Click here to read English version (Preamble)
જગતના તમામ ધર્મોમાં ‘દાનધર્મ (સખાવત)’ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. કોઈ અજ્ઞાત કથન છે કે ‘પ્રત્યેક ધર્માદાકાર્ય સ્વર્ગ તરફ ગમન કરવા માટેના પથ્થરના પગથિયા સમાન છે.’ આ વિધાન કદાચ ધાર્મિક મનોવૃત્તિવાળાઓ માટે સત્ય હોઈ શકે, પણ તેવાઓનું શું કે જેઓ સ્વર્ગ કે નર્કમાં માનતા નથી અને ઈશ્વરના અસ્તિત્વને પણ સ્વીકારતા નથી! ઈશ્વરને કોઈ ફરક પડતો નથી કે તેના પેદા કરેલા કોઈ જીવો તેને માને યા ન માને! તે તો હંમેશાં તેને માનવાવાળા કે ન માનવાવાળા એવા તમામ પ્રત્યે ભલો અને દયાળુ છે. એવા નાસ્તિકો કે બુદ્ધિવાદીઓમાં ખૂબ પ્રચલિત એક સૂત્ર છે કે ‘ઈશ્વર ક્યાંય નથી (God is nowhere). પરંતુ, મારું માનવું છે કે તેમને એ લોકોને પૂછવાનું કહેવું જોઈએ કે જેઓ બિચારા કોઈ આફતનો ભોગ બન્યા હોય અને વ્યક્તિઓ કે સંસ્થાઓ દ્વારા તેમને ખરા સમયે ધર્મભાવના હેઠળ કોઈ મદદો પ્રાપ્ત થઈ હોય! એવો જે કોઈ માણસ હશે તે તો પેલા સૂત્રને સાવ ફેરવી જ નાખતાં કહેશે કે ‘God is now here (ઈશ્વર હવે અહીં જ છે.)’ પણ, અહીં આપણો વિષય ‘દાનધર્મ કે પુણ્યકાર્ય’ જ હોઈ; આપણે તેવા નાસ્તિકોને તેમની હાલત ઉપર છોડી દઈશું, જ્યાં સુધી કે તેમને તેમના જીવનમાં એવી કોઈ દુ:ખદાયક કટોકટીનો સામનો કરવાનો વખત ન આવે! આમ કદાચ કોઈ એવા એકાદના જીવનમાં એવો કોઈ દિવસ આવી પણ શકે કે જ્યારે તેને પોતાની નાસ્તિક વિચારસરણીને ધરમૂળથી બદલી નાખવાની ફરજ પડે.
આ પ્રસ્તાવના પૂરી થયા પછી તરત જ મારો આ વિષય ઉપરનો મનનીય એક ગુજરાતી લેખ તો આવશે, પણ તે પહેલાં મારા બિનગુજરાતી વાચકો માટે સંક્ષિપ્તમાં અહીં કંઈક ઉમેરીશ. હું મારી પ્રિય વ્યક્તિ – સર વિન્સ્ટન ચર્ચિલ (Sir Winston Churchill) ના એક કથનને ટાંકીશ, જેમાં તેઓ કહે છે કે ‘આપણે કંઈક મેળવીને કે કમાઈને આપણું જીવન બનાવતા હોઈએ છીએ, પણ આપણે જો કોઈકને કંઈક આપીએ તો તે થકી તેનું તો જીવન બનતું હોય છે.’ આગળ તેમણે જ કહ્યું છે કે ‘કોઈ ગરીબ માણસે પણ યથાશક્તિ કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ.’ આ છેલ્લું કથન મારા આવનારા લેખમાં પ્રતિબિંબિત થશે. મધર ટેરેસા (Mother Teresa) એ પણ કહ્યું છે કે ‘આપણે કોઈને મદદ તરીકે કેટલું આપીએ છીએ તેનું મહત્ત્વ નથી, પણ આપણે જે કંઈ આપીએ તેમાં આપણી કેટલી લાગણી ભળેલી છે તેનું જ મહત્ત્વ છે.’ આ વિધાન પણ મારા લેખને અનુમોદિત કરશે. દાનના આ ઉમદા કાર્યમાં કંઈ પણ ન આપવા કરતાં કંઈક પણ આપવું તે વધારે બહેતર છે. ફ્રેન્ક ટાયગર (Frank Tyger) કહે છે કે ‘જો તમે કોઈની પીઠ ઉપરનો સઘળો બોજ ઉપાડી શકતા ન હો તો, તમે અણદેખ્યું કરીને ચાલ્યા જતા નહિ; પણ તેના બોજને હળવો બનાવવાનો તો જરૂર પ્રયત્ન કરજો.’
મારા મતે અને કદાચ તમારા મતે પણ એ વાત યથાર્થ જ હશે કે જ્યારે આપણે કોઈ જરૂરિયાતમંદને કોઈક વસ્તુ કે નાણાંનું દાન કરતા હોઈએ છીએ, ત્યારે આપણે તેના ઉપર કોઈ ઉપકાર કરીએ છીએ કે દયા બતાવીએ છીએ તેવું હરગિજ નથી. આપણે જે કંઈ આપીએ છીએ, તેમાંય જો આપણે કોઈ ઉદ્યોગ દ્વારા કોઈ માલનું ઉત્પાદન કરનાર ઉત્પાદક હોઈએ; તો આપણે વિશેષ કશું જ નથી કરતા, પણ ઈશ્વરે આપણને ઉદ્યોગ માટે જરૂરી એવો કાચો માલ જે પૂરો પાડ્યો છે, તેનું દાણ (Royalty) માત્ર જ ચૂકવીએ છીએ. જો આપણે વેપારવાણિજ્ય કરનારા કે કોઈ વ્યાવસાયિક હોઈએ તો ઈશ્વર તરફથી આપણને જે કંઈ બુદ્ધિશક્તિ પ્રાપ્ત થઈ છે અને જે થકી આપણે કમાતા હોઈએ છીએ તેના બદલા રૂપે આપણે તેને તેની ફરજિયાત વસુલી (Levy) જ ચૂકવીએ છીએ. જો આપણે ખેડૂત હોઈએ તો ઈશ્વર દ્વારા અર્પિત જમીન, પાણી, બિયારણ વગેરેનો જ ઉપયોગ કરીએ છીએ અને અનાજનું ઉત્પાદન કરી શકતા હોઈએ છીએ. જો આપણે મજૂર હોઈએ તો તેણે આપેલી શારીરિક શક્તિ વડે જ આપણે મજૂરી કરવા શક્તિમાન બનીએ છીએ. આમ જોવા જઈએ તો આપણું કશું જ નથી હોતું, જે કંઈ છે તે સઘળું તેનું જ છે. આ બધી આપણને પ્રાપ્ય ઉપભોગ માટેની સુવિધાઓ તો ઠીક, પણ આપણે પોતે જ તેની ઈચ્છાથી જ અસ્તિત્વમાં આવ્યા છીએ અને આપણા જીવનનો એકેએક શ્વાસ તેનો અને માત્ર તેનો જ મોહતાજ છે. આપ હજરત ઈમામ અલી (અ.સ.) પોતાના એક બોધવચનમાં ફરમાવો છો કે, ‘ જ્યારે માણસ મૃત્યુ પામે છે, ત્યારે તેનાં સગાંસંબંધી એ જાણવા પૂછતાં હોય છે કે મરનાર પોતાની પાછળ કેટલી માલમિલ્કત છોડી ગએલ છે, જ્યારે કે ફરિસ્તાઓ એ જોતા હોય છે કે ઈશ્વરના માર્ગ (ખુદાની રાહ) માં એણે કેટલું દાનપુણ્ય કર્યું છે!’
સમાપને કહેતાં, ઈશ્વર એ જ લોકોને ચાહે છે કે જે લોકો તેના જ પેદા કરેલા બંદા અર્થાત્ પોતાનાં માનવ ભાંડુંડાંને ચાહે છે. હવે, ‘સર્વોદય કેળવણી મંડળ શૈક્ષણિક સંકુલ, કાણોદર’ના માણેક મહોત્સવ સ્મૃતિગ્રંથ (ઓગસ્ટ – ૧૯૯૬)માંના મારા ગુજરાતી લઘુ લેખ “ભાવનાનું મૂલ્ય” ને વાંચવા માટે અહીં ક્લિક કરો. આ પ્રસ્તાવનામાં દર્શાવેલી હકીકતને તે લેખના અનુસંધાને સમજવા અને મૂલવવાનો પ્રયત્ન કરવામાં આવે તેવી અપેક્ષા સાથે અત્રેથી વિરમું છું.
ધન્યવાદ.
– વલીભાઈ મુસા
(લેખક અને અનુવાદક)
(૧) સ્કેન કરેલા Pdf જોડાણમાં ગુજરાતી શબ્દ ‘ફંડવાળા’ ના બદલે ‘ફંડફાળા’ વાંચવા વિનંતી.
(૨) મૂળ લેખમાં જુન ૦૯, ૨૦૦૭ ના રોજ શ્રી અલીભાઈ પલાસરા, પ્રમુખશ્રી, સર્વોદય કેળવણી મંડળ, કાણોદર દ્વારા મુકાએલા તેમના અંગ્રેજી પ્રતિભાવનો ગુજરાતીમાં અનુવાદ નીચે મુજબ છે : –
“પિય શ્રી વલીભાઈ મુસા,
હું આપના બ્લોગ લેખ “Charity” (ભાવનાનું મૂલ્ય) ને બિરદાવું છું. જોગસંજોગે, વ્યક્તિગત લઘુતમ રૂ|. ૫/- નું દાન આગળ જતાં આપના નુરમદ વજીર મુસા પરિવાર તરફથી “હાજી ડો. અલીમહંમદ એન. મુસા કોમ્પ્યુટર સેન્ટર” માટેના હાલ સુધીના વ્યક્તિગત મહત્તમ દાન રૂ|. ૫,૫૫,૫૫૫=૫૫ ના આંકડાએ પહોંચે છે. અલબત્ત, આપણી સંસ્થાને સંસ્થાકીય દાન તરીકે દાઉદી વ્હોરા વેલફેર ટ્રસ્ટ, મુંબઈ તરફથી હાયર સેકન્ડરી માટેના અલગ વિજ્ઞાન પ્રવાહ માટે રૂ|. ૨૭,૫૧,૦૦૦/- ની રકમ મળેલ છે. અહીં હું મારો પ્રતિભાવ આપવા માત્ર એટલા માટે આકર્ષાયો છું કે હું આપણી સંસ્થાને વ્યક્તિગત મળેલાં લઘુતમ અને મહત્તમ દાનોના આંકડાઓમાં “૫ (પાંચ)” નો આંકડો જે ઉભયમાં સામાન્ય રહ્યો છે તેની સુસંગતતા દર્શાવી શકું. આપની તંદુરસ્તી માટેની શુભ કામનાઓ સાથે હું વિનંતિ કરું છું કે આપણી ભવિષ્યની પેઢીઓ માટે ઉપકારક એવાં આપનાં વધુ ને વધુ Online પ્રકાશનો આપતા રહેશો.
આભાર.
અલીભાઈ પલાસરા (પ્રમુખ)
સર્વોદય કેળવણી મંડળ, કાણોદર”
Translated from English version (Preamble) titled as “Charity” followed with Pdf Attachment published on June 03, 2007.
Suresh Jani
July 15, 2010 at 11:35 am
તમારા આ ઉમદા પ્રયત્નને ખુબ ખુબ સફળતા મળે; તેવી અરજ.
LikeLike
Rajendra M.Trivedi, M.D.
July 15, 2010 at 1:57 pm
Dear Bhushan,
Our friend of BPA, Dear Valibhai has sent out the above Pamphlet.
Let us hope the best.
Our School as a leading place will help many disabled life in Gujarat and India.
Regards
Rajendra M. Trivedi,M.D.
http://www.bpaindia.org
LikeLike
pragnaju
July 15, 2010 at 3:11 pm
ખૂબ ઉમદા પ્રવૃતિ
સમાજશાસ્ત્રનો બધો આધાર સમાજમાંની વ્યક્તિઓની શુભવૃત્તિ ઉપર એટલે કે સદગુણો ઉપર અને એને અનુરૂપ શુભ કૃતિ ઉપર એટલે સાત્વિક યજ્ઞ-દાન-તપ ઉપર અવલંબે છે.
દાન અંગે કબીરવાણી
કહે કબીર કમાલકો, દો બાતાં શીખ લે,
કર સાહેબ કી બંદગી, ઓર ભુખે કો કછુ દે.
હાડ બઢા હરિ ભજન કર, દ્રવ્ય બઢા કછુ દેય,
અક્કલ બઢી ઉપકાર કર, જીવનકા ફળ યેહ.
ગાંઠી હોય સો હાથ પર, હાથ હોય સો દે,
આગે હાડ ન બાનિયા, લેના હોય સો લે.
ખાય પી ખીલાય દે, કરલે અપનાં કામ,
ચલતી વખત રે નરો, સંગ ન ચલે બદામ.
ધર્મ કીયે ધન ના ઘટે, નદી ન સંચે નીર,
અપની આંખે દેખીયે, યું કહે દાસ કબીર.
ભીખ તીન પ્રકાર કી, સુનો સંત ચિત્ત લાય,
દાસ કબીર પ્રગટ કહે, ભીન્ન ભીન્ન અર્થાય.
અણ માગ્યા ઉત્તમ કહીયે, મધ્યમ માગી જો લેય,
કહે કબીર કનીષ્ટ સો, પર ઘર ધરના દેય.
માંગન મરણ સમાન હય, મત કોઈ માંગો ભીખ,
માંગને સે મરના ભલા, એહી સદગુરૂ કી શીખ.
મરૂં પણ માંગું નહી, અપને તનકે કાજ,
પરમારથ કે કારણે, માગન ન આવે લાજ.
સહેજ દીયા સો દુધ બરાબર, માંગ લીયા સો પાની,
ખીંચ લીયા સો રક્ત બરાબર, એહી કબીરા બાની.
ભુખેકો કછુ દીજીયે, યથા શક્તિ જો હોય,
તા ઉપર શીતલ વચન, લખો આત્મા સોય.
જહાં દયા વહાં ધર્મ, જહાં લોભ વહાં પાપ,
જહાં ક્રોધ વહાં કાળ, જહાં ક્ષમા વહાં આપ.
કુંજર મુખસે કન ગીરો, ખુટો ન વા કો આહાર,
કીડી કન લે ચલી, પોષણ દેઈ પરિવાર.
દાતા દાતા ચલ ગયે, રહ ગયે મખ્ખીચુર,
દાન માન સમજે નહી, લડને મેં મજબુર.
LikeLike
Rekha sindhal
July 15, 2010 at 6:43 pm
નામ કમાવા દાન કરનારા નામનું મૂલ્ય ચૂકવે છે જ્યારે કેટલાક લોકો અનીતિને કારણે ડંખતા પોતાના મનને આશ્વાસન આપવા દાન કરતા હોય છે. બહુ થોડા લોકો ભાવનાને વશ થઈ ગુપ્ત રીતે દાન કરતા હોય છે.વળી આપેલા દાનનો યોગ્ય ઉપયોગ ન થાય તો છેતરાયાની ભાવના પણ જાગે છે.
LikeLike
sapana
July 15, 2010 at 9:51 pm
દાનનું મહત્વ દરેક ધર્મમાં સરખુ છે..પડોશી ભુખ્યો હોય અને આપણે પેટભરીને ખાઈએ તો ઈશ્વરને શૂ જવાબ આપિએ/ સરસ લેખ.આભાર
સપના
LikeLike
Valibhai Musa
July 16, 2010 at 3:11 am
રેખાબહેન,
‘નામ કમાવા દાન કરનારા નામનું મૂલ્ય ચૂકવે છે’ સિવાયનાં આપે દર્શાવેલાં અન્ય મંતવ્યો સર્વસ્વીકાર્ય છે. ગુપ્ત દાન એ ઉત્તમ દાન હોવા છતાં કેટલાંક મતમતાંતરો એ અર્થમાં જોવા મળે છે કે વ્યક્તિગત દાનો ગુપ્ત થાય તે તો ઉત્તમ, પણ સંસ્થાકીય દાનો ભલે નામ કમાવા થતાં હોવા છતાં તેની સકારાત્મક અસર એ જોવા મળે છે કે તે અન્યોને દાન કરવા પ્રોત્સાહિત કરે છે. સંસ્થાઓ નાણાં વગર ચાલે નહિ તે હકીકત છે અને માનવમનની નબળાઈને પારખીને સંસ્થાઓના વહીવટદારો આવા ઉપાયો પ્રયોજતા હોય છે.
આપની ‘આપેલા દાનનો યોગ્ય ઉપયોગ ન થાય તો છેતરાયાની ભાવના પણ જાગે છે’ વાત યથાર્થ છે. કુપાત્રને દાન કરવું એ પાપ નહિ તો પાપની હિસ્સેદારી તો અવશ્ય છે જ. અજાણતાં આવું થઈ જાય તે બરાબર છે, પણ જાણતાં તો તેવું ન જ થવું જોઈએ. કેટલાક વ્યક્તિગત કિસ્સાઓમાં તો એવું પણ જોવા મળે છે કે તેઓએ મફતનું મેળવવાનો ધંધો બનાવી દીધો હોય છે.
આપના પ્રતિભાવ બદલ આભાર.
LikeLike
Dilip
July 16, 2010 at 7:02 am
કોઈપણ ધર્મ હોય તે માનવજાતિના સતમૂલ્યો પર આધારિત હોય છે કહેવાતા ધાર્મિકોની સ્ંકૂચિત ભાવના જ ઈશ્વર અમારો નેા આ ધરમ માત્ર અમારો કહે..દાન..આપવું ‘દાનમ નામ સ્ંવિભાગ’ તેવી વ્યાખ્યા પણ છે..બુદ્ધને પુછ્યું કે સુંદર તો શું જવાબમાં કહ્યું આપવુ તે સુંદર..! કોઈ સન્યાસીને ગ્રુહસ્થે વાટકામાં ધૂળ આપી..તો બુદ્ધ કહે, આપવા દો તેને ટેવ પડશે..કાલે ઉચિત આપશે. આપનો લેખ ગમ્યો વલિભાઈ આપને અભિનંદન.
LikeLike
Ullas Oza
July 16, 2010 at 10:11 am
દાનનુ મહત્વ સમજવા જેવુ છે. સારી પ્રવૃત્તિ માટે દાન સ્વીકારનારા છે માટે આપણે દાન કરી શકીઍ છીઍ ઍટલે દાતાઍ દાન લેનારનો આભાર માનવો જોઇઍ.
ઍક સુંદર ગીતના શબ્દો છે : ” નિયમ છે આ જગતનો આપીને કઈં જવાનો. લાવ્યો હતો શું સાથે, લઈને પણ શું જવાનો.”
તન-મન (શ્રમ દાન) કે ધનદાન જે શક્ય હોય તે કરી શકાય.
LikeLike
Miyanjibhai Polra
July 20, 2010 at 7:55 am
A Comment by email is posted here on behalf of the Commentator : –
Dear Valibhai,
Salaam,
I am very much thankful for putting such heart touching article on your blog. How long a man lives is not important, but how he lives has the value. GOD has gifted so many things to human such as health, wealth, relations and a long life. One should, at least, devote a part of it for the cause of humanity. Nothing is ours, everything is His.
I am sure that the God will support you all working presently for BPA.
Regards,
Miyanjibhai V. Polra
LikeLike
Valibhai Musa
July 20, 2010 at 8:09 am
Thank you very much, Miyanjibhai for your valued mail on my thoughts and my Article “Charity” (ભાવનાનું મૂલ્ય).
It is the grace of the Almighty Creator of the worlds that He has bestowed me with His mercy for my ability to write something and that also by heart. As you know, I am an emotional writer, not at all the professional one; and that is why my Articles touch and appeal the feelings of the Readers. I only write when my mood hits me. What I write is just for my satisfaction that the Readers might benefit from my life long experiences in various fields.
All credits go to my well-wishers like you for the tremendous Readership of my blog spread worldwide. Hundreds have been fans of my Articles and me. Your words ” How long a man lives is not important…” are significant and, personally speaking, I have tried my level best to fulfil the aims of valuable human life. Compared to quality life of Vajirkaka, your Pappa, for humanity; we people have done nothing and that should be our true confession by our hearts.
I pray to the Almighty God to guide all to walk on the path of humanity within whatever the life He has gifted.
With warm regards.
Valibhai
LikeLike
Valibhai Musa
April 4, 2016 at 10:46 am
Reblogged this on માનવધર્મ and commented:
‘દાનધર્મ’માં નાણાના આંકડા કરતાં ભાવનાનું મૂલ્ય વધારે હોય છે, તે વાતને સમજાવતી સત્ય ઘટનાત્મક પ્રસંગકથા.
LikeLike