Click here to read in English
એક દિવસે એક મનોચિકિત્સાલયની OPD ની શરૂઆતમાં જ એક માત્ર દર્દીને ડોક્ટરોની પેનલ આગળ લાવવામાં આવ્યો. ડોક્ટરોએ તેનો ઈન્ટરવ્યુ લેતાં એક વિશિષ્ટ પ્રશ્ન પૂછ્યો, ‘તને સારો થઈ ગયા પછી અહીંથી રજા આપવામાં આવે, તો તું પહેલું કામ શું કરે?’ દર્દીએ તરત જ જવાબ આપી દીધો, ‘હુ થોડાક પથ્થરના ટુકડા ભેગા કરું અને તમારા દવાખાનાના કાચના બનેલા બધા જ દરવાજા અને બારીઓના કાચ ફોડી નાખું!’ પ્રશ્ન અને તેના જવાબને દર્દીના કેસ ઉપર નોંધી દઈને તેને સારવાર માટે Indoor દર્દી તરીકે દાખલ કરી દેવામાં આવ્યો.
ત્રણ મહિના પછી એ જ દર્દીને એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો અને ડોક્ટરોને સંતોષ થાય તેવો તેણે જવાબ આપ્યો, ‘સાહેબો, હું કમાવા માટે કોઈક નોકરીની શોધ કરીશ!’
‘બહુ જ સરસ! પછી?’
‘હું પૈસા બચાવીશ અને કોઈક સુંદર સ્ત્રીને પરણીશ.’
ડોક્ટરો મૂળ પ્રશ્નના જુદા જ જવાબો મળતા જતા હોઈ તેની સારો થઈ ગયો હોવાની નિશાનીઓ સમજીને ઉશ્કેરાટમાં આવી ગયા અને વળી આગળ પૂછ્યું, ‘પછી?’
‘હું મારી પત્નીને મારા માટે એક કપ કોફી બનાવવાનું કહીશ!’
‘અદભુત! ત્યાર પછી?’
‘પછી તેને સાણસી અને અમારા છોકરાનો જૂનો લેંઘો લાવી દેવાનું કહીશ.’
ડોક્ટરો થોડાક મૂંઝાયા, તેમ છતાંય આગળ પૂછવાનું ચાલુ રાખ્યું, ‘ત્યાર પછી શું, વ્હાલા દોસ્ત?’
‘હું લેંઘાની ઈલાસ્ટીકની પટ્ટી કાપીશ, તેને સાણસીનાં બંને પાંખિયાં સાથે બાંધીને એક નાની ગિલોલ બનાવીશ!’
‘અરે ઓ ઈશ્વર, પણ શા માટે?’
‘તેના વડે પથ્થરના ટુકડાઓ ફેંકીને તમારા દવાખાનાનાં બધાં જ બારીબારણાંના કાચના દરવાજા ફોડી નાખીશ! બીજું તો શું વળી?
– વલીભાઈ મુસા
(લેખક અને અનુવાદક)
Note:
Translated from English version titled as “What else? – Nothing, but humor!” published on May 26, 2009
Pancham Shukla
March 30, 2010 at 5:16 pm
Good one.
LikeLike
DR. CHANDRAVADAN MISTRY
March 31, 2010 at 12:05 am
અરે ઓ ઈશ્વર, પણ શા માટે?’
‘તેના વડે પથ્થરના ટુકડાઓ ફેંકીને તમારા દવાખાનાનાં બધાં જ બારીબારણાંના કાચના દરવાજા ફોડી નાખીશ! બીજું તો શું વળી?
And,,the Doctors got the TRUTH (about his mental status)
Nice !
DR, CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Waiting for you Valibhai !
LikeLike
Rajendra M. Trivedi,M.D.
April 1, 2010 at 10:14 am
Dear valibhai,
Happy to put your link and writing in Hasydarbar for Surfers.
We welcome your creation to keep smilling Surfers and Readers of Internet via Hasyadarbar.
Rajendra Trivedi,M.D.
http://www.bpaindia.org
http://www.yogaeast.net
Editor
Hasyadarbar
LikeLike
Dilip Gajjar
April 1, 2010 at 2:49 pm
પ્રિય વલીભાઈ, ખુબ હ્સાવ્યા તમે તો ચક્રાકાર ગતિ…જાણે બહુ પ્રગતિ..વાહ સરસ…આપનો બ્લોગ પણ બહુ ગમ્યો..પ્રથમ મુલાકાતે જ સ્પર્શી જાય…. વાયા હાસ્ય દરબાર અહી આવ્યો.
LikeLike
Valibhai Musa
April 2, 2010 at 2:38 am
Dilipbhai,
Welcome on my blog. I thought you would come Via Viramgam (A Gujarati Movie)! Please, take it easy, it’s just a joke.
Thanks for your comment.
Regards
LikeLike
ISHQ PALANPURI
April 2, 2010 at 11:37 pm
excellent ! somthing new on ur blog .keep It up & up
LikeLike
રાજેશ પડાયા
April 4, 2010 at 2:13 am
Oh my Go………d !!, excellent
LikeLike
Muhammedali wafa
April 8, 2010 at 2:02 pm
મા અસ્સલામ.
વલીભાઈ.સરસ વાત કહી.વાત ઘણી ગંભીર તાત્પર્ય વાળી છે.પણ હળવા લહેજામાં કહેવાઈ છે.
આ વિશ્વભરના રાજ કરણનાં બધાજ ગાંડા(પાડા)ઓ આજ કામ કરી રહ્યા છે.ગોફણની કે ગિલોલની જગ્યાએ ડ્રોનૢમિસાઈલૢડેઝી કટર બોમ્બ.ફોસ્ફરસ બોમ્બ વિ.ના નવીન પથરાથી લોકોના જીવન રગડૉળી રહયા છે
LikeLike
સુરેશ જાની
May 13, 2010 at 9:20 am
મેલ કરવત મોચીના મોચી
LikeLike
Sharad Shah
May 29, 2010 at 5:38 am
પ્રિય વલીભાઈ;
પ્રેમ,
આપણે જ્યારે આવી વાત સાંભળીએ ત્યારે પેલા ગાંડા માણસ પર હસવું આવી જાય, પણ ભાગ્યે જ કોઈ વિરલા હોય જેને સમજાય કે આ કોઈ અન્ય ગાંડાની વાત નથી, પણ મારી જ વાત છે. ફક્ત ફેર એટલો જ હોય છે કે કેટલાંક ગાંડાઓ હોસ્પિટલમાં ભરતી હોય છે અને અન્ય બહાર ફરતા હોય છે કારણકે તેઓ એવરેજ ગાંડા હોય છે.બાકી આપણી પણ પૂંછડી વાંકી તે વાંકી જ રહે છે ગમે તેટલાં ઉપદેશો સાંભળીએ, ગમે તેટલાં સંતોની પાસે જઈએ, ગમે તેટલાં ધરમ ધ્યાનના નાટકો કરીએ. ઘડી બે ઘડીતો એમ લાગે કે હૂં હવે સુધરી ગયો હવે ગાંડો નથી રહ્યો, પણ જરા અમથું કોઈ ખોતરે કે તરત જ ગાંડપણ નો એટેક આવી જાય છે.
કોઇ સંતના પ્રવચનો સાંભળી ને સર્વ ધર્મ સમાન, કે બધા માં પરમાત્માનો જ વાસ છે તેવું જ્ઞાન લાધે અને થાય કે સુધરી ગયો. અને જેવું કોઈ કૃષણ ના વિષે આડું બોલે કે કુરાન વિષે આડું બોલે કે ભિતરનું હિન્દુ કે મુસલમાન ગાંડપણ ઉછાળો મારી બહાર આવી જાય અને બોલનારનુ માથૂ ફોડી નાખવાનુ મન થઈ જાય. તરત જ ભૂલી જઈએ કે સામેના માણસમાં પણ પરમાત્માનો વાસ છે.
પણ ચારે બાજુ આપણા જેવાં જ ગાંડાની વસ્તી છે એટલે ખબર નથી પડતી. કહેવાય છે કે ગાંડાને ખબર પડવા માંડે કે હું ગાંડો છું એટલે સમજવું કે તે સુધરવા માંડ્યો છે.
શેષ શુભ.
પ્રભુશ્રિના આશિષ.
શરદ.
LikeLike
pragnaju
May 1, 2014 at 1:28 am
અમારી જેમ ઘણાનો અનુભવ છે કે કોઈક ને કોઈક બિંદુએ દરેક માણસ પાગલ જ હોય છે. જીવનમાં આવતા અકસ્માતોમાંથી સફળતાપૂર્વક માર્ગ કાઢવા માટે આપણામાં કેટલીક વાર થોડુંક ગાંડપણ જરૂરી બને છે. કેટલીક વાર આપણને લોકો ગાંડા ના ગણે એ માટેય આપણે અનિવાર્યપણે પાગલ થઈ જવું પડે છે.અમને તો આવું પાગલપન રાસ આવ્યુમ છે.અમારા પપ્પા સંગીત જલસાની પૂર્ણાહૂતિમાં કાગનું ભજન ભૈરવીમા ગાતા
”ક્યા હંસ તૂ પાગલ ભયા, ચુન ચુન કંકરી ખાત હૈં?
યહ તો સરોવર સૂખ ગયા,અબ ક્યોં ન તૂ ઊડ જાત હૈં? ટેક
ભૂખા રહા પિંજર ભયા, અબ ક્યોં ન માનતા હૈ કહા?
સંગી તિહારે ચલ ગયે, કિસ સ્વાદસે ઇસા ઠાં રહા અબ….૧
ચલ તૂ હમારે સંગમેં, લાખોં મરાલ સુ જહ વસે;
દિલદાર* સરકા યાર વહ, હંસા તભી મનમેં હસે. અબ…. ૨
”તુમ ક્યા પિછાનો પ્યાર કો, હમ ના કભી ઇસકો હને;
મેરે લિયે યહ ફટ ગયા, વહ છોડના કૈસે બને? અબ……..3
મોતી વ ખાને કો દિયો, પાની જિસી કા મૈં પિયા;
જબ ‘કાગ’ ઉસકો છોડ દૂંગ, ના મેરા જિયા. અબ….. ૪
અને બધા નમ આંખોથી વિદાય થતા.
LikeLike
Anila Patel
May 9, 2014 at 3:26 pm
Padi patole bhat fati pan fite nahi– guj. kahevatnu rahasy samajayu.
LikeLike
Vinod R. Patel
May 9, 2014 at 3:52 pm
શ્રી વલીભાઈએ દાક્તર અને દર્દીની સરસ વાત કહી . વાંચવાની મજા આવી .
શરદભાઈ અને પ્રજ્ઞાબેનએ કહ્યું એમ આ વાતને હસી કાઢવા જેવી નથી પણ એને એક રૂપક તરીકે પણ સમજવાની છે .
ઘણાં માણસને ગમે એટલું સમજાવીએ પણ થોડાં વખત પછી એમની મૂળ પ્રકૃતિ ઉપર પાછા આવી જાય છે .
પિત્તળને સોનાનો ઢોળ ચઢાવવાથી એ સોનું નથી બની જતું !.
LikeLike
Ramesh Patel
May 9, 2014 at 9:20 pm
ડોક્ટરને પણ કોઈ જુદી જ યુનિવર્સિટીમાં ભણવા મોકલવા પડે! આવા કેસને ઉકેલવા માટે. આતો આપણા શ્રી વલિભાઈની પરીક્ષાનો દાખલો છે.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike