RSS

(213) કલારત્નયુગ્મની કલાકમાલ! (પ્રહસન) – ૨

22 Jul

‘હેલો, વલીભાઈ. વેબ કેમેરાથી અમે ત્રણેય જણ તમને દેખાતા હોઈશું જ. મારા ફોનનું સ્પીકર On છે. મારી પાસેના બે મિત્રોને ઓળખી લો. ‘રાત્રિ’ પણ તેમના ઘરેથી આપણી સાથે જોડાએલા છે. લ્યો, પૂછવાનું શરૂ કરો.’

‘ભાઈઓ, જરા તમારાં નામો જણાવશો?’

‘ના જી, અમારાં નામોથી આપને શું નિસ્બત? અમારાં કામથી જ અમને જાણી લો. હું છું Liar અને મારો જોડીદાર છે, Lawyer! મારું કામ ન મનાય તેવું જૂઠું બોલવાનું અને મારા પાર્ટનરે દલીલોથી તેને સાચું સાબિત કરી આપવાનું!’

‘પેલી દુનિયાભરની કોર્ટકચેરીઓ અને રાજકારણમાં થતું આવે છે તેવું જ કે?’

‘શું ‘રાત્રિ’ભાઈ બોલ્યા કે? હા, તો મિ. Liar, એક સેમ્પલ થવા દેશો કે?’

‘હા,હા. કેમ નહિ? ઈન્ટરવ્યુ તો છે. અમે સુરદાજીના ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં એક પચાસેક ફૂટ ઊંચું ઝાડ જોયું, જેની ટોચ ઉપરનાં પાંદડાં એક બકરી ખાતી હતી!’

‘તમે આ વલદાને મૂર્ખ નહિ બનાવી શકો! તમારો Lawyer શું દલીલ આપવાનો હતો! હું જ કહી દઉં કે એ ઝાડ ઊંડા ખાડામાં ઊગેલું હતું! આ તમારું પહેલું જ સેમ્પલ મૌલિક નથી. અકબર બાદશાહના ત્યાં તમારો જ નાતીલો આ જૂઠ બોલ્યો હતો. તમે તો ભૂતકાળની વાત તમારા નામે ચઢાવો છો, કેમ સુરદા બરાબર કે?’

‘ભાઈ વલદા, આ વકીલજીને તો બોલવા દો! બોલો ભાઈ, તમારું શું કહેવું છે?’

‘જનાબ, મારે જે જવાબ આપવાનો હતો, તે જ વલદા અંકલે આપી દીધો છે! પણ તેમનો આક્ષેપ કે અમે ભૂતકાળની કોઈ વાતને અમારા વર્તમાન તરીકે ખપાવીએ છીએ, તેના સામે મારો સખ્ત વાંધો છે. હકીકતમાં તો પેલા બાદશાહવાળા જૂઠિયાએ તો ભવિષ્યમાં એટલે કે આજે અમે જે બોલવા જવાના છીએ કે બોલ્યા હોત તેને પોતાના વર્તમાનમાં ખપાવીને અમારા જ કોપીરાઈટ જેવા કલાકૌશલ્યને પોતાના નામે ચઢાવી દીધું છે, તેને તો તમે લોકો Clean Chit આપતા હો તેવું મને તો લાગે છે! તમને કદાચ ખબર નહિ હોય, પણ તેઓ બંને ત્રિકાળ જ્ઞાની હતા અને આ કોન્ફરન્સ જે ચાલી રહી છે, તેની પણ એ લોકોને ખબર જ હતી!’

‘માન ગએ, ભીરુ માન ગએ! બહોત ખુબ, બહોત ખુબ!’

‘સુરદા, જરા ‘રાત્રિ’ને તમારી ભાષામાં સમજાવી દો કે આ કોઈ મુશાયરો નથી! ઈન્ટરવ્યુ લેનાર તરીકેનો Protocol (શિષ્ટાચાર) જળવાય તે જરૂરી છે!’

‘ભાઈ વલદા, ‘રાત્રિ’ની આ જ મોટી કમજોરી છે. એ સીધી લીટીના એવા ભલાભોળા માણસ છે કે તેમના હૈયામાં હોય તે હોઠે આવી જ જાય! હાલ જ જોયું? ભાઈ, આ લોકોના પડખે બેસી ગયા!’

‘અલ્યા એઓ, તમે બે જણા એકબીજા સામે આંખો ઊલાળો છો! પણ, તમને કદાચ ખબર નહિ હોય કે અમે ત્રણેય ગાઢ મિત્રો છીએ અને અમારી વચ્ચે આવી નોકઝોક તો સામાન્ય છે! By the way, તમારા બીજા નમૂનાને સાંભળવા પહેલાં એક વાત મિ. Lawyer ને પૂછું છું કે તમારી દલીલબાજી One way જ હોય છે કે? મારો મતલબ છે કે તમારો Liar મિત્ર ભૂલથી સાચું બોલી જાય, તો Vice versa તેને ખોટું સાબિત કરી શકો કે!’

‘અલબત્ત! એ કરી શકું. વળી એનાથી આગળની વાત પણ સાંભળી લો કે આપણી દુનિયામાં અમે બે જણા જ નહિ, પણ તમારા સુદ્ધાં સૌ કોઈ કરતા હોય છે, તેવું જ પૂર્ણ સત્યને અર્ધ સત્ય અને Vice versa અર્ધ સત્યને પૂર્ણ તરીકે પણ હું પ્રસ્થાપિત કરી શકું છું! આવું જ આગળ પણ જાણી લો કે પૂર્ણ જૂઠને અર્ધ જૂઠ અને Vice versa અર્ધ જૂઠને પૂર્ણ જૂઠ પણ હું ઠેરવી શકું! આ કોઈ મારી કોઈ અંગત સિદ્ધિ નથી કે હું કોઈ બીજા ગ્રહમાંથી પણ આવ્યો નથી! હું તમારામાંનો જ છું, ફરક માત્ર એટલો કે તમે મારા જેવું કરતાં કોઈક વાર પકડાઈ જાઓ, ત્યારે મારે એવું કદીયે ન થાય! આટલો આત્મવિશ્વાસ છે માટે જ તો બબ્બે લાખની Hits સુધી પહોંચેલા મશહૂર હાસ્ય દરબારનાં રત્નોનો ખિતાબ તમારા બંધારણમાં સુધારો કરાવડાવીને પણ મેળવવા અહીં આવ્યા છીએ અને આ ઈન્ટરવ્યુ આપી રહ્યા છીએ.’

‘’રાત્રિ’, વાલીડા માફ કરજો, મારા વીરા! તમને ભલાભોળા ગણાવ્યા, એમાં તો તમે સાવ ગંભીર બની ગયા! હું અને વલદા તો તમારા સામા છેડે આવીએ અને છતાંય કોઈ અમને ‘ભલાભોળા’ કહે તો અમારો તો પિત્તો જ જાય! ‘ભલાભોળા’ હોઈએ નહિ અને શાનો કોઈ અમને એમ કહી જાય! કેમ વલદા, ખરું કે?’

‘હંઅ, તો તમે લોકો Three in one છો! જૂઠાનું સાચું – Vice versa, પૂર્ણ સત્યનું અર્ધ સત્ય – Vice versa અને પૂર્ણ જૂઠનું અર્ધ જૂઠ – Vice versa કરી શકો છો!’

‘હવે, સુરદા અને વલદા, તમને બંનેને તો આ લોકોએ મેહાંણા (મહેસાણા) બાજુના સમજી લીધા હશે એટલે એ તમારાં નામો છે, તેની તેમને ખબર પડી જ હશે! પણ મારા માટેના ‘રાત્રિ’ – ‘રાત્રિ’ સંબોધનથી તેઓ ગૂંચવાઈ ન જાય માટે એમને કહી દો કે ‘રાત્રિ’ એટલે રાજેન્દ્ર ત્રિવેદી!’

‘જોયું? અમે ભાઈને ભોળા અમસ્તા નથી કહ્યા! અલ્યા ભાઈ ‘રાત્રિ’, એ તો કહેવાઈ જ ગયું, તમારાથી તેમને કે તમે રાજેન્દ્ર ત્રિવેદી છો! ભલા માણસ, આ કોન્ફરન્સ કોલથી વાત થાય છે અને સ્પીકર પણ On છે! ‘

‘હા, તો ભાઈશ્રી Liar, તમે ક્યારનાય ખામોશ બેઠા છો. જાઓ, તમારા પહેલા સેમ્પલને અમે શકનો લાભ (Benefit of doubt) આપીને માન્ય કરીએ છીએ. તમારા Three in one અને Vice versa થકી કુલ છ પૈકી હવે બાકીના પાંચમાં સફળ થશો, તો તમારું બંનેનું હાસ્ય દરબારમાં ૧૦-અ અને ૧૦-બ તરીકેનું સ્થાન પાકું સમજજો. પણ, જોડે જોડે એક વાત યાદ અપાવી દઉં કે સુરદાજીએ તમને જણાવ્યું જ હશે કે તમારી રત્ન તરીકેની પસંદગી થાય, તો ઈન્ડીઆ જવા-આવવાના બચેલા ખર્ચના સામે તમારે નિવૃત્ત હાસ્યદરબારજનોના કલ્યાણભંડોળમાં ખરેખરો ફાળો નોંધાવવાનો છે, માત્ર દલીલબાજીવાળો નહિ હોં કે!’ તો હવે એક સાચું કથન કહી બતાવો, મિ. Liar! જો કે તમે જૂઠું બોલવાને ટેવાએલા હશો એટલે સાચું બોલવું થોડુંક કાઠું તો પડશે, પણ શું કરીએ ભાઈ, આતો ઈન્ટરવ્યુ છે અને તેને તમારે Face તો કરવો જ પડે ને!’

‘હું મારી પત્નીનો પતિ છું.’

‘ખોટી વાત! તું તેને પરણ્યા પહેલાં તો તેનો પતિ બની શકે જ નહિ, કેમ કે તે પરાઈ છોકરી  હતી અને તે જગ જાહેર વાત છે. હવે હાલ તું તેની સાથે પરણેલો છે, તો ય તેનો પતિ ગણાય નહિ કેમકે હવે તેના પિતાના સ્થાને તારું નામ આવી ગયું! તો ભલા માણસ, તું તેનો બાપ બન્યો કે પતિ? હવે એક શક્યતા બાકી રહે છે કે તું તેને છૂટાછેડા આપે અને ફરી તેનું નવા પતિ સાથે નામ બદલાઈ જાય તો ઓછામાં ઓછું એટલું તો તું કોઈને જરૂર કહી શકે કે તું એકદા તેનો પતિ હતો! પણ, એ તો ભવિષ્યે, હાલમાં તો હરગિજ નહિ!’

‘જૂઓ વલદા, હવે હું ‘માન ગએ, માન ગએ’ નહિ બોલું! હવે તમારો વારો. બોલો, બોલો!’

‘અલ્યા, મને વહેમ જાય છે! તમે લોકો અગાઉથી ગોઠવી કાઢેલું જ અહીં રજૂ કરો છો! આટલો શીઘ્ર જવાબ તો કોઈ ન આપી શકે, કેમ વલદા અને રાત્રિ!’

‘તો ત્રીજો પ્રશ્ન કે વિધાન મિ. Liar ને તમે આપો! અમે અમારી કલામાં કદીય બેઈમાની કરતા નથી.’

‘ચાલો, ચાલો. માની લીધું! હવે મિ. Liar એક પૂર્ણ સત્ય હો જાય!’

‘પૂર્ણ સત્ય એ છે કે સૌ કોઈ માતાની કૂખે જ જન્મે છે.’

‘ભાઈ મારા, જગતની પ્રથમ સ્ત્રી ‘ઈવ’ (હવ્વા) અને સઘળા જીવોની પહેલી માદાઓ તારી વાતના અપવાદો છે!’

‘અલ્યા ભાઈ, ત્રણ આઈટમો તો થઈ ગઈ! હવે ચોથીની Hint તો સુરદા કે ‘રાત્રિ’, તમારા બેમાંથી કોઈ એક જણ આપો. હવે યાદ રાખજો કે અર્ધ સત્ય કહેવાનું છે, જેને મિ. Lawyer પૂર્ણ સત્ય તરીકે સાબિત કરી બતાવશે!’

‘અલ્યા એમ કરીએ તો! મિ. Liar ને મૂકીએ પડતા અને બાકીના ત્રણેય મુદ્દા આપણે ત્રણેય વારાફરતી પૂરા કરીએ, જેથી Match Fixing નો આપણો વહેમ પણ નીકળી જાય!’

‘હા, હા. તમે લોકો જરૂર એમ કરી શકો છો! ભાઈ Liar હવે તારે ખામોશ રહેવાનું છે. બોલો, ‘રાત્રિ’ભાઈ, પહેલો વારો તમારો જ રાખો.’

‘હાથ કે પગનો અંગુઠો આંગળી પણ બની શકે!’

‘તમારા વિધાનનું સંપૂર્ણ સત્ય એ છે કે ખોડવિહીન કોઈ માણસને તેના બંને હાથ અને બંને પગનાં આંગળાં કેટલાં એમ પૂછવામાં આવે તો કોઈ ૧૬ નહિ કહે, ૨૦ જ કહેશે.’

‘અલ્યા, આ તો હદ થાય છે! આપણી સાધારણસભા એવું તો નહિ કરે કે આપણા ત્રણેયનાં હાસ્ય દરબારનાં રત્નો તરીકેનાં અગ્રતાક્રમે આવતાં આપણાં સ્થાન આ નામોશીભરી આપણી હાર બદલ છીનવી લે!’

‘ના, ના. એવું તો નહિ જ બને! બધાય સમજશે જ કે આ બંને જણા ખરેખર Genius છે જ! હવે વલદાનો વારો છેલ્લો, સુરદા તમે બરાબર વિચારીને એક પૂર્ણ જૂઠ બોલી નાખો!’

‘તો સાંભળો, મિ. Lawyer. હું મારી સાસરીએ ગયો હતો. બપોરે જમ્યા પછી મારી રોજની આદત મુજબ મારા ઉતારાના મેડે સોફામાં વામકુક્ષિ કરી રહ્યો હતો. ત્યાં તો મારી આંખ મળી ગઈ અને ઊંઘમાં પડખું ફરતાં ધડીમ્ અવાજે ફ્લોર ઉપર પડ્યો અને નીચેથી મારાં સાસુબાનો પ્રશ્ન આવ્યો, ‘શું પડ્યું?’ મે કહ્યું, ‘પાયજામો!’ તેમણે કહ્યું, ‘પાયજામાનો આટલો મોટો અવાજ!’ મેં કહ્યું, ‘ એ તો પાયજામામાં હું પહેરાએલો હતો ને!’

‘જૂઓ સુરભા, તમારે પૂર્ણ જૂઠ બોલવાનું હતું, અને તમારા મતે કદાચ તે પૂર્ણ જૂઠ હશે; પણ ગમે તે રીતે, મારે તો તેને અર્ધ જૂઠ જ સાબિત કરી આપવાનું છે અને તે મારા માટે જરાયે મુશ્કેલ નથી. તમારે સાસુબાને એમ કહેવું જોઈતું હતું કે પાયજામો અને કુરતું બંને પડ્યાં! કોઈ જમાઈ દહાડેદીવે સાસરીમાં ખુલ્લા બદને સૂએ નહિ! માટે તમે અર્ધું જૂઠું જ બોલ્યા કહેવાઓ, કેમ વડીલો મારી દલીલ વ્યાજબી છે કે નહિ?’

‘વાહ, ક્યા બાત હૈ! લ્યો, વલદા! હવે તમારો છેલ્લો વારો! હવે જો તમારું પણ સુરસુરિયું થયું, તો આ બેઉ હાસ્ય દરબારના Fifty Fifty રત્ન તરીકે નક્કી જ સમજો. હવે તમારે અર્ધજૂઠ બોલવાનું છે, જેને મિ. Lawyerજી પૂર્ણ જૂઠ સાબિત કરશે તો આ ઈન્ટરવ્યુ પૂરો થયો ગણાશે! કેમ ભાઈલાઓ, ખરું કે?’

‘હા, હા! એમાં કોઈ બે મત હોઈ શકે જ નહિ, આમ છતાંય એ તો છેલ્લે જ ખબર પડશે કે ‘ઊંટ કિસ કરવટ બૈઠતા હૈ!’ તો, ભાઈશ્રી Lawyer સાંભળો. હું જે કંઈ બોલવા જઈ રહ્યો છું, તે આપણા ઈન્ટરવ્યુનું મારું આખરી વિધાન છે અને તે પણ અર્ધજૂઠ છે! હવે તમે જો તેને પૂર્ણ જૂઠ તરીકે સાબિત કરો તો તમે વિજેતા ખરા! પણ તમને બંનેને સંયુકત રીતે રત્ન તરીકે સ્વીકારવા કે ન સ્વીકારવા તે તો આપણે બંને જૂથોએ પરસ્પર સ્વીકાર્ય એવા નતીજાએ પહોંચીએ ત્યારે જ નક્કી થશે, હોં! તો મારું અર્ધજૂઠ વિધાન છે કે અમે Match Fixing જેવું જ કર્યું છે કે તમારા બંનેમાંથી કોઈ એકને જ આખા અને દસમા રત્ન તરીકે સ્વીકારવા!’

‘Hurrah! Hurrah! Hurrah!’

‘જૂઓ વડીલો ઊતાવળા થશો મા! વલદા અંકલે ભલેને મજાની સોગઠી ખેલી હોય, પણ એમાં તેઓશ્રી એક જબરદસ્ત ભૂલથાપ ખાઈ ગયા છે. બધાયને યાદ રહે કે તેમનું વિધાન અર્ધજૂઠ છે! આપ સૌ સારી રીતે જાણો છો કે અમે અમારી કલા સંયુક્ત રીતે જ પ્રદર્શિત કરી શકીએ છીએ અને અમારી શરૂઆતથી જ માગણી એ જ રહી છે કે કાં તો અમને બંનેને ૧૦ અ અને ૧૦ બ ક્રમે રત્ન તરીકે જાહેર કરવામાં આવે અથવા અમને બંનેને નામંજૂર કરવામાં આવે. આમ મારી આ દલીલે અંકલનું વિધાન પૂર્ણજૂઠ તરીકે એ રીતે સાબિત થાય છે કે અમારામાંના કોઈ એકને નહિ, પણ અમને બંનેને દરબારી રત્ન તરીકે નામંજૂર કરવામાં આવે!’

‘લ્યો, તો તો મારે મારા વિધાન દ્વારા તમારા મોંઢે એ જ નક્કી કરાવવાનું હતું અને તે થઈને જ રહ્યું! તો પછી, તમારો ઈન્ટરવ્યુ પૂર્ણ અને તમે વિજેતા જાહેર ખરા; પણ અમારે તમને બંનેને રત્ન તરીકે તો ન જ લેવાના, બરાબરને!’

‘ના બિલકુલ નહિ, કેમ કે હજુ આપણે બંને જૂથોએ પરસ્પર સ્વીકાર્ય એવા નતીજા ઉપર આવવાનું બાકી છે. ફરીવાર આપણે ‘સત્ય’ અને ‘જૂઠ’ને સમજી તો લઈએ. કોઈ પણ બાબતનું સત્ય જે હોય તેનાથી સાવ વિરોધી, વ્યસ્ત કે ઊલટું જે હોય તે જૂઠ અને તે જ રીતે Vice versa સમજવું પડે. વલદા અંકલના વિધાનને મેં પૂર્ણ જૂઠ તરીકે સાબિત કરી દીધું હોઈ હવે તેનું જ વિરોધી, વ્યસ્ત કે ઊલટું જ વાસ્તવિક સત્ય તરીકે પુરવાર થાય છે. આમ સત્ય તો એ જ નિષ્કર્ષરૂપે આપણી સામે આવ્યું કે તમારે લોકોએ અમને બંનેને સંયુક્ત રીતે જ હાસ્ય દરબારના એક જ રત્ન તરીકે સ્વીકારવા જ પડે!’

‘અલ્યા, વાલીડાએ ધારદાર દલીલ આપીને પોતાની બાજી છેવટે તો પોતાના તરફે જ અંકે કરી લીધી! વાહ, ભાઈ વાહ! ચાલો, તમે વિજેતા જાહેર અને વળી હાસ્ય દરબારનાં રત્ન તરીકે પણ તમે અમને કબૂલ! તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન! હાસ્ય દરબારમાં તમારું ભાવભીનું સ્વાગત કરતાં અમે રોમાંચ અનુભવીએ છીએ. ધન્યવાદ, Good Night, શબ્બા ખૈર, શુભ રજની. એ બધાયે આવજો!’ (ક્રમશ:)

-વલીભાઈ મુસા

Click here to read Part – 1

Click here to read Part – 3

 

Tags: , , , , , , , , , , , ,

7 responses to “(213) કલારત્નયુગ્મની કલાકમાલ! (પ્રહસન) – ૨

  1. pragnaju

    July 22, 2010 at 6:47 pm

    આ પ્રહસન ભવાઈ લાગે છે
    તો
    રંગલા રંગલી વગર કેમ ચાલે?
    તા થૈયા થૈ…યા…… તા થૈ
    અને એક જ્ગ્યાએ તમે બકરી ઝાડના પાન ચરતા જોઈ તે ભ્રમ છે!
    દાળમા કોકમ નાંખીએ અને તમે કહો,”દાળમા કાંઇક કાળું છે!
    તમને પાડો બકરી જેવો લાગ્યો?
    તમે અંખની લૅસર સર્જરી કરાવો
    ના ના તમે ફૅંકોલોજીના નિષ્ણાત છો તો ફેંકો સર્જરી કરાવો!
    હા,તમે ઝાડ પર પાડો જોયો હતો તેનું પ્રમાણ માંગો છો?
    તો તે અંગે શાસ્ત્રની આ પંક્તી સાંભળો
    ઈઈઈઈઈઈ પાડો ચઢ્યો પેંપળે
    અને અને લબ લબ લેંબા ખાય.
    તા થૈયા થૈ…યા…… તા થૈ
    અને
    ચોથા એંપાયરની વાત કરો છો ?
    મૅચ ફીક્શચર!
    એ પણ જળચર,ભૂચર,ટીચર જેવી જાત આવે છે!
    તેનો વ્યવસાયમા લે ઓફ જ ન આવે!
    અને વેબકેમ હાઈકર તરીકે તમારી ચાલમા નથી આવવૂ

    તા થૈયા થૈ…યા…… તા થૈ
    હવે તો બંધ કરવું જોશે
    અમારા કોમ્પ્યુટર ગુરુને રેતડાકણ ખાવી છે…
    તા થૈયા થૈ…યા…… તા થૈ
    તા થૈયા થૈ…યા…… તા થૈ

    Like

     
  2. DR. CHANDRAVADAN MISTRY

    July 22, 2010 at 7:45 pm

    READ 2 POSTS…..
    In the 2nd Post the END is a bit DIFFERENT.
    There is a “twist” to the Story >>>>>>

    એક પોસ્ટ વાંચી….બીજી પોસ્ટ વાંચવી જ પડી….અને હવે પ્રતિભાવ !

    પોસ્ટની વાર્તા અહી પુરી થતી નથી !

    આવી ચર્ચા તતી હતી ત્યારે એક “લાખણસીંહ” ટપકી પડ્યા !

    “અરે ભાઈઓ શું કહું ?…આજે ઊંડા ખાડામાં મેં એક ઝાડ જોયું , અને એના મુળીયા આકાશમાં હતા…આટલું હોય તો હું એ માનવા તૈયાર હતો ….પણ જ્યારે મેં એ મુળીયા પર જાત જાતના ફળો જોયા ત્યારે મને થયું કે આ કૉઈની “ટ્રીક” હશે ….”

    આટલું કહી એ અટકી ગયો …..તો, વલદા, રાત્રી, અને સુજા તરત જ એકસાથે બોલી ઉઠ્યા..” પછી શું થયું ?”

    ત્યારે, નિરાશામાં જવાબ મળ્યો..” અરે, ત્યારે જ હું બેડમાંથી જાગી ગયો અને નહતું ઝાડ કે ફળો !”

    રાત્રીથી એ સાંભળી રહેવાયું નહી…અને, “હા ! હા !! હા!!” કહી જોરથી હસવા લાગ્યા…..એમને એમની ભુલનું ભાન થયું !….એ હસ્યા એટલે હવે તો ત્રણને “રત્નો” ગણી સભ્યો બનાવવા જ રહ્યા !

    આ પ્રમાણે….૬૦+ના ગ્રુપમાં સભ્યોનો વધારો થયો !>>>>>>>>>>>>>>>>>>ચંદ્રવદન.

    Like

     
  3. Rajendra M.Trivedi, M.D.

    July 22, 2010 at 11:09 pm

    તા થૈયા થૈ…યા…… તા થૈ……

    Let us “Copy and Paste”

    ભાઈ સુરેશ્ ,વલીભાઈ,

    બોથ આર રતન છો.
    બન્ને લેખ ને હાસ્યદરબાર મા મુકશો.
    ડોન્ટ ફરગેઈટ ટુ પુટ લિન્ક
    અને હા પરમીશન લેવાનૂ અને આભાર માનવાનુ ના ભુલશૉ!
    વલીભાઈનો…….લેખક નુ લહીયા તરીખે સુન્દર કામ ચાલુ રાખજો.

    ધવલ્રાજગીરા.
    રાત્રિ – રાજેન્દ્ર ત્રિવેદી
    Rajendra M. Trivedi,M.D.
    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

    Like

     
  4. Valibhai Musa

    July 23, 2010 at 3:26 pm

    રાજેન્દ્રભાઈ

    જમણવારમાં માનાર્હ પીરસનારાઓનો પાટલે જમવા બેસવાનો વારો આવે, ત્યારે વ્યવહાર તો એમ કહે છે કે તેમને અન્યોએ માનભેર પીરસવું જોઈએ, ન કે તેઓએ જાતે થાળીઓ બનાવીને બેસવાનું હોય!

    હવે તમે સુરેશભાઈને અને મને રત્નો પીરસ્યાં, તો હવે પાટલે બેસવાનો વારો તમારો અને અમે તમારા ભાગનું રત્ન તો તમને પીરસીએ છીએ અને બોનસમાં અમારાં બે પૈકીનું એક પણ પીરસીએ છીએ. હવે તમારી પાસે બે થયાં એટલે તમે પહેલા ક્રમે; જ્યારે સુરેશ્ભાઈ અને હું ૨ અ અને ૨ બ તરીકે બીજા ક્રમે રહીશું, અમારા બે વચ્ચે એકથી અમને સંતોષ છે. કહેવાય પણ છે કે ‘ભાઈએ ભાગ નહિ અને ???એ લાગ નહિ!’

    ‘બોથ આર રતન છો’ના લખનવી વિવેકથી સાચે જ અમે તો એવું અનુભવીએ છીએ કે જાણે કે અમે બંને “ચૌદવીકા ચાંદ’ ફિલ્મ ખટમલી થિએટરમાં સાથે જોતા હોઈએ અને શરીર ખંજવાળતા ખંજવાળતા જાણે કે અમે ‘લખનૌકી સરજમીં’ ઉપર આળોટતા હોઈએ!

    ખરેખર તો ‘મુસા’ કે ‘જાની’ રતન નથી, નેનોવાળા ટાટા રતન છે.

    ‘અને હા પરમીશન લેવાનૂ અને આભાર માનવાનુ ના ભુલશૉ! વલીભાઈનો…….’ લખતી વખતે પેલા મારા પાત્ર Liar નો આત્મા તમારામાં પ્રવેશી ગયો લાગે છે! મેં તમારા વગર માગ્યે મેઈલથી એડવાન્સમાં 52મીશન આપી જ દીધી હોય, ત્યારે ५२મીશન માગવાવાળા તમે કોણ! રહી વાત ‘આ ભાર માનવાની’! તો તમે એકલા ‘એ ભાર’ ઉપાડીને ફરો, આપણાથી ‘આ ભાર’ નહિ ઊપડે!

    કોમેન્ટમાં તમારી એક વાત મને ગમી અને બધાયને ગમશે કે ‘લખતાં લહિયા થવાય!’

    Like

     
  5. Suresh Jani

    July 24, 2010 at 10:00 am

    વલીદા .
    બન્ને ભાગ વાઁચ્યા પછી જ મારી જેમ કોમેન્ટ આપનારા ડાહ્યા છે!
    ઓલ્યા બેને લઈ લઈ એ.
    અને તમે આટલું સરસ અમે તાજગી આવી જાય એવું મૌલિક સર્જન કર્યું , એટલે તમે પણ
    ફોઈમ કોપેક વાળા ના થઈ શકો!
    ———————

    જોક્સ એપાર્ટ .. આ મસ્ત પ્રહસન કોપી પેસ્ટ થશે, થશે ને થશે જ !!! સાભાર વલીદાભાઈ ના લટકા સાથે.

    ————–
    પ્રગ્યાબેનેના તાતા થૈયા બહુ ગમ્યા . હવે આવી બીજી ભવાઈઓ આવવા દેજો .. રંગલી બેન !!!

    Like

     
  6. Suresh Jani

    July 24, 2010 at 10:04 am

    વલીદાભાઈ
    આ બે મુઆઓ કાલ્પનિક ન હોય , અને કાણોદર કે અમદાવદમાં હાજર હોય , તો એમને ઝટ લઈ લ્યો અંદર . ક્યાંક બીજે ભરતી નો થઈ જાય . અને આપણે ખોટ્માં ન પડી જઈએ .

    Like

     
  7. Valibhai Musa

    July 24, 2010 at 10:54 am

    એ બે ‘મુઆઓ’ જન્મ્યા જ નથી, તો ‘મૂએલા’ કઈ રીતે કહેવાય! બંને મારાં (વલદાનાં) માનસપાત્રો છે, જેમ ‘સરસ્વતીચન્દ્ર’ ગો.મા.ત્રિપાઠીના માનસપુત્ર હતા! સરખામણી માત્ર ‘માનસ’ શબ્દે જ સમજવી, અન્યથા નહિ હોઁ કે!

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: