RSS

મારાં હાઈકુ – 3

15 Apr
મારાં હાઈકુ – 3

Click here to read in English

હાઈકુ ઉપરના મારા અગાઉના આર્ટિકલમાં, હાઈકુના બાહ્ય બંધારણ અને તેનાં લક્ષણો વિષે મેં વિસ્તારથી લખ્યું હતું. હવે, લાંબી વાત ટૂંકી કરતાં હું આ લેખમાં બે વધુ મારાં ગુજરાતી હાઈકુ આપીશ. વળી, મારા અંગ્રેજી વાંચકો માટે એ બંને હાઈકુના અંગ્રેજી અનુવાદ અને સાથે સાથે તેમનું અંગ્રેજીમાં જ વિવેચન પણ આપીશ. પરંતુ, આગળ વધવા પહેલાં હું એક અંગ્રેજી હાઈકુ અહીં આપવા લલચાયો છું, જેણે મારામાં તેના પ્રત્યેનું અનોખું આકર્ષણ જગાડ્યું છે. ચાલો આપણે સાથે મળીને તેનો આનંદ માણીએ.

જોનાઝ લિચનવોલ્નર (Jonas-Lichtenwallner) લખે છે:-

“when crows came

from somewhere, fogs

began to talk.”

(અનુવાદ – જ્યારે ક્યાંકથી કાગડા આવ્યા, ત્યારે ધુમ્મસે વાતો કરવાનું શરૂ કરી દીધું!)

હવે, નીચે મારાં બે હાઈકુ મૂળ ગુજરાતીમાંનાં જૂઓ : –

ભૂલકું તાકે

ટોયગને નિશાન

ગાંધીછબિએ ! (1)

Innocent child

pointing toy-gun to

Gandhi’s photo ! (1)

(આ હાઈકુની રજૂઆતમાં તમને કઠોર વક્રોક્તિની અનુભૂતિ થશે. આ દુનિયા વિચિત્ર છે. જાણે કે પ્રભુની પયગંબર હોય તેવી મહાન વિભૂતીને સાચી પિસ્તોલ વડે સાચી ગોળીઓ ધરબી દઈને મારી નાખવામાં આવી. આવા ઘાતકી કૃત્યને શું આપણે નાના બાળકની રમત ગણી શકીશું? હરગિજ નહિ! એક મહામાનવ જીવનભર અહિંસાના સંદેશ માટે ઝઝૂમ્યો અને તે જ માણસ અબ્રાહમ લિંકનની જેમ જ કરૂણતાભરી રીતે હિંસાનો ભોગ બન્યો! નોબલ પ્રાઈઝ વિજેતા ટી. એસ. ઈલિયટ (T. S. Eliot), પોતાના અંગ્રેજી કવિતાના પુસ્તક “Four Quartets” ના ‘Burnt Norton’ કાવ્યમાં લખે છે કે “માનવજાત નગ્ન સત્યને સહન કરી શક્તી નથી.”)

ઈશુછબિને

ટીંગી દિવાલે, હાય !

ઠોકી ખીલા રે ! (2)

Jesus’ photo

put up on wall, oh !

being nailed ! (2)

(અહીં પણ માનવજીવનની એક વધુ કરૂણતા જોવા મળશે કે લોકો ઈસુ ખ્રિસ્તને ઓળખવામાં ભૂલથાપ ખાઈ ગયા. તેમને ખીલા ઠોકીને, દૂઝતા ઘા સાથે માથે કાંટાળો તાજ પહેરાવીને વદ્યસ્તંભ ઉપર ચઢાવી દેવામાં આવ્યા. બે સહસ્ત્રાબ્દિ પસાર થઈ હોવા છતાં તેમના અનુયાયીઓનાં દિલોમાં તેમના પ્રત્યે આચરવામાં આવેલી ક્રૂરતા હજુ જીવંત છે. એ દુ:ખદ વેળાએ પણ તેમણે ઉચ્ચારેલા આખરી શબ્દો “હે પરમ પિતા! તું તેમને માફ કરી દેજે, કેમ કે તેઓ શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી!” ન્યાયના દિવસ સુધી બ્રહ્માંડમાં ગૂંજતા રહેશે. અહીં ઈસુ ખ્રિસ્તની છબિને ખીલા ઠોકીને દિવાલ ઉપર જડવામાં આવી રહી છે. અહીં એવો કટાક્ષ છે કે માનવજાતે ઈસુને ખીલા ઠોકીને વદ્યસ્તંભ ઉપર જડી દીધા છતાંય, જાણે કે તેમને હજુ સુધી પરિતૃપ્તિ થઈ નથી અને તેમની છબિને ટીંગાડવા માટે પણ ખીલા ઠોકવામાં આવી રહ્યા છે! એ વાત નિ:શંક છે કે દિવાલે ઈસુની છબિ લગાવવા પાછળ તેમની યાદને તાજી રાખવાનો શુભ ઈરાદો છે, પણ છબિની ફ્રેમને ઠોકવામાં આવતા ખીલાની પ્રક્રિયા માનવજાત માટે શરમજનક એવી એ વખતની કરૂણ ઘટનાની યાદ તાજી કરાવે છે!)

– વલીભાઈ મુસા

(રચયિતા અને અનુવાદક)

Translated from English version titled as “My Hykooz–3” published on November 19, 2007.

 

Tags: , , , , , , , ,

4 responses to “મારાં હાઈકુ – 3

  1. Ramesh Patel

    April 15, 2010 at 10:09 pm

    જગત કલ્યાણ માટે ,સ્થાપિત હીતો સામે અડગ મનોબળથી

    ડગ ભરનાર એ નર બંકાઓ અલગ માટીથી ઘડાયેલા હતા.

    તેમના બલિદાનથી આજે માનવ માનવ તરીકે આપણે રહીએ તો સારું

    નહીં તો સૌના ભાગ્યમાં સામૂહિક વિનાશના ઓળા ઉતરશે જ.નાના

    શીશુની રમકડાની ગન સાથે આપે હાઈકુ દ્વારા ગજબની

    વાત ના દર્શન કરાવી દીધાછે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

     
  2. Rajendra M. Trivedi,M.D.

    April 16, 2010 at 5:27 am

    Like west East is learning violence too!
    You did put your words to feeling.

    Dear Valibhai,

    Keep putting your new thoughts…..
    Rajendra Trivedi,M.D.

    Like

     
  3. pragnaju

    April 1, 2015 at 1:45 am

    મઝાના હાઇકુ વાંચતા વિચાર આવે કે તમે પહેલા ૩ હાઇકુ ક્યારે લખેલા ?

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: