RSS

(222) હાસ્યહાઈકુ : ૮ – હાદના દાયરેથી (૨)

24 Sep

હાસ્ય દરબારના ભાયાઓ અને બાઈ માંણહો.

નમસ્કાર (અઢાર ફૂટ છેટેથી!)

Slow Forward જવા પહેલાં ‘હાહા’ના 8 અંક ઉપરથી મને જાણવાની તાલાવેલી થઈ છે કે કોઈ એ જણાવવાની તસ્દી લેશે કે ’અઠવાડિયા’ શબ્દમાં પ્રારંભે ‘અઠ’ છે, પણ દિવસ તો સાત છે; તો પછી ‘સપ્તવાડિયું’ કેમ નહિ? હિંદી અને ગુજરાતીમાં પણ ‘સપ્તાહ’ શબ્દ પ્રયોજાય તો છે જ! ‘અઠવાડિયા’ શબ્દની રચના પાછળની મારી એક પરિકલ્પના કે પૂર્વધારણા (Hypothesis) મારા દિમાગમાં મોજુદ છે, જેને હું કોમેન્ટ બોક્ષમાં અન્યોના આ મુદ્દે પ્રતિભાવ જાણ્યા પછી જ આપીશ.

પહેલી આડવાતને મારો હડસેલો અને બીજી આડવાત ઉપર આવીએ તો ‘દુનિયાના શાહ’ (શાહજહાં)એ પ્રેમના પ્રતીક રૂપે મોમતાજ (મીણના તાજ!) માટે કંઈક ઘુમ્મટ અને મિનારાવાળી કબર બનાવી તેવું હમણાં હાદ ઉપર વાંચવામાં આવ્યું છે! લખનારે ભલે લખ્યું, પણ અમારો વેધક સવાલ છે કે પેલા ‘દુનિયાના શાહ’ ભાઈને કે તેમણે કંઈક પ્રજાના પૈસે બનાવ્યું તો ખરું, પણ તેઓ પોતે મોમતાજની યાદમાં કંઈ બન્યા ખરા? ફકીર, જોગી, જતિ, ફૂલ, અગરબત્તી, મીણબત્તી, દિવાસળીની પેટી વગેરેમાંથી ગમે તે કંઈ!

પ્રેમદીવાનાઓ કે પ્રેમદીવાનીઓની અવનવી આરજુઓ કે પરિકલ્પનાઓથી આપણે સુવિદિત છીએ; કોઈ પ્રિયતમાના આંગણિયે મોર બની કલા કરવા ચહે, તો કોઈ પ્રિયતમના ઘરના છાપરે કોયલ બની ટહુકવા માગે; કોઈ ફૂલ બની ફોરમ ફેલાવવા ઈચ્છે, તો વળી કોઈ આ, તે કે પેલું થવા ઝંખે!

મારા આજના હાઈકુ-હીરો(Hero)એ માશુકાના ઘરે એવી કોઈક તુચ્છ વસ્તુ બનવાની તમન્ના કરી છે. તેઓશ્રી એ તુચ્છ વસ્તુ બન્યા કે ન બન્યા એ વાત બે નંબરમાં, પણ તે બનવા માટેનો ઈરાદો તો તેમણે અવશ્ય કર્યો છે, જે સૌ વાંચકોને એ હાઈકુ વાંચવાથી જ સમજાશે! ખૂબ ટેંટળાવ્યા નહિ? લ્યો ત્યારે બે ‘આડવાતો’ પૂરી થઈ અને આજના હાહા-8ની એક ‘ઊભવાત’ ઉપર આવીએ!


હાસ્ય હાઈકુ – 8

તવ ઉંબરે

થૈ પગલૂછણિયું

સ્પર્શું તળિયાં!

– વલીભાઈ મુસા

હાસ્યદરબારે કોમેન્ટ્સ વાંચો

 

Tags: , , , , ,

3 responses to “(222) હાસ્યહાઈકુ : ૮ – હાદના દાયરેથી (૨)

  1. sapana

    September 24, 2010 at 10:36 pm

    પ્રિય વલીભાઈ,
    તમે કેમ છો?તમને ઘણાં લોકોની દુઆ મળી છે અલ્લાહ મહાન છે..આ હાસ્ય હાયકુ મજાનાં છે.અલ્લાહ તમને આમજ ખુશહાલ રાખે તેવી દુઆ..
    સપના

    Like

     
  2. અશોક મોઢવાડીયા

    September 26, 2010 at 11:47 am

    શ્રી વલીભાઇ, આનંદમાં હશો.
    હાઈકુ-હીરોની આ તમન્ના ઈશ્કની ચરમસીમારૂપ છે ! ગમ્યું.
    * અઠવાડિયું એ ચાલુ દિવસથી સાત દિન અને સાત રાત્રી પૂર્ણ થયા પછી આવતો આઠમો દિવસ દર્શાવે છે. જેમકે ‘અઠવાડિયા પછી’ એટલે આજથી આઠમા દિવસે. હાલમાં ભલે તે સોમથી રવિના સપ્તાહની અવેજીમાં વપરાતું પણ તે એ અર્થમાં યોગ્ય નથી.(માત્ર મારી લઘુ જાણકારી મુજબ),

    Like

     
  3. Valibhai Musa

    September 26, 2010 at 1:53 pm

    ભાઈશ્રી અશોક મોઢવાડીયા,

    ‘અઠવાડિયા’ માટેનો તમારો તર્ક સુસંગત છે. મેઁ પણ ૬૦+ ગુજરાતી કે હાસ્યદરબાર ઉપર અથવા તો અન્યત્ર આવો જ તર્ક રજૂ કરેલો. મેં એક પ્રચલિત ગ્રામ્ય ઉદાહરણથી સમજાવેલ કે ગામડાંઓમાં ઢોરઢાંખરની ખરીદીમાં અઠવાડિયા અર્થાત વારથી વારના વાયદામાં દિવસો આઠ થાય. આ વાતના સમર્થનમાં એક અન્ય ઉદાહરણ પણ આપેલ કે દર કિલોમીટરના અંતરે થાંભલા ઊભા કરવામાં આવે તો સાત કિલોમીટરના અંતરમાં આઠ થાંભલા જોઈએ.

    બંને હાસ્યહાઈકુ ઉપરના પ્રતિભાવ બદલ ધન્યવાદ

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: