RSS

Monthly Archives: April 2011

(246) હાસ્યહાઈકુ : 23 – હાદના દાયરેથી (19)

(246) હાસ્યહાઈકુ : 23 – હાદના દાયરેથી (19)

ભક્ત કવિ નરસિંહ મહેતા ઝૂલણા છંદમાંના પોતાના એક પ્રભાતિયામાં આમ કહે છે : ‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્વાન તાણે!’ ગાડા નીચે ચાલતું શ્વાન મિથ્યા ગર્વ કરે છે એમ કહીને કે પોતે જ ગાડું ખેંચે છે! વાસ્તવમાં એવું નથી, કેમ કે સૌ કોઈ જાણે છે અને ખુદ શ્વાન પણ જાણે છે કે શકટને ખરેખર તો ધોરીડા (બળદ)જ ખેંચી રહ્યા છે! બળદોની ગરદનો ઉપર ધૂંસરી મંડાએલી છે, નહિ કે શ્વાનની ગરદન ઉપર! એ જમાનામાં કોઈ મેગ્નેટિક ધૂંસરી અથવા એ શ્વાનના ગળે એવો કોઈ મેગ્નેટિક પટ્ટો હોવાની પણ શક્યતા નથી. વળી બે Bullock Power જેટલા વજનવાળા એક ગાડાને એક Dog Power વાળું અને વળી તેવું એક જ પ્રાણી ગાડું ન જ ખેંચી શકે!

ઘણી વાર શ્રાવ્ય હકીકત કરતાં દૃશ્ય હકીકત વધારે સંગીન હોય છે. પણ, અહી તો દૃશ્ય હકીકત જ પહેલી નજરે ખોટી પડે છે. અહીં કવિશ્રીનું અનુમાન છે કે એ શ્વાન મનોમન એમ વિચારતું હશે અને પોતાના મનને એ રીતે મનાવતું હશે! આવી ધારણા ઉપર એક દૃષ્ટાંત તરીકે એ દૃશ્યની મદદ લઈને માનવજાતની અજ્ઞાનતાની ઠેકડી ઊડાડવામાં આવી છે.

પણ… પણ…અહીં એ દૃશ્ય ઉપરના નીચેના હાઈકુના હાઈકુકારની ધારણા તો સાવ જુદી જ છે. ધોમધખતા ઉનાળામાં કે વર્ષા ઋતુમાં માનવી જેમ છત્રી ઓઢે છે, બસ તે જ રીતે એ બુદ્ધિશાળી શ્વાનને એક ગામથી બીજે ગામ જવું છે. નજર સામે જ ચાલ્યા જતા એ ગાડાનો પોતે લાભ ઊઠાવે છે! એ હાઈકુ તો કંઈક આ કહેવા માગે છે.

ધૂપવર્ષાએ,.

શકટ ઓઢે શ્વાન!

મિથ્યા ગર્વ ક્યાં!

– વલીભાઈ મુસા

 
1 Comment

Posted by on April 26, 2011 in લેખ

 

Tags:

(245) નાસ્ય નાથિયા! (હાસ્યહાઈકુમાલા)

(245) નાસ્ય નાથિયા! (હાસ્યહાઈકુમાલા)

 

સ્કુટર હાલ્યું,
ઉતર નો આપે ઈં!

કઠે ખાબક્યો?

સ્કુટર વાળ્યું,
બે ગાઉ પછવાડે
ટોળું હનર્યું!

દ્વિચકડિયું
પડતું નાંખીને ન્યાં
ટોળામાં પેઠી!

હું થ્યું પિટ્યાઓ!
વેગળા મરો! પણ,
ચૂપ ચ્યમ ઈં?

શું કે’વું બોન!
ડોક સહેજ મરડી
ઉમૈડા બંધ!

નખોદિયાઓ,
મારા ધણીને ટૂંપ્યો!
બૂટ તો જૂઓ!

હેં! પણ ચ્યમ
કોટબટન ઈંમ
પીઠે બીડાંણાં!

અરે મુઆઓ!
શરદી કાજે કોટ
ઊંધો પહેર્યો!

નાસ્ય નાથિયા!
નાહો બધા લ્યા, અરે!
ગજબ થિયો!

છાંટ્યું પાંણી ન્યાં
વોટરબેગ ખોલી
ઉમૈડો થિયો!

હાશ! જીવી ગ્યો!
ચુડીઓ સલામત!
આભાર પ્રભુ!

– વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”


 

 

(244) હાસ્ય હાઈકુ : 22 – હાદના દાયરેથી (17)

મેઘવિરામે,

છત્તર સમેટતાં,

જાણ્યું ખોવાણી!

જગતમાં આવા પણ ધુની માણસો હોય છે કે ધોધમાર વરસાદમાં  પલળતા ચાલ્યા જતા હોય કે ઊભા ઊભા પલળતા હોય અને વરસાદ બંધ થયેથી છત્રી બંધ કરવાની ચેષ્ટા કરવા જાય, ત્યારે જ તેમને ખબર પડે કે તે માથા માથે  તો છે જ નહિ, પણ ક્યાંક ખોવાઈ ગઈ લાગે છે!

ભરચક બસમાં એક હાથમા પુસ્તકો અને બીજા હાથે સળિયો પકડીને ઊભેલા Absent Minded  પ્રોફેસરે ટિકિટ લેવા માટે ખિસ્સામાંથી પૈસા કાઢવા કન્ડક્ટરની સળિયો પકડી રાખવાની મદદ માગતાં પેલાએ ‘જરૂર, જરૂર, કેમ નહિ’ કહેતાં સળિયો પકડી લીધો અને બસ ખાડામાં ખાબકતાં પ્રોફેસરની શી વલે થઈ હશે તે તો તેઓ જ જાણે! બાકી કંડક્ટરે તો સળિયો મજબુતીથી પકડી રાખેલો જ હતો.

શેઠે હાથમાં Walking Stick  સાથે પોતાના ખંડ તરફ જતાં નોકરને પીવાનું પાણી આપી જવાની સૂચના આપી. ટ્રેમાં પાણી સાથે નોકર ખંડમાં પ્રવેશે છે તો તેના આશ્ચર્ય વચ્ચે પલંગ ઉપર આડી Walking Stick પડેલી છે અને શેઠ બારણા પાસેના ખંડના ખૂણામાં ઊભેલા છે.

ઘણાએ (જાહેરમાં ધૂમ્રપાન નિષેધના કાયદા પહેલાં) ધૂમ્રપાન કરનારાઓને મોઢામાં દિવાસળી અને બીડી કે સિગારેટને ખોખાની ખરબચડી સપાટી સાથે ઘસતા જોયા હશે!

– વલીભાઈ મુસા

હાદ = હાસ્ય દરબાર

 

Tags: , ,