RSS

(238) હાસ્યહાઈકુ : 19 – હાદના દાયરેથી (14)

13 Dec

ભોંય પછાડે,
કદલીફલ ત્વચા,
ભલભલાને!

ગુજરાતી હાસ્યનવલકથા “ભદ્રંભદ્ર”ના નાયકપાત્ર ‘ભદ્રંભદ્ર’ ગુજરાતીમાં રૂઢ થઈ ગએલા અંગ્રેજી શબ્દ ‘ટિકિટ’ના બદલે ‘મૂલ્યપત્રિકા’ બોલે છે અને પારસીબાવા સ્ટેશન માસ્ટર અને તેમની વચ્ચે ગેરસમજ અને ઝપાઝપીમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. આવા અન્ય કેટલાક શબ્દોનાં ભદ્રંભદ્રીય રૂપાંતરોને યાદ કરીને પછી જ હું મારા હાઈકુની મધ્ય લીટી મધ્યે આવીશ. ‘ટ્રેઈન’ એટલે કે ‘અગ્નિરથ’ ને વિદુષકવેડા માટે સુખ્યાત એવા ભારતના ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવે ખરે જ કેટલીક ટ્રેઈનોને ‘ગરીબરથ’ એવાં નામ પણ આપ્યાં હતાં. આવું જ સિગ્નલ માટે મજાકમાં લાંબુલચક આમ બોલાય છે ‘અગ્નિરથ ગમનાગમન સૂચક લોહપટ્ટિકા’, ‘સિનેમા’ માટે ‘બોલપટ’ કે ‘ચિત્રપટ’ વગેરે.

આટલે સુધીની ચર્ચામાં અંગ્રેજી શબ્દોનાં ગુજરાતી રૂપાંતરોની વાત થઈ, પણ મારા ઉપરોક્ત હાઈકુની મધ્ય લીટીમાં અંગ્રેજીનો કોઈ શબ્દ નથી, જે છે તે સંસ્કૃત શબ્દો છે. કદલી એટલે કેળનું ઝાડ, કદલીફલ એટલે કેળું અને ત્વચા એટલે છાલ. આમ ‘કદલીફલ ત્વચા’ નો ગુજરાતીમાં સરળ અર્થ થાય ‘કેળાની છાલ’. જગજાહેર વાત છે કે કેળાની છાલ ઉપર લપસનારે પૂરેપૂરા લપસવું પડે અને ભૂ ની મિતિ એટલે કે જમીનનું માપ લેવું જ પડે. આસ્ફાલ્ટના જાહેરરસ્તા ઉપર કેળાની છાલ નાખવી એટલે હાડવૈદ કે ઓર્થોપેડિક સર્જનના દલાલી લીધા વગરના દલાલ તરીકે કામ કરવા બરાબર છે. કેળાની છાલ કોઈ પણ જાતના પક્ષપાત વગર ભલભલાને ભોંયભેગા કરી જ દે એ બાબતને સનાતન સત્ય તરીકે માની લીધા પછી કોઈએ જાત ઉપર પ્રયોગ કરવાની જરૂર ખરી!

– વલીભાઈ મુસા

હાસ્યદરબાર

 

Tags: ,

5 responses to “(238) હાસ્યહાઈકુ : 19 – હાદના દાયરેથી (14)

  1. pragnaju

    December 13, 2010 at 8:29 pm

    પ્રજ્ઞા વ્યાસને,
    કદલીફલ ત્વચા,
    લાભ વૈદ્યને

    Like

     
  2. pragnaju

    December 13, 2010 at 9:04 pm

    તમારી વિસ્તારથી સમજાવવાની પધ્ધતિ…
    જો કે સરી પડવામા મુખ્ય તો આઇસ થયેલો સ્નો હોય પણ કોઇક એવી જગ્યા હોય જ્યાં કેળાની છાલથી સરી પડાય! એકવાર મોચની સારવાર અહીંના હાડવૈદ્ય જે ને chiropractor કહે તેની પાસે લીધેલી.મને તો તેની સારવાર એકદમ ગમી ગયેલી.

    Like

     
  3. kaushik patel

    December 14, 2010 at 5:18 pm

    Thanks,, this hayko is a poetry byitself..

    Like

     
  4. Sharad Shah

    December 15, 2010 at 11:31 am

    ભોંય પછાડે,
    કર્મફલ અહંમ,
    ભલભલાને!

    એક જુદો દ્ર્શ્ટિકોણ
    May like it.

    Like

     
  5. Valibhai Musa

    December 15, 2010 at 2:44 pm

    શરદભાઈ,

    સરસ મજાનો દૃષ્ટિકોણ!

    વલીભાઈ

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

અભીવ્યક્તી

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

Success Inspirers' World

Your springboard to your greatest heights

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

Captnarendra's Weblog

Just another WordPress.com weblog

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

લાગણીઓ નું લાક્ષાગૃહ

'રાજી' રાજુ કોટક

sneha patel - akshitarak

gujarati column writer-author and poet

"બેઠક"

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દ સાધના પરિવાર

'યાર,મારું ગામ પણ આખું ગઝલનું ધામ છે.'-'અમર'પાલનપુરી

શબ્દપ્રીત

ભલે પધાર્યા અમારે આંગણે

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

શબ્દસરિતા

હવે વોટ્સએપ પર અમારો સંપર્ક કરો +919408812054

Hiral's Blog

Just another WordPress.com weblog

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

દ્વિત્ય

અનંત યાત્રા....

%d bloggers like this: