
Click here to read in English with Image
મારા કેટલાક વાંચકોએ જુન ૧૨, ૨૦૦૮ થી મારા બ્લોગ ઉપર મારા કોઈ આર્ટિકલ ન દેખાતાં મને પૃચ્છા કરી હતી. મારા કારોબારના આ દિવસોમાં મારી વ્યસ્તતાના કારણે હું મારી બ્લોગીંગ પ્રવૃત્તિમાં થોડોક નિષ્ક્રીય હતો. એવામાં મારા એક મિત્રે અચકાતાં અચકાતાં મને મેઈલ કરી હતી કે હું મારી તબિયત બાબતે સ્વસ્થ છું કે કેમ! આ મેઈલનો ગર્ભિત ભાવ એવો હતો કે તેઓશ્રી કદાચ જાણવા માગતા હતા કે હું જીવિત છું! ઈશ્વરકૃપાએ હું તો અહીં છું, પણ આજે ‘કોઈક’ સર્વશક્તિમાન સર્જનહારના સાન્નિધ્યમાં છે. મલૈકુલ મોત (યમદૂત) દ્વારા કદાચ કોઈ ભૂલ થઈ હશે કે શું (હું લોહીના ઊંચા દબાણનો દર્દી છું), પણ આજના દિવસે આપણા વ્હાલા માનવંતા મહાનુભાવ જનાબ મહંમદઅલી પરમાર ‘સુફી’ સાહેબની રૂહનું આ ફાની દુનિયામાંથી અનંત અને અજ્ઞાત એવી દુનિયા તરફ પ્રયાણ થયું છે. બ્લોગીંગ જગતના નભોમંડળમાંથી આજે ‘સુફી’ નામનો એક ચમકતો સિતારો ખરી પડ્યો છે.
શ્રી વિજયકુમાર શાહના નેતૃત્વ હેઠળ ગુજરાતી ભાષાના સંવર્ધન અને પ્રસાર તેમ જ તેના સાહિત્ય અને સમુદાયની સેવા માટે સમર્પિત એવું હ્યુસ્ટન (Houston), યુ.એસ.એ. ખાતે આપણું એક મોટું જૂથ કાર્યરત છે. જનાબ ‘સુફી’ સાહેબ આ જૂથ પૈકીના એક હતા કે જે બધાયને નિકટતાથી પરિચિત, ૮૫ વર્ષની વય ધરાવતા જીવનના અનુભવોથી પરિપક્વ અને ઉમદા વ્યક્તિત્વોમાં પણ ઉમદા વિભુતી સમાન પોતે હતા. તેમનો ‘આધ્યાત્મિક કાવ્યો’ શીર્ષકે ખૂબ જ સક્રિય એવો બ્લોગ પણ હતો. મારા વાંચકો તેમના બ્લોગની આ લિંકે હજીય મુલાકાત લઈ શકે છે (કેમ કે તે આજેય જીવંત – Live છે, પણ અફસોસ કે જનાબ ‘સુફી’ સાહેબ હયાત – alive નથી!). એ બ્લોગ અને તેમના અવસાનના બે માસ બાદ વિમોચન પામેલા તેમના કાવ્યસંગ્રહની દિવ્ય ભાસ્કરે લીધેલી નોંધ થકી તેમના જીવન અને કવન વિષે ઘણું બધું વિગતે જાણી શકાશે.
મારા વાંચકોને એ જાણીને આશ્ચર્ય થશે કે મરહુમ જનાબ મહંમદઅલી પરમાર સાહેબ અને હું તેમના અવસાનના ત્રણેક માસ પહેલાં પ્રથમવાર જ એકબીજાને ઓળખતા થયા હતા. અમારા પરિચયનાં માધ્યમો હતાં, અમારા બ્લોગ અને અમારી વચ્ચે થોડોક થએલો ઈ-મેઈલ વ્યવહાર. મારો ફોટોગ્રાફ મારા બ્લોગના મુખપૃષ્ઠ ઉપર મોજુદ હતો અને તેમણે મને જોયો હશે; પણ મારા દુર્ભાગ્યે, હું તો તેમના ચહેરાને તેમના અવસાન બાદ તેમના સુપુત્ર જનાબ સિરાજે હ્યુસ્ટન ખાતે તેમના માટેની શોકસભા (Life celebration)ની તેમના ફોટોગ્રાફ સાથેની જાણ કરી ત્યારે જ જોઈ શક્યો. મુહાવરારૂપ કથન છે કે માણસ તેના સહવાસની વ્યક્તિઓ થકી ઓળખાય, પણ મેં તો તેમને તેમનાં કાવ્યો થકી જ ઓળખી લીધા હતા. હવે તો એમ જ કહેવું ઉચિત રહેશે કે કવિને પોતે જે કાવ્યો લખે છે, તે વડે જ બહુ સારી રીતે ઓળખી શકાય; અને તેથી જ તો સાહિત્ય વિવેચનમાં કહેવાય પણ છે કે શીલ તેવી શૈલી.
હું મારા અલ્પ પરિચયને અહીં યાદ કરી રહ્યો છું, ત્યારે મને બેન જ્હોન્સનનું (Ben Johnson) નું એક કાવ્ય યાદ આવે છે કે જેમાં તેમણે ઓક (Oak) નામના એક વૃક્ષ અને કમળના ફૂલની સરખામણી કરી છે. ઓકનું આયુષ્ય લગભગ ૩૦૦ વર્ષનું હોય છે, જ્યારે કમળની જિંદગી માંડ એકાદ દિવસની જ હોય છે. એ કાવ્યનો મધ્યવર્તી વિચાર એ છે કે આપણે કેટલું લાંબુ જીવીએ છીએ તેનો કોઈ મતલબ નથી, પણ આપણે કેવી રીતે જીવીએ છીએ તેનું જ મહત્વ હોય છે. અહીં જનાબ ‘સુફી’ સાહેબને ઓળખનારા સૌ કોઈ માટે ગર્વની બાબત છે કે તેઓશ્રી લાંબુ જીવ્યા પણ ખરા અને તે પણ ગુણવત્તાસભર જીવ્યા. ટૂંકમાં કહેતાં, તેમના આયુષ્યનું મૂલ્યાંકન વર્ષો અને સુકાર્યો એમ ઉભય રીતે કરી શકાશે.
આપણે જ્યારે તેમના બ્લોગમાં તેમણે પોતે આપેલો પોતાનો પરિચય અને તેમના Disclaimer ના શબ્દોને વાંચીએ, ત્યારે આપણે સાચે જ જાણી શકીએ કે તેઓ પોતાના સમયના ખરેખરા સુફી સંત જ હતા. તેમના ગુજરાતીમા લખાએલા શબ્દો આપણને બતાવે છે કે ‘મારાં કાવ્યો આધ્યત્મિક છે. એ કાવ્યો પાછળનો મારો આશય છે લોક-કલ્યાણ, અર્થાત્ લોકોને નૈતિક અધ:પતનથી રોકવા અને તેમનાં દિલોદિમાગમાં વિશ્વબંધુત્વની ભાવના જગાડવી.’ આગળ તેઓ ખુલાસો કરે છે કે ‘જગતના તમામ ધર્મો એ માત્ર પૂર્ણતાને પામવા માટેનાં સોપાનો (નિસરણીઓ) જ છે.’ વચ્ચે એક નોંધનીય વાત એ છે કે તેમના કોઈ કાવ્યની કોઈક પંક્તિઓના સમર્થનમાં મેં આપેલો મારો પ્રતિભાવ આ શબ્દોમાં હતો કે ‘સજ્જનોની ચૂપકીદી પરોક્ષ રીતે દુષ્ટતાને પ્રોત્સાહિત કરે છે.’ આપણે માત્ર ‘સારા હોવું’ એ પૂરતું નથી. ભલા માણસોએ ભલાઈ માટે બીજાઓને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ.
સમાપને, ચાલો આપણે સર્વશક્તિમાન ઈશ્વરને પ્રાર્થીએ કે મરહુમના આત્મા (રૂહ) ને એવો દરજ્જો કે સ્થાન અને તે પણ એવા આત્માઓના સાન્નિધ્યમાં નસીબ થાય કે જેઓ તેની (ઈશ્વરની) કૃપા અને ખુશીને માણી રહ્યા છે.
દિલી લાગણીઓસહ,
-વલીભાઈ મુસા
(લેખક અને અનુવાદક)
નોંધ :-
આજે મરહુમના અવસાનને બે વર્ષ પૂરાં થતાં હોઈ મૂળ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત કરેલ છે. સાથે સાથે આ લેખના વાંચકોને વિનંતિ કે પોતપોતાના ધર્મ અને આસ્થા મુજબ પોતાના ધર્મગ્રંથની કોઈ ઋચા કે સુરા પઢીને મરહુમની રૂહ કે આત્માને બક્ષી આપે.
Translated from English version titled as “Paying Respect to the Late Mr. ‘Sufi’” published on July 20, 2008.
sapana
July 20, 2010 at 4:57 pm
અલ્લાહ મર્હુમને ઉંચા દરજ્જા આપે અને જન્ન્તમા અગ્ર સ્થાન આપે..મને કમળ અને ઓક વૃક્ષની વાત સઓસરવી ઉતરી…વાંચન્થી કાઇક તો પ્રાપ્ત થાય એ આનું નામ..આભાર વલીભાઈ.
સપના
LikeLike
Dilip
July 20, 2010 at 5:27 pm
હું હૃદય પૂર્વક ભારે મનથી આજે મર્હુમ સુફી સાહેબને અંજલિ અર્પું છું ..મને આજે જ ખબર પડી કે તેઓ હવે આ દુનિયામાં નથી ..મને પણ તેમના બ્લોગ પરથી જ તેમનો પરિચય થયો હતો અને મેં પ્રતિભાવ આપેલા .. મને તેમના કાવ્યો અને પ્રતિભા માટે ખુબ આદર થયેલ છે અને રહેશે …આજે જ જ મેં મારા ટેબલ પર પુસ્તકો સરખા કરતા તેમની કવિતાનું પ્રિન્ટ આઉટ મારા હાથમાં આવી ગયું અને વાંચી ગયો ..આ કેવો યોગાનુયોગ કે આજના દિને જ તેઓ વિદાય પામ્યા હતા ..મેં તેમના પુસ્તક લોન્ચિંગ વિષે પણ અન્ય બ્લોગમાં વાંચેલું ..ત્યારે વધુ ફોટા જોયા હતા ..વલીભાઈ આપે સુંદર કહ્યું કે વૃક્ષ અને કમળ નું દૃષ્ટાંત આપી કે કેટલું જીવ્યા કરતા માનવ કેવું જીવ્યો તે અગત્યનું છે ..હવે તેઓ આ સંકુચિત વાડાયુક્ત વિભાજીત વિચારસરણીવાળી આ ફાની દુનિયાથી મુક્ત હશે છે જેમ કાદવ અને કમળ અને શાશ્વત આનંદ ઉચ્ચ સ્થાનેથી માણી રહ્યા હશે તેમને શત શત અંજલિ .
LikeLike
pragnaju
July 20, 2010 at 5:36 pm
સર્વશક્તિમાન ઈશ્વરને પ્રાર્થના કે મરહુમના રૂહ ઈશ્વરની કૃપા માણે.
આજે ભાવાંજલીમા સૂફી ની વાતથી અંજલી …
એકવાર અમીર ખુસરો બાદશાહ સાથે બંગાળના પ્રવાસે ગયા હતાં. ત્યાં તેમને પોતાના ગુરુ નીઝામુદ્દીન સાહેબના અવસાનના સમાચાર મળ્યા. તેથી તેમણે બાદશાહ પાસે તુરત દિલ્હી જવાની રજા માંગી.બાદશાહે તેમને રજા ન આપી. એક પળનો પણ વિચાર કર્યા વગર તેમણે બાદશાહને સંભળાવી દીધું,
“ હું આ જ પળથી આપની નોકરીમાંથી મુક્ત થાઉં છું.”
અને બાદશાહની ઉંચા પગારની વગદાર નોકરી ત્યાગી તેઓ દિલ્હી પહોંચી ગયા. પણ ત્યારે તો ગુરુને દફનાવી દેવામાં આવ્યા હતાં.એટલે ગુરુની કબર પાસે તેઓ ખુબ રડ્યા. રડતા રડતા તેઓ મૂર્છિત થઈ ગયા. ભાનમાં આવ્યા ત્યારે સૌ પ્રથમ કાર્ય તેમણે પોતાની સમગ્ર મિલકત ગુરુના નામે ગરીબોને વહેચી દેવાનું કર્યું .અને કાળા વસ્ત્રો ધારણ કરી ગુરુની મઝારની ખિદમતમા લાગી ગયા. ગુરુની મઝાર પર આખી ઝીન્દગી તે એક જ સાખી ગાતા રહ્યા,
“ ગોરી સોએ સેજ પર, મુખ પર ડાલે ખેસ
ચલ ખુસરો ઘર અપને , સાંજ ભઈ ચહું દેશ”
અર્થાત ગુરુના અવસાનથી જીવનની સંધ્યા થઈ ગઈ છે. જીવન અંધકારમય થઈ ગયું છે. બસ હવેતો ઉપરવાળાના ઘરે જવાનો સમય પાકી ગયો છે.
આ જ સાખી રટતાં રટતા તેઓ આ ફાની દુનિયા છોડી ચાલ્યાગયા અને ગુરુ- શિષ્યની અદભૂત પરંપરા એક મિશાલ તરીકે આપણા સૌ માટે મુકતા ગયા..
LikeLike
vijay Shah
July 20, 2010 at 6:23 pm
આભાર
સૂફી સાહેબની યાદ તો આજે પણ આવે છે અને મન ને રડાવે છે
તેમના કાવ્યો તેમની વાતો અને તેમના સંદેશાઓ આજે પણ અમને કહે છે કે
સીમાડા વિનાના જહાંને જન્નત બનાવવુ, આપણા હાથ છે..
ફક્ત દુર કરો ધીક્કારનું ઝેર અને ફેલાવો પ્રેમનું સુંદર વહેણ.
LikeLike
Ramesh Patel
July 20, 2010 at 6:52 pm
જનાબ ‘સુફી’ સાહેબને ઓળખનારા સૌ કોઈ માટે ગર્વની બાબત છે કે તેઓશ્રી લાંબુ જીવ્યા પણ ખરા અને તે પણ ગુણવત્તાસભર જીવ્યા. ટૂંકમાં કહેતાં, તેમના આયુષ્યનું મૂલ્યાંકન વર્ષો અને સુકાર્યો એમ ઉભય રીતે કરી શકાશે.
…………..
‘જગતના તમામ ધર્મો એ માત્ર પૂર્ણતાને પામવા માટેનાં સોપાનો (નિસરણીઓ) જ છે.’
સૂફી શબ્દ જ હૈયાના ભાવ ગદગદીત કરી દે છે.
આવા સંતસા આત્મા (રૂહ) ને કૃપાળુદેવની કરૂણા સદા ભીજવતી રહે એવી આકાંક્ષા.આદરણીય વલીભાઈના ભાવથી ભરેલા આ અંજલી લેખ માટે ખૂબ ખૂબઆદર.
રમેશ પટેલ(આકાશદીપ)
બ્લોગ પર પધારવા વિનંતી.
LikeLike
Rekha sindhal
July 20, 2010 at 8:12 pm
ઈશ્વર એમના આત્માને અમર શાંતી આપે એવી પ્રાર્થના!
LikeLike
vishwadeep
July 20, 2010 at 8:15 pm
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા એ એક સારા ફિલસુફ કવિ ગુમાવ્યાનેી ખોટ કોઈ પુરેી શકે તેમ નથી..માત્ર યાદના પડઘા રહી ગયાં..!
LikeLike
સુરેશ જાની
July 20, 2010 at 9:08 pm
In small proportions we just beauties see;
And in short measures, life may perfect be.
અમારે એસ.એસ.સી.માં ભણવામાં આવતું, મને બહુ જ ગમતું કાવ્ય.
આવા જ ભાવવાળા મારા એક અવલોકનમાં આ કવિતા ટાંકી હતી.
અને આ વાત આવા અદના સર્વે સજ્જનો અને સન્નારીઓને લાગુ પડે છે. કેટલી સમ્પત્તિ અને સત્તા ભેગી કરી કે કેટલા લોકોમાં પૂછાયા ; તે કરતાં એક જ અજાણી વ્યક્તિના જીવનમાં રોશની જગાવી દે ; તેવા નાચીજ પણ સાચા અર્થમાં ‘માણસ’ નું પ્રદાન વધારે ઉચ્ચ છે.
સાવ અલ્પ પરિચયવાળા મરહૂમને યાદ કરીને તમે તમારી ખાન્દાનિયત ઉજાગર કરી છે.
LikeLike
સુરેશ જાની
July 20, 2010 at 9:08 pm
લો વાંચી લો .. એ અવલોકન
http://gadyasoor.wordpress.com/2010/07/08/mushroom/
LikeLike
Rajendra M.Trivedi, M.D.
July 20, 2010 at 10:45 pm
મારાં કાવ્યો આધ્યત્મિક છે. એ કાવ્યો પાછળનો મારો આશય છે લોક-કલ્યાણ,
અર્થાત્ લોકોને નૈતિક અધ:પતનથી રોકવા અને તેમનાં દિલોદિમાગમાં વિશ્વબંધુત્વની ભાવના જગાડવી.’
‘જગતના તમામ ધર્મો એ માત્ર પૂર્ણતાને પામવા માટેનાં સોપાનો (નિસરણીઓ) જ છે.’
Dear Valibhai,
Very Moving to mind and Heart.
Thanks to bring back his great work.
Rajendra
http://www.bpaindia.org
LikeLike
DR. CHANDRAVADAN MISTRY
July 21, 2010 at 12:01 am
અંગ્રેજીમાં પોસ્ટ હતી ત્યારે “બ શબ્દો”લખ્યા હતા તે યાદ છે…ક્લીક કરી, ફરી વાંચ્યા.
….ફરી અંજલી !
>>>>ચંદ્રવદન
LikeLike
Sajjad Parmar
July 22, 2010 at 2:30 am
This is an email comment posted by the Author : –
Dear Valibhai,
Hope you are doing well and in the best of health.
Thank you for your kind words and tribute to my grandfather. Your well wishes and words give strenght to our family. I hope and pray for your success and prosperity and may Allah(swt) bless you for the true kindness you hold for everyone in your heart.
Best wishes and Kind Regards
sajjad
LikeLike