RSS

(264) ધોંણધારિયો ટેક્સી ડિરાઈવર (હાસ્યકાવ્ય)

30 Jul
(264) ધોંણધારિયો ટેક્સી ડિરાઈવર (હાસ્યકાવ્ય)

આ મેમાઈની વાત સે!


ધોંણધાર એટલં ધાન્યધાર મલક, ઓતરાદા ગુજરાતનો,

ઓગળી ખુપાવો થોડીવાર ભોયમું અને ફણગા ફૂટ,

ફલદરૂપ એવી ભોમકા!


આફરિકાના યુગોન્ડા બલ્લે ચરચિલ કેતો’તો એવો આ મલક!

આંયના રેવાસી ધાંણધારિયા કેવોય.

ઓંયની બોલી નોંખી, ધોંણધારી કે’વાય!


એકદા આવો ધોંણધારિયો ટેકસી ડિરાઈવર,

સડસડાટ ટેક્સી હોંકે મેમાઈમાં, પેસિન્જર એક જ.

બહારના મલકનો કોઈ ધોળિયો, આગળ ખાલી સાઈડે બેઠેલો.


ઓલ્યાએ ચરરર બરેક મારી, ગાડી સાઈડ કરી,

મોંન સનમોંન ખાતર,

ચ્યમ કે એક મઈયત જાતી’તી આગળિયાં!


ધોળજી પૂસે, ‘વોટ ઈઝ ઈટ?’

ડિરાઈવર જવાબ દેવિંગ, ‘આઈ નો, નોટ સ્પીક’

’ટ્રાય, ટ્રાય સ્પીક, નમસ્તે!’


‘વોટ નમસ્તે, મીં કીધું નં, નોટ સ્પીક!’ બોલ્યો ઈં.

’એક્શન, એક્શન, ઓ.કે. ઓ.કે., નોટ સ્પીક!’ ધોળજી ઉવાચ,

બચ્ચારાનં જોંણવાની તાલાવેલી બઉ!


ડિરાઈવર નેચે ઊતર્યો,

પાછલી સીટે ઊંઘવાનું એક્શન કીધું,

ઓસ્યો થરડી, મૂઢું પોળું રાસ્યું, ડોક ત્રાંહી નાંસી,


અનં બોલ્યો, ’સ્લીપમ, સ્લીપા!’


-વલીભાઈ મુસા

 

 

3 responses to “(264) ધોંણધારિયો ટેક્સી ડિરાઈવર (હાસ્યકાવ્ય)

 1. pragnaju

  October 20, 2011 at 1:58 pm

  મઝાની વાત ઊંડા વિચારમાં મૂકે છે………………………….
  વિવિધ સોફિસ્ટોએ ઇશ્વરો અને ગ્રીક સંસ્કૃતિ વિશે મળેલા શાણપણ અંગે પ્રશ્નાર્થ કર્યો હતો, જેમાં તેઓ માનતા હતા કે તે સમયના ગ્રીકોએ અગાઉથી સંમતિ હોવાનું માન્યુ હતું, જેમણે તેઓને પ્રથમ અજ્ઞેયવાદી બનાવ્યા હતા. ઉદાહરણ તરીકે, તેમણે એવી દલીલ કરી હતી કે સાસ્કૃતિક આચરણો લોહી અથવા જન્મ અથવા ફુસીસ હોવાને બદલે કન્વેન્શન અથવા નોમોસ હતા. તેઓ વધુમાં એવી દલીલ કરે છે કે કોઇ પણ પગલાના નૈતિકતા અથવા અનૈતિકતા તે જ્યાં બની હોય તે સંજોગોની અંદર જ સાસ્કૃતિક સંદર્ભની બહાર જઇને નક્કી કરી ન શકાય. સુવિખ્યાત શબ્દસમૂહ, “માનવી એ દરેક ચીજનો માપદંડ છે” આ માન્યતામાથી બહાર આવે છે. તેમાના અનેક વિખ્યાતો અથવા વિખ્યાત નહી તેવામાંથી એક ઉપદેશે શક્યતા અે દલીલોને રોકવાની છે. તેમણે એવું શીખવ્યું હતું કે દરેક દલીલને વિરોધાત્મક દલીલથી ખાળી શકાય છે, દલીલની અસરકારકતા પ્રેક્ષકો સમક્ષ કેવી દેખાશે તેમાંથી લેવામાં આવી છે અને કોઇપણ સંભવતઃ દલીલને વિપરીત સંભવતઃ દલીલ સાથે ખાળી શકાય. આમ, જો તે સંભવતઃ મજબૂત દેખાય તો, ગરીબ માણસો શ્રીમંત, નબળા માણસને લૂંટતા ગુન્હેગાર થઇ શકે છે, મજબૂત ગરીબ માણસ તેની દલીલ કરી શકે છે કે તેનાથી વિરુદ્ધ, તે અત્યંત શક્ય હોઇ શકે છે , તે તેને ગુન્હો કર્યો હોય તેમ શક્યતઃ દર્શાવતું નથી, કેમ કે ગુન્હા અંગે તેની પર મોટે ભાગે શંકા ઉપજે છે. તેઓ એવું પણ શીખવાડે છે અને તેઓ નબળી દલીલી દલીલને મજબૂત બનાવવા માટેની તેમની ક્ષમતા માટે પણ જાણીતા હતા. એરિસ્ટોફેન્સ જાહેરમાં હોંશિયારીથી ઉલટી પેરોડીઝ કરે છે

  Like

   
  • પંચમ શુક્લ

   October 21, 2011 at 10:38 pm

   દરેક દલીલને વિરોધાત્મક દલીલથી ખાળી શકાય છે, – True.

   Like

    
 2. સુરેશ

  October 20, 2011 at 6:21 pm

  વાહ! ધોલિયાના દેશના અમુંને કાણોદર પોંચાડી દીધા .
  હવે એ હાલી જ્લયો,ઈ મલકનો રસ્તોય દેખાડજો.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: