RSS

(185) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૭ (‘જળસમાધિ’ – પ્રણયકથા))

25 May

Click here to read Gujarati story with Images and Preamble in English

‘જળસમાધિ’ની પૂર્વભૂમિકા બહુ જ સંક્ષિપ્તમાં કહું તો, મારી ૨૦ વર્ષની ઉંમરે હું બહુ જ ઉત્સુક હતો કે કોઈક ગુજરાતી મેગેઝિનમાં મારી વાર્તા છપાય. એ દિવસોમાં ફક્ત ગુજરાતી ટૂંકી વાર્તાઓનો જ સમાવેશ કરતું ‘સવિતા’ નામે એક માસિક મુંબઈથી પ્રકાશિત થતું હતું. દર વર્ષે આ માસિક ‘વાર્તાહરીફાઈ’ નું આયોજન કરતું કે જેથી તેને સારી વાર્તાઓ મળી રહે. બે કે ત્રણ વર્ષ સુધી મેં આ વાર્તાહરીફાઈમાં ભાગ લીધો; અને છેવટે ૧૯૬૫માં ઈનામવિજેતા વાર્તા તરીકે તો નહિ, પણ પ્રથમ ત્રણ ઈનામપાત્ર વાર્તાઓ પછીની ઉત્તમ વાર્તાઓ પૈકીની એક વાર્તા તરીકે ‘જલસમાધિ’ની પસંદગી થઈ. આમ મુદ્રિત સ્વરૂપે મારી કોઈક વાર્તા પ્રસિદ્ધ થાય એવું મારું સ્વપ્ન સાકાર થયું અને સાહિત્યસર્જનના ક્ષેત્રમાં આગળ ધપવા માટેનું પ્રેરક બળ મને મળી રહ્યું.

કોઈ વિવેચકોને આ વાર્તા પ્રવર્તમાન વાર્તાનાં ધોરણો કે સ્વરૂપો સાથે બંધબેસતી ન પણ લાગે, પણ જો તેઓ એ વાર્તાનો સમયકાળ ધ્યાનમાં લઈને તેનું મૂલ્યાંકન કરશે તો હું માનું છું કે તેમને તે યથાયોગ્ય લાગ્યા વિના રહેશે નહિ. આજે મારા બ્લોગ ઉપર આ વાર્તા પ્રસિદ્ધ કરવા હું એક માત્ર એ કારણે લલચાયો છું કે આ વાર્તા એ દિવસોમાં મારા માટે સાહિત્યસર્જનમાં આગળ ધપવા માટે સીમાચિહ્નરૂપ બની હતી અને હાલમાં મારી ચાલી રહેલી સાહિત્યિક પ્રવૃત્તિઓની આધારશિલા સમાન તેને હું ગણું છું.

દરમિયાન વિશ્વભરમાં ફેલાએલા મારા ગુજરાતી વાંચકોનો મારા બ્લોગની મુલાકાત લેવા તથા મારાં સર્જનોના મારે મન મૂલ્યવાન એવા પ્રતિભાવો આપવા બદલ હું આભાર માનું છું.

અહીં હું આપ સૌની રજા લઉં છું અને નીચે મારી વાર્તા વાંચવાનું ભાવભીનું આમંત્રણ પાઠવું છું. કૃપયા આગળ વધો.

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

‘જળસમાધિ’ ને વાંચવા માટે અહીં Click કરો.

 
 

Tags: , , , , , ,

4 responses to “(185) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૭ (‘જળસમાધિ’ – પ્રણયકથા))

 1. pragnaju

  May 25, 2010 at 12:01 pm

  ખૂબ કરુણ પ્રણય કહાની…

  સમાજ પ્રણયનો દુશ્મન કેમ છે?

  તે આદિ કાળથી પ્રશ્ન છે!

  અમે આવા શબ જોયાં છે પણ

  તેની પ્રણય કહાની આજે વાંચી!

  સંબંધોના હસ્તાક્ષર કોઇ ઉકેલી નથી શકતું

  એમાં જોડણીની ભૂલ કોઇ કાઢી નથી શકતું

  ખૂબ સરળ હોય છે વાક્ય -રચના, કિન્તુ…

  એમાં પુર્ણવિરામ કોઇ મૂકી શકતું નથી

  થોડું આ અંગેનું વિજ્ઞાન સમજીએ

  Rigor mortis is one of the recognizable signs of death (Latin mors, mortis meaning “of death”) that is caused by a chemical change in the muscles after death, causing the limbs of the corpse to become stiff (Latin rigor) and difficult to move or manipulate. In humans it commences after about 3 hours, reaches maximum stiffness after 12 hours, and gradually dissipates until approximately 72 hours (3 days) after deathAfter death, respiration in organisms ceases to occur, depleting the corpse of oxygen used in the making of Adenosine triphosphate (ATP). ATP is no longer provided to operate the SERCA pumps in the membrane of the sarcoplasmic reticulum, which pump calcium ions into the terminal cisternae.This causes calcium ions to diffuse from the area of higher concentration (in the terminal cisternae and extracellular fluid) to an area of lower concentration (in the sarcomere), binding with troponin and allowing for crossbridging to occur between myosin and actin proteins.

  Unlike normal muscle contractions, the body is unable to complete the cycle and release the coupling between the myosin and actin, creating a perpetual state of muscular contraction, until the breakdown of muscle tissue by digestive enzymes during decomposition.

  કહેવાનું મન થાય

  સહન હું તો કરી લ‍ઉં છું
  ન સહેવાશે તમારાથી
  કે પાનું ફ્રેરવી દેજો
  જ્યાં કરુણ અંત આવે!”

  Like

   
 2. Valibhai Musa

  May 25, 2010 at 2:02 pm

  પ્રગ્નાબેન,

  બહુ જ સંવેદનશીલ પ્રતિભાવ બદલ આભાર. એરિસ્ટોટલની ટ્રેજેડીની વિભાવના વિશ્વભરનાં સાહિત્યો અને ભાષાઓમાં સર્વમાન્ય છે. સાહિત્યનો કરૂણ સુદ્ધાંનો કોઈપણ રસ ભાવકને હંમેશાં આનંદ જ આપે છે. શેક્શપિઅરનાં કોમેડી નાટકો કરતાં ટ્રેજેડી નાટકો વધુ લોકપ્રિય બનવામાં એરિસ્ટોટલની વિભાવના જ ભાગ ભજવતી લાગશે.

  આ વાર્તાના અંતનું દૃશ્ય વાસ્તવિક છે. અમારો પુરક વ્યવસાય ખેતી હતો અને આજે પણ છે. ગામ નજીકના અમારા જ એક ખેતરના કુવામાં નજીકમાં જ રહેતી એક બાઈએ ઘરકંકાસના કારણે આત્મહત્યા કરેલી હતી, આવાં બધાં દૃશ્યોની અસર વાર્તાનાં વર્ણનો ઉપર પડે તે સ્વાભાવિક છે.. કોઠીવાળી ઘટના પણ ભૂતકાળમાં ગામમાં બનેલી હતી, પણ કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. સરકારી પરિપત્રવાળી વાત પણ સાચી જ છે.

  આમ સાહિત્યમાં, ભલે ને કોઈપણ ભાષામાં હોય, આત્મલક્ષી સર્જનો જ વધુ સફળ થતાં હોય છે.

  આપે આપેલી વૈજ્ઞાનિક માહિતી દ્વારા મારી વાર્તામાં કાલ્પનિક રીતે બંને મૃતદેહ જકડાઈ જવાની મારી વાતને સમર્થન મળ્યું છે તેનો મને આનંદ છે. જો કે સાહિત્યકાર આવી બાબતોમાં કદીય ઊંડો ઊતરતો નથી હોતો અથવા ઘણીવાર તેની પાસે આવું જ્ઞાન નથી પણ હોતું.

  મેં આપને એનસાયક્લોપીડિઆનું જે બિરૂદ આપ્યું છે તેને અહીં દોહરાવતાં હું ખુશી અનુભવું છુ.

  ધન્યવાદ.

  સ્નેહાધીન,

  વલીભાઈ

  Like

   
 3. Sharad Shah

  May 26, 2010 at 3:06 am

  પ્રિય વલીભાઈ;
  પ્રેમ;
  વાર્તા જે સમયે લખાયેલી છે, તે સમયે લેખન મા આટલી ધાર દાદ માંગીલે તેવી છે. અલંકારીક વર્ણનો અનેપ્રસંગોની ગુથણી પણ સુંદર છે. કથામા વિજાતિય આકર્ષણ છે, પ્રણય નો અંગાર રાખ નીચે ઢંકાયેકલ છે પણ પ્રણયની આગ નથી. તેથી મને આ પ્રણય કથા ઓછી અને જાત-પાંત ના ભેદભાવો ના મૂળીયા કેટલાં ઊંડા હોય છે તે ઊજાગર કરતી કથા વધુ લાગી. કરુનણાંતિકા વાચકના હ્રુદયને તો હચમચાવી શકે છે પણ તેના સંસ્કારો ને કે સમાજના ભયને નહી એ એક હકિકત છે. માણસ જે સમાજ થી ભયભીત છે તે સમાજ છે શું? આપણા જેવા જ રુગ્ણ લોકોનો સમૂહ.આપણે સુધરીયે તો સમાજ પણ સુધરે તે હકિકત આપણ ને સમજાતી નથી. આપણે સમાજને નામે આપણી દુર્બળતાઓ છુપાવવાનુ એક સાધન બનાવી દીધું છે. આપણને ખબર છે કે સમાજને ગમે તેટલી ગાળો દઈશૂં તો તેની કોઈ પ્રતિક્રિયા નથી થવાની. એટલે આપણું ચાલક મન સમાજને કોશતું આવ્યું છે અને આપણને તેની ખબર પડતી નથી.
  અનેક સમાજ સુધારકો અને પોતાની જાતને જાત-પાંતના ભેદભાવોથી પર સમજનારા લોકોને જ્યારે પોતાના દિકરા દિકરીઓને પરણાવા હોય છે ત્યારે પોતની નાત મા જ પરણાવવાના આગ્રહી હોય તેવું જોવા મળે છે.કહેવાતી હલકી વરણની વચમા હું સાત મહિના રહેલ ત્યારે મને ખબર પડી કે તેઓ પણ આવીજ માનસિકતા ધરાવે છે. ચમાર પોતાની દિકરી ને ભંગીના ઘરમાં આપવા તૈયાર નથી હોતો. અનેક સંતોએ જાત-પાંત ના ભેદભાવ મિટવવા પ્રયત્નો કર્યા છે, પણ તેના મૂળીયા ઘણા ઉંડા છે. સફળતા થોડા ઘણા અંશે મળી છે પણ હજી ઘણૂ બધું કરવું પડે તેમ છે. આ દિશા મા તમારો પ્રયત્ન સરાહનીય છે. મારા ગુરુ કહેતા કે,”હિન્દુ અને મુસલમાનમા રહેલ વૈમનશ્ય દૂર કરવાનો એકજ ઈલાજ છે. હિન્દુ મુસલમાન લગ્ન. મા મુસલમાન હોય અને બાપ હિન્દુ હોય તો બાળક મંદિર પણ નહી તોડી શકે કે મસ્જીદ પણ.” પરંતુ હજી દિલ્હી બહુ દૂર છે. હજી હિન્દુ અને મુસલમાનની માનસિકતા આ હદે બદલાય તેને ઘણીવાર છે.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ.
  શરદ.

  Like

   
 4. DR. CHANDRAVADAN MISTRY

  May 26, 2010 at 9:06 am

  વલીભાઈ,
  અંગ્રેજીમાં પોસ્ટો પ્રગટ કરી હતી ત્યારે પ્રતિભાવો આપ્યા હતા !
  ફરી વાંચી, આનંદ !
  >>>>ચંદ્રવદન્.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Valibhai…Hope to see you on Chandrapukar !

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: