RSS

(280) ‘મિત ભાષાએ કહું?’ (હાસ્યકાવ્ય)

24 Oct
(280) ‘મિત ભાષાએ કહું?’ (હાસ્યકાવ્ય)

(અછાંદસ)


બંગલાના બેઠકખંડે,

બહોળા પરિવારનાં બાલિગજન સૌ,

કરે પ્રતીક્ષા મોંઘામૂલા આગંતુકની! (1)


નવીન કપડે સજ્જ સૌ,

અને વાગ્દત્તા થવા કાજની ઉમ્મીદવાર તો,

બ્યુટીપાર્લરેથી બનીઠનીને, ક્યારની આવી બેઠી ઘેરાઈ ભોજાઈઓ વચ્ચે! (2)


ફોઈમામીઓ મીઠાઈ-નમકીન અને ડ્રાય ફ્રુટની પ્લેટ સજાવે વિવિધ સ્વરૂપે,

કામવાળી બાઈ મોટા તપેલે કાર્યમગ્ન ફ્રુટસલાડની તૈયારીએ,

વડીલ વૃદ્ધા જોઈ સઘળું સમસુતર જઈ બેસે વડીલ વૃદ્ધની પાસે. (3)


પ્રતીક્ષાનો અંત આવ્યો, સરસમજાના રૂડારૂપાળા તરવરિયા યુવાનના આગમન સાથે,

’રસ્તે કોઈ તકલીફ?’, ‘ઘરે સૌ મજામાં?’ અને ‘કામકાજ સૌ બરાબર કે?’ જેવા પ્રશ્ને

પેલો અકળ અકળામણે અકળાતો હકારાત્મક મિતાક્ષરી પ્રત્યુત્તર વાળે! (4)


રૂપરૂપના અંબાર સમી, અર્ધ ઘૂંઘટે, નીચી નજરે શરમાતી, મૃદુ ડગ ભરતી,

હાથમાં પાણીની ટ્રે સાથે એ આવી અને પેલો અંજાઈ જતાં વાત ફેરવી પૂછે,

‘પણ, મુરબ્બી કેમ દેખાતા નથી?’ (5)


‘એ તો કોઈ તાકીદના કામે ગઈ રાતની ફ્લાઈટે મુંબઈ ગયા, પણ અમે તો છીએ ને!’

’એ તો બરાબર, પણ મારા કહેવાનો મતલબ એ કે આપ સૌને….’

’Be relaxed, યાર!’ પેલી મુગ્ધાનો ભાઈ હળવા હાથે પેલાની સાથળે મારે થાપટ!. (6)


‘મને જરા સાંભળશો?’

’હા, હા કેમ નહિ! પણ જલપાન તો જરા થવા દો!’

પેલો યુવક પાણીની ટ્રે લઈ પાછી વળતી એ યૌવનાની ચાલને વિસ્મયભાવે જોઈ રહ્યો! (7)


પછી તો વિશાળ ડાઈનીંગ હોલમાં યુવાનને લઈ સૌ પ્રવેશ્યાં, ઉપહાર કાજે!

’મને જરા સાંભળશો? મારો કહેવાનો મતલબ છે કે… અને, હું વહેલો કેમ?’

’જે મતલબ હોય તે પછી સુખેથી કહેજો, હાલ તો ઉપહારને ન્યાય આપીએ!’ (8)


ફોન રણક્યો, ’પેલો મુરતીઓ બેબીને જોવા મિત્રો સાથે આજે આવશે,

પણ તે પહેલાં એક વીમા એજન્ટ આવશે,

તેને ચાપાણી કરાવી કહેશો કે આવતા રવિવારે આવે, બધાંયના વીમા લેવાના છે.’ (9)


પ્રોષિતભર્તૃકાએ ઈશારાથી ઘરના બે જણને બોલાવી ધીમા અવાજે ગોટાળો ઉવેખ્યો!

પેલાઓએ આગંતુકને બાવડે ઝાલી, ઊભો કરી અને ટીંગાટોળીએ બહાર ફંગોળવા જાય,

ત્યાં વડીલ ઉવાચે, ’શું કરો છો મૂર્ખાઓ, મહેમાનની આવી બેઈજ્જતી આપણને શોભે?’ (10)


પેલાઓએ ભેદ ખોલ્યો કાનમાં અને વડીલ બોલ્યા,

’એ બિચારો કંઈક બોલવા મથે છે ક્યારનો! આપણે તેને સાંભળીએ તો ખબર પડે ને!

માફ કરજે ભાઈ! નાસ્તો કરીને જ જજે; જો વીમાનો ધંધો આવતા રવિવારે લેવો હોય તો!’ (11)


‘ભલે, પણ તમે કયા વીમાની વાત કરો છો? મારા સમજવામાં કંઈ આવતું નથી!

જે હોય તે! હવે તો ફરીકો સરપ્રાઈઝ જ આપીશ! પણ મારે આ રીતે આવવું નહોતું જોઈતું!

આજે જિંદગીમાં પહેલીવાર સમયની પાબંધી અને એપોઈન્ટમેન્ટ શું છે તે સમજ્યો!’ (12)


દસના ટકોરે એ જ જુવાનિયો ત્રણ જણ સાથે ફરીવાર આવ્યો, ગંભીર મુદ્રાએ!

ઘરનાં સૌ બેબાકળાં બની વિચારે,

‘નક્કી સવારના અપમાનનો બદલો લેવા ટપોરીઓને લઈ આવ્યો છે, આ વીમા એજન્ટ! (13)


‘’આવતા રવિવારે આવવાનું હતું ને, ભાઈ! વળી, ગેરસમજ પણ દૂર થઈ ગઈ છે!

અમે દિલગીરી પણ વ્યક્ત કરી છે!’ વડીલ સમજાવટ ભાવે નમ્રવચને બોલ્યા.

’ગેરસમજ હજુ ક્યાંકને ક્યાંક મોજુદ છે, તમારા પક્ષે કે મારા પક્ષે!’ પેલો વદે ભેદમાં! (14)


‘સવારે હું હતો એકલો અધીરા યૌવને, હાલ મિત્રો સાથે પણ એ જ છું હું બની ડાહ્યોડમરો!

વીમા એજન્ટ ત્યારે ન હતો, અને હાલ પણ નથી! જિંદગીમાં જોખમો ક્યાં નથી?

જે કામે આવ્યો હતો એ સમય પહેલાં હતું અને એ જ કામે હાલ આવ્યો છું સમયસર!’ (15)


ફરી ફોન રણક્યો, વૃદ્ધ વડીલે જ ઊપાડ્યો અને સામે છેડેથી સંભળાયું,

’હું એલ.આઈ.સી.નો વીમા એજન્ટ બોલું છું. સાહેબ સાથે મુંબઈ વાત થઈ છે

અને હું આવતા રવિવારે આવીશ.’ (16)


‘ભલા માણસ, એ વખતે ખુલાસો તો કરવો હતો ને! હવે અમે સમજીએ ખરી હકીકત શી?

કેમ બબ્બે વાર આવવું પડ્યું?’ પૂછે જરઠ વિનમ્રભાવે!

’મિત ભાષાએ કહું? Communication gap અને…!’ (17)


-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”

 

3 responses to “(280) ‘મિત ભાષાએ કહું?’ (હાસ્યકાવ્ય)

 1. pragnaju

  October 24, 2011 at 2:25 pm

  સ્ત્રી પરણી ન હોય તો કુમારિકા, ધણી જીવતો હોય તો સૌભાગ્યવતી, ધણી પ્રવાસે ગયો હોય તો પ્રોષિતભર્તૃકા, મરી ગયો હોય તો વિધવા . બધાની ખાસીયતમા આ પંક્તીઓ મઝાની થ ઇ,,,,,,,,,,
  પ્રોષિતભર્તૃકાએ ઈશારાથી ઘરના બે જણને બોલાવી ધીમા અવાજે ગોટાળો ઉવેખ્યો!
  પેલાઓએ આગંતુકને બાવડે ઝાલી, ઊભો કરી અને ટીંગાટોળીએ બહાર ફંગોળવા જાય,
  ત્યાં વડીલ ઉવાચે, ’શું કરો છો મૂર્ખાઓ, મહેમાનની આવી બેઈજ્જતી આપણને શોભે?’
  આમાં વાટ લાગે છે બિચારા કોમળ હૃદયના પુરુષોની!
  એમાં એમનો કોઈ દોષ નથી કારણ કે એય બિચારા
  દારૂખનાના કારખાનામાં બીડી પીવે એવા હૈયાફૂટા હોય છે!
  ‘ભલા માણસ, એ વખતે ખુલાસો તો કરવો હતો ને! હવે અમે સમજીએ ખરી હકીકત શી?
  કેમ બબ્બે વાર આવવું પડ્યું?’ પૂછે જરઠ વિનમ્રભાવે!
  ’મિત ભાષાએ કહું? Communication gap અને…!’

  Like

   
 2. સુરેશ

  October 24, 2011 at 2:38 pm

  Comedy of errors. Great …
  ગોટાળા પરંપરા!
  સત્યકથા હોય તો…. કોનું વેવિશાળ તે જણાવશો. અને સફળ રહ્યું હોય તો, પેંડાનું પાર્સલ મોકલી દેજો.

  Like

   
 3. સુરેશ

  October 24, 2011 at 2:39 pm

  હું મેરોઝ ટાવરમાં વહેલો આવી ગયેલો ..એ યાદ આવી ગયું.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: