RSS

(281) ‘લે લેતી જા, લે લેતી જા!’ (હાસ્યકાવ્ય)

25 Oct
(281) ‘લે લેતી જા, લે લેતી જા!’ (હાસ્યકાવ્ય)

(અછાંદસ)


મનુસ્મૃતિમાં લખાયું છે:

यत्र नार्यस्तु पूज्यन्ते

रमन्ते तत्र देवता |


મતલબ સાવ ખુલ્લો છે કે,

નારીનું સન્માન જ્યાં થાયે,

દેવો ખુશખુશાલ રહેતા ત્યાં!


તો વળી કાઉન્ટર પ્રશ્ન એ થાયે કે

નરનું સન્માન થાયે ત્યાં,

ખુશખુશાલ કોણ રહેતું હશે?


વિશ્લેષણાત્મક રીકાઉન્ટર પ્રશ્ન ઓર એ થાયે કે

નરનું તાડન થાયે ત્યાં,

દુ:ખી દુ:ખી કોણ રહે?


આ બધા મૂળ, કાઉન્ટર, રીકાઉન્ટર, એનકાઉન્ટર કે બાઉન્સર પ્રશ્નો,

ભલે રહ્યા, જ્યાં હોય ત્યાં અથવા જેમને થતા હોય તેમની પાસે!

મારા કાવ્યનાયકને ના કશીય લેતીદેતી ઈંયાં!


એને દુ:ખ નથી નિજ તાડનનું!

ક્યમ કે માર ખાતાંય જો મળી રહે ગરમગરમ ખાણું સાંજસવારે

તો મારનો દિમાગે અને ઉરે ભાર શો લેવો!


એને દુ:ખ નથી સ્વતાડનનું!

છે દુ:ખ માત્ર તો એક જ વાતનું કે,

ક્યાં લગણ ભોંયભેગા થયા પછી પણ ટાંટિયો ઊંચો રાખ્યે જવો!


કવિ નર્મદના વર્ષાકાવ્યમાં થતા વૃષ્ટિના ચાળા (નિશાનીઓ)ની જેમ,

મુજ કાવ્યનાયકને નિજ તને જળકૂડાળાની જેમ ઢીમડાં દેખાઈ જતાં મેથીપાકપૂર્વે જ

અને પહેલું કામ કરવું પડે બારીબારણાં ભીડવાનું ટપોટપ!


રાજકીય પક્ષોની બંધબારણે મિટીંગમાં પત્રકારો ન ફરકી શકે તેમ,

મુજ કાવ્યનાયકનો આંતરિક ભેદ અકબંધ જ રહે કે

કોણ મારતું હશે અને કોણ માર ખાતું હશે?


મહેલ્લાનાં આબાલવૃદ્ધ ટોળે મળે,

નામદાર પોપની ચૂંટણી ટાણે વેટિકન ચર્ચની બહાર જામતી લોકભીડની જેમ,

એ જાણવા કાજે કે Active કોણ અને Passive કોણ, મુજ કાવ્યનાયક કે કાવ્યનાયિકા?


પણ અહીં તો સૌ સૂણવા પામે,

ફંગોળાતાં વાસણોના અવાજો, હોંકારાદેકારા ને લાકડીઓના અવાજો,

કાવ્યની ધ્રૂવપંક્તિ (Burden Line) ની જેમ શ્રવાતા રહે શબ્દો ‘લે લેતી જા, લે લેતી જા!’


મુજ કાવ્યનાયક દૃઢ મનોબળે મને એકલાને જ હંમેશ કહેતો રહે છે કે,

’મિત્ર, દુ:ખ નથી બારેમાસ મળતા એકના એક મેથીપાકના સ્વાદનું,

દુ:ખ છે એક જ વાતનું કે ખોટો સંદેશો (Message) પ્રસરતો ઘર બાહિરે!’


દિલાસાસભર અવાજે થઈ ગળગળો હું પૂછતો.

’કેવો ખોટો સંદેશ, મિત્ર? કહે દિલ ખોલીને!’

’લોકો વિચારતા હશે કે હું નબળો ધણી છું અને બૈરી ઉપર શૂરો છું!’ તે વદે.


‘એ તો સમજ્યા, પણ પૂછું કે બીજા કોઈ ખોટા સંદેશાની દહેશત છે તને?’

’હા, લોકો એ પણ વિચારતા હશે કે હું કેવો જુલ્મી છું, ખરે જ હું ઘરેલુ હિંસક પ્રાણી છું!

પણ હકીકત તો તું જાણે છે કે કોટવાળ ચોરથી દંડાય છે!’ વદતો એ દીર્ઘ શ્વાસ ખેંચી.


‘અફસોસ કરીશ મા, કહે હું શી રીતે ઉપયોગી તને થઈ શકું?’ પ્રેમભાવે પૂછું હું!

‘એક જ કામ કરી દે મુજ સમા સકળ પીડિતજન વતી,

કહી દે નારીવાદી-વાદણ આંદોલનકારી જૂથને કે સિક્કાની બીજી બાજુ પણ જૂએ!’


હવે આખરી પ્રશ્ન પૂછું, ‘હે સખા!

ધરા શું ધૈર્ય તેં ધારણ કર્યું ક્યાંથી, એ તો જરા બતાવ.’

”કવિ કલાપીના પ્રાર્થનાકાવ્ય ‘પડ્યા જખમ સૌ’ થકી, એ જ તો રહ્યો છે મારો જીવનમંત્ર!”


-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”


 

6 responses to “(281) ‘લે લેતી જા, લે લેતી જા!’ (હાસ્યકાવ્ય)

 1. pragnaju

  October 25, 2011 at 12:19 pm

  દિલની વાતો ધરી હતી …
  ધૈર્ય અને ધિરજ ને ધારી પ્રકાશ …
  લક્ષ્ય તારું તેં સાધ્યું હતું …

  ધરા શું ધૈર્ય તેં ધારણ કર્યું ક્યાંથી,
  એ જ જરા બતાવ્યું.’

  તારી શોભા હું શું વરણું મારી તુચ્છ વાણી દ્વારા …
  તમે વિચાર કરતાં થઈ જાવકે છેલ્લે ક્યાં બેઠો હતો, બાંકડા પર ….
  પ્રાર્થના કરતો ‘પડ્યા જખમ સૌ’ થકી, એ જ તો રહ્યો છે મારો જીવનમંત્ર!”

  છતાં અમે મૌન ધારણ કર્યું.

  Like

   
 2. સુરેશ

  October 25, 2011 at 12:38 pm

  ટાંટિયો ઊંચો રાખ્યે જવો!
  ————-
  અમારી અમદાવાદી ભાષામાં
  …….. , પણ તંગડી ઊંચી !!
  ————
  ઘરમાં માર પડે જ, શા માટે?
  આ વાર્તા જાણીતી છે, છતાં અહીં પુનરાવર્તન

  આર્ય નારી ,’ હે પ્રભુ! ભવે ભવ મને આ ભરથાર જ આપજે.”
  એટલા માટે કે નવા ભવે , નવાને ટીચી ટીચીને ઘાટમાં ન લાવવો પડે.
  ———————-
  વલીદા, પણ આ બધી આપણા જમાનાની વાત્યું . એય આપણી જેમ હવે જર્જરિત બની ગઈ.

  હવે એકવીસમી સદીમાં આ અન્યોન્ય માર ખાવાનું / દેવાનું બંધ હોય છે .
  વરહમાં તો કોરટના દરવાજે – સીધ્ધા ….

  Like

   
 3. chandravadan

  October 25, 2011 at 12:47 pm

  વલીભાઈ,

  આ હાસ્યકાવ્યરૂપે તમે ઘણૂં જ કહી દીધું !

  નારીને સન્માન અપાય છે…..નારીને અસન્માતીત અનેક વાર થાય છે એના દાખલાઓ સંસારમાં શોધવા વગર મળે છે.

  જગત સર્જનહારે તો નર અને નારી બનાવી, નારીને સહનશીલતા અર્પણ કરી. શા માટે ? કદાચ એને ખબર હશે કે નર

  એના ગુમાનમાં જ્યારે એને ( સર્જનહાર) જ ભુલવા લાગશે ત્યારે એ નારીને પણ ના છોડે.

  હવે, જરા સીક્કાની બીજી બાજુ….. નારી એક શક્તિ છે ! એ જ્યારે એની શક્તિ અભિમાનમાં યોગ્યતા સાથે ના વાપરે ત્યારે એ નરને પણ “લાચાર” બનાવી શકે છે. એવા દાખલાઓ પણ સંસારમાં જ જોવા મળે છે.

  ચાલો, હવે વાત બદલીયે……

  તમે ચંદ્રપૂકાર પર નજર કરતા નથી..તો મિત્ર મિત્રના નાતે શું સજા ?

  આ તમારી પોસ્ટ વિષે મેં પ્રજ્ઞાજુબેન તરફથી જાણ્યું અને આવ્યો….હુંતો તમોને જાતે જ મારી પોસ્ટો વિષે કહી “તસ્દી” આપતો રહ્યો છું ..અરે, એક મિત્ર છો તો આ મારો હક્ક છે ખરૂં ને ?

  અને આવી વાતો પણ છોડો !

  હવે દિવાળી છે..અને ત્યારબાદ, નવું વર્ષ !

  આપને અને આપના પરિવારમાં સૌને મારી શુભેચ્છાઓ !

  >>>>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Valibhai..Hope all well with you !

  Like

   
 4. nabhakashdeep

  October 26, 2011 at 10:19 pm

  પહેલાં હસાવે ,પછી જંગમાં જીતે જે હોય શાણો
  …………………………………………..

  ….અમારી અમદાવાદી ભાષામાં
  …….. , પણ તંગડી ઊંચી !!
  ………………………………………………………
  મુજ કાવ્યનાયક દૃઢ મનોબળે મને એકલાને જ હંમેશ કહેતો રહે છે કે,

  ’મિત્ર, દુ:ખ નથી બારેમાસ મળતા એકના એક મેથીપાકના સ્વાદનું,

  દુ:ખ છે એક જ વાતનું કે ખોટો સંદેશો (Message) પ્રસરતો ઘર બાહિરે!’

  Happy Happy and Happy New year Resp.Valibhai

  With regards
  Ramesh Patel(Aakashdeep)

  Like

   
 5. Uday Shah.

  October 28, 2011 at 2:06 pm

  Valibhai
  This can be enjoyed as Rahashya Kavya too. Modern Men/Women-Strength and weaknesses are nicely balanced. Once again good justice to both genders in reference to current life style.
  I would have loved to comment in poetic gujarati language but for my knowledge how to past it here.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: