Click here to read in English
એક દિવસે એક મનોચિકિત્સાલયની OPD ની શરૂઆતમાં જ એક માત્ર દર્દીને ડોક્ટરોની પેનલ આગળ લાવવામાં આવ્યો. ડોક્ટરોએ તેનો ઈન્ટરવ્યુ લેતાં એક વિશિષ્ટ પ્રશ્ન પૂછ્યો, ‘તને સારો થઈ ગયા પછી અહીંથી રજા આપવામાં આવે, તો તું પહેલું કામ શું કરે?’ દર્દીએ તરત જ જવાબ આપી દીધો, ‘હુ થોડાક પથ્થરના ટુકડા ભેગા કરું અને તમારા દવાખાનાના કાચના બનેલા બધા જ દરવાજા અને બારીઓના કાચ ફોડી નાખું!’ પ્રશ્ન અને તેના જવાબને દર્દીના કેસ ઉપર નોંધી દઈને તેને સારવાર માટે Indoor દર્દી તરીકે દાખલ કરી દેવામાં આવ્યો. Read the rest of this entry »
Monthly Archives: March 2010
બીજું તો શું વળી?
પંચમ શુક્લના એક ગુજરાતી કટાક્ષકાવ્ય ઉપરનું ભાષ્ય
તાજેતરમાં પંચમ શુક્લ (પ્રત્યાયન) બ્લોગ ઉપરની તેમની એક ગુજરાતી કાવ્યકૃતિના પઠન અને તેને આનુષંગિક વાંચકોના પ્રતિભાવોના વાંચનમાં મને રસ પડ્યો. મારા ચિત્તમાં ચમકારો થયો કે મારે કોઈક ભાષ્ય લખવું અને ‘લખાઈ મુજથી ગયું!’. ભાઈશ્રી શુક્લ સાથેનો ગરમાગરમ તાજો જ પરિચય અને તેમના કાવ્ય ઉપર સીધો જ મારો પ્રતિભાવ મૂકી દેવાના બદલે મારા પ્રતિભાવ સામેનો તેમનો પ્રતિભાવ અગાઉથી જાણી લેવા મેં તેમને સહજ Mail કરી દીધી, આ શબ્દોમાં “Find attached comment, go through it and allow me to put it if you think it fit.” કવિમિત્રોને હસવાની મનાઈ ફરમાવું છું એમ કહેતાં કહેતાં કે અંગ્રેજી આ વાક્યમાં દસ વખત વપરાએલા ‘T’ વડે પડઘાતા સમુચ્ચારી શબ્દોવાળી મારી જાણ બહાર પ્રાસાનુપ્રાસી કોઈ કવિતાની પંક્તિ તો નથી બની ગઈ! ખેર! આ વાત મેલો પડતી અને પંચમજીનો વળતો જવાબ જરા નીચે વાંચી લો.
એક વિચારશીલ વિચાર! – ‘જવલ્લે’ જ આવા લેખ (૧)
Click here to read in English
ઘણાં વર્ષો પહેલાં મેં કોઈક ગુજરાતી સમાચારપત્રમાં એક સમાચાર વાંચ્યા હતા કે ઈસ્તંબુલ (તુર્કી) ખાતે ‘બાળકોની શિસ્ત વિષયક વર્તણુંક પરત્વેનો માતાપિતાનો અભિગમ કે વ્યવહાર’ વિષય ઉપર એક આંતરરાષ્ટ્રીય સંમેલન મળ્યું હતું. ચર્ચામાં ભાગ લેનારા એક વક્તાએ સૂચન મૂક્યું હતું કે બાળકોને તેમની ગેરશિસ્તના પ્રસંગે ગુસ્સાના આવેશમાં આવીને શારીરિક શિક્ષા કરવાના બદલે તકિયાઓને લાકડી કે મુઠ્ઠીઓ વડે ઝૂડવા કે ખંખેરવા જોઈએ. મારા વાંચકો હળવું સ્મિત કરશે અને હું પણ કરી રહ્યો છું, પણ આ સૂચનમાં થોડુંક તથ્ય છે તો ખરું! અહીં ગુસ્સાની અભિવ્યક્તિ અને બાળકની સ્વમાનરક્ષા વચ્ચેનો મધ્યમ માર્ગ છે. ઉપાય મજાનો, પણ સાથેસાથે મૂર્ખાઈભર્યો પણ છે. જ્યારે આપણે સજા કરવા તકિયાને ફટકારતા હોઈએ ત્યારે, તોફાની બાળક તેના દાંત કાઢ્યા વિના રહેશે નહિ.
ઉપરોક્ત સૂચન ઉપરનું મારું ચિંતન મને પ્રોત્સાહિત કરે છે કે હું તેને એવી રીતે સુધારું કે બાળકોના બદલે તકિયા ઝૂડવા એના કરતાં તેમને તકિયા જ મારવા જોઈએ, એ શરતે કે તે નરમ હોય અને તેમને કોઈ ઈજા ન પહોંચે. આનાથી માતાપિતાના ગુસ્સાનું શમન થશે અને બાળકો વિચારશે કે તેમને સજા કરવામાં આવી. આમ તકિયો એ મહાત્મા ગાંધીના ‘સત્યાગ્રહ’ જેવા અહિંસાત્મક શસ્ત્ર તરીકેનું કામ કરશે! શૈક્ષણિક સંસ્થાઓએ તેમના શિક્ષકોને અન્ય શૈક્ષણિક સાધનોની જેમ તેમને તકિયા પણ ન પૂરા પાડવા જોઈએ? માબાપને આ ખાસ સુવિધા પૂરી પાડવી જરૂરી નથી, કેમ કે તેમની પાસે તો તેમનાં ઘરોમાં તકિયા હાથવગા હોય જ.