તાજેતરમાં પંચમ શુક્લ (પ્રત્યાયન) બ્લોગ ઉપરની તેમની એક ગુજરાતી કાવ્યકૃતિના પઠન અને તેને આનુષંગિક વાંચકોના પ્રતિભાવોના વાંચનમાં મને રસ પડ્યો. મારા ચિત્તમાં ચમકારો થયો કે મારે કોઈક ભાષ્ય લખવું અને ‘લખાઈ મુજથી ગયું!’. ભાઈશ્રી શુક્લ સાથેનો ગરમાગરમ તાજો જ પરિચય અને તેમના કાવ્ય ઉપર સીધો જ મારો પ્રતિભાવ મૂકી દેવાના બદલે મારા પ્રતિભાવ સામેનો તેમનો પ્રતિભાવ અગાઉથી જાણી લેવા મેં તેમને સહજ Mail કરી દીધી, આ શબ્દોમાં “Find attached comment, go through it and allow me to put it if you think it fit.” કવિમિત્રોને હસવાની મનાઈ ફરમાવું છું એમ કહેતાં કહેતાં કે અંગ્રેજી આ વાક્યમાં દસ વખત વપરાએલા ‘T’ વડે પડઘાતા સમુચ્ચારી શબ્દોવાળી મારી જાણ બહાર પ્રાસાનુપ્રાસી કોઈ કવિતાની પંક્તિ તો નથી બની ગઈ! ખેર! આ વાત મેલો પડતી અને પંચમજીનો વળતો જવાબ જરા નીચે વાંચી લો.
“Dear Valibhai Musa,
It is a detailed analysis and constructive criticism. I am impressed with your in-depth study on that poem and comments. It would be my pleasure to accept and acknowledge your valued work. You may put this as a comment on my blog or an independent article on your website- as you wish.
You would like to read this as well on http://himanshupatel555.wordpress.com , a blog of Mr. Himanshu Patel.
Regards,
Pancham Shukla (www.spancham.wordpress.com)
હવે આગળ વધવા પહેલાં મૂળ કૃતિ “એક બ્લોગ્મંડૂકને” અને તેના ઉપરની કોમેન્ટ્સને અહીં Click કરીને વાંચશો તો જ ઠીક રહેશે, નહિ તો પછી હવામાં ગોળીબાર જેવું જ તમને લાગશે!
.
ભાઈશ્રી પંચમ શુક્લાજી,
ટીકાકાર મિત્રોએ વાતાવરણને ગરમ કરી નાખ્યું છે અને અહીં હળવાં ઝાપટાં (હળવાશ)થી તેને ઠારવાનો મારો પ્રયત્ન છે. એક વાતનો અગાઉથી ખુલાસો કરી દેવો સારો કે ‘ભાઈ, હું અનામી વિવેચકનો પક્ષકાર નથી, એટલે કોઈ ગેરસમજથી પ્રેરાઈને વળી પાછા કોઈ મને પણ ઝાપટમાં ન લઈ લેતા!’ પ્રથમ ચરણે તો ભાઈશ્રી શુક્લાજીની વાત કરીએ અને તેમના નામ કે ઉપનામ ‘પંચમ’ના પ્રારંભિક બે અક્ષરોને અંગ્રેજીમાં લઈએ તો Punch થાય અને ‘મ’ જોડવાથી આભાસી સંસ્કૃત શબ્દ બન્યો કહેવાય. જે ગણો તે, પણ ભાઈશ્રી શુક્લાજીએ પેલા અનામી ભાઈ (ભાઈ જ સમજીશું!)ના મોઢા ઉપર Punch માર્યે જ જવામાં કોઈ કસર છોડી નથી અને ઉપરથી મારી પહેલાંના પચાસેક જણાએ પણ તેમના વારા કાઢ્યા. હું લાઈનમાં આવ્યો છું, થોડોક મલમપટ્ટો કરવા કે ઘા ઉપર મીઠુંમરચું છંટકારવા તેની આટલે સુધી તો મને ય ખબર નથી!
પ્રથમ તો ભાઈશ્રી શુક્લાજીને કંઈક પૂછવા પહેલાં એક જૂની હિંદી ફિલ્મની ગીતપંક્તિને ગણગણીએ કે ‘ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઈ બાત હૈ!’; પછી ભલેને તે એમ કહેતા/લખતા હોય કે ‘હકીકતમાં આ કવિતાને કોઈને પણ કેન્દ્રમાં રાખ્યા વગરની અર્ધજાગૃત મનની જ નીપજ કહી શકાય’ તો પછી આ શું? – “કોક બ્લૉગ પર કવિતાને સમજ્યા વગર કવિની કલમને વખોડતા એક પ્રતિભાવને અર્પણ”. કવિએ આ રચનાને તેના જ પ્રેરકને ‘અર્પણ’ કરી દીધી અને આપણે બધાએ પેલા ભાઈના જે કંઈ હોય તેવા દૃષ્ટિબિંદુનું ‘તર્પણ’ જ કરી દીધું!
સાહિત્યજગતમાં શ્લીલ અને અશ્લીલની ચર્ચાઓ અવિરત (End-less) ચાલતી જ રહી છે. વિવેચકોની અદાલતોમાં બિનસત્તાવાર અને કાનૂની અદાલતોમાં સતાવાર કેસો પણ મુકાયા છે અને જે તે સર્જન કે કૃતિની તરફેણ કે વિરુદ્ધમાં ચુકાદાઓ પણ આવ્યા છે. ઉદાહરણ તરીકે “The Woman of Rome” by Alberto Moravia ને લઈએ તો તેનો અનુવાદ ગુજરાતીમાં સ્ત્રી ભાગ-૧ અને ૨ તરીકે કોઈક જયાબેને કરેલો (અટક યાદ આવતી નથી). તેના ઉપર અદાલતમાં ‘અશ્લીલ’ હોવાનો કેસ મુકાયો, ચુકાદામાં Clean Chit મળી; પ્રકાશકે વાંધાજનક પ્રકરણોને નવલકથાના Flap ઉપર દર્શાવ્યાં અને પ્રતો ટપોટપ વેચાઈ ગઈ. ૧૯૯૪માં શિકાગોની લાયબ્રેરીમાં તેની System ને પ્રાયોગિક ધોરણે સમજવા માટે કોઈક લોબીના કોમ્પ્યુટરમાં હું સહજભાવે Lady Chatterley’s Lover ટાઈપ કરી બેઠો અને કોઈક માળના કોઈક કબાટના ખાનામાં તેને (પુસ્તકને, પેલા Lover ને નહિ, હોં કે!) જોઈ આવ્યો હતો. અશ્લીલતાના વાંકે ઘણા દેશોએ આ પુસ્તકને જાકારો આપવો ન પડે, એટલા માટે તેને આવકારો જ આપ્યો ન હતો!
પંચમભાઈએ તો કોઈક બ્લોગના કથિત ટીકાકાર ઉપર કોઈક કાવ્ય જ રચી કાઢ્યું, પણ અમારા અનુસ્નાતક અભ્યાસકાળના વિદ્વાન અધ્યાપક સાહેબે તો ‘ભદ્રંભદ્ર’ના સર્જન પાછળ પણ આવા જ કોઈક ગપસપ (Gossip) ની વાત કરેલી હતી. આનો મતલબ એ જ કે કોઈક સાહિત્યકાર કે વિવેચકની નાનીઅમથી ટીકાટિપ્પણી સામે આખું પુસ્તક પણ લખાઈ શકે.
વર્ષો પહેલા મારા “અમે બધાં” (સંયુક્ત લેખકોઃ જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા) હાસ્યપ્રધાન નવલકથાના વાંચન દરમિયાનના એક પ્રકરણમાં ‘બટન’ની વાતના અનુસંધાને હાસ્યનો જે આનંદ મેં લૂટ્યો હતો, તેનાથી અધિક આનંદ મને આજે નીચેનાં જુદી જુદી કોમેન્ટ્સનાં અવતરણોમાંથી મળ્યો.
“કવિ, એતો કહો કે આ ચાબખા માર્યા તે બ્લોગમંડૂક છે કોણ?”
“ચાબખા જેને પણ સાંકળતા હશે એ, એની અસરને(પીડાને!)કદી નહીં ભૂલે!”
“બહુ સારુ કર્યુ, તમે તેને તેની હેસિયત દેખાડીને!’
“મને તો ગમ્યો આ ‘જનોઇવઢ’ ઘા!”
“વાહ પંચમભાઈ ! આવા ચાબખા મારતા રહેજો. બંધબેસતી પાઘડીવાળાને પણ લાભ જ છે ને!”
“ખેર ! હજુ મોડું નથી થયું. આપને આવા બ્લોગમંડૂકનું નામ આપવા વિનંતિ છે.”
“સરસ રચના ! ગીતની સાથે સાથે અર્પણ પણ ગમ્યું!”
“વાહ!વાહ!”
અલમ્ અતિ વિસ્તરેણ,
-વલીભાઈ મુસા
અહીં જો કે મારી કોમેન્ટ તો પૂરી થાય છે, પણ મારો આર્ટિકલ થોડોક વધુ સમય સુધી ચાલુ રહેવા માગે છે કે જેથી હું મારા સુજ્ઞ સાહિત્યરસિક મિત્રો સાથે શ્લીલ-અશ્લીલ વિષેનો થોડોક વધુ વિચારવિમર્શ કરી શકું! કલાઓ તો અનેક છે, પણ અહીં આપણે સાહિત્યકલા (દૃશ્ય, શ્રાવ્ય કે વાચ્ય)ના પરિપ્રેક્ષ્યમાં જ થોડીક ચર્ચા કરી લઈશું. કલાજગતમાં ‘કલા ખાતર કલા’ અને ‘જીવન ખાતર કલા’ એવા બે વાદને લઈને થતા વાદવિવાદથી આપણે બધા સુપેરે પરિચિત છીએ. કલાની અભિવ્યક્તિમાં સ્વતંત્રતા જરૂરી તો ખરી, પણ એ સ્વતંત્રતા મર્યાદાઓનું ઉલ્લંઘન કરી બેસે તો તે સ્વચ્છંદતામાં જ પરિણમે અને તે જીવન જીવવા માટેની કલાને જ છિન્નભિન્ન કરી નાખે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકારો પોતાનાં લખાણોમાં કોઈ પાત્રના મુખે ગાળ સુદ્ધાં આવવા ન દેતા. શૈષ્ટ્ય અને સંસ્કારિતા માટે તેઓ એટલા બધા સભાન હતા કે ક્યાંક પાત્ર પાસે ગાળ બોલાવવી જરૂરી લાગે તો ‘સા.’જેવા એકાદ અક્ષરથી જ કામ કાઢી લેતા. મારા એક આર્ટિકલનાં ગુજરાતી-અંગ્રેજી બંને Version માં સાચે જ બોલાએલા એક અપશબ્દમાં અનુક્રમે ‘કૂત.’ અને ‘d.’થી મેં ચલાવી લીધું હતુ, આખો શબ્દ લખવાની મારી હિંમત ચાલી ન હતી. ચલચિત્રો એ દૃશ્ય અને શ્રાવ્ય એવાં સાહિત્યનાં જ સ્વરૂપો કહેવાય. જૂના જમાનાનાં ચલચિત્રોમાં શયનખંડનાં શૃંગાર-રસની પરાકાષ્ઠાનાં દૃશ્યો ક્ષણિક અંધારપટથી આટોપી લેવાતાં હતાં. આજે મનોરંજનનાં Print કે Electronic માધ્યમોમાં સાવ વિપરિત પરિસ્થિતિ જોવા મળે છે, જેની વિગતે જાણકારી મારા Life and Literature અને Ethics and Values in a Changing World આર્ટિકલમાંથી મેળવી શકાશે.
સાહિત્યના સંદર્ભે જ આગળ વધતાં આપણે વિચારીએ તો જણાશે કે અભિવ્યક્તિ એ સાહિત્યકારની આગવી કલા જ માત્ર ન બની રહેતાં તેમાં ઔચિત્ય જાળવી રાખવાની સાવધાની પણ વર્તાવી જોઈએ. સાહિત્યના શૃંગારાદિ જેવા અતિ સંવેદનશીલ રસોને પ્રગટાવતાં પ્રતીકો કે પરોક્ષ કથનોનો સહારો લઈ શકાય અને તેને પાર પાડવામાં જ સર્જકની કાબેલિયત પુરવાર થઈ શકે. ગુજરાતી સોનેટના પિતા ગણાતા એવા બ.ક.ઠાકોરના પોતાના અને સંભવિત ગુજરાતીના કદાચ પ્રથમ જ સોનેટ એવા ‘ભણકારા’માંની આ પક્તિ ‘ઊંચાંનીચાં સ્તનધડકશાં હાલતાં સુપ્ત વારિ, તેમાં મેળે તલ સમ પડે ઉપડે નાવ મારી.’ માં પ્રયોજાએલો શૃંગારાત્મક દૃષ્ટાંત અલંકાર જરાય કઠતો લાગશે નહિ.
સમાપનપૂર્વે, હું એટલું જ કહીશ કે કોઈપણ કલામાંની શ્લીલતા કે અશ્લીલતાને સમજવા માટે તેની વિશદ વ્યાખ્યાઓમાં ઊંડા ઊતરવાના બદલે સાવ દેશી ઢબે વિચારી શકાય કે કોઈપણ દૃશ્ય, શ્રાવ્ય કે વાચ્ય કલાનો આનંદ માતા, બહેન કે પુત્રી સાથે માણી શકાય તો તે શ્લીલ ગણાય; અને માત્ર પત્નીના જ સાન્નિધ્યે તેમ થઈ શકતું હોય તો તેને અશ્લીલતાની જ મહોર મારવી પડે!
અલમ્ અતિ અતિ વિસ્તરેણ,
– વલીભાઈ મુસા
Pancham Shukla
March 26, 2010 at 7:06 pm
વલીભાઈ, ઝીણી નજરે કાવ્ય તેમજ પ્રતિભાવોને નાણી-પરખી સહુને ઉપકારક નીવડે એવાં ભાષ્યને વધાવું છું.
LikeLike
DR. CHANDRAVADAN MISTRY
March 26, 2010 at 10:33 pm
Valbhai…I had been to Panchambhai’s Blog & read your Comment for the Post…Then you communicated with Panchambhai via an Email….& then this Post on your Blog…Well I am HAPPY to note the Exchanges between two of you. May the “Webjagat Readers” benefit from your Interactions !
That is my hope…but I am sure I will enjoy reading the Posts here OR reading the GAZALS/KAVYO on Pancham’s Blog !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Valibhai…Hope to see you on Chandrapukar !
LikeLike
Ramesh Patel
March 27, 2010 at 5:38 pm
સાહિત્યના સંદર્ભે જ આગળ વધતાં આપણે વિચારીએ તો જણાશે કે અભિવ્યક્તિ એ સાહિત્યકારની આગવી કલા જ માત્ર ન બની રહેતાં તેમાં ઔચિત્ય જાળવી રાખવાની સાવધાની પણ વર્તાવી જોઈએ
ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઈ બાત હૈ!’;
પ્રથમ ચરણે તો ભાઈશ્રી શુક્લાજીની વાત કરીએ અને તેમના નામ કે ઉપનામ ‘પંચમ’ના પ્રારંભિક બે અક્ષરોને અંગ્રેજીમાં લઈએ તો Punch થાય અને ‘મ’ જોડવાથી આભાસી સંસ્કૃત શબ્દ બન્યો કહેવાય. જે ગણો તે, પણ ભાઈશ્રી શુક્લાજીએ પેલા અનામી ભાઈ (ભાઈ જ સમજીશું!)ના મોઢા ઉપર Punch માર્યે જ જવામાં કોઈ કસર છોડી નથી
………………………………..
આપના આ ભાષ્ય મર્મ ભર્યું ને સુંદર વિવેચનથી
દિશા ચીંધતું અનુભવ્યું.
રમેશ પટેલ(આકાશદીપ)
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel
LikeLike
Dilip Gajjar
March 28, 2010 at 5:56 am
વલીભાઈ, નમસ્કાર, હાલ જ ચન્દ્ર વદન ભાઈના બ્લોગ પર આપ ઇવશે વાંચેલ હવે ..પંચમ ભાઈના બ્લોગ મંડૂક પર આપનું ભાસ્ય વાંચવું ગમ્યું …દેરસે આયે પર ?
LikeLike
Dilip Gajjar
March 28, 2010 at 5:59 am
Dear Valibhai, I would like to invite you on my blog.
http://leicestergurjari.wordpress.com/2010/03/25/૭૦-કારણો-પૃથ્વીને-ચાહવાન/
Dilip
LikeLike
vimal agravat
March 29, 2010 at 9:55 am
પ્રથમ વખત જ આ બ્લોગની મુલાકાત થૈ.કવિનો અભિગમ જાણ્યાં પછી ભાષ્ય લખવાની આપની વાત ખુબ જ ગમી
LikeLike
"માનવ"
March 29, 2010 at 10:19 am
આપનું તો કહેવું પડે…
LikeLike