RSS

Daily Archives: November 15, 2011

(291) ‘ધમાચકડી પડે થાળે!’ (હાસ્યકાવ્ય)

(291) ‘ધમાચકડી પડે થાળે!’ (હાસ્યકાવ્ય)

(અછાંદસ)

ઓપન એર થિયેટર કે બાંધકામે – ઓપન ટુ સ્કાયનો ખ્યાલ વિકસ્યો,

ઓપન એર હેર કટીંગ સલુનોમાંથી, પાથરણાં બજારોમાંથી, ખુલ્લી ગટરો અને

ફૂટપાથના બકાલાના ટોપલા, પાણીપુરી-દાળવડાં-ચા તણાં હસ્ત ચતુર્ચક્રયાનો, કે પછી

એ જ ફૂટપાથિયાં બુટપોલીશનાં ખોખાં કે ખુલ્લા નભ તળેના ગ્રામ્ય શૌચવગડાઓ મહીંથી!


કાવ્યારંભે ખડકાયું તો ઘણુંબધું OAT કે OTS વર્ણવવા કાજ,

કિંતુ મુજ લક્ષ તો કેન્દ્રિત થતું, ઓપન એર હેર કટીંગ સલુન ભણી.

એકદા અમદાવાદ મધ્યે, આશ્રમ રોડે, વા.સા. હોસ્પિટલ સાન્નિધ્યે, નવરો ધૂપ બેઠો,

એ બાર્બર, શિયાળુ કૂણા ધૂપે વિટામીન ‘ડી’ ઉપરાંત વિટામીન ‘એમ’ કાજે ગ્રાહક ઝંખતો!


બિચારા એ બાર્બર કે પછી નિજ ઘરે બેઠી બાર્બરા યા સંતાનોના સુભાગ્યે,

દાઢીએ હાથ પસવારતો એક ગ્રાહક આવિયો અને પૂછે દાઢી છોલવા તણો ભાવ!

’જે આપવું હોયતે આપજો, વળી જગજાહેર ભાવ અને એમાં વળી શું મૂલવવું ?’

‘ના ભાઈ, પાછળથી ટિટિયારો મુજને પસંદ નહિ, એકી ધડાકે બોલ વ્યાજબી!’


‘જૂઓ બોણીનો વ્યાજબી ભાવ કહું છું, બીજે પૂછજો,

જો ફરક પડે તો તમે બે ટાંગ પહોળી કરી ઊભા રહેજો અને નીકળી જઈશ હું વચમાંથી!

બોલો સાહેબ, આનાથી વધારે શી ખાત્રી હું આપી શકુ? જાઓ, આપજો દસ રૂપિયા.’

‘દસ રૂપિયા, બાપ રે! વ્યાજબી બોલ! અમારે સેલ્ફ સર્વિસે એટલામાં તો સો દાઢી થાય!’


‘જાઓ આઠ આપજો.’, ‘ના, પાંચ જ!’

’જાઓ, સાત આપજો.’, ‘ના, પાંચ જ!’, ‘જાઓ છ આપજો’, ‘ના, પાંચ જ’;

‘લ્યો ત્યારે, તમે કહો એટલા પાંચ મંજૂર?’ ‘હા, મંજૂર!’, ‘તો, બેસો ત્યારે!’

અને કામ શરૂ તો થયું; પણ, આ શું? અર્ધી દાઢીએ અદબ વાળી ઊભો રહ્યો એ બાર્બર!


‘કેમ ભાઈ, કેમ! શું થયું?’ ‘કંઈ જ નહિ! દસ કબૂલો!’

’આ તો હડહડતો અન્યાય કહેવાય!’,‘જે ગણો તે! હવે, મારો દાવ! શોષણખોરીની હદ ખરી!’

‘ભાઈ, જા દસ મંજૂર!’, ‘ના, પંદર થશે!’, ‘મંજૂર!’, ‘વીસ જ લઈશ!’, ‘એ પણ મંજૂર!’

કામ પૂર્ણ થયું, પાણી છંટાયું, સ્નોનાં ટપકાં અને પફપાવડર પછી હાથ લંબાવ્યો બાર્બરે!


‘પૈસા આપો, ભાયા!’

‘શાના પૈસા? ભલા, પૈસા હાથનો મેલ!, કૂતરાંય તેને સૂંઘે નહિ!’

’વાત સાચી! હવે, જલ્દી બોલો! પોલીસ બોલાવું? ‘શોપ લિફ્ટીંગ’નો કેસ બને!’

’બોલાવ, બોલાવ! હું કોણ, ખબર છે! દબાણ અધિકારી! * ‘શોપ ટોઈંગ’નો કેસ બન્યો, હા!’


વળી સિસોટી વાગે, સાદા વેશે CID પોલીસ ટુકડી આવે નકલી દબાણ અધિકારીને ઝડપે!

દબાણ અધિકારી પણ વ્હીસલ વગાડે, સાદા વેશે બીજી ટુકડી આવી ઝડપે CID પોલીસને!

બાર્બર વ્હીસલ વગાડે, સઘળા ફૂટપાથિયા ધંધાદારી જનતા પોલીસ થૈ બધાને ઝડપી પાડે!

સાચી પોલીસનો ડબ્બો આવે, બધા પોલીસમેન બાર્બરને સેલ્યુટ મારે, ધમાચકડી પડે થાળે!


-વલીભાઈ મુસા

(* Shop-towing)

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”

 
 
aapnuaangnu.com/

ગુજરાતી સાહિત્ય-કલાને સમર્પિત બ્લોગ

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગુગમ - કોયડા કોર્નર

વિશ્વભરના ગુજરાતીઓને ચરણે- કોયડાઓ

saania2806.wordpress.com/

Philosophy is all about being curious, asking basic questions. And it can be fun!

sharmisthashabdkalrav

#gujarati #gujaratipoetry #gazals #gujaratisongs #gujarati stories #hindi poetry

ગુજરાતી રસધારા

રસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની ! © gopal khetani - 2016-21

ગુર્જરિકા

અમેરિકામાં ધબકતું ગુજરાત

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

Tim Miller

Poetry, Religion, History and Art

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

‘અભીવ્યક્તી’

એક જ ‘ઈ’ અને ‘ઉ’માં ‘રૅશનલ વાચનયાત્રા’

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

SUCCESS INSPIRERS' WORLD

The World's leading success industry

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે