RSS

Monthly Archives: September 2010

(223) હાસ્યહાઈકુ : ૯ – હાદના દાયરેથી (૩)

ભયો ભયો, મારા ભાયા, ભયો ભયો!

ડો. શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ,

આજે તમને ડાકટર શાબ તરીકે બોલાવવાનું મન કે સે! ચ્યમ કે આંય એવી જ કાંક વાત આવે સે.

થોડો આડો ફંટાઈને એક ગતકડું કરી લ્યું?

એક ડાકટર શાબે ગોમડે દવાખાનું ખોલ્યું. પેનટરને ગુજરાતીમાં પાટિયું બણાવવા કાગળિયામાં લસીને આલ્યું ‘કાન, નાક અને ગળાના ખાસ ડાકટર’ .

પેલો પાટિયું ચીતરીને લાયો ‘કાન, નાક અને ગળાના ખાસડા ક્ટર’ (આ ‘પેલો’ ઊજાવાળો તો ની હોય!)

લ્યો ત્યારે ‘હાદ’ વાળાઓ મારું હાહા-9 (નવ), ક્યાંક લસ્યું તું એવું નવ નંબરનું ભૂલકણું!

હાસ્ય હાઈકુ – 9 (નવ)

ધબકે ઉર,

પડઘા ઝીલે, પ્રિયા

કે સ્ટેથોસ્કોપ!

– વલીભાઈ મુસા

હાસ્યદરબાર

 

Tags: , , ,

(222) હાસ્યહાઈકુ : ૮ – હાદના દાયરેથી (૨)

હાસ્ય દરબારના ભાયાઓ અને બાઈ માંણહો.

નમસ્કાર (અઢાર ફૂટ છેટેથી!)

Slow Forward જવા પહેલાં ‘હાહા’ના 8 અંક ઉપરથી મને જાણવાની તાલાવેલી થઈ છે કે કોઈ એ જણાવવાની તસ્દી લેશે કે ’અઠવાડિયા’ શબ્દમાં પ્રારંભે ‘અઠ’ છે, પણ દિવસ તો સાત છે; તો પછી ‘સપ્તવાડિયું’ કેમ નહિ? હિંદી અને ગુજરાતીમાં પણ ‘સપ્તાહ’ શબ્દ પ્રયોજાય તો છે જ! ‘અઠવાડિયા’ શબ્દની રચના પાછળની મારી એક પરિકલ્પના કે પૂર્વધારણા (Hypothesis) મારા દિમાગમાં મોજુદ છે, જેને હું કોમેન્ટ બોક્ષમાં અન્યોના આ મુદ્દે પ્રતિભાવ જાણ્યા પછી જ આપીશ. Read the rest of this entry »

 

Tags: , , , , ,

(221) હાસ્યના ચોસઠ પ્રકાર – હાદના દાયરેથી (૧)

હાસ્ય દરબારનાં નરનારીરત્નો (શોકેસવાળાં અને ચીંથરે વીંટેલાં!)

સામાન્યત: આપણે હાસ્યના બે પ્રકારો વિષે જ જાણતા હોઈએ છીએ; સ્થૂળ (ચરબીયુક્ત કે જાડિયું!) અને સૂક્ષ્મ.(સૂકલકડી કે બારીક!). હવે હું ‘આપણે’માંથી અલગ પડીને માત્ર ‘હું’ બનીને મારા ફળદ્રુપ નહિ, પણ બંજર એવા ભેજામાં અન્ય કેટલાક પ્રકારોને ઊગાડવાનો પ્રયત્ન કરું છું. લો, હજુ તો પ્રયત્ન કરવાની વાત કરું છું, ત્યાં તો ઊગી જ ગયા! માટે આપ સૌ મારા આગળના વિધાનને ફરી વાંચી લેશો આ સુધારા સાથે કે ‘બંજર નહિ, પણ ફળદ્રુપ એવા ભેજામાં’! જો આ નવીન પ્રકારોને આપ સૌનાં ભેજાં સ્વીકારે તો સારું અને ન સ્વીકારે તો એથીય વધારે સારું!

તો ભાઈ-અલાઓ (આ સંબોધન ભાઈબહેનોએ ભેગું જ સમજવુ! અલગથી ‘બાઈ-અલીઓ’ કહેવામાં નહિ આવે!), એ નવીન પ્રકારોની યાદી આ પ્રમાણે છે : – (૧) અટ્ટહાસ્ય (૨) ખંધું હાસ્ય (૩) લુચ્ચું હાસ્ય (૪) મીંઢુ હાસ્ય (૫) રાક્ષસી હાસ્ય (૬) ખાંસતા શ્વાન જેવું હાસ્ય (૭) ખખડતી કાચની રકાબી જેવું હાસ્ય (૮) હોંચી હોંચી હાસ્ય (૯) ભૂભૂહાસ્ય (૧૦) ખીખીહાસ્ય (૧૧) ભરવાડના ડચકારા જેવું હાસ્ય (૧૨) ફોટોગ્રાફરવાળું Cheese હાસ્ય  (૧૩) થૂંક ઊરાડતું હાસ્ય (૧૪) ફુહફુહ હાસ્ય  (૧૫) હાહા-હીહી-હુહુ હાસ્ય (૧૬) કરકસરિયું હાસ્ય (૧૭) છૂટ્ટું હાસ્ય (૧૮) લે-લે-તાળી હાસ્ય (૧૯) ઊંટાંટિયા હાસ્ય (૨૦) ડક ડક હાસ્ય

આ યાદી અધૂરી છે. તજજ્ઞોએ કળાઓની સંખ્યા 64 જેટલી જ સંખ્યામાં હાસ્યના પ્રકારો થઈ શકશે તેવી આગાહી કરી છે. આથી જાહેર (હાસ્ય દરબારના સભ્યો અને William’s Tales ના વાંચકો પૂરતું સીમિત) નિમંત્રણ છે કે ખૂટતા 44 પ્રકારો પૂરા કરવામાં સૌ કોઈ પોતપોતાનું (પ્ર)યોગદાન આપે, તો આપણે તનાવની સારવાર માટે આ ચોસઠ હાસ્યપ્રકારો અકસીર ઈલાજ છે તેવી માન્યતા WHO (World Humor Organization) પાસેથી મેળવી શકીએ.

– વલીભાઈ મુસા
(Research Humorist!)
‘Hasya Darbar’ Research Center, USA (!)

 
3 Comments

Posted by on September 18, 2010 in લેખ, હાસ્ય

 

Tags: , , , , , ,

(220) અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ!

બે મિત્રો નામે સુરદા અને વલદા અમદાવાદમાં જૂના વિક્ટોરિયા ગાર્ડન નજીક પાડોશમાં જ રહેતા હતા. બંને વાલીડા એક નંબરના આળસુ, કામધંધો કરે નહિ. બંનેનાં બૈરાં સિલાઈકામ, પાપડ વણવા વગેરે જેવી દિવસરાત મહેનત કરીને ઘર નિભાવે.એક દિવસે બંને જણીએ ઘરે જલેબી બનાવીને તોલત્રાજવાં સાથે પેલા બેને જલેબી વેચવા બગીચે મોકલ્યા. સુરદાનાં ઘરવાળાંએ તેમને રોકડો એક રૂપિયો આપ્યો. વલદાના ઘરે કડકી હતી એટલે તેમને વકરામાંથી એક રૂપિયો ઊછીનો લેવાનું કહેલું. બંનેને તાકીદ કરવામાં આવી કે બપોરે જમવાના સમયે વારાફરતી નજીકની લોજમાંથી અડધું અડધું ભાણું ખાઈ આવવાનું (સોંઘવારીના દિવસો હતા) અને કોઈએ વેચવાના માલમાંથી ખાવું નહિ અને માલ વેચાઈ ગયા બાદ પૂરેપૂરો વકરો ઘરે લાવવાનો. Read the rest of this entry »

 
4 Comments

Posted by on September 13, 2010 in લેખ, હાસ્ય, gujarati, Humor

 

Tags: ,

 
aapnuaangnu.com/

ગુજરાતી સાહિત્ય-કલાને સમર્પિત બ્લોગ

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગુગમ - કોયડા કોર્નર

વિશ્વભરના ગુજરાતીઓને ચરણે- કોયડાઓ

saania2806.wordpress.com/

Philosophy is all about being curious, asking basic questions. And it can be fun!

sharmisthashabdkalrav

#gujarati #gujaratipoetry #gazals #gujaratisongs #gujarati stories #hindi poetry

ગુજરાતી રસધારા

રસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની ! © gopal khetani - 2016-21

ગુર્જરિકા

અમેરિકામાં ધબકતું ગુજરાત

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

Tim Miller

Poetry, Religion, History and Art

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

‘અભીવ્યક્તી’

એક જ ‘ઈ’ અને ‘ઉ’માં ‘રૅશનલ વાચનયાત્રા’

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

SUCCESS INSPIRERS' WORLD

The World's leading success industry

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે