RSS

(292) ‘ક્યમ કે અમે ઊંઘીએ જાગતા!’ (હાસ્યકાવ્ય)

17 Nov
(292) ‘ક્યમ કે અમે ઊંઘીએ જાગતા!’ (હાસ્યકાવ્ય)

(અછાંદસ)


“હે પરમ પિતા!

તું માફ કરી દેજે તેઉને ,

કેમ કે તેઓ શું કરી રહ્યા છે, તે તેઓ જાણતા નથી”

શબ્દો આ વદ્યસ્તંભેથી પ્રસારિત ઈસુના બે હજાર અને અગિયાર વર્ષોથી પડઘાય છે બ્રહ્માંડે! (1)


“હે માત સરસ્વતી!

તું માફ કરી દેજે એ ઢાઢીઓને,

કેમ કે લગ્નસરાએ નિજ લંઘા થકી તેઓ શું વગાડી રહ્યા છે, તે તેઓ જાણતા નથી!”

સંભવિત શબ્દો બિસ્મિલ્લાખાનના પડઘાતા રહેશે જ્યાં લગણ લંઘા લંઘાતા સુરે વાગશે!(2)


“હે નૃત્યના દેવ નટરાજન!

તું માફ કરી દેજે એ વરના ભેરુઓને,

કેમ કે અશ્વારોહી એ વરની સામે બેન્ડવાજાંના તાલે શું નાચી રહ્યા છે, તેથી તેઓ બેખબર!”

શબ્દો જાણે સ્વર્ગસ્થ નૃત્યસમ્રાટ ઉદયશંકરના ઉદભવે અને શમે કાનફાડ ભૂંગળાંના રવે! (3)


“હે ચારણ, ભાટ, બારોટ દેવીપુત્રો!

તમે માફ કરી દેજો માઈકે કંઠ્યગાન કરતા એ ગવૈયાને,

કેમ કે હજુ તેને ખબર નથી કે તે ભેંસાસુરે ગાય છે કે પાડાસુરે?

શબ્દો માઈકલ જેકસનના આત્માના ગુંજ્યા કરશે ભારતીય કો’ માઈલાલ જયકિસનમુખે! (4)


“હે પવનપુત્ર હનુમાનજી!

તમે માફ કરી દેજો જાનૈયાં શિશુઓને

કેમ કે તેઓ વ્યર્થ કૂદાકૂદ કરે, સમજ્યા વિણ ઢોલના તાલને!”

શબ્દો એ ઢોલીના જાણે મિથ્યા અફળાયે વાનરશાં એ કિશોરોના બધિર કાને! (5)


“હે દેવદરબારે નાચંતી અપ્સરાઓ અને ગોકુળની ગોપીઓ

માફ કરજો વરઘોડે નાચતી નાચઘેલી આ કિશોરી જાનડીઓને

કેમ કે ઢોલીના દાંડીના તાલને અને તેઉના ઠુમકાને ના કશોય સંબંધ!”

શબ્દો એ જ ઢોલીના ખોવાઈ જતા ઢોલના અવાજ મહીં ને સૂણવા ન પામે એ કિશોરીઓ! (6)


“હે શ્રીમતી અને શ્રીમાન કપિરાજ/જો!

માફ કરજો ચોસઠ કલામાંની વૃક્ષારોહણમાં નિષ્ફળ અમે

કેમ કે ગુફાવાસી માનવ મટી નગરજન થતાં વિસર્યા વૃક્ષ તણી આરોહ-અવરોહ કલા!

શબ્દો અને કૂદકા, ટારઝન અને ઝીમ્બો તણા બોલપટના કચકડે કેદ ને અમે થયા પાંગળા! (7)


“હે વિશ્વકર્માઓ અને શારડી-રંધા તણા સહાયકો!

માફ કરજો તવ દારુકર્મ કલા અવગણી અમે સિમેન્ટ કોંક્રીટનાં જંગલો ઊભાં કર્યાં

કેમ કે અમે તો બહુમળી ઈમારતો રચી અમારો મોતનો સામાન તૈયાર કરવા ચહ્યું!”

શબ્દો પર્યાવરણવાદીઓના ન સુણાય અમને, કાનનાં છિદ્રો પુરાયાં એજ સિમેન્ટ કોંક્રીટે! (8)


“હે શિલ્પ સંહિતાના રચયિતા!

માફ કરજો ચોસઠ કલામાંની અમે ઘણી ભૂલ્યા, કોઈ વિકૃત કરી, તો કોઈ વધઘટ કરી

કેમ કે નવીન આવિષ્કારોએ કલેવર જ બદલી દીધાં એ પ્રાચીન કલાઓ તણાં!”

શબ્દો અને શાસ્ત્રો ન સમજાય કે પછી ન ચહીએ સમજવા ક્યમ કે અમે ઊંઘીએ જાગતા! (9)


-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”

 

3 responses to “(292) ‘ક્યમ કે અમે ઊંઘીએ જાગતા!’ (હાસ્યકાવ્ય)

 1. pragnaju

  November 17, 2011 at 10:52 pm

  “કલાપ્રેમીઓને છંછેડવાનો અહીં કવિપ્રયત્ન છે.
  મને આવાં હાસ્ય્કાવ્યો લખવાની ચાનક ત્યારે જ ચઢે,
  જ્યારે કે મને ભાવ-પ્રતિભાવ મળતા રહે!
  પ્રતિભાવોની રમઝટ બોલતી હતી તે દિવસો
  પાછા નહિ આવે કે શું?
  ધન્ય-ધન્યવાદ!”
  ………………………………..
  માફ કરજો લવાધીન વીએનજી
  આગળ વધવું એટલે વિકાસ સાધવો,
  પ્રગતિ કરવી. આગળ વધતાં રહેવું એટલે
  વિકાસની ગતિને સતત જાળવી રાખવી.
  આપણી ક્ષતિઓ-ઊણપો જેટલી દૂર થશે એટલો
  વિકાસ ઝડપી થશે.
  આ માટે સતત શીખતા રહેવાનું માનસ જાળવી રાખવું પડે.
  જિંદગી એ કેળવણીની અવિરત ચાલતી પ્રક્રિયા છે.
  ‘આર્ટ ઓફ લર્નિંગ’ આવડતું હશે
  અને
  તમારી થતી ટીકાને સકારાત્મક રીતે જોવાનો દ્રષ્ટિકોણ હશે
  તો તમારો વિકાસ સતત થતો રહેશે
  . એને કોઇ રોકી શકશે નહીં.

  ઓ હાસ્યમાણનાર! દાદ તો દે કાવ્ય તદબીરને,
  લાજ રાખી લઉં છું તારી દોષ દઈ તકદીરને.
  એટલા માટે શહાદતનો અમને ભય ના રહ્યો
  અમેં જરા નજદીકથી જોઈ હતી કલમને.
  રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં

  જેવી રીતે જોઉં છું એમની તસવીરને.
  જો ન મળે દીગ્ગજો ની દાદ
  અમારા હાસ્ય્કાવ્યો લખવાની ચાનકને
  વીએનજી સાથે અમે પણ ઉપવાસ કરશું
  છતાં શુન્ય પરિણામે

  જમી લઇશું

  Like

   
 2. સુરેશ

  January 6, 2021 at 3:25 pm

  આ મજાની કટાક્ષિકા નજર બહાર કેમ ગઈ હશે? ખેર, ભૂલ્યા ત્યારથી સવાર . ઉંઘતા જ રહેવા ટેવાયેલાઓ પર સરસ મીઠો ચાબખો ગમ્યો ( વાગ્યો નથી ! )

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગુગમ - કોયડા કોર્નર

વિશ્વભરના ગુજરાતીઓને ચરણે- કોયડાઓ

saania2806.wordpress.com/

Philosophy is all about being curious, asking basic questions. And it can be fun!

sharmisthashabdkalrav

#gujarati #gujaratipoetry #gazals #gujaratisongs #gujarati stories #hindi poetry

ગુજરાતી રસધારા

રસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની ! © gopal khetani - 2016-21

ગુર્જરિકા

અમેરિકામાં ધબકતું ગુજરાત

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

Tim Miller

Poetry, Religion, History and Art

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

‘અભીવ્યક્તી’

એક જ ‘ઈ’ અને ‘ઉ’માં ‘રૅશનલ વાચનયાત્રા’

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

SUCCESS INSPIRERS' WORLD

The World's leading success industry

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

%d bloggers like this: