RSS

(181) આખરી અંજલિ – સંવેદનાના સૂર (સૌજન્ય લેખ)

21 May

Click here to read Gujarati Article with Image & Preamble in English

મારા અગાઉના આર્ટિકલ “As if Mr. Jeff is alive!” (જાણે કે મિ.‘જેફ’ જીવતા જ છે!) ને વાંચ્યા પછી મારા કેટલાક વાંચકોએ મને વિનંતિ કરી કે મિ.‘જેફ’ (જાફરભાઈ) ઉપર ગુજરાત સમાચારમાં શ્રી નસીર ઈસ્માઈલીએ ‘સંવેદનાના સૂર’ શીર્ષકે લખેલા લેખને આ ફલક ઉપર પ્રસિદ્ધ કરવામાં આવે. તદનુસાર, સ્કેન કરેલો સદરહુ લેખ આ પ્રસ્તાવના સંલગ્ને સામેલ છે.

આ તબક્કે હું હેન્રી ફોર્ડ (Henry Ford) ના શબ્દો ટાંકીશ જે આ પ્રમાણે છે કે “ભેગા મળવું એ શરૂઆત છે, ભેગા જળવાઈ રહેવું એ વિકાસ છે અને ભેગા કામ કરવું એ સફળતા છે.” અહીં રજૂ કરવામાં આવનાર લેખ પોતે જ સ્વયં સ્પષ્ટ છે કે કેવી રીતે મારા મિત્ર મિ. જેફ પોતાના ધંધાકીય કાર્યક્ષેત્રમાં સફળ માણસ તરીકે પુરવાર થયા. એ લેખના લેખકે તો એક જ પ્રસંગ વર્ણવ્યો છે, પણ હું તો એવા સેંકડો પ્રસંગોનો સાક્ષી છું કે તેમણે કેવી રીતે પોતાના ગ્રાહકો જાણે કે તેમનાં જ કુટુંબીજનો હોય તેમ તેમના અંગત પ્રશ્નોને ઉકેલી આપ્યા હતા. આ બધું તેઓ એટલા માટે કરી શક્યા હતા કે તેમનું હૃદય માનવતાની લાગણીથી સભર હતું અને તેઓ હંમેશાં બીજાઓને પોતાની જાત કરતાં વધુ અગ્રતા આપતા હતા.

મિ. જેફ હંમેશાં પોતાના ગ્રાહકોને ખૂબ જ સન્માન આપતા હતા. કોઈક ઉદ્ધત ગ્રાહકો હોય તો તેમની સાથે પણ ખૂબ જ નમ્રતાથી વર્તતા હતા અને કદીયે ન તો એવાઓની લાગણીને ઠેસ પહોંચાડતા હતા કે ન તો તેમને અપમાનિત કરતા હતા. તેમનો ‘જવા દો’ વાળો સ્વભાવ કદીયે પોતાના ગ્રાહકો સાથે કોઈ સમસ્યા ઊભી થવા દેતો ન હતો. તેમના આ પ્રકારના વર્તનને સમજવા માટે ખલિલ જિબ્રાનનું એક કથન સાર્થક પુરવાર થશે જે આ પ્રમાણે છે: “કોઈ વ્યક્તિ તમને ઈજા પહોંચાડે, તો કદાચ તેને તમે ભૂલી જશો; પણ જો તમે તેને ઈજા પહોંચાડી, તો તમે તેને હંમેશ માટે યાદ રાખશો જ.” મિ. જેફ પોતાના જીવનના અનુભવો અને પોતે જિંદગીભર જે સંઘર્ષ કર્યો હતો તેમાંથી ઘણું શીખ્યા હતા અને તે રીતે તેમણે પોતાની જાતને ઘડી હતી. એમનો પોતાના અને અન્યોના જીવન વિષેનો દૃષ્ટિકોણ હંમેશાં હકારાત્મક અને આત્મવિશ્વાસપૂર્ણ રહ્યો હતો.

મિ. જેફનો નશ્વર દેહ કબરમાં છે, તેમનો આત્મા (રૂહ) જન્નતમાં છે; પણ તેમની મધુર યાદો એમની સાથે કોઈપણ સંબંધે સંપર્કમાં આવનાર તમામ લોકોનાં દિલોદિમાગમાં હંમેશ માટે જીવંત રહેશે.

આપણે ઈશ્વરને પ્રાર્થીએ કે તેમના આત્માને જન્નતમાં ઉચ્ચતમ દરજ્જો નસીબ થાય.

સહૃદયતાસહ,

વલીભાઈ મુસા

(પ્રસ્તાવનાલેખક અને અનુવાદક)

sanvedna-na-soor (સંવેદનાના સૂર)

 

Tags: , , , , , , , ,

6 responses to “(181) આખરી અંજલિ – સંવેદનાના સૂર (સૌજન્ય લેખ)

  1. pragnaju

    May 21, 2010 at 8:24 am

    અમારી શ્રધ્ધાંજલી
    ફ્કત અલ્લાહના માટે અતિ ઉત્તમ પ્રશંસાઓ;
    ભલાઈ,બંદગી ભકિત અનેછે સર્વ ગુણગાનો.

    બહુ સુંદર,અનુપમ સર્વ સ્રુષ્ટિનો જે સર્જક છે;
    સકળ સંસારનો માલિક, દશે દિશાનો જે શાસક છે.

    કણેકણ પર દયાદ્રષ્ટિછે તેની, તે દયાળુ છે.
    કરુણાવંત છે મોટો અને બેહદ ક્રુપાળુ છે.

    કયામતના દિવસનો તે ફકત છે એક તે આકા;
    નહીં ત્યાં અન્ય કોઈની લગીરે ચાલશે આજ્ઞા.

    અમે કરીએ છીએ બસબંદગી તારી ,ફકત તારી;
    તમાન્નાછે ,મળે તારોજ ટેકો ને મદદ તારી .

    ખુદવંદ , તુ રસ્તો ચીંધજે સીધો -સફળતાનો
    હ્ર્દયની શુધ્ધતાનો,ભવ્ય ઈન્સાની મહ્ત્તાનો.

    સુભાગી એ જ્નોને ચીંધજે એરસતો કે જેઓ પર ;
    થઈ તારી ક્રુપા વર્ષા ,રહી મીથી નજર અકસર.

    નથી ઈચ્છા મળે તે દુર્જનોના દ્રુટ રસ્તાઓ,
    વરસતી જેમના પર રહી તવ ક્રોપ જવાળાઓ.

    ખપે ના તેમનો મારગ ,થયા બર્બાદ જે લોકો.
    ગયા અવળી દિશામાં ને થયા બર્બાદ જે લોકો.

    જનાબ “દીપક”બારડોલીકર.આબે કવસરના સૌજ્ન્યથી

    Like

     
  2. સુરેશ જાની

    May 21, 2010 at 8:27 am

    અદભૂત સત્યકથા.

    ઇગો ને ગો કહી દે , લાગણીના લીલપનું રેપર, રૂપિયાનું રણ, દિવાલ કે દ્વાર .. આ શબ્દો દિમાગમાં ચોંટી ગયા
    ઝફર ભાઈને, નસીર ભાઈને અને તમને સો સલામ ..

    Like

     
  3. Rajendra M.Trivedi, M.D.

    May 21, 2010 at 8:29 am

    “ભેગા મળવું એ શરૂઆત છે, ભેગા જળવાઈ રહેવું એ વિકાસ છે અને ભેગા કામ કરવું એ સફળતા છે.” – હેન્રી ફોર્ડ.

    Our family is living with this moto,
    COMING TOGETHER is a beginning,
    KEEPING TOGETHER is Progress
    WORKING TO GETHER is success.

    Rajendra M. Trivedi and Trivedi Parivar
    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

    Like

     
  4. Valibhai Musa

    May 22, 2010 at 12:27 am

    60+ ગુજરાતીઓ ગૂગલ ગ્રુપ ઉપર મૂકેલા એક સંદેશનો અંશ…..

    મારા બ્લોગ ઉપર એક પ્રેરણાસભર નસીર ઈસ્માઈલીનો ‘સંવેદનાના સૂર’ શ્રેણી
    હેઠળનો એક એવો લેખ મુકાયો છે, જે એક ગુજરાતી તરીકે આપણાં દિલોમાં ગર્વ
    જગાડે કે કેવી રીતે આપણો એક ગુજરાતી ભાઈ અમેરિકન સમાજમાં આપણી ભારતીય
    સંસ્કૃતિ અને તેના ગૌરવને કેટલી હદે ઊંચે લઈ જાય છે અને કેવી રીતે પોતાના
    અમેરિકન ગ્રાહકોનાં દિલ જીતીને પોતાના કારોબારને સફળ બનાવે છે!

    -વલીભાઈ મુસા

    Like

     
  5. P.K.Davda

    October 14, 2013 at 2:51 pm

    જીવનમાં સુખ, શાંતિ અને સફળતા મેળવવાનો આ એક માત્ર રસ્તો છે. જે આ રસ્તે ચાલી જૂએ તેને જ આ વાત સમજાય છે.

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: