફેરવે,
લગ્નમંડપે! (૩૧)
ઢોલ ઢબૂકે,
નાચનિષેધ, કન્યા
ભીડે પલાંઠી! (૩૨)
વરએંજિને,
ઘસડાતી લાડી, ને
અદૃશ્ય ડબ્બા! (૩૩)
હલાવી જોયાં,
લાગ્યું ગયાં! ધ્રાસકે
હસી પડતાં! (૩૪)
ધબકે ઉર,
પડઘા ઝીલે, પ્રિયા
કે સ્ટેથોસ્કોપ! (૩૫)
‘સાંભળો છો કે!‘
સાંભળવાનું ગમે
થઈ બધિર! (૩૬)
કેશગૂંફન
તવ, સુગરીમાળો!
પ્રવેશ બંધ! (૩૭)
ડબલબેડ
અવ વિશાળ, ભીંસે
કોણ તથાપિ! (૩૮)
ભરનિદ્રાએ
ફરી ગયાં પડખું!
કર્યા શું કિટ્ટા! (૩૯)
મોં મચકોડ્યું!
અમે નવ આમલી,
જૂઓ તો ચાખી! (૪૦)
સજ્જ ઘરેણે!
મોબાઈલ શોરૂમ!
પિયુ જૌહરી! (૪૧)
તવ આલ્બમે,
વય બદલી, હુંયે
સાથ નિભાવું! (૪૨)
ભલે રૂઠ્યાં, ના
મનાવું, લાગો મીઠ્ઠાં,
ફૂલ્યા ગાલોએ! (૪૩)
વીજળીકાપે,
કોલબેલ મૂક, ત્યાં
રણકે ચૂડી! (૪૪)
ધ્રૂમ્રપાનની
ઘૃણા તને! ફૂંકતી
તુંય શિયાળે! (૪૫)
ફૂલદાની થૈ,
બદલે નિત ફૂલ,
તુજ અંબોડો! (૪૬)
ગુલબદન!
‘જો, પેલું ગુલ ઝૂકે,
તને સૂંઘવા!’ (૪૭)
સામી છાતીએ
ભાસો નાગણ! પીઠે
નાગ ચોટલો! (૪૮)
શૃંગારમેજે
મિથ્યા શ્રમ તવ!
કાં સૌંદર્ય ચૂંથે! (૪૯)
નખ કરડે
થૈ તલ્લીન તું, આવે
મર્કટયાદ! (૫0)
આળસ ખાતાં!
કથકનૃત્ય તણી
જાણે ઝલક! (૫૧)
તમે શીખવ્યું,
ક્યમ તરફડવું?
નીકળ્યાં ગુરુ! (૫૨)
ભલી કાળજી!
નિદ્રાભંગભયશું
નગ્ન કલાઈ! (૫૩)
શર્મઘરેણે,
તુજ દેહઘરેણાં
લાજી મરતાં! (૫૪)
શરમભારે
લચી ગરદન, ને
ઢીંચણ ટેકો! (૫૫)
દૂર ફૂંકાતી
શહનાઈ, પ્રજાળે
લગ્નવેદિને! (૫૬)
તું ભતિયારી,
ભૂખ્યો ડાંસ હું, ભાગું
જીવનશેઢે! (૫૭)
– Valibhai Musa
Dtd.: 12th December, 2007
P.S.: Next post of ‘Haikus’ will be in the category of ‘tragedy’. Please, wait.
Subscribe to William’s Tales by Email
pragnaju
February 3, 2011 at 2:09 am
જીવન રૂઠ્યાં
મનાવે , પ્રાણ આપું
પ્રાણથી વહાલા
LikeLike
Valibhai Musa
February 3, 2011 at 2:49 am
અદ્દભુત!
પ્રાણથી પણ વ્હાલા એવા રૂઠેલા જીવનને મનાવવા માટે હાઈકુનાયક પોતાના પ્રાણ અર્પણ કરવા પણ તૈયાર થાય છે! પરિણામ? પ્રાણ આપવા છતાં જીવન તો રીસાઈને જવા માગે જ છે, પાછું વળે તેમ નથી! એમ જ થાય ને! કેમકે પ્રાણ અને જીવન અન્યોન્ય એવાં સંકળાએલાં છે કે કોઈ એક વગર અન્યનું અસ્તિત્વ જ શક્ય નથી!
વાહ, ભાઈ વાહ! સરસ પરિકલ્પના!
ધન્યવાદ,પ્રજ્ઞાબેન.
LikeLike
chaman
June 14, 2013 at 6:57 pm
વલીભાઇ સાથે પ્રથમવાર મળવાનું થયું ‘હ્યુસ્ટન’માં; અમારા સાહિત્ય સરિતાના મુખ્યમહેમાન પદે.હાસ્ય હાઇકુ વિષે એમણે એમના પ્રવચનમાં વાત કરી એથી મારા હાસ્ય લેખનમાં ઉમેરો થયો તે દિવસથી. એમને ઘરે પહોચાડવાનું કામ મારા માથે આવતાં, અમારી વાતોમાં માર્ગ કયારે કપાઇ ગયો એની ખબર જ ન પડી! આશ્ચર્યની વાત એ બની કે એમણે અમારા બંન્નેના સંવાદો પરથી મારા પર એક લાંબો લેખ લખી ‘હાસ્ય દરબાર’માં મૂકી દીધો. ત્યારથી અમે બંને નજીક આવી ગયા.
એમના લેખો વાંચું છું અવારનવાર પ્રતિભાવ સાથે.
અહિ મુકેલા હાસ્ય હાઇકુ ગમ્યા અને એ મારા માટે પ્રેરણારૂપ બની રહેશે.
ચીમન પટેલ ‘ચમન’
LikeLike