(199) પ્રસન્નતા અને ગમગીની
અમેરિકા ખાતે સ્થિત મારી ભત્રીજી અનીસાના જન્મદિવસ ઉપરના મારા અભિનંદન પત્રનો એક અંશ : –
“મારી વ્હાલી દીકરી,
આજે તારો જન્મદિવસ છે. હું અહીં ભારત ખાતેના આપણા સંયુક્ત પરિવાર વતી માસુમીન (અ.સ.) ના વસીલા થકી સર્વશક્તિમાન અલ્લાહને દુઆ કરું છું તે પોતાની દયા અને મહેરબાની વડે તારા જીવનમાં દુન્યવી અને આધ્યાત્મિક ઉન્નતિઓ સિદ્ધ થવા માટે તને સહાયરૂપ થાય. (આમીન)
તને ખગોળશાસ્ત્રીય સત્યની જાણ હશે જ કે ૨૧મી જુનના રોજ વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. સાહિત્યિક વર્ણને કહી શકાય કે દિવસ એ સુખનું પ્રતિક છે, તો રાત્રિ એ ગમગીનીનું. હું શું કહેવા જઈ રહ્યો છું તે તું સમજી શકશે કે છેવટે તો જિંદગી એ જિંદગી ત્યારે જ કહેવાય, જ્યારે કે તેમાં સુખ અને દુ:ખનું સંયોજન હોય. હું સાહિત્યમાં રસ ધરાવતો હોઈ આજના શુભ દિવસના પ્રસંગને આ પત્રમાં એ પ્રમાણે સરખાવી રહ્યો છું. પરંતુ, આપણી આચારસંહિતાઓને લાગેવળગે છે, ત્યાં સુધી તો આપણે પરિણામ કે ફળની ની પરવા કર્યા વગર આપણી ફરજો નિભાવ્યે જ જવી જોઈએ; કેમ કે મજહબનો પાયાનો સિદ્ધાંત એ છે કે “આપણે આપણી જાતને અલ્લાહની મરજીને આધીન કરી દેવી જોઈએ’.
આ પત્રના સમાપને કહીશ કે મારાં મંતવ્યો અને મારા વિચારો એક ખુલ્લા પુસ્તક સમાન છે અને તેથી જ તો હું તને ઈજાજત આપું છું કે તને ઠીક લાગે તેઓને તું આ પત્રની વિગત જણાવી શકે છે અને તેનો મને કોઈ વાંધો નથી.
(આજે લખ્યા તા. ૦૬-૦૬-૧૯૯૭)
– વલીભાઈ મુસા
(લેખક અને અનુવાદક)
Translated from English version titled as “Happiness and Gloomy” published on May 06, 2007.
નોંધ : –
મારા સૌથી નાના ભાઈ મરહુમ હાજી ડો. અલીમહંમદ મુસા, M.D. (Internal Medicine), USA માત્ર ૪૧ વર્ષની વયે ટેનિસ રમતાં હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા હતા, ત્યારે અમારી આ દીકરી અનીસા માત્ર સાત વર્ષની હતી. હું ૧૯૯૪માં મરહુમ ડોક્ટરના અવસાન નિમિત્તેની ૪૦ દિવસની મિજલસ (કથા)માં હાજરી આપવા વિઝિટ વિઝાથી અમેરિકા ગયો હતો, ત્યારે મને જાણવા મળ્યું હતું કે અનીસા મરહુમને બહુ જ લાડલી હતી. પોતાના ઓફિસકામેથી ઘરે આવતાં ડોક્ટર પોતાનાં પહેરેલાં કપડે તરત જ પોતાના ખભે બેસાડીને મકાનના તમામ ઓરડાઓમાં તેને ફેરવતા હતા.
આજે આજના દિવસે એટલે કે ૨૧ મી જુન, ૨૦૧૦ ના રોજ જ્યારે તે ૨૩ વર્ષની ઉંમરની થાય છે, ત્યારે મને એમ થયું કે તેની શૈક્ષણિક કારકીર્દિ વિષે અહીં થોડીક માહિતી આપું તો દેશવિદેશમાં વસતાં અમારાં કુટુંબીજનો, સ્નેહીજનો અને મિત્રોને તેની પ્રગતિની જાણ થઈ શકે. અનીસાથી ૪ વર્ષ મોટો આસિફ મિશીગન યુનિવર્સિટીથી Finance માં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરીને Professional તરીકેની પોતાની કારકીર્દિમાં સારી એવી નામના મેળવી રહ્યો છે. અનીસાએ પોતાનું હાઈસ્કૂલ એજ્યુકેશન વતન એલનટાઉન (PA) માં પૂરું કર્યા પછી ફિલાડેલ્ફીઆ ખાતે Advanced Pharmacy નું શિક્ષણ શરૂ કર્યું જે મે, ૨૦૧૧ માં તેની Doctor of Pharmacy (PharmD) સાથે પૂર્ણ થશે. હાલમાં તેની Internship ચાલી રહી છે. હજુ આગળ Post Graduation પણ કરી લેવાની નેમ ધરાવતી અનીસા પોતાની ભાવી કારકીર્દિ વિષે મને લખે છે: “As for my future plans, I am unsure at this point as to what exactly it is I would like to do, but I know that I would prefer to work in a hospital dealing with clinical work.”
જન્મદિન મુબારક, અનીસા અને સુખમય ભાવી જીવન સાથે માનવતાનાં ઉમદા કાર્યોને પણ અંજામ અપાતો રહે તેવી સૌ હિતેચ્છુઓ વતી દિલી દુઆઓ અને શુભ કામનાઓ સાથે હું વિરમું છું. ખુદા હાફિઝ.
દુઆગીર, વલીકાકા
Like this:
Like Loading...
Related
Tags: લેખ, family, Finance, Gloomy, Happiness, Hospital, life, Pharmacy
Akbarali Musa
June 22, 2010 at 7:44 am
My DEAREST ANISA,
ASALMUALAYAKUM,
FIRST OF ALL,MANY MANY HAPPY RETURNS OF THE DAY…..
I WAS SUPPOSED TO BE THERE THIS TIME BUT UNFORTUNATELY MY SCHEDULE CANCELED.ANYWAY, INSHA ALLAH I WILL PLAN LATER ON AND WE WILL CELEBRATE YOUR BIRTHDAY TOGETHER.
MY SALAMS TO ALL.
TAKE CARE
KHUDA HAFIZ
AKBARBHAI & YOUR BHABHI
LikeLike
pragnaju
June 28, 2010 at 9:58 am
અસલામ વાલેકુમ
વાંચતા-આ તો અમારા સ્નેહીની વાત લાગી!
થોડા દિવસ બાદ ઍનારબર જવાનું થશે.અમારો ગ્રાંડ-સન મીશીગન યુની.માં ગ્રેજ્યુએટ થયો ત્યારે ગ્રેજ્યુએશન સમારંભમા અમારા માનનીય પ્રેસીડેંટ ઓબામા પણ આવ્યા હતા.કમનસીબે અમારાથી હાજરી અપાઈ ન હતી.
અને યુની.નું સ્ટૅડીઅમ !
જો ઍનારબર ખાલી ખાલી લાગે તો ચોક્કસ જાણવું કે બધા યુની.ના સ્ટેડીઅમ પર છે.પેનસીલવૅનિયાના એલન ટાઊનમા અને હેરીસબર્ગમા તો અમારા બેન-ભાણી રહે તેથી ત્યાં તો અવારનવાર જવાનું થાય! અને ફિલાડેલ્ફીઆ…
મારી નબળાઈ પ્રમાણે મારી ગાડી આડે પાટે ચાલે.હવે તો તે અંગે બધાએ ધ્યાન દોરવાનું પણ છોડી દીધું છે.ગુસ્તાખી માફ…
અમારા વલીભાઈનું લખાણ એટલું ગમી ગયું છે કે તેમના કોપી રાઈટની એસીટૅસી કરી,તેમની માફી કે આભાર વ્યક્ત કર્યા વગર કોપી પેસ્ટ કરું છું-
જન્મદિન મુબારક, અનીસા અને સુખમય ભાવી જીવન સાથે માનવતાનાં ઉમદા કાર્યોને પણ અંજામ અપાતો રહે તેવી સૌ હિતેચ્છુઓ વતી દિલી દુઆઓ અને શુભ કામનાઓ સાથે હું વિરમું છું.
અલ્લા હાફિઝ.
દુઆગીર,
પ્રજ્ઞાજુ અને સાથ સર્વે.
તા.ક. મને પ્રાઈમરી કેર ફિઝીશિયન કરતા ફાર્માસિસ્ટ સાથે ચર્ચા કરવાનું ઘણું ગમે…કોઈ ૭૧ વર્ષની વેજીટેર્રીઅન છોકરી તારું માથું ખાઈ જાય તો જાણજે કે…
LikeLike
સુરેશ જાની
June 28, 2010 at 10:15 pm
સરસ ભાવવાહી સંદેશ . જો કે, શુભ દિને ગમગીનીની વાત ન જચી.
LikeLike