RSS

ટાઈમપાસ તરંગી પ્રશ્નોત્તરી

15 Apr

Click here to read in English
પ્રશ્નો એ જ્ઞાનપ્રાપ્તિની ચાવી સમાન છે. ઘણા વૈજ્ઞાનિકોએ તેમના મગજમાં ઉદભવેલા પ્રશ્નોની પ્રેરણા વડે જ અવનવી શોધો કરી છે; ઉદાહરણ તરીકે આઈઝેક ન્યુટન અને સફરજન. તત્વચિંતકોએ પ્રશ્નોના સહારે જ આધ્યાત્મિક રહસ્યોને જાણ્યાં છે. વિદ્યાર્થીઓ પ્રશ્નોથી જ જ્ઞાન મેળવે છે અને પ્રશ્નોથી જ તેમની પરીક્ષાઓ પણ લેવાય છે. શું, ક્યારે, કેવી રીતે, શા માટે, ક્યાં, કોણ, કેટલા એવા શબ્દોથી પ્રશ્નો શરૂ થતા હોય છે. આવા પ્રશ્નોના ઉત્તરો ‘હા-ના’ થી માંડીને વાક્યો, ફકરાઓ, પ્રકરણો અને ગ્રંથરચના સુધીની મર્યાદામાં આપવામાં આવતા હોય છે.

આજના મારા વિષયમાં મારા વાંચકોને કોઈક રમુજ દ્વારા મનોરંજન પૂરું પાડવાનો મારો આશય છે કે જે થકી તેમનાં દિમાગ તાજગી અનુભવે અને વળી એ પણ સાબિત થાય કે આવા મુર્ખાઈભર્યા પ્રશ્નો અને તેમના તરંગી જવાબોનું માનવવર્તણુંકમાં એક આગવું કેવું મહત્વ હોય છે. હું ઈન્ટરનેટ ઉપર સર્ફીંગ દ્વારા કોણ જાણે કેટલાય આવા તરંગી સવાલ-જવાબ જોઈ વળ્યો છું, પણ અહીં મારા આ લેખમાં કેટલાક મુર્ખાઈભર્યા પ્રશ્નો અને તેના તરંગી જવાબો જે રજૂ કરવા જઈ રહ્યો છું, તે સઘળા સંપૂર્ણતયા મેં જ વિચારી કાઢેલા છે. ટૂંકમાં કહું તો એ સર્વે કોઈ રચયિતાની રચનાઓ નથી કે જેમને અહીં પુન: રજૂ કરવામાં આવી રહી હોય. મારા સવાલજવાબનાં જોડકાંને તમે ભરપેટ માણી શકો છો અને એવી કોઈ પ્રશ્નોત્તરીઓને તમે પોતે પણ વિચારી કાઢીને પ્રયોજી શકો છો.. મને આશા છે કે મારા વાંચકો પૈકી કોઈક એવા નીકળી આવે કે જે આવા સવાલજવાબનું એકાદ પણ જોડકું કોમેન્ટ બોક્ષમાં મૂકે કે જેથી મને તસલ્લી થાય અને મારો કોઈ એવો ભ્રમ હોય તો દૂર થાય કે આવું કંઈક વિચારી કે બનાવી કાઢવાનું કામ માત્ર હું જ નહિ, પણ અન્ય કોઈ પણ કરી શકે છે.

પ્ર. – નાકનું કાર્ય શુ?

ઉ. – ચશ્માંને ટેકો આપવાનું!

પ્ર. – માનવહાથને પાંચ આંગળાં શા માટે હોય છે?

ઉ. – પાંચ સિવાયની અન્ય કોઈ સંખ્યામાં તે ન હોવાના કારણે તે પાંચ છે!

પ્ર. – મુરઘી પહેલી કે ઈંડું પહેલું?

ઉ. – મુરઘી કે ઈંડું ખરીદનારનાં નાણાં એ બંનેથી પહેલાં હોય છે!

પ્ર. – તમે નિસરણીનું કોઈ પગથિયું ચૂકી જઈને નીચે ગબડી પડ્યા છો કે શું?

ઉ. ના, એકેય નહિ. ગબડતી વખતે બધાંજ પગથિયાંને અડકીને નીચે આવ્યો છું!

પ્ર. – પૃથ્વી ગોળ શા માટે છે?

ઉ. – તેને સૂર્યની ફરતે અને પોતાની ધરી ઉપર ગોળગોળ ફરવું પડે છે માટે તે ગોળ છે!

પ્ર. – નિમક અને ખાંડના પાવડરને કેવી રીતે ઓળખી શકો?

ઉ. – કોઈ એક વડે ચા કે કોફી બનાવીને કે તેનો સ્વાદ કેવો છે?

પ્ર. – સિગારેટ સળગાવતાં લાઈટર કામ કરતું નથી એવી ખબર પડતાં શું કરશો?

ઉ. – હું દિવાસળીની પેટી વડે લાઈટર સળગાવીને પછી તે વડે સિગરેટ સળગાવીશ!

પ્ર – (Mall)ના માલિકો ‘એક ખરીદો, એક મફત મેળવો’ એવી જાહેરાત ક્યાંથી શીખ્યા?

ઉ. – ખેડૂતો પાસેથી! તેઓ ગાયો કે ભેંસો વેચતી વખતે બચ્ચાં મફત આપતા હોય છે!

પ્ર. – શા માટે હોટલના વેઈટર ગ્રાહકોના ટેબલ ઉપર લાકડાની હથોડીઓ ઠોકીને ‘ઓર્ડર ઓર્ડર’ બોલતા નથી?

ઉ. – કારણ કે તેઓ વ્યવસ્થિત (Order માં) બેઠા હોય છે, શાંતિથી મેનુ (Menu) વાંચતા હોય છે અને શાનો ઓર્ડર આપવો તેની સાથીઓ સાથે ધીમા અવાજે વાત કરતા હોય છે!

પ્ર. – ટ્રકમાલિકો વાહનની પાછળ ‘મહેરબાની કરીને હોર્ન વગાડો’ એવું કેમ લખાવતા હોય છે?

ઉ. – પાછળવાળાઓને જણાવવા કે તેમનાં હોર્ન વાગે છે કે નહિ તેનો ટેસ્ટ કરી લે!

પ્ર. – સ્કૂલોની નજીક “નિશાળ ધીમે હાંકો’નાં પાટિયાં કેમ હોય છે?

ઉ. – અકસ્માતો નિવારવા માટે કદાચ હોઈ શકે! પણ, શિક્ષકો તો નિશાળ એટલા માટે ધીમે ચલાવતા હોય છે કે જેથી તેઓ ટ્યુશનો મેળવી શકે!

પ્ર. – એમ કહેવું સાચું છે કે દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી?

ઉ. – ખોટું! કોઈપણ માણસ દાંતે ઘસવાની પેસ્ટને ટ્યુબમાંથી દબાવીને બહાર કાઢી દીધા પછી ફરી અંદર દાખલ ન કરી શકે!

પ્ર. – શા માટે દવાખાનાંની દિવાલો ઉપર ‘શાંતિ જાળવો’ તેમ લખવામાં આવતું હોય છે?

ઉ. – પણ, તેઓ પ્રસુતાઓના વોર્ડમાં નવજાત બાળકોના રડવાના અવાજની અવગણના કરતા હોય છે!

પ્ર. – ઉપરના 13 ની સંખ્યામાંનાં પ્રશ્નોત્તરનાં જોડકાંમાં કયું સાવ નકામું છે?

ઉ. – મને પૂછવાનું ઉત્તમ તો એ રહેશે કે કયું નકામું નથી!

આશા રાખું છું કે મારા છેલ્લા પ્રશ્નના જવાબ સાથે આપ સૌ વિના સંકોચે સંમત થશો જ, અને એ માટે તમારે બ્લોગર અને વાંચક વચ્ચેની આચારસંહિતાનો ભંગ થવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી! એ કેવું સરસ કહેવાય કે કોઈપણ માણસ પોતાની મર્યાદાઓને જાતે જ સમજી શકતો હોય!

હાલમાં રાત્રિ કે દિવસ જે હોય તે સુખદ પસાર થાય તેવી આપ સૌ માટેની કામનાસહ!

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Translated from English version titled as “Time-pass Crazy Q&A” published on June 20, 2009.

 
 

Tags: , , , ,

3 responses to “ટાઈમપાસ તરંગી પ્રશ્નોત્તરી

 1. Ramesh Patel

  April 17, 2010 at 11:57 pm

  આદરણીય વલીભાઈ,

  હોઠ સાજા તો ઉત્તર ઝાઝા એવું સાંભળેલું પણ

  અહીંતો વાંચો ને ઉત્તર મફતમાં મેળવો.મજા આવી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

   
 2. Valibhai Musa

  April 18, 2010 at 12:14 am

  રમેશભાઈ,
  વાહ ભાઈ વાહ! Hat-trick of comments!
  ધન્યવાદ.

  Like

   
 3. pragnaju

  April 1, 2015 at 1:24 am

  ફરી વાંચી રમુજ

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: