RSS

(251) મિષ્ટ દાંપત્યે (હાસ્ય હાઈકુ-સોનેટ)

29 May

ઓળખી નહિ!

મુજ ભાર્યા તો નહિ?

સાચું કહેજે! (1)

ભાર્યા ન જાણું!

એટલું જાણું, તમે

મુજ કંથડા! (2)

ફરું ફૂદડી

ઊંચકી હર્ષે, સૂણી

શીઘ્ર જવાબ! (3)

પડખાં વેઠ્યાં!

ત્રણ ત્રણ જણ્યાં, ને

તો ય ન શીખું? (4)

તનસૌષ્ઠવ

તવ, સાવ જ ગૌણ

મનમેળાપે! (5)

ચાલો ને નાથ,

ક્યાંક શીખવા જાયેં,

ક્યમ બાઝવું! (6)

કેમ, કેમ શું?

અતિ મિષ્ટ દાંપત્યે,

થયો અપચો! (7)

જાઉં માયકે,

ઈજાજત જો આપો?

જાણે રિસાણી! (8)

ડર રખે ને,

જો હસવાનું થાય

ખરે ખસવું! (9)

આ શું મારીને!

એકધાર્યું સુમેળે

જીવે જવાનું! (10)

ત્રણ છોકરે

હાથ ઉપાડવો, તે

ના શોભાસ્પદ! (11)

તકિયો પોચો,

બસ, આજ તો મારો!

ક્રોધ કરીને! (12)

લે ત્યારે, પણ

આ શું ?તું તો હસતી!

ફ્લોપ ઝઘડો! (13)

સુખ સહીશું!

ભલે દુ:ખ ના પડે,

મિષ્ટ દાંપત્યે! (14)

-વલીભાઈ મુસા

 
 

Tags: ,

22 responses to “(251) મિષ્ટ દાંપત્યે (હાસ્ય હાઈકુ-સોનેટ)

  1. chandravadan

    May 29, 2011 at 8:56 pm

    Wah !
    King of All Hayku !
    Liked the Entire Creation !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting You. Valibhai & your Readers to Chandrapukar !

    Like

     
  2. sapana

    May 29, 2011 at 9:07 pm

    ઘણાં સરસ હાયકુ!! એક સફળ દામપત્ય જીવનનાં!! મારાં સલામ શાહિન અને અકબરભાઈને..
    સલામ
    સપના

    Like

     
  3. chandravadan

    May 30, 2011 at 1:30 pm

    Valibhai,
    I came to read this Post several times..and to understand the deeper meanings of your Haykoo.
    Many will grasp the meaning very fast…some. like me will have to struggle.
    A suggestion !
    After each Haykoo publication..you may give the how the Haykoo was created…& may be the deeper message you had intended to covey..You canchoose the timing of this “meaning” revalation..Most likely later on after a few Comments by others..It will be your COMMENT with THANKS to those who had given the Comments & the Chance for you to interact with these Readers.
    Just a Suggestion to a Friendfrom a Friend !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Valibhai..Hope all well with you !

    Like

     
  4. pragnaju

    May 30, 2011 at 1:39 pm

    નિત્ય વાંચીએ
    અપ્રસન્ન દાંપત્ય
    આજે આનંદ !
    ……………..
    પ્રેમમાં રહી
    જાત સાથે સંવાદ
    સમાજ સુખી
    ………………
    સવારે મારી?
    યાદ અપાવું તને
    ચૂર્ણની ફાંકી
    ………………
    ગાળા ગાળી હેં
    મારી ચા,કોફી તારી
    પછી મારું હું!
    ………………….
    સમાનતામૂલકે
    પ્રાર્થીએ સૌ ઇશને
    રમુજ લયે

    Like

     
  5. Valibhai Musa

    May 30, 2011 at 2:53 pm

    પ્રજ્ઞાબેન,

    આભાર અને ધન્યવાદ સ્વરચિત હાઈકુઓ બદલ.

    Like

     
  6. Valibhai Musa

    May 30, 2011 at 5:07 pm

    ચન્દ્રવદનભાઈ,

    આપનું સૂચન આવકાર્ય છે, પણ વાંચક જાતે ગડમથળ કરીને હાઈકુ વાંચે એમાં જ મજા છે.આ બધાં હાસ્ય હાઈકુનો મુખ્ય ઉદ્દેશ તો હાસ્ય નિષ્પન્ન કરવાનો જ છે.

    અહીં પતિ અને પત્ની વચ્ચેના સંવાદો છે. આમાં નર્મ મર્મ છે. એક્ધાર્યા સુખી દાંપત્યજીવનથી અસંતુષ્ટ નાયક-નાયિકા કંઈક વિસંવાદ ઝંખે છે. એટલે જ તો 14મા હાઈકુની પહેલી પંક્તિમાં છે : “સુખ સહીશું” લોકો જેમ દુ:ખને સહન કરે તેમ અહીં સુખને સહન કરવાની વાત એટલા માટે છે કે અવિરત સુખ અકારું લાગે છે.

    Like

     
    • chandravadan

      May 31, 2011 at 2:12 am

      વલીભાઈ,

      તમે મારા પરિભાવ માટે જવાબ આપ્યો તે માટે આભાર.

      તમો જે લખો છો તે માટે હું થોડો સહમત છું.

      તમે લખો છો કે વાંચકો હાયકુ વાંચી, એનો મર્મ લઈ એના વિચારો તે જ યોગ્ત રહે.

      હું પણ એવું માનું છું.

      પણ…..

      જ્યારે સૌએ પ્રતિભાવો આપી ચુક્યા હોય..ત્યારે તમે એ વાંચો.

      અને પચી સૌનો “આભાર” દર્શાવતા, જો તમે હાય્કુ કેવા વાતાવરણમાં શક્ય થયું..કે પછી,

      શું “સંદેશો” આપે છે તે કહો કે પછી અન્યના “જુદા વિચારો” સાથે સહમત છો કે કઈક ચર્ચા..

      આ બધું “એક નવી પ્રથા” રૂપે હોય શકે !

      ફક્ત એક મારા વિચારરૂપે !

      >>>>ચંદ્રવદન

      Like

       
  7. Sharad Shah

    May 31, 2011 at 10:11 am

    પ્રિય વલીભાઈ;
    પ્રેમ;

    તમે દાંપત્યજીવનને શૃંગાર રસમા ઝબોળ્યું હવે જરા વાસ્તવિક રુપમા જોઈએ.

    ફૂલ જ ફૂલ
    કદી નવ ખિલતાં
    કાંટાઓ મળે.

    બીજાં દીસીને
    મહોરાં પહેરીને
    અમો હસતાં.

    કોણ છે ધણી?
    કેમ માપ કાઢવું?
    જીંદગી કાઢી.

    સુધારી દઊં
    એવી આશ બેઊને
    નિરાશ થયા.

    નિરાશ થયા?
    નહીં નહીં, હવે આ
    સાઠે સમજ્યા.

    ટકી તો ગયા
    બેઊ સહન કર્તા
    લગ્ન જીવન.

    શેષ શુભ.
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ.

    Like

     
    • Valibhai Musa

      May 31, 2011 at 11:08 am

      વાહ, ભાઈ વાહ!
      અતિ આનંદ ભયો.
      કોઈક આ મતલબનો શેર છે. …. ચલતે ગએ, ઔર કારવાં બનતા ગયા.
      હાઈકુ લખવાવાળાઓનો સંઘ બનતો જાય છે.
      એવું પણ બને કે બધા હાઈકુમાં જ વાતો કરે.
      શાસ્ત્રીય સંગીતન શોખીન શેઠે નોકરોને હૂકમ કર્યો કે દરેકે શાસ્ત્રીય ગીતરચના અને રાગમાં વાત કરવી.
      ઘરગથ્થુ નોકરે પેઢીએ જઈને શાસ્ત્રીય રાગમાં અડધાએક કલાકના આલાપ પછી જણાવ્યું કે ઘરે આગ લાગી છે.
      સઘળો સ્ટાફ ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તો બધું બળીને ભસ્મ થઈ ચૂક્યું હતું. ઉમાશંકરના કાવ્યની જેમ “અરે, એ તે ક્યારે ભસમ સહુ થઈ જાય પછીથી!”

      Like

       
  8. સુરેશ

    June 1, 2011 at 5:11 am

    વલીદા
    તમારા હાહા સામે પ્રતિ હાહા લખતા હતા
    પણ ન્યાં કણે તો સોનેટ હાહા ઢગલો !
    એનું પ્રતિ હાહાસોનેટ શેં લખવુ? જુઓને બાપડાં પ્રજ્ઞાબેન પાંચે અને શરદભાઈ છ એ અટકીને હાંફી ગયાં !!
    મારે તો આમેય ફેફસાં નબળાં છે.
    આથી આ નવા નક્કોર સાહિત્ય પ્રકારને સો સલામ આપી અટકું છું.

    Like

     
  9. પંચમ શુક્લ

    June 2, 2011 at 4:17 pm

    દાંપત્યના હાઈકુ મઝના છે. મીઠી વડછડ અને અનુભવ બોધથી સંપૃક્ત.

    Like

     
  10. Harnish Jani

    June 6, 2011 at 1:35 pm

    આવા હાયકુ પાછલી ઉંમરમાં જ લખાય. દાંપત્ય જીવનની ખટ મધુરી ક્ષણોને મમરાવીને મુંછમાં હસાવતા સરસ હાયકુ છે. તેમાં મને અમારી જાત પણ દેખાણી– વાચકને પોતાનું જીવન દેખાય એતો કવિની સાર્થકતા છે. અભિનંદન.

    Like

     
  11. dhavalrajgeera

    June 16, 2011 at 11:15 am

    નિરાશ થયા?
    નહીં નહીં, હવે આ
    સાઠે સમજ્યા.

    ટકી તો ગયા
    બેઊ સહન કર્તા
    લગ્ન જીવન.

    Like

     
  12. Valibhai Musa

    June 16, 2011 at 12:35 pm

    વાહ, ભાઈ વાહ!……

    રાજેન્દ્રભાઈ,

    તમારા પ્રતિભાવમાંથી ઉપરોક્ત શબ્દો મારા ખાતે લાવી દીધા છે. બંને હાઈકુમાં પ્રયત્ન સારો રહ્યો છે.

    બંનેમાંથી સીધો સાદો લગ્નજીવનનો ભાવાર્થ એ નીકળે છે કે સાઈઠની ઉંમરે પહોંચ્યા બાદ જીવનમાં નિરાશ થવાનું હોય નહિ એ જાણવા મળ્યું! ઉભય પતિપત્નીએ એકબીજાને સહન કરતા જઈને ટકી જવું એ જ વધારે મહત્વનું છે. છૂટા પડી જવા કરતાં ટકી રહેવાનો ફાયદો એ છે કે કોઈક વાર સંવાદિતા સધાઈ જવાની સંભાવના રહે છે ખરી!

    Medical Science ના માણસ આવું સરસ લખે તે ન મનાય, પણ માન ગયે !!!

    Like

     
  13. munira

    July 29, 2011 at 1:38 pm

    very nice. for the first time i m “reading” the site. i must thank u sir for “haayku”, the form of poetry i enjoy the most but get to read it not so often.

    Like

     
  14. Valibhai Musa

    July 29, 2011 at 5:38 pm

    Munira Beta,

    I am pleased to have your comment on my humorous post of Haiku Sonnet. If you are interested in English Posts, I suggest to read “ML GRGOV” and “The Proof”. They are very nice stories.

    Regards,

    Vali Fuaa

    P.S. We are on our pleasure tour to USA and we are at Chicago now.

    Like

     
  15. munira

    August 1, 2011 at 4:47 am

    thank you sir, i will refer the stories,but here i feel the need to introduce myself. i m munira ami, native of kanodar but staying in hyderabad. since last few days i m refering ur creations. and it is needless to say that i like them , specially the “haasya haayku”. my interest in poetry and leterature sometimes makes me to write also. though i have to learn a lot yet but what ever little i have done that i kept on the website http://www.inkandi.com. it will be a pleasure for me if i could learn something from u.
    with regards
    munira

    Like

     
    • Valibhai Musa

      August 1, 2011 at 5:22 pm

      Munira,
      I had understood you as the daughter of Hasanbhai Polra (Auto Foam Dealer at Palanpur), my brother-in-law and that is why I had signed my reply comment as “Vali Fuaa”. I referred your blog and found your photograph in ‘About’ page different. Will you please introduce me fully?

      Like

       
      • Valibhai Musa

        August 1, 2011 at 5:37 pm

        Hello Munira,

        After putting my above reply comment, I showed your Photograph to my son Mohamadali and he introduced you to me fully.

        I went through your some poems with a bird-fly-view. I am very much pleased to read them. They are very nice and seem to be, as if, written by a matured poetess. I am on a tour to US and shall return to India in the last week inst.. I’ll put my comments on your posts and be helpful to you in your creative works in literature.

        Hope Mehdihusen is fine.

        With warm regards,

        Valikaka

        Like

         
  16. munira

    August 2, 2011 at 5:46 am

    valikaka
    ramzaan mubaarak
    mahendihussain is fine.
    thank you for such inspiring reply. it means a lot to me. i read sapanaben’s few poems and commented on them.

    munira

    Like

     
  17. Ramesh Patel

    October 3, 2011 at 12:23 am

    એક એકથી ચઢીયાતા અને સાચા અનુભવીઓની કલમ પછી
    રંગત લાવી દે જ ને? મજા આવી.

    રમેશ પટેલ (આકાશદીપ)

    ‘કાવ્યસૂર’ ઉપરની આ જ કૃતિ ઉપરની કોમેન્ટ : ( http://kavyasoor.wordpress.com )

    Like

     
  18. La' Kant " કંઈક "

    December 31, 2019 at 11:13 am

    Though OLD, A re-call via ,link by Su.Ja. just enjoyed.TY.

    Liked by 1 person

     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.