RSS

(261) હાસ્ય દરબારનાં રત્નો – 1 (રત્નાંક – 1) * રાજેન્દ્ર ત્રિવેદી

10 Jul
(261) હાસ્ય દરબારનાં રત્નો – 1 (રત્નાંક – 1) * રાજેન્દ્ર ત્રિવેદી

પ્રારંભિક :

આ અગાઉ ‘કલારત્નયુગ્મની કલાકમાલ’ ના ત્રણેય ભાગોમાં આપણે 10 A અને 10 B ક્રમે આવતાં હાસ્ય દરબારનાં રત્નો (Mr. Liar & Mr. Lawyer)ની કલાકમાલના સાક્ષી બન્યા. કેટલાક હાદજનોની પુનરાવર્તિત વિનંતી રહી કે હાસ્ય દરબારનાં મૂળ નવ રત્નો વિષેની RTI હેઠળ માહિતી પૂરી પાડવામાં આવે. આ અંગે હાસ્ય દરબારના પ્રવક્તા તરીકે સૌ કોઈને જણાવવાની મારી ફરજ થાય છે કે આ પ્રકારની માહિતી RTI હેઠળ આવી શકે નહિ. કોઈના અંગત જીવન અંગેની માહિતી હાદના પ્લેટફોર્મ ઉપરથી આપી શકાય નહિ. હા, એટલું બની શકે કે હાસ્ય દરબારને સંલગ્ન તેમના વિષેની કોઈ માહિતી હોય તો તેમની પૂર્વ મંજૂરીથી જરૂર આપી શકાય.

નવ રત્ન પરિચય :

‘હું 15મી ઓગસ્ટ, 2010 પહેલાં હું બકરાંની જેમ તમાકુવાળાં પાન ચાવવાનું અક્કલ વગરનું કામ કરતો હતો, ત્યારે કોઈક વાર મારા દુકાનદારને જર્દા તમાકુ ઉપરાંત નવ રત્ન કિમામની સળી ચોપડવાનું કહેતો હતો.’ મારા અમેરિકા સ્થિત મિત્ર સુરદા Remote Link થી મારા કોમ્પ્યુટર સાથે જોડાએલા હોઈ મારા ‘નવ રત્ન પરિચય’ના થોડાક શરૂઆતના લખાણને જોઈને મને તરત જ ફોન જોડીને સટપટાવે છે આ શબ્દોમાં, ‘વલદા તમે તો નવ રત્ન કિમામની Track ઉપર ઊપડ્યા છો! ભલા માણસ, હાદનાં નવ રત્નનો પરિચય આપવાનો છે! અડધી રાત થઈ છે અને જો ઊંઘ આવતી હોય તો થોડોક આરામ કરીને પછી લખજો!’

‘Sorry, Sorry! આભાર, સુરદા’, મેં કહ્યું.

તો સીધા પાટે આવતાં હાસ્ય દરબારનાં નવ રત્નોની પ્રથમ તો યાદી આપી દઉં. તો આ છે હાસ્ય દરબારનાં નવ રત્નો : –

(1) રાત્રિ = ડો. રાજેન્દ્ર ત્રિવેદી (2) સુરદા = સુરેશભાઈ જાની (3) હજા = હરનીશ જાની (4) ભભૈ = ભરતભૈ પંડ્યા (5) ચીમન પટેલ ‘ચમન’ (6) મહેન્દ્ર (એન્ડ મહેન્દ્ર!) શાહ (7) કાસીમ અબ્બાસ Black Banyan-વાળા (8) બહેનશ્રી પ્રગ્ના/પ્રજ્ઞા/પ્રગ્નાજુ વ્યાસ (9) વલદા = વલીભાઈ મુસા

નોંધ : – વલદાએ વલદાનું નામ છેલ્લે આપ્યું છે! શું વિવેક (ઓબેરોય!) ખાતર? ના, ભાઈ ના! મિસીસ વલદાનું નામ LV હોઈ વિદેશોની ખબર નથી, પણ ભારતની યાત્રાળુ/માલવાહક એવી સઘળી ટ્રેઈનના છેલ્લા ડબ્બા ભારત સરકારે ‘LV के नाम’ કરી દીધા હોઈ તેમના માન-ખાન-પાન-સન્માનમાં વલદાએ અહીં પોતાનું નામ મનમાં પેલાં આઠેય જણને લખનવી નજાકતે ‘पहले आप, पहले आप’ કહીને છેલ્લે રાખ્યું છે!

રાત્રિ (1)

‘કલારત્નયુગ્મની કલાકમાલ’માં પરોક્ષ રીતે ચરિત્રચિત્રણ પામેલા હાસ્યદરબારના આ મહાનુભાવ ભલાભોળા, ધીરગંભીર અને સેવાના ભેખધારી છે. તેઓશ્રી પોતે અને તેમનાં ધર્મપત્ની ગીતાબેન બોસ્ટન (અમેરિકા) ખાતે ડોક્ટર છે. આપ સૌ વાંચકોને યાદ અપાવું તો માધ્યમિક શિક્ષણકાળ દરમિયાન અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રકરણે બોસ્ટન ટી પાર્ટી વિષે વાંચ્યું હશે, એ જ આ બોસ્ટન! શ્રી રાજેન્દ્રભાઈ અમદાવાદી હોવા છતાં તમે બોસ્ટન ખાતે તેમના મહેમાન થશો તો અડધી ચાની પાર્ટીના બદલે પૂરી લન્ચ કે ડિનર પાર્ટી માણશો તેની ખોંખારો ખાઈને હું ખાત્રી આપું છું. હું મારી પોતાની પીઠ થાબડતાં કહું છું કે મિ. વલદાના મિત્રો જેવા તેવા ન હોય!

શ્રી સુરદા (સુરેશભાઈ જાની) અને પોતે અમદાવાદ ખાતે કોલેજકાળના મિત્રો હતા. મિત્રાચારીનાં મૂળિયાં ત્યાં નંખાએલાં પણ તેનું વટવૃક્ષ તો અમેરિકા ખાતે છેલ્લાં દસ વર્ષમાં બ્લોગ માધ્યમે વિસ્તર્યું. મિ. સુરદાએ પોતાના બ્લોગ ઉપર રાત્રિને ‘હાસ્ય દરબાર’ થકી સમાવી લીધા. રાત્રિના વર્ડપ્રેસના આ બ્લોગના Id માં ધવલરાજગીરા તેમનો જ બનાવેલો એવો સંયુક્ત શબ્દ છે, જેમાં પોતાનાં કુટુંબીજનોના નામોનો સમાવેશ થયો છે. અંધજનમંડળ, વસ્ત્રાપુર, અમદાવાદના સક્રીય ટ્રસ્ટી એવા ડો. રાજેન્દ્ર ત્રિવેદી અમેરિકા બેઠે સંસ્થા માટે ફંડ મેળવી આપવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. તેમની પ્રેરણાથી જ મારા વતન કાણોદરમાંથી અંધજન મંડળ માટે રોકડ દાન ઉપરાંત ચેરિટી શોપ માટેની એક ટ્રક લોડ જેટલી સામગી પણ પહોંચાડવામાં આવી હતી.

મારી પોતાની બાયપાસ સર્જરી વખતે આ ડોક્ટર યુગલે સંયુક્ત રીતે મેઈલ દ્વારા શુભાશિષ પાઠવી હતી. પોતે ન્યુરો ફિઝિશ્યન હોવા છતાં તેમના દર્દે તેમની શરમ ન ભરી અને તાજેતરમાં તેમની સફળ બ્રેઈન સર્જરી થઈ ત્યારે તેમના ચાહકો દ્વારા ચોદિશાએથી તેમના પરત્વે શુભ લાગણીઓ વ્યક્ત થઈ હતી.

હાસ્યદરબારના સંદર્ભે તેમના યોગદાન વિષે એટલું કહી શકાય કે પોતે આ બ્લોગનું તંત્રીપદ તો સંભાળે છે જ, પણ સાથેસાથે પ્રસંગોપાત પોતાના તરફથી હાસ્યને નિરૂપતી અંગ્રેજી/ગુજરાતી/હિંદીમાં વિષય સામગ્રી પણ આપે છે. ત્રણ લાખ નજીકના વાંચકોના આંકડે આવી પહોંચેલો આ બ્લોગ ઈન્ડીબ્લોગર ગુણાંક 80 આસપાસે જ રહે છે, જે તેની સફળતા અને તેની ગુણવત્તાની સ્થિરતાને સૂચવે છે. આ ગુણાંક (Rank) તમામ ભારતીય બ્લોગો પૈકીમાં આવતો હોઈ તેની સિદ્ધિને નાનીસૂની ન ગણાય.

– વલીભાઈ મુસા

ક્રમશ: (2)


 

Tags: ,

5 responses to “(261) હાસ્ય દરબારનાં રત્નો – 1 (રત્નાંક – 1) * રાજેન્દ્ર ત્રિવેદી

  1. dhavalrajgeera

    July 10, 2011 at 4:33 am

    Dear Valibhai,

    You are not last in the Darbar.
    You are the Guard Dabba
    Where is the Engine?
    First or one who is pushing Guard Dabba?
    Mr, Musa Saheb,Samuto padharo ….
    Aavo pachi amane maza ne maza!
    Editor
    Hasyadarbar
    Dhavalrajgeera
    Rajendra Trivedi,M.D.
    http://www.bpaindia.org

    Like

     
  2. સુરેશ જાની

    July 10, 2011 at 12:02 pm

    નવ રત્નોના પરિચયનો આ પ્રયત્ન રતનોને તો ગમે જ ને? પણ તકલિફ એ છે કે, આમાંના કોઈ બિરબલ જેવા ચતુર નથી, કે ટોડરમલ જેવા હિસાબનીશ નથી ; કે તાનસેન જેવા ધુરંધર સંગીતકાર નથી.
    માળા બધા … જોકરીયા !!

    ભૂલ્યો

    રાત્રિ સંગીતના શોખીન છે. લગભગ દર વર્ષે મોટા , મારવાડીના મૂળાના પતીકા જેવા ડોલર ખર્ચીને ‘સપ્તક’નો લ્હાવો લેવા ઈન્ડીયા આવે છે ( ધેટ રિમાઈન્ડ્સ —– આ જોકર વલીદાના ખર્ચે ને જોખમે ‘સમન્વ્યય’ માં ખુદાબક્ષ ઘૂસી ગયેલો ! )

    આગલા અંકમાં નંબર બે – સુરદા હશે , એમ માની એની બરાબર ફિલમ ઊતારવા વિનંતિ. ( ટેક્નીકલર, સિનેમાસ્કોપ, બને તો થ્રી ડી )

    Like

     
    • Valibhai Musa

      July 10, 2011 at 3:48 pm

      ઉસ્માનપુરા – અમદાવાદવાળી સપ્તક મ્યુઝિક સ્કૂલ કે જ્યાં ઋષિકવિ રાજેન્દ્ર શુક્લાજીના ચિ. પુત્ર જાજવલ્ય શુક્લા તબલાવાદન શીખવે છે એ સંસ્થા દ્વારા આયોજિત આ સંગીત સમારોહ થતો હશે. આપણને સંગીતમાં ખાસ રસ નહિ, પણ ભાઈશ્રી રાત્રિ દર વર્ષે આવતા હશે તો કંપની રહેશે.

      હવે વાત રહી તમારી ફિલ્મ ઊતારવાની! 70 mm જ ઊતરશે, જે બેનહર, ટેન કમાન્ડમેન્ટ્સ, ક્લિયોપેટ્રા, ટાઈટેનિકની હરોળમાં આવશે.

      Like

       
  3. chandravadan

    March 14, 2012 at 4:37 pm

    Train Jara LAMBI Karo…DASMO DABBO Taiyara Chhe.
    Head OffceMathI PERMISSION Lyo
    DabbaNu Naam Chhe>>>>CHAMI…CHAM ke Pachhi JE HEAD OFFICE Ne Game…Chalshe !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting ALL DABBA to visit Chandrapukar !

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
aapnuaangnu.com/

ગુજરાતી સાહિત્ય-કલાને સમર્પિત બ્લોગ

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગુગમ - કોયડા કોર્નર

વિશ્વભરના ગુજરાતીઓને ચરણે- કોયડાઓ

saania2806.wordpress.com/

Philosophy is all about being curious, asking basic questions. And it can be fun!

sharmisthashabdkalrav

#gujarati #gujaratipoetry #gazals #gujaratisongs #gujarati stories #hindi poetry

ગુજરાતી રસધારા

રસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની ! © gopal khetani - 2016-21

ગુર્જરિકા

અમેરિકામાં ધબકતું ગુજરાત

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

Tim Miller

Poetry, Religion, History and Art

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

‘અભીવ્યક્તી’

એક જ ‘ઈ’ અને ‘ઉ’માં ‘રૅશનલ વાચનયાત્રા’

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

SUCCESS INSPIRERS' WORLD

The World's leading success industry

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

%d bloggers like this: