RSS

(287) ‘ડબલ મધર, ડબલ મધર!’ (હાસ્યકાવ્ય)

05 Nov
(287) ‘ડબલ મધર, ડબલ મધર!’ (હાસ્યકાવ્ય)

(અછાંદસ)

પોલિસ મથકે,

હાથનાં આંગળાં પરોવી સામસામે, કરી છાજલી આંગળાંની,

ટેકવે ગરદન પછાડે, ખુરશી તણા અગ્ર પાયા ઊંચા કરી,

ખુરશી હિલોળે પાછલા પાયા પરે ને ચિંતન કરે વર્ધી એ ખાખી,

ગઈ રાતની લાખોની મતાની ઘરફોડ ચોરી પરે, ને ત્યાં દોડતો આવે એક કાછિયો! (1)


‘સાબ, સાબ! રેંકડી લિફ્ટીંગનો કેસ નોંધો!

એક મહિલા, ચહેરે પિછાણું, કોણ એ જાણું નહિ,

પણ લઈ ગઈ મુજ નજર સામે ત્રણ ફૂટ લાબી દૂધી!

કહે, છોકરાં ખાવા ચહે હલવો દૂધી તણો, પૈસા નહિ દઉં,

થાય તે કરી લેજે, તું દીસે અહીંયાં નવો, તને ક્યાંથી ખબર કે હું કોણ છું!’ (2)


‘સાહેબ, હું ગરીબ માણસ!

કોથમીરનાં બે તગાં કે એકાદ લીલું મરચું, મફત દેવાના દિ’ ગયા,

અને આમ સો દોઢસોની દૂધી મફત ઊપડે મુજ નજર સમક્ષ,

હાઉ કેન આઈ બેઅર સચ અ ગ્રેઈટ ડિરેક્ટ લોસ, સર?’ ચમકે વર્ધી, સુણી અંગ્રેજી ફટાફટ!

‘આઈ એમ જોબલેસ એમ.કો.મ., એમ.બી.એ., સર!’ પૂછતાં એ વદે ઝટપટ! (3)


‘કેસ નોંધવાના બદલે ચૂકવી દઉં રોકડા તો!’

’શીદ ને, સર, આપે દંડ ભરવો? શું ઓળખો છો, એ ભાયડા છાપ ટપોરી બાઈને?’

‘એ મત પૂછ. તું કહે તો કેસ ઠોકી દઈએ એ શરતે કે કેસ પાછો નહિ ખેંચવા દઉં, હા!’

’કંઈક ભેદી વાત લાગે છે, સર! જાણયા વગર હું હા-ના કશું ન કહું!’

’તો સાંભળ, શી ઈઝ માય વર્સ હાફ એન્ડ આઈ વુડ મેક માય ડાયવોર્સ કેસ સ્ટ્રોન્ગ!’ (4)


‘ઓ માય ગોડ! પણ, સર હું એવી હાય નહિ લઉં!

બટ, મે આઈ હેલ્પ યુ, સર? એ બાઈએ ‘છોકરાં માટે હલવો’ એમ કહેલું!

અને આમ બે અથવા બેથી વધારે છોકરાં તો હશે જ, અને તો પછી એમના ભાવીનું શું?

મારું એમ.બી.એ.નું ભણતર કામે લગાડું કાઉન્સેલીંગ થકી અને પ્રયત્ન કરી જોઉં,

ભંગ થતા કુટુંબને બચાવવા, ધંધાકીય સીક યુનિટ સરવાઈવ થાય, તો આ કેમ નહિ!’ (5)


અને એ કાછિયાએ તો કરી કમાલ!

પેલી બાઈને એવી કટ ટુ સાઈઝ કરી દીધી કે કુટુંબ કટ થાતું બચી ગયું!

માત્ર એટલું જ નહિ, ખાખી વર્ધીની સાન આવી ઠેકાણે, બેકાર ડબલ પી.જી.ને જોઈને!

આમ પોતે પણ ભ્રષ્ટાચાર ન આચરવાનું પણ લઈ બનાવી દીધો એને ધર્મનો સાળો

અને છોકરાં કાછિયાને ‘ડબલ મધર, ડબલ મધર!’ કહી વળગી પડતાં ઉમંગે જ્યારે મળે! (6)


-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”

 

3 responses to “(287) ‘ડબલ મધર, ડબલ મધર!’ (હાસ્યકાવ્ય)

 1. સુરેશ

  November 5, 2011 at 12:51 pm

  અનેક લાંબા લાંબા લેખો કરતાં આધુનિકતા અને ભ્રષ્ટાચાર પર તીખો, તમતમતો પ્રહાર. ઘણું બધું કહી દીધું – જે વિવેચવા પાનાં પર પાનાં ભરવા પડે.
  ગજબની કલ્પના.
  તમારી શક્તિઓને સો સલામ.

  Like

   
  • Valibhai Musa

   November 5, 2011 at 1:34 pm

   અજી બસ શુક્રિયા!

   બ્લેક એન્ડ વ્હાઈટના જમાનાનું બોલપટ. ગીતાબાલી હિરેણ! બોલપટ કેવી રીતે બને છે તે બતાવતું બોલપટ!

   પણ તમને તો માત્ર ‘શુક્રિયા’ જ કહીશ! જો આગળ ‘અજી બસ’ બોલું તો કોમેન્ટ્સ લખનારા કેટલાક પૈકીના તમારા જેવા બંધ થઈ જાય, તો ‘ચુલાની સાક્ષી ભૂગળી પૂરે’ કહેવત પણ લોકોને કઈ રીતે સમજાય? માટે ‘લગે રહો, સુરેશભાઈ’ .

   Like

    
 2. pragnaju

  November 5, 2011 at 1:55 pm

  ઃ………..અને છોકરાં કાછિયાને ‘ડબલ મધર, ડબલ મધર!”
  બે મધર હોઈ શકે અને વિજ્ઞાન પણ દરેકમા ફાધર/મધરનાં તત્વો સ્વીકારે છે પણ આ ભાવ ગમ્યો
  એ આપણે કાવ્ય સ્વરુપે જોઇએ!
  ઊંચો કરીને ભુજ દંડ તેણે
  એકાગ્ર ચિતે અનીમિષ નેણે
  ચાંચલ્યધારી પ્રતિઅંગ વ્યાપ્યું
  …………..અહીં સુધી ફાધર ભાવમા શુનુ શું કરત પણ કાછિયાને આવ્યો મધરભાવ અને
  છૂરીવતી દૂધીનું ડીટું કાપ્યું!!
  જાણે નાળ વધેરી મ ધ ર મ ધ ર

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: