RSS

(192) અવિરત પ્રગતિ

03 Jun

Click here to read in English

એક વાર મેં મારા પાડોશીના પુત્રને એસ.એસ.સી. પરીક્ષામાં ઝળહળતી ફતેહ મેળવવા બદલ અભિનંદનપત્ર પાઠવ્યો હતો. મારા માર્ગદર્શન મુજબ તેણે તેના કોલેજ શિક્ષણ દરમિયાન પણ પોતાનો એ જ જુસ્સો જાળવી રાખ્યો હતો, હાલમાં તે પોતાની IT કારકીર્દિ સાથે કેનેડા ખાતે સ્થિત છે. તેણે તો પોતાના અભ્યાસમાં એકધારી પ્રગતિ જાળવી રાખી, પણ વિશ્વભરમાં એવા અસંખ્ય વિદ્યાર્થીઓ હશે કે શિક્ષણની પરિભાષામાં જેને ‘દુર્વ્યય’ (Wastage) અને ‘સ્થગિતતા’ (Stagnation) કહેવાય છે તેનો ભોગ બન્યા હશે અને બનતા રહેશે. વર્ષો સુધી સમય, નાણાં અને શક્તિના અપાર વ્યય પછી પણ તેઓ કશું જ મેળવી શકતા નથી હોતા. આવી નિષ્ફળતાને શેક્સપિઅરના એક નાટકના શીર્ષક – Much Ado about Nothing (ખોદવો ડુંગર અને કાઢવો ઉંદર!) જેવી ગણાવી શકાય.

અહીં હું મારા ઉપરોક્ત પત્રમાંથી આમ લોકોને ઉપયોગી થાય તેવાં કેટલાંક સલાહ-સૂચનો (Tips) આપું છું કે જેમાંથી ઈચ્છુકો લાભ ઊઠાવી શકે છે.

(૧) પ્રારંભિક તબક્કે મળેલી સફળતા સર્વસ્વ નથી.

(૨) વ્યક્તિએ ભવિષ્યમાં પણ એવી જ જહેમત અને જુસ્સો જાળવી રાખવાં જોઈએ.

(૩) શુદ્ધ ઈરાદો અને કાર્યમાં પ્રમાણિકતા ઉત્તમ પરિણામો લાવી શકે.

(૪) નિ:શંક એમ કહેવાય છે કે ‘સારી શરૂઆત અર્ધું કામ થયા બરાબર છે’, પણ સાથે સાથે એ પણ શક્ય છે કે જો જુસ્સાનું સાતત્ય ન જળવાય તો ‘અર્ધું થએલું કામ, કામ ન થયા બરાબર પણ સંભવી શકે છે.’

(૫) સાહિત્યિક કે આલંકારિક ભાષામાં કહી શકાય કે આવા પોતાની પ્રવૃત્તિના પ્રારંભિક તબક્કાના નાયકો (Heroes)એ વર્તમાન સફળતા ઉપર ભીનો ધાબળો નાખી દેવો જોઈએ અને નવા લક્ષાંકો તરફ પોતાની નજર રાખવી જોઈએ.

આ લઘુલેખની પૂર્ણાહુતિએ કહીશ કે મનોવિજ્ઞાનનો એક પાયાનો સિદ્ધાંત છે ‘Transfer of Training’ અર્થાત્ ‘તાલીમનું રૂપાંતરણ’. આ સિદ્ધાંત પ્રમાણે ઉપરોક્ત સલાહ-સૂચનો વ્યક્તિના જીવનના કોઈ પણ ક્ષેત્રને લાગુ પડી શકે છે. આ માર્ગદર્શક સિદ્દાંતો માત્ર વ્યક્તિઓને જ નહિ, પણ પછાત સમુદાયો, અવિકસિત સમાજો અને એવા દેશોને પણ લાગુ પડી શકે છે, જો તેઓ પોતાની અવિરત પ્રગતિ કરવા માટે ઈચ્છુક હોય તો! પાયાની ગુણાત્મક બાબત જરૂરિયાત પ્રમાણે કોઈ પણ જરૂરી આકાર ધારણ કરી શકે છે.

મારા વ્હાલા વાંચકો, તમે જાણતા જ હશો કે ‘જરૂરિયાત એ શોધખોળની જનેતા છે.’

ચાલો, હવે આપણે છૂટા પડીએ. ધન્યવાદ.

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Translated from English version titled as “The Steady Progress” published on May 15, 2007.

 

Tags: , , , , , , , , ,

4 responses to “(192) અવિરત પ્રગતિ

 1. pragnaju

  June 3, 2010 at 5:05 pm

  સંસ્કૃતિના વિકાસના પાયામાં પ્રાકૃત અવસ્થામાં થતું ગુણાત્મક પરિવર્તન છે. જે પ્રકૃતિગત છે, તેમાં યોગ્ય ક્રિયા-પ્રક્રિયા દ્વારા પરિવર્તન કરવું તે વિકાસનો એક તબક્કો છે.ગુજરાતમાં શહેરી વહીવટી પ્રશાસનને વધુ પરિણામલક્ષી અને નાગરિક સેવામાં ગુણવત્તાસભર સુધારાના વ્યૂહ, વિકાસની વિશાળ ક્ષિતિજો સંદર્ભમાં કુશળ માનવશક્તિ તૈયાર કરે છે તે ખૂબ આનંદની વાત છે.પ્રકૃતિમાતા ક્યારેક જ રોષે ભરાય છે, પણ જ્યારે તેમ થાય છે ત્યારે માનવીની કહેવાતી પ્રગતિ, શક્તિઓ અને સિદ્ધિઓના ધજાગરા ઉડાડી દે છે.

  માનવજાત આ પાઠ હંમેશા યાદ રાખી શકે તો સારું!

  Like

   
 2. પટેલ પોપટભાઈ

  June 14, 2010 at 12:57 am

  મા. શ્રી વલીભાઈ

  શુદ્ધ ઈરાદો અને કાર્યમાં પ્રમાણિકતા ઉત્તમ પરિણામો લાવી શકે.

  મને પોતાને વધારે ગમે છે. અનુભવે લખ્યું છે.

  ‘જરૂરિયાત એ શોધખોળની જનેતા છે.’ તે પ્રત્યે, પ્રયત્ન-પુરુસાર્થ એનુ પરિણામ છે. જે પણ હોય !!!

  Like

   
 3. સુરેશ જાની

  June 28, 2010 at 9:33 pm

  એક સુવિચાર યાદ આવી ગયો.

  તમારો ચહેરો
  સુર્યની તરફ રાખશો;
  તો તમને પડછાયા નહી દેખાય.
  – હેલન કેલર

  (જેણે કદી ઉજાસ પણ જોયો ન હતો તેવી વ્યક્તી આમ કહે, તે ખરેખર અદભુત છે.)

  Like

   
 4. Marjiya j Musa (US)

  July 21, 2012 at 2:53 am

  ખરે ખર ખુબજ માર્ગદર્શન આપતો પત્ર છે.સાહિત્યના ખજાના માંથી યોગ્ય સમય પર યોગ્ય વ્યક્તિને જેના દ્વારા માહિતી સભર માર્ગદર્શન મળે છે તે વડીલ બીરદાવાના લાયક છે.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: