RSS

Daily Archives: May 9, 2010

(173) માનવતાના મારગડે આશાનાં કિરણો

Click here to read in English
હું સ્થાનિક બિનસરકારી સંસ્થા – ધી ગાર્ડિયન ટ્રસ્ટ, કાણોદરનો સ્થાપક ટ્ર્સ્ટી, તેના બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર અને ટ્રસ્ટીમંડળના ચેરમેનપદે પણ સ્થિત હતો. મેં મારા સાથી ટ્રસ્ટીઓ સાથે સંઘભાવનાથી ટ્રસ્ટના ઉદ્દેશો સિદ્ધ કરવા અર્થે શરૂઆતનાં સાત વર્ષ સુધી કામ કર્યું હતું અને  હાલમાં હું નિવૃત્ત છું. અહીં ટ્રસ્ટના બંધારણમાંના કેટલાક ઉદ્દેશો પૈકીના એક ઉદ્દેશને હું જાહેર કરવા માગું છું. આ ઉદ્દેશ મારા વાંચકોને અને ખાસ કરીને અત્રેનાં અન્ય દેશોમાં વસતાં બિનનિવાસી અને કાયમી વસવાટ કરતાં નવીન પેઢીનાં કાણોદરી ભાઈબહેનોને સ્વયં રીતે સ્પષ્ટ થઈ જશે અને તેઓ જાણી શકશે કે કાનો (કાનજી) પટેલ નામના ઈસમે સ્થાપેલા આ ગામ વિષે, છેલ્લી અર્ધસહસ્ત્રાબ્દિથી પૂર્વજો તરફથી ચાલ્યા આવતા ગામના ભવ્ય અને બહુમુખી સાંસ્કૃતિક વારસા વિષે, તેના રહેવાસીઓ અને તેમના સંસ્કાર વિષેનો સમગ્રતયા સારાંશ એ એક માત્ર ઉદ્દેશમાં જ સમાવિષ્ટ છે.         Read the rest of this entry »

 

Tags: , , , ,