મુક્ત ઘર
Click here to read in English
મેં વિચારી કાઢેલો એક વિચાર અહીં શબ્દોમાં વ્યક્ત કરું છું, એ લોકો માટે કે, જેઓ તેમાંથી કોઈક ફાયદો ઊઠાવવા ઉત્સુક હોય; નહિ તો પેલી વાત જેવું પુરવાર થાય કે, જો દાન અને સલાહ પ્રાપ્ત કરવાપાત્ર તેનો અસ્વીકાર કરે તો દાતા કે આપનાર પાસે જ તે રહી જાય છે, જેમાં તેને કંઈ ગુમાવવું પડતું નથી હોતું, પણ એ જતાં કરનારને જ મોટું નુકસાન થતું હોય છેઃ
“સંયુક્ત પરિવારના ફાયદાઓ ઘણા જ છે, પણ કેટલાકનું તો વધારે મહત્વ હોય છે. જો આ ફાયદાઓનો કોઈ લાભ ઊઠાવવા ન માગે તો તે પેલા ગ્રીક દંતકથાના રાજા ટેન્ટેલસ (Tantalus) જેવો છે કે જેને કોઈક ઘૃણાસ્પદ વર્તણુંકના ફલસ્વરૂપે શાપિત હોવાના કારણે શાશ્વતકાલીન ભૂખ અને તરસની વેદના વેઠવી પડતી હોય છે. તેને ઝાડની ડાળીએ એવી રીતે લટકાવી રાખવામાં આવે છે કે તેના પગ ઊંચે હોય અને માથું નીચે હોય! આમ તેને સતત એવી શિક્ષા કરવામાં આવતી હતી કે તે પાણી અને ખોરાક (ફળ) માટે અહર્નિશ ઝંખ્યા કરે! તેને એવી રીતે ઊંધો લટકાવી રાખવામાં આવતો હતો કે પાણી અને ફળ તેના મોઢાને સ્પર્શતાં હોવા છતાં પણ ગેલનો જેટલું વિપુલ પાણી અને ફળોનો મોટો ઢગલો હોવા છતાં તે એક ટીપુંય પાણી ન પી શકે કે એકાદ ફળ પણ ન આરોગી શકે; અને આમ તે જાણે કે બલબળતા રણમાં હોય એવી દયનીય સ્થિતિમાં તેને રહેવું પડતું હોય છે..
આ ફાયદાઓ નીચે પ્રમાણે છેઃ
(૧) કુટુંબના સભ્યોએ આપસમાં સુખ વહેંચવું.
(૨) દુઃખના પ્રસંગે રાહત પ્રાપ્ત થવી.
(૩) બાળકોનો સહિષ્ણુતા અને સમર્પણની ભાવનાઓના સુયોગ્ય વિકાસ સાથે ઉછેર થવો.
નિષ્કર્ષ એ કે આવું કુટુંબ ‘મુક્ત ઘર’માં વસતું હોવું જોઈએ, નહિ કે ‘ભૌતિક ઘર’માં કે જે દિવાલોનું બનેલું હોય છે અને તેમાં વસવાટ કરનારા સભ્યોને હોટલ કે હોસ્ટેલ જેવી સુવિધાઓ મળતી હોય છે. પરંતુ સાચું ‘મુક્ત ઘર’ તો એને જ કહેવાય કે કે જ્યાં આકાશની પેલે પારનું સ્વર્ગ પોતે જ ત્યાં નીચે આવી જતું હોય છે.
(લખ્યા તા.૦૪-૧૧-૧૯૯૭ : મધ્ય રાત્રિ)
નોંધઃ- બ્લોગજગતમાં પ્રવેશનું મારું પહેલું પદાર્પણ જે ‘A Free Home” શીર્ષક હેઠળ અંગ્રેજીમાં તા.૦૫-૦૫-૨૦૦૭ના રોજ થએલ તેનો અનુવાદ આજરોજ ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે રજૂ હું કરતાં અત્યંત આનંદ અનુભવું છું.
– વલીભાઈ મુસા
તા.૦૫-૦૫-૨૦૧૦
Like this:
Like Loading...
Related
Tags: લેખ, family, life, Social, Tantalus
Rajendra M.Trivedi, M.D.
May 10, 2010 at 8:05 am
Dear Valibhai,
We are living as thinking in Join family.
You are my net friend and friend as well.
Hope you stay healty and keep shining.
Rajendra
LikeLike
સુરેશ જાની
May 10, 2010 at 8:33 am
વાત તો સાચી છે – પણ વિતેલા જમાનાની છે.
હવે તો ન્યુક્લીયર ફેમીલી પણ હોટલ જેવાં થઈ ગયાં છે.
સમાનાધિકારના આગ્રહોમાં સહિષ્ણુતા અને સંવાદિતા ક્યાં?
LikeLike
સુરેશ જાની
May 10, 2010 at 8:35 am
તમે ભૌતિક ઘર અને મુક્ત ઘરની વાત કરી.
હવે કદીક મુક્ત લગ્ન ની વાત લખજો. આતો ‘ લીવીંગ ટુ ગેધર’ નો જમાનો છે.
લગ્નોત્સુક યુવક યુવતિઓને –
http://gadyasoor.wordpress.com/2009/10/03/selection_tips/
LikeLike