RSS

(220) અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ!

13 Sep

બે મિત્રો નામે સુરદા અને વલદા અમદાવાદમાં જૂના વિક્ટોરિયા ગાર્ડન નજીક પાડોશમાં જ રહેતા હતા. બંને વાલીડા એક નંબરના આળસુ, કામધંધો કરે નહિ. બંનેનાં બૈરાં સિલાઈકામ, પાપડ વણવા વગેરે જેવી દિવસરાત મહેનત કરીને ઘર નિભાવે.એક દિવસે બંને જણીએ ઘરે જલેબી બનાવીને તોલત્રાજવાં સાથે પેલા બેને જલેબી વેચવા બગીચે મોકલ્યા. સુરદાનાં ઘરવાળાંએ તેમને રોકડો એક રૂપિયો આપ્યો. વલદાના ઘરે કડકી હતી એટલે તેમને વકરામાંથી એક રૂપિયો ઊછીનો લેવાનું કહેલું. બંનેને તાકીદ કરવામાં આવી કે બપોરે જમવાના સમયે વારાફરતી નજીકની લોજમાંથી અડધું અડધું ભાણું ખાઈ આવવાનું (સોંઘવારીના દિવસો હતા) અને કોઈએ વેચવાના માલમાંથી ખાવું નહિ અને માલ વેચાઈ ગયા બાદ પૂરેપૂરો વકરો ઘરે લાવવાનો.
બપોર થવા સુધી પાશેર કે નવટાંક જલેબીનું પણ કોઈ ઘરાક લાગ્યું નહિ. સુરદાએ વલદાને કહ્યું, ‘ભાઈ વેપાર થવો હોય તો થાય, પણ હું તો મારો રૂપિયો લઈને લોજમાં જમી આવું.’

‘અરે મૂર્ખના સરદાર, લોજવાળાને રૂપિયો ખટાવે, એના કરતાં અહીં જ વકરો કરાવ ને!’

‘અલ્યા, તારી વાત સાચી છે વલદા!’

લાડુભક્ત સુરદાએ તો અવલોકનથી મનોમન સાબિત કરી લીધું કે જલેબી એ તો ગળપણના ગુણધર્મે લાડવાનું જ બીજું રૂપ કહેવાય અને વળી થોડીક ખટાશ તો વધારામાં! વાલીડાએ વલદાને વિવેક પણ કર્યો નહિ અને જલેબીથી પોતાનું પેટ ભરી લઈને નળે જઈને પાણી પણ પી આવ્યો.

વલદાએ કહ્યું કે ‘મને વકરામાંથી એક રૂપિયો ઊછીનો લેવાનું કહેલું છે, તો બોણી થઈ ગઈ છે એટલે એક રૂપિયો ઊછીનો લઉં?’

‘હા, ભલે! વેવારની વાત છે. પણ, તુંય મારી જેમ રૂપિયાની જલેબી જમી લે ને! એટલે બે રૂપિયાનો તો વકરો થઈ ગયો ગણાયને! આપણે હિસાબખિતાબ કાયદેસર સમજી જ લેવાનો છે.’

વલદાએ પણ રૂપિયાની જલેબી ખાઈ લીધી.

કોઈ ઘરાક લાગે નહિ અને એકલી જલેબીથી ભૂખ થોડી સંતોષાય! થોડીથોડી વારે બંનેને ભૂખ લાગતી જાય, વારાફરતી પેલો રૂપિયો ઊછીનો લેતા જાય અને જલેબી ખાતા જાય! સાંજ સુધીમાં તો થાળ ખાલી અને હરખાતા હરખાતા ઘરે જઈને પોતાના નવીન ધંધાના પહેલા દિવસની બધો જ માલ વેચાઈ ગયાની કામયાબીની વધાઈ પણ ખાઈ લીધી અને પેલીઓના હાથમાં વકરાનો રૂપિયો પણ પકડાવી દીધો. વળી ડંફાસ પણ મારી દીધી કે બસ આ જ રીતે ભારત અને ચીનને હજારો વર્ષો સુધી મંદીનો સામનો નહિ કરવો પડે, કેમ કે ઉત્પાદનોના સ્થાનિક ઉપભોક્તાઓ તેમને મળી જ રહેવાના!

પેલી બે બાઈઓ જરાય ગુસ્સે ન થઈ કેમ કે પેલા બેની છેલ્લી વાત ઉપરથી એમને પાકો વિશ્વાસ થઈ ગયો કે ભલે ને તેઓ કામધંધો ન કરતા હોય, પણ એક દિવસ એવો તો આવશે જ કે અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ એ બંનેને સંયુક્ત રીતે મળ્યા વગર રહેશે નહિ!

-વલીભાઈ મુસા

Note : –
“અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ!” (Published on ‘Hasya Darbar’ as a Guest Blogger) is totally fabricated with quite a new concept with its typical end. Its seeds are beneath the surface of my memory of such similar joke heard on Ahmedabad-Vadodara-Rajkot-Bhuj Radio some 40 – 50 years ago.

Advertisements
 
4 Comments

Posted by on September 13, 2010 in લેખ, હાસ્ય, gujarati, Humor

 

Tags: ,

4 responses to “(220) અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ!

 1. સુરેશ જાની

  September 16, 2010 at 9:54 am

  જલેબી ખાવા આવી પૂગું છું !!

  Like

   
 2. DR. CHANDRAVADAN MISTRY

  September 22, 2010 at 10:09 am

  ચાલો, બે મિત્રોને ફરી ગમ્મત કરતા જાણીને આ બીજો મિત્ર પણ આનંદમાં છે !
  આમ જ ટપકી પડ્યો હતો !
  ડયાબીટીસ છે એટલે જલેબી નથી ખાવી…તમે ખાતા રહેશો, અને હિસાબ ચોખ્ખો રાખશો..નહી તો ?
  નહી તો જલેબીને બદલે ગોળપાપડી ખાવી પડશે !
  વલદા…દીલની સંભાળ રાખે છે ને ?
  સુરદા…તું પણ દીલ પર “પ્રેસર”ના લાવીશ !
  નહી તો..આ ચંદ્રદાને દવાઓ લઈને આવવું પડશે !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Valibhai..Nice to know you are OK.You MUST visit Chandrapukar & READ some HEALTH Posts when you have the time. I know it can be boring but…

  Like

   
 3. pragnaju

  September 3, 2015 at 8:16 pm

  “પેલી બે બાઈઓ જરાય ગુસ્સે ન થઈ કેમ કે પેલા બેની છેલ્લી વાત ઉપરથી એમને પાકો વિશ્વાસ થઈ ગયો કે ભલે ને તેઓ કામધંધો ન કરતા હોય, પણ એક દિવસ એવો તો આવશે જ કે અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ એ બંનેને સંયુક્ત રીતે મળ્યા વગર રહેશે નહિ!”

  જરુર મળે-તે પહેલા જેને નોબલ પ્રાઈઝ મળ્યું છે તેના વિષે ચિંતન-મનન કરીએ

  “નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. અમર્ત્યકુમાર સેન” નામક પુસ્તકના લેખક અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વિદ્વાન પ્રાધ્યાપક ડૉ. કે. કે. ખખ્ખર તેમના વિષે નોંધે છે કે, “સેન આર્ષદ્રષ્‍ટા છે, ફિલસૂફ છે. તે સાધારણ અર્થશાસ્ત્રી નથી. તે આવનારા સમયનો – આપણા સૌથી આગળ ચાલતો, એકવીસમી સદીનો અર્થશાસ્ત્રી છે. સેનની પાછળ પાછળ ચાલી શકાય. સેનની સંગાથે ચાલવું મુશ્કેલ છે.”
  ઈ. સ. ૧૯૬૦માં તેમણે નવનિતા દેવ સાથે પ્રભુતામાં ડગ માંડ્યાં હતાં, અને પંદર વરસના લગ્નજીવન પછી નવનિતા સેનથી લગ્નવિચ્છેક થયો હતો. નવનિતા સેનથી સંતાનોમાં બે પુત્રીઓ અંતરા અને નંદના છે. ઈ. સ. ૧૯૭૮માં ઈવા કોલોર્ની સાથે બીજું લગ્ન કર્યું હતું. તેમનાથી પુત્રી ઈન્દ્રાણી અને પુત્ર કબીર છે. ઈ. સ. ૧૯૮૫માં ઈવા કોલોર્નીનું અવસાન થતાં તેમણે ત્રીજું લગ્ન ઈમા રોથશિલ્ડ સાથે કર્યું હતું. જે નિઃસંતાન છે. ”
  આમ પહેલા તો પેલી બે બાઇઓને તલાક આપવા પડે-ફરીથી તલાક,તલાક,તલાક…પછી જલેબી!
  મિર્ઝા ગાલીબને જલેબી બહુ ભાવતી અને સુરતીઓ દશેરાને દિવસે સુરતીઓ આજે ૧ કરોડની જલેબી ઝાપટી જાય તેસુરદા અને વલદા ની હશે અને બંને વાલીડાને નો પ્રાઈઝ…

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
ગુજરાતી રસધારા

રસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની ! © gopal khetani - 2016-18

ગુર્જરિકા

અમેરિકામાં ધબકતું ગુજરાત

વેબગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ

કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

word and silence

Poetry, History, Mythology

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

માતૃભાષા

कामधेनुगुणा विद्या ह्यकाले फलदायिनी । प्रवासे मातृसदृशी विद्या गुप्तं धनं स्मृतम् ॥

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

Success Inspirers' World

~ Inspiration and Opportunities for all ~

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

લાગણીઓ નું લાક્ષાગૃહ

'રાજી' રાજુ કોટક

sneha patel - akshitarak

gujarati column writer-author and poet

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દ સાધના પરિવાર

'યાર,મારું ગામ પણ આખું ગઝલનું ધામ છે.'-'અમર'પાલનપુરી

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

%d bloggers like this: