RSS

Monthly Archives: March 2010

ખરેખર દીવાનું કોણ છે? – ‘જવલ્લે’ જ આવા લેખ (૩)

Click here to read in English
આજે આપ સૌ સમક્ષ હું મારા ઉપરના શીર્ષકે દર્શાવેલ “જવલ્લે જ આવા લેખ” હેઠળ ત્રીજા આર્ટિકલ સાથે ઉપસ્થિત છું. અહીં આ વિભાગમાં તમે ખાસ પ્રકારના વિષયોને જોઈ શકશો, જે અંગે હું માનું છું કે મારા વાંચકો તેમના તરફ કંઈક વિશેષ ધ્યાન આપે. મારા નિયમિત વાંચકો તો સારી રીતે જાણે છે કે બ્લોગના મારા આ ફલક ઉપર હું જે કંઈ આપું છું, તે બધું હંમેશાં વાંચવા લાયક જ હોય છે અને તેમાં કંઈ ખાસ કે સામાન્ય એવું અલગ હોતું નથી; પરંતુ કોઈ ખાસ આર્ટિકલ ઉપર ભાર મૂકવાનો હોય, તેમને જ આ શ્રેણીમાં વર્ગીકૃત કરું છું.

મારા વિષયપ્રવેશ પહેલાં, હું ઈસ્લામના પયગંબર હજરત મહંમદ (સ.અ.વ.) પ્રત્યક્ષ ઉપસ્થિત હતા તેવા એક પ્રસંગને વર્ણવીશ. એક વાર આપ હજરત સાઉદી અરેબીયાની એ વખતની રાજધાની મદીનાના જાહેર માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં ભરચક બજારની જગ્યાએ કેટલાક માણસોનું એક ટોળું એકત્ર થએલું હતું. ટોળાની વચ્ચે એક દીવાનો માણસ ચેનચાળા કરી રહ્યો હતો. લોકો એ દૃશ્યથી આકર્ષાઈને ટોળે વળ્યા હતા અને પેલા માણસની મજાકમશ્કરી કરતા હસી રહ્યા હતા. પયગંબર સાહેબે તેમને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, ‘તમે ખરેખર દીવાનો માણસ કોણ છે એ જાણવા માગો છો?’ બધા એકદમ શાંત થઈ ગયા અને ધ્યાનથી અને માનપૂર્વક આપને સાંભળવા માંડ્યા. આપે ફરમાવ્યું, ‘કોઈ માણસ એવો હોય કે જે અભિમાનપૂર્વક ચાલતો હોય અને સતત પોતાના તરફ જ ધ્યાન આપતો હોય! તે એવો હોય કે પોતાના બંને ખભા તરફ પોતાના બદનને હલાવ્યે જતો હોય! તે પોતાની જાતને જ પ્રદર્શિત કરતો હોય અને બીજાને જોતો સુદ્ધાં ન હોય; તદુપરાંત પોતાના સિવાય અન્ય કોઈ વિષે વિચારતો પણ ન હોય!. તે એવો માણસ હોય કે જેનાથી લોકો ભલાઈની કોઈ અપેક્ષા ન રાખતા હોય અને ઊલટાના લોકો તેની હરકતોથી સલામત ન હોય! આવો માણસ જ ખરેખર દીવાનો છે. તમે હમણાં જેને જોયો તે માણસ દર્દી છે, માનસિક રોગનો દર્દી છે.’

Read the rest of this entry »

 

Tags: , , , , , , , , , , ,

Whether just weight and measurement is limited to trades?

Here is a verse from The Holy Qur’an related to ‘Weight and Measurement’ and which is one of the important ethics in the Fair Trading. It is as this: “Woe to the defrauders who when they take a measure from people, take it in full; but when they give by measure or weight to men, they cause loss (give less than what is due). Do they not think that they shall be raised (to life again) for a Great Day, the Day when (all) mankind shall stand before the Lord of the Worlds?”(83:1-6). The concept of ‘Weight and Measurement’ is expected to be understood in shortchanging in numerical method of trading also where the items are sold counting one by one.

No any trader, manufacturer or even a hawker has any right to tread on the rights of the people. Customers have the natural right to have the goods exactly both in quality and quantity and service after sale also for what they pay. In other words, we may say that the justice must be maintained or observed to make a deal fair. I shall recommend you to read a fitting quote of Mahatma Gandhi to understand well the trader-customer relation which was mentioned in my earlier Post “As if Mr. Jeff is alive!”.

My good Readers will not misunderstand me that I am targeting only particular group of people in society. Tendency of double standards can stand for any person, from a laborer to an industrialist and even a Rickshaw driver. In broader sense, all of us might come under the said category, little or more. All expect honesty and good behavior from others, but the most of us are not prepared to behave so as we wish for ourselves. For example to say, we can boldly deny accepting the slightly doubtful soil currency note from others; but we will, contrarily, never miss to try to easily pass on even the fully damaged currency note to others smartly.

Let me speak more to cover some fields in the range of our discussion like mutual relationships between Governments and their citizens. The principle of ‘Give and Take’ also works here. If any of the two gets more and gives little, there occurs the breach of the law of justification. We see that the most of the Governments of the world do collect tremendous backbreaking taxes and do not utilize the funds properly for the welfare of the citizens. Similarly, the citizens agitate for their rights, but they do not fulfill their national duties. All these fall under the category in question.

In the beginning of my post, I have already said that the proper justice must be maintained in all types of mutual affairs or transactions in routine human life. If children don’t take care of their parents, it is unjust and liable to be condemned under the rules of conduct (આચારસંહિતા). Under weighing traders of commodities are some far better than those who travel by bus or train without tickets and also the thieves, pickpockets and likes of them. I don’t take side of the former compared to the latter ones as both pound or penny defrauders are equally sinners or offenders. In the cases of those fully dishonest people, there is no any excuse as their gaining is completely unlawful.

As usual, I’ll represent here a quote of Harold S. Geneen with some changes in certain words of him as “It is an unchangeable law in business or human behaviors that words are words, explanations are explanations, promises are promises; but only performance is the reality.” The false scales and measuring equipments used in trades, either intentionally or lazily, can cheat thousands of the customers and such unfair practice equates with those thieves proving a proverb true that the thief and his brother thief. Both cannot be on par because the disparity in numbers of the people being cheated is much more than those affected with individual thefts. .

Hope my little endeavor for justification of the title of the post would have satisfied my Readers as it is very difficult to make enough room for considerate topics in a single chapter rather than the openness in a volume.

– Valibhai Musa

Note:

Please find a humorous bonus quote of George Bernard Shaw, not fitting fully to the post but appealing to ‘measurement’, as this: “The only man I know who behaves sensibly is my tailor, he takes my measurements anew each time he sees me. The rest go on with their old measurements and expect me to fit them.”

 
1 Comment

Posted by on March 19, 2010 in Article, લેખ, Human behavior

 

Tags: , , , , , , , , ,

‘ગાંધીગીરી’નો ઊંધો એકડો!

હા, એ દિવસો કેવા હતા! વિદ્યાર્થીકાળના એ અલ્લડ દિવસો! ‘લગે રહો, મુન્નાભાઈ!’ની ગાંધીગીરી તો જીવનના સંધ્યાકાળે એ ચલચિત્ર થકી જ નિહાળી. પ્રત્યક્ષ તો વિશ્વબાપુને નહોતા નિહાળી શકાયા; પણ હા, ૧૯૪૮ની એકત્રીસમી જાન્યુઆરીએ (બાપુની હત્યાના બીજા દિવસે સાંજે) , સાતેક વર્ષની ઉંમરે, મારા જ બાપુની આંગળી પકડીને સ્થાનિક દવાખાને શોકસભામાં હાજરી આપ્યાનું બરાબર યાદ છે. ગામમાં એકલદોકલ બેટરીથી ચાલતા રેડિઓ થકી તે જ દિવસે સૌને બાપુની હત્યાની જાણ તો થઈ ચૂકી હતી, પણ વિગતે સમાચાર તો અખબારોમાં બીજા દિવસે આવ્યા હતા.

સૌને થશે કે શોકસભાનું આયોજન સરકારી ગુજરાતી શાળા, ગામચોરે કે પાદરે ન થતાં દવાખાને જ કેમ! આનું કારણ કે કારણો બીજાં કોઈ નહિ, માત્ર ડો. પુરોહિત સાહેબની ચુસ્ત ગાંધીવાદી હોવાના નાતે તેમની ગાંધીભક્તિ, દવાખાનાની વિશાળ ખુલ્લી જગ્યાની સુવિધા કે જ્યાં વિરાટ માનવમહેરામણને સમાવી શકાય અને મુખ્યત્વે તો ગામઆગેવાનોની દીર્ઘદૃષ્ટિ કે જેનાથી બાપુઘેલા કોઈ ઈસમ કે ઈસમોના ટોળાથી પુરોહિત સાહેબને કોઈ હાનિ ન પહોંચે! ડો. હરિભાઉ લક્ષમણરાવ પુરોહિત; જન્મે તો વડોદરાના વતની, પણ કર્મે અને ભાવે સવાઈ કાણોદરી એવા એ બિચારા મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા, મરાઠા હતા. તેમના વિષેની વિશેષ જાણકારી મારા “Rays of hope in ways of humanity” આર્ટિકલમાંથી મેળવી શકાશે.

Read the rest of this entry »

 
4 Comments

Posted by on March 16, 2010 in Article, લેખ, education, gujarati, Humanity

 

Tags: , , ,

સહજ વિનોદવૃત્તિ

Click here to read in English
સર્વ પ્રથમ તો આપણે માર્ક ટ્વેઈન (Mark Twain)ના અવલોકનને તપાસીએ કે વિનોદ અથવા રમુજનો અભ્યાસ કરવો એટલે જીવવિજ્ઞાનના અભ્યાસમાં દેડકાને ચીરવું કે જ્યાં આપણે દેડકા વિષે ઘણું બધું જાણી તો શકીએ, પણ તેનો અંત તો મરેલા દેડકાથી જ આવે. મારો આજનો લેખ હળવા નિબંધપ્રકારનો હોઈ તે તેની રીતે હળવાશથી યોગ્ય દિશાએ આગળ ધપતો રહેશે, જેમાં પેલા દેડકાના વાઢકાપની જેમ કોઈ કંટાળાજનક વ્યાખ્યાઓ કે તેનું વૈજ્ઞાનિક પૃથક્કરણ જોવા મળશે નહિ. કેટલાંક ઉદાહરણો તમારે જે રીતે સમજવું હશે તે રીતે સમજાવવા માટે તેમણે જે કામ કરવું હશે તે તેમની રીતે કર્યે જશે.

વિનોદ કે રમુજ એ એક એવું અસરકારક સાધન છે કે જેના થકી તમે તમારાં ભારે કામો હળવાં બનાવી શકો. એક ખ્રિસ્તી પાદરીનો દાખલો લો કે જેમણે એક રવિવારની સવારની ચર્ચની પ્રાર્થનામાં એકત્ર થએલા સમૂહ આગળ પોતાની એક વાત મૂકી જેની વિશિષ્ટ રજૂઆતની શૈલી આ પ્રમાણે હતીઃ “મારે તમને કોઈક ખરાબ સમાચાર, પછી કોઈક સારા સમાચાર અને છેલ્લે કોઈક ખરાબ સમાચાર કહી સંભળાવવાના છે. (૧) ખરાબ સમાચાર એ છે કે ચર્ચનું છાપરું તૂટી પડ્યું છે. (૨) સારા સમાચાર એ છે કે તેની મરામત માટે નાણાંની વ્યવસ્થા થઈ ગઈ છે. (૩) છેલ્લે ખરાબ સમાચાર એ છે કે તે નાણાં તમારા લોકોનાં ખિસ્સાંમાં છે.” અહીં થોડામાં ઘણું કહેવાઈ ગયું છે અને પાદરી તેમની નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવામાં ચોક્કસ સફળ થયા જ હશે. અહીં વિનોદવૃત્તિની શક્તિનો પરિચય તમને સ્વયં રીતે સિદ્ધ થએલો જોવા મળશે.

Read the rest of this entry »

 

Tags: , , , , , , ,

ML GRGOV (સાંકેતિક શીર્ષક)

Click here to read Preamble and Story  in English

[અગાઉ મારાં અમુક સાહિત્યિક સર્જનોને પ્રાયોગિક ધોરણે શીર્ષક વગર જ પ્રસિદ્ધ કર્યાં હતાં. જો કે એ શીર્ષકો આપવાનું કામ મારું હોવા છતાં મેં વાંચકો ઉપર તે જવાબદારી છોડી હતી. પરંતુ અહીં ખાસ આ કૃતિમાં એ કાર્યભાર તમારા ખભે નાખવાના બદલે મેં શીર્ષક આપી તો દીધું છે, પણ તે બિનકોશીય શબ્દ હોવાના કારણે સમજી નહિ શકાય. હું તમારી જિજ્ઞાસાને સમજી શકું છું, પણ તમારે શીર્ષકને જાણવા માટે આ કૃતિના અંતે અક્ષરોને ગોઠવવા માટેની ચાવીરૂપ નોંધ સુધી પહોંચો ત્યાં સુધી તમારે ધીરજ ધરવી પડશે. હું આશા રાખું છું કે છેલ્લે તમારું એ કાર્ય પાર પડે ત્યાં સુધી તમે મને સહી લેશો.

મારા અધીરા વાંચકમિત્રો વિચારશે કે માથા કરતાં પાઘડી ઘણી મોટી છે. મતલબ કે કૃતિની પ્રસ્તાવના લાંબી છે, પણ હું નિઃસહાય છું એટલા માટે કે આ સર્જન સાહિત્યની ખાસ કક્ષામાં આવે છે. આનો ખુલાસો હું હાલ નહિ કરું, પણ આગળ યોગ્ય સમય કહી દેશે કે આ કૃતિ એ કયો સાહિત્યપ્રકાર છે. તમને વધારે લાંબો સમય લટકાવ્યા વગર કહી જ દઉં છું કે હવે આગળ જતાં એક વાર્તા આવશે. સાહિત્યિક વાર્તાઓના ઘણા બધા પ્રકાર છે, પણ હવે જો આ વાર્તાના વિશિષ્ટ *પ્રકારથી તમે વાકેફ હો તો સારું; અને જો ન હો તો પણ ચિંતા કરશો નહિ. હવે વાર્તા વાંચવા આગળ વધો;પણ વચ્ચે કહી દઉં કે જો વાર્તાની કથનસામગ્રી સાથે તમે સંમત થશો, તો સરસ અને જો સંમત નહિ થાઓ તો તે તેથીય વધારે સરસ!]

Read the rest of this entry »

 
 

Tags: , , , ,