
Monthly Archives: October 2011
(279) તો થોડુંક દાઝે તો ખરું ને! (હાસ્યકાવ્ય)

રાજકીય પક્ષો કળ ના કરે, રાતદિન બજે ભૂંગળાં! (1)
(278) કિમિયાગીરી (હાસ્યકાવ્ય)

(અછાંદસ)
જંકશન રેલવેસ્ટેશને,
ટ્રેઈન થોભી ન થોભી;
અને, ત્યાં તો
આવી ઊભો ટિકિટચેકર,
પ્લેટફોર્મે
એક ડબ્બાદ્વાર સમીપ,
ખુદાબક્ષ કો’ મુસાફરને
ઝડપી લેવા જ તો! (1)
બે જણ ઊતર્યા,
જેમાંનો એક,
સામાન સોંપતાં અન્યને,
નાખે ગજવે હાથ
અને કરે અભિનય,
જાણે ટિકિટ કાઢતો હોય તેમ! (2)
પણ, આ શું?
એ તો માંડ્યો ભાગવા અચાનક!
અને ટિકિટ ચેકર પણ ભાગ્યો તેની પાછળ
રંગે હાથ ઝડપવા! (3)
પ્લેટફોર્મના છેડા સુધી
બંને ભાગતા જ રહ્યા, બસ ભાગતા જ રહ્યા!
આખરે પેલો ઝડપાયો તો ખરો,
પણ ટિકિટ ધરી દીધી ત્વરિત મલકતા મુખે! (4)
પણ ભાગ્યો કેમ મૂરખ,
ટિકિટ હતી તોયે?
ખંધુ હસતો તે વદે,
’શું કરું, સાહેબ? પણ, સાથી હતો ને ખુદાબક્ષ!’ (5)
-વલીભાઈ મુસા
Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”
(277) ‘હવે ઊઠશો કે?’ (હાસ્યકાવ્ય)

(અછાંદસ)
‘હવે ઊઠશો કે?’
ભરનિદ્રાએ હલબલી ઊઠ્યો શ્રીમતી ગર્જને!
’ધરતીકંપ થયો શું?’
’ના, ધરતી ફાટી નથી! ગઈ રાતનું દૂધ ફાટ્યું!’
’તો?’
’તો…શું વળી? ભાગો શેરીનાકે લઈ તપેલી,
લાવી દ્યો દૂધ અડધો લીટર’
‘તપેલી નાની લાવ્યા, સાહેબ,
દઉં ચારસો મિલીલીટર?’
ધનજી દૂધવાળો બોલ્યો.
’ના, ભાઈ, ના
હૂકમ તેણીનો નહિ ઊથાપું.’
’પણ, છલકાશે!’
’ભલે છલકતું, દઈ દે પૂરું તું તારે!’
વાત ખરી પડી, દૂધ છલકતું પ્રત્યેક ડગલે.
’છલકો મા બચુ છલકો મા, મોંઘેરાં તમે!’ વીનવું હું.
પણ, ના માને એ લગીરે!
હવે સહેજ મોટા અવાજે વદું હું,
’ખરીદ્યું તને ચાલીસના ભાવે, મફતિયું નથી તું!’
કોઈ અસર નહિ, એ તો બસ મક્કમ હતું છલકવા!
હવે ક્રોધ મુજ ચરમ સીમાએ અને તાડુકી ઊઠ્યો,
’ક્યારનો વીનવું, છલકો મત, છલકો મત, તો ય તું છલકે!
તો લ્યો ફિર છલકો!’ કહી છલકાવ્યું એને,
બંને હાથોએ તપેલી હલાવી,
જાણે થયો મુજ હસ્તે કંપ!
-વલીભાઈ મુસા
Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”
–
(276) પોલીસ-ચોર કે ચોર-પોલીસ રમત? – 1

[…] Click here to read in English […]