RSS

(247) ચતુર્થ બ્લોગવર્સરિની પૂર્વસંધ્યાએ

04 May
(247) ચતુર્થ બ્લોગવર્સરિની પૂર્વસંધ્યાએ

સુજ્ઞ વાંચકમિત્રો,

મારી ચાર વર્ષની બ્લોગીંગ પ્રવૃત્તિના સમયગાળા (મે 05, 2007 થી મે 05, 2011)નું સરવૈયું રજૂ કરતાં આનંદ અનુભવવાની સાથે સાથે એક વિશેષ આનંદની અનુભૂતિ એ માટે થાય છે કે ચારેય વર્ષના આ સમયગાળામાં એક માત્ર અપવાદરૂપ માર્ચ, 2011ન1 મહિનાને બાદ કરતાં કોઈ મહિનો ખાલી નથી ગયો કે જેમાં મેં ઓછામાં ઓછો એકાદ પણ આર્ટિકલ પ્રસિદ્ધ કર્યો ન હોય.

વર્ષવાર આર્ટિકલ પ્રસિદ્ધિના આંકડા આ પ્રમાણે છે : –

2007-08 ……….62
2008-09 ……….38
2009-10 ………..72
2010-11 …………76

                  ______
કુલ           248
=====

અગાઉની દ્વિતીય અને તૃતીય Anniversary ની જેમ મારા ચોથા વર્ષના આર્ટિકલની પણ સળંગ યાદી નીચે આપી છે, જેમના પ્રત્યેક ક્રમાંક ઉપર Click કરવાથી જે તે આર્ટિકલ ઉપર સીધા જઈ શકાશે. .

May 2010  (19)

173. માનવતાના મારગડે આશાનાં કિરણો

174. “60+ ગુજરાતીઓ”ના ચર્ચાચોરે ‘ધનસંચય’નું ગાંઠાળું લાકડું ભાગ – 1

175. .“60+ ગુજરાતીઓ”ના ચર્ચાચોરે ‘ધનસંચય’નું ગાંઠાળું લાકડું ભાગ – 2

176. મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ -1 (સહજ જ્ઞાન)

177. મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ -2 (વિદાય)

178. મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ -3 (સંઘર્ષ)

179. દેખીતા દિવાના, પણ શાણા એક માણસની સાચી કહાની

180. મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ -4 (સમસ્યા)

181.  આખરી અંજલિ – સંવેદનાના સૂર (સૌજન્ય લેખ)

182.  મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ -5 (દીકરીવહુ!))

183. મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ -6 (નખ્ખોદ!)

184. બહલૂલ દાના, ચીંથરે વીંટેલું એક રત્ન

185. મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ -7 (‘જળસમાધિ’ – પ્રણયકથા)

186. મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ -8 (ચાર, બસ ચાર જ!)

187. મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ -9 (પારિતોષિક)

188. Expositions of Chosen Poems -2 (We Are Seven)

189. મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ -10 (લોટરી)

190. મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ -11(પાણીનું મૂલ્ય)

191. મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ -12 (રોહિણી)

June 2010 (11)

192. અવિરત પ્રગતિ

193. એક સજ્જનનું મૃત્યુ

194. જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય!

195. ભાવપ્રતિભાવ – 1 (સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ)

196. ભાવપ્રતિભાવ – 2 (શ્રી સુરેશ જાની) * કેલેન્ડર – એક અવલોકન

197. ભાવપ્રતિભાવ – 3 (શ્રી સુરેશ જાની) * ઈશ્વરનો જન્મ

198. ભેદભરમની ભીતરમાં – એક વિચાર (1)

199. પ્રસન્નતા અને ગમગીની

200. ભાવપ્રતિભાવ – 4 (શ્રી સુરેશ જાની, અનુવાદક – ‘વર્તમાનમાં જીવન’)

201. સગપણ (નાતો)

202. એકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી!

July 2010 (13)

203. ‘છેડતી કે પજવણી’ લેખ ઉપર એક ટિપ્પણી

204. વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા – 1

205. વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા – 2 (સંપૂર્ણ)

206. પ્રણાલિકાગત જન્મદિવસોની ઊજવણીઓ

207. “રૂદન” – માનવજીવનની લાગણીઓની એક અજોડ અભિવ્યક્તિ!

208. “દાનધર્મ” માં ભાવનાનું મૂલ્ય

209. Abusive Spousal Relationships or Domestic Violence

210. ભેદભરમની ભીતરમાં – આસ્થા કે ઈમાન! (2)

211. મરહુમ જાનાબ ‘સુફી’ સાહેબને નિવાપાંજલિ

212. કલારત્નયુગ્મની કલાકમાલ! (પ્રહસન) – 1

213. કલારત્નયુગ્મની કલાકમાલ! (પ્રહસન) – 2 (સંપૂર્ણ)

214. અપમાનજનક દાંપત્ય સંબંધો કે ઘરેલુ હિંસા

215. ભેદભરમની ભીતરમાં – ભૂતપ્રેત (3)

August 2010 (4)

216. મિત્રો જ આપણું ભાગ્ય, સારું કે નરસું!

217. તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – 1

218. તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – 2 (સંપૂર્ણ)

219. જાણે કે મિ. જેફ (Jeff) જીવિત જ છે!

September 2010 (4)

220. અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ!

221. હાસ્યના ચોસઠ પ્રકાર – હાદના દાયરેથી (1)

222. હાસ્યહાઈકુ : 8 – હાદના દાયરેથી (2)

223. હાસ્યહાઈકુ : 9 – હાદના દાયરેથી (3)

October 2010 (6)

224. 9 (નવ) વિષે અવનવું – હાદના દાયરેથી (4)

225. હાસ્યહાઈકુ : 10 – હાદના દાયરેથી (5)

226. હાસ્યહાઈકુ : 11 – હાદના દાયરેથી (6)

227. ભાવપ્રતિભાવ – 5 (હરનીશ જાની કૃત ‘પ્યાર-તકરાર’ એક લલિત નિબંધ)

228. હાસ્યહાઈકુ : 12 – હાદના દાયરેથી (7)

229. ભેદભરમની ભીતરમાં – એક દુ:ખદ સ્વાનુભવ (4)

November 2010 (6)

230. ‘Maturity’ – A Mail to a Female Relative Reader

231. હાસ્યહાઈકુ : 13 – હાદના દાયરેથી (8)

232. હાસ્યહાઈકુ : 14 – હાદના દાયરેથી (9)

233. હાસ્યહાઈકુ : 15 – હાદના દાયરેથી (10)

234. હાસ્યહાઈકુ : 16 – હાદના દાયરેથી (11)

235. હાસ્યહાઈકુ : 17 – હાદના દાયરેથી (12)

December 2010 (6)

236. હાસ્યહાઈકુ : 18 – હાદના દાયરેથી (13)

237. ઈશ્વર વિષે ચિંતન

238. હાસ્યહાઈકુ : 19 – હાદના દાયરેથી (14)

239. હાસ્યહાઈકુ : 20 – હાદના દાયરેથી (15)

240. ભેદભરમની ભેતરમાં – અનીતિના ધંધામાં પણ નીતિમત્તા! (5)

241. આપણાં સંતાનો એ જ આપણું ભવિષ્ય

January 2011 (1)

242. 2010 in review by WP (System)

February 2011 (1)

243. હાસ્યહાઈકુ : 21 – હાદના દાયરેથી (16)

March 2011 (0)

April 2011 (3)

244. હાસ્યહાઈકુ : 22 – હાદના દાયરેથી (17)

245. પ્રતિહાઈકુ – સંવાદમાલા : હાદના દાયરેથી (18)

246.  હાસ્યહાઈકુ : 23 – હાદના દાયરેથી (19)

May 2011 (2)

247. ચતુર્થ બ્લોગવર્સરિની પૂર્વસંધ્યાએ

248. 4th Blogversary Post of my Blog ‘William’s Tales’

ધન્યવાદ

વલીભાઈ મુસા

નોંધ : –

સદરહુ ચતુર્થ વર્ષ દરમિયાન હું ચારેક જેટલા અંગ્રેજી આર્ટિકલ આપી શક્યો છું. બાકીના તમામ ગુજરાતી આર્ટિકલમાં  મારા અગાઉના અંગ્રેજી આર્ટિકલના ગુજરાતીમાં અનુવાદ, કેટલાક સીધા જ ગુજરાતીમાં મૌલિક લેખો, મારા અમેરિકાસ્થિત મિત્રો (ડો. રાજેન્દ્ર ત્રિવેદી અને સુરેશ જાની) ના ‘ હાસ્યદરબાર’ ઉપર મહેમાન બ્લોગર તરીકે મુકાએલા મારા મૌલિક લેખોને ‘હાસ્ય દરબાર’ ના દાયરેથી શીર્ષકે મારા વાંચકો માટે અહીં પુન: પ્રકાશિત વગેરે સમાવિષ્ટ  છે.


Advertisements
 
10 Comments

Posted by on May 4, 2011 in લેખ

 

Tags:

10 responses to “(247) ચતુર્થ બ્લોગવર્સરિની પૂર્વસંધ્યાએ

 1. Valibhai Musa

  May 4, 2011 at 10:51 am

  This is an email message from Dr. Chandravadana Mistri (USA) and my reply below

  “વલીભાઈ, તમારો ઈમેઈલ મળ્યો, અને જાણ્યું કે તમારા બ્લોગની આ માસે ચોથી એનીવરસરી છે..એ જાણી, ખુબ જ ખુશી થઈ…બ્લોગ પર ગયો..પણ ત્યાં એ પોસ્ટરૂપે ના હતું. તો, આ ઈમેઈલથી મારી “શુભેચ્છાઓ” પાઠવી રહ્યો છું..સમય સમયે ફરી આવીશ…અને તમે પણ “ચંદ્રપૂકાર” પર પધારશો એવી આશા !>>>>>ચંદ્રવદન”
  ======

  આભાર, ચન્દ્રવદનભાઈ

  બંને પોસ્ટ Scheduled કરેલી હોઈ જે તે દિવસે દેખા દેશે.

  સ્નેહાધીન,
  વલીભાઈ

  Like

   
 2. Valibhai Musa

  May 4, 2011 at 10:57 am

  This is an email message fromMr. Ishq Palanpuri and my reply below

  congartulations!!!!!!! with best wishes

  ======

  Thanks, Bhaishree “Ishq Palanpuri”

  Valibhai

  Like

   
 3. Valibhai Musa

  May 4, 2011 at 11:01 am

  Mr. Ash Dude says in his email message as follows :-

  As always a pleasure to hear from you. It’s a shame but I dont know Gujrati but your English posts over the years have been a very welcome read.

  Regards,
  Asher

  ====

  And my reply as follows :-

  Thanks Mr. Asher Noor,

  I exactly remember your advice to get printed at least 100 books of my Articles. I have put my first step towards that direction and I have classified my Articles in various categories and launched the two blogs of Preparatory Ebooks as in foot-note of this mail.

  Hope you will continue to have interest in my blogging and inspire me in this regard.

  Duagir,

  Valibhai

  Like

   
 4. pragnaju

  May 4, 2011 at 11:35 am

  આપના ચતુર્થ બ્લોગવર્સરિની પૂર્વસંધ્યાએ
  અભિનંદન અને અનેક હાર્દિક શુભેચ્છાઓ
  યાદ આવે
  નથી જો લાગણી તો શું થયું? વ્યવહાર રહેવા દો.
  હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો

  સાચે જ અમારા જેવા ઘણા બેવતનીઓના ખાલીપાનો ઉપચાર તમારો બ્લોગ

  યાદ આવ્યુ..હેમેન શાહનું પ્રિસ્ક્રિપ્શન
  (૧) લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું.
  (૨) નિરાશાની એક કેપ્સ્યુલ દિવસમાં ચાર વાર લેવી. (નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે ફકત કંપની જુદી છે).
  (૩) સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી.
  (૪) આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં.
  (૫) દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું. (એ મેસર્સ મજનુ એન્ડ રાંઝાને ત્યાં મળે છે).
  (૬) પેટમાં બળતરા થતી હોય તો એક પ્યાલો ઠંડું મòગજળ ધીરે ધીરે પીવું.
  (૭) યાદ બહુ જલદ દવા છે. પરંતુ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે, માટે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી.
  (૮) અઠવાડિયે એક વાર એકસપાયરી ડેટ પછીનું ઈશ્કનું ઈન્જેકશન લેવું.
  (૯) શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે.
  (૧૦) આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી.
  છેલ્લે
  અમારા નાચીજને ચીજ બનાવનાર હાઇકુ ગુરુ
  રચયિતા છે રહસ્યોનાં એ વલીભા,
  રજૂ કરવાનો હક આપે તો બોલું!

  Like

   
 5. DR. CHANDRAVADAN MISTRY

  May 4, 2011 at 11:44 am

  Congratulations on the 4th Anniversary of your Blog.
  Valibhai, thanks for publishing my Email as my Comment for the Post !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Wish you many more years of Blogging !

  Like

   
 6. Valibhai Musa

  May 4, 2011 at 1:03 pm

  પ્રજ્ઞાબેન,

  પહેલાં તો આપે કોમેન્ટમાં છેલ્લે લખ્યું તેને પ્રારંભે નીચે કોપે કરીને મૂકું છું.

  “છેલ્લે અમારા નાચીજને ચીજ બનાવનાર હાઇકુ ગુરુ રચયિતા છે રહસ્યોનાં એ વલીભા,
  રજૂ કરવાનો હક આપે તો બોલું!”

  ઝવેરચંદ મેઘાણીના ‘સૂના સમદરની પાળે’ કાવ્યમાં છેલ્લા શ્વાસ ગણતો સૈનિક સાથી મિત્ર મારફતે જુદા જુદા સંદેશાઓ મોકલાવે છે તે પૈકી બહેન ઉપરના સંદેશામાંના સંબોધનના પહેલા જ શબ્દ “બેનીબા”માં એવી તો કરૂણા સમાયેલી છે કે તે શબ્દને નીચોવો તો આંસુઓના સૂના સમંદર ભરાય! આખી કડી છે “બેનીબા, માથડાં ઢાંકી ધ્રૂસ્કે મારે કાજ મા રોજો રે, સૂના સમદરની પાળે.”

  આટલી લાંબી પ્રસ્તાવનાનો સાર માત્ર એટલોજ કે હું આપને ‘બેનીબા’ તરીકે સંબોધવા માગું છું અને આપની પાસે ‘વલીભા’ શબ્દ પાછો ખેંચાવવા માગું છું. આ તો ખલી વાત થઈ, બાકી જેવો ઉમળકો તેવું સંબોધન થયા સિવાય રહે નહિ; ‘વલીદા’ નહિ તો ‘વલીભા સહી’.

  સુરેશભાઈ ‘બાળડોસલા’ લાગણીના આવેશમાં આવી જઈને રહસ્ય છતું ન કરી દે તો આપને એક સરપ્રાઈઝ આપીશ, ઈન્શા અલ્લાહ (અગર અલ્લાહને ચાહા તો!)

  રહી વાત ‘હાઈકુગુરુ’ વિષેની; તો શું કહું ‘બેનીબા’ ! બસ, કશું જ કહેવું નથી; જાઓ, બસ!

  હવે મારું છેલ્લે કહેવાનું “રજૂ કરવાનો હક આપે તો બોલું!” ના જવાબમાં કે “જાઓ હક આપ્યો રજૂ કરવાનો, માત્ર તમને જ નહિ; મિત્રારિ સૌને!”

  આપની તંદુરસ્તી માટેની શુભેચ્છાસહ,

  વલીભા(દા)

  Like

   
 7. સુરેશ

  May 4, 2011 at 1:52 pm

  તમારો આ બાબલો ચાર વરસનો થયો. એને
  જન્મદિનની વધાઈઓ.

  Like

   
 8. Valibhai Musa

  May 4, 2011 at 3:20 pm

  અરે, ઓ ભાઈલા, મારો બ્લોગ ચાર વરસનો ‘બાબલો’ નહિ, પણ 48 વર્ષ (1 મહિનો=1 વર્ષ)નો ‘બાપલો’ થયો. William’s Tales મારો Parent Blog છે અને તે TWIN બાબલાઓનો ‘બાપલો’ પણ થયો છે.. તેમનાં (Offsprings) નામો છે (1) William’s Preparatory Ebooks (Gujarati) (2) William’s Preparatory Ebooks (English). મોટાને પાછાં 14 અને નાનાને 10 સંતાનો છે. ભલા માણસ, તમે ભૂલી ગયા કે શું મોટાના સૌથી નાના છોકરાને હોશિયાર કરવા તમારા ત્યાં મોકલ્યો છે અને તમે તેની પાછળ દિવસરાત મહેનત પણ કરી રહ્યા છો.

  Like

   
 9. Ramesh Patel

  May 4, 2011 at 5:28 pm

  આદરણીય શ્રી વલીભાઈ
  સાહિત્ય સાગરની લહર સમી અને પ્રેરક બ્લોગ પોષ્ટ વડે આપે સૌને સ્નેહ તાંતણે બાંધ્યા છે.
  આપની વિદ્વતા માટે ખૂબ જ માન થાય છે..શુભેચ્છા સહ વિનંતી અમને પ્રોત્સાહન આપવા પધારશો.
  આપની તબિયત સકુશળ રહે એવી પ્રભુ પ્રાર્થના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

   
 10. Valibhai Musa

  May 4, 2011 at 5:37 pm

  શ્રી રમેશભાઈ,

  આપના સદભાવપૂર્ણ અને લાગણીસભર સંદેશા બદલ ખૂબ ખૂબ આભાર. હમણાંથી ઘણાં બધાં કારણોને લઈને મિત્રોના બ્લોગ વાંચું છું ખરો, પણ પ્રતિભાવ આપી શક્યો નથી. આપ સહજ કવિ છો અને આપનું કવિત્વ વધુ ને વધુ ઊંચા સોપાનો સર કરતું જાય તેવી મારી દિલી લાગણી અભિવ્યક્ત કરું છું.

  વલીભાઈ

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
ગુજરાતી રસધારા

રસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની ! © gopal khetani - 2016-18

ગુર્જરિકા

અમેરિકામાં ધબકતું ગુજરાત

વેબગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ

કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

word and silence

Poetry, History, Mythology

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

માતૃભાષા

मातृभाषा जीवे छे अने जीवशे पण एना प्रचार-प्रसारनी जरुर पण एटली ज छे...

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

Success Inspirers' World

A forum for all inspirers

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

લાગણીઓ નું લાક્ષાગૃહ

'રાજી' રાજુ કોટક

sneha patel - akshitarak

gujarati column writer-author and poet

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દ સાધના પરિવાર

'યાર,મારું ગામ પણ આખું ગઝલનું ધામ છે.'-'અમર'પાલનપુરી

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

%d bloggers like this: