ભૂતકાળમાં હાસ્ય દરબાર ઉપર હું હાદજનોના મનોરંજન અર્થે મારી ટિપ્પણી સાથે એક એક હાસ્ય હાઈકુ આપતો જતો હતો. વચ્ચેના સમયગાળા દરમિયાનના આ શ્રેણીના લાંબા વિરામ બાદ આજથી એ જ શ્રેણીને પુન: શરૂ કરતાં આનંદ અનુભવું છું. આજના હાહાની કડીને સાંકળવા નીચે મારા હાહા-23 (14 મે, 2011) ને એટલા માટે આપું છું કે જેથી આપ સૌને ખબર પડે કે આપણે ત્યાં અટક્યા હતા.
જેમનામાં નખશિખ રમુજવૃત્તિ (Sense of humor) હશે, તેઓ જ સત્તર અક્ષરીય આ હાઈકુમાં રહેલા અતિ સૂક્ષ્મ હાસ્યને ગ્રહી શકશે. જો પગના નખથી માથાની શિખા (ચોટી) સુધી રમુજવૃત્તિ હોવાના બદલે જો હાથના નખથી માથાની ચોટી સુધીની રમુજવૃત્તિ કોઈનામાં હશે તો તેટલા ઓછા પ્રમાણમાં તેઓ હાસ્યને માણી શકશે. હાથપગના મોજાઓથી નખ ઢંકાએલા હશે અથવા કોઈને તાજા જ નખ કાપ્યા પછી આ હાઈકુ વાંચવાનું બન્યું હશે, તેમ જ બીજા અથવાએ કોઈએ માથાનો પોષાક (Headdress) પહેરવાના કારણે કોઈના કેશ અને/અથવા ચોટી દૃશ્યમાન નહિ હોય તો તેમને પણ આ હાઈકુમાંના હાસ્યથી હાથ ધોઈ નાખવા પડશે.
દેવો અને દાનવોએ સંયુક્ત સમુદ્રમંથન થકી ચૌદ રત્નો મેળવ્યાં હતાં. અહીં આ હાઈકુના આપણા સંયુક્ત મંથનથી સાહિત્યના નવેનવ રસ તો નહિ, પણ માત્ર અમૃતરૂપી હાસ્યરસ તો અવશ્ય મેળવી શકીશું. અહીં હાઈકુનાયિકા ચાલી જાય છે એમ સીધેસીધું સમજવાના બદલે એમ સમજવું પડશે કે તે નાયકને છોડીને જતી રહે છે. વળી તેણી પાછળ પડછાયો છોડી દઈને એકલી જતી રહી હોત તો પણ હાઈકુનાયક તેણીના પડછાયાથી પણ સંતોષ માની શકે તેમ હતા, પરંતુ અફસોસ કે તેમ થતું નથી. નાયિકાનો પડછાયો દિવસે સામા કે પાછળ સૂરજે અથવા રાત્રિ હોય તો એ જ પ્રમાણેના પ્રકાશે જ પડછાયો શક્ય બને. આમ ધોળા દિવસે અથવા રાત્રિના પ્રકાશે હાઈકુનાયકની નજર સામેથી નાયિકા પડછાયા સમેત ઓઝલ થઈ જાય ત્યારે તેમની વ્યાકુળતાનો હિસાબ આપણા જેવા ત્રાહિતોથી તો માંડી જ ન શકાય. અને એથી જ તો વિરહપીડિત હાઈકુનાયક માટે હાઈકુકારે ‘ટળવળતા’ શબ્દ પ્રયોજ્યો છે!
કવિઓની દુનિયા અને તેમની કલ્પનાઓ નિરાળી હોય છે. જેમ ફાર્માસ્યુટિકલ કંપનીઓ કડવી દવાના પાવડરને કેપ્સુઅલમાં આપે, તેમ કવિઓ પણ શબ્દોની માયાજાળમાં મૂર્ખાઈભરી વાતોને લપેટીને એવી રીતે આપતા હોય છે કે વાંચકો આસાનીથી મૂર્ખ બની શકે. આ હાઈકુકારે (બીજા કોઈ નહિ, મેં હોં કે!) પણ વાંચકો માટે ‘પડછાયો યે લઈને ચાલ્યાં’ શબ્દો દ્વારા એ જ ખેલ પાડી બતાવ્યો છે! ભલા, કોઈ વ્યક્તિ પોતાના પડછાયાને પાછળ મૂકી દઈને સ્થળાંતર કરી શકે ખરી! સુજ્ઞ વાંચકો, તમને નથી લાગતું કે ‘કહતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના!’
– વલીભાઈ મુસા
નોંધ : –
વ્હાલા હાદજનોને વિનંતી કે હાસ્ય દરબાર ઉપર ભૂતકાળના જેવો ટેમ્પો (Temperament) લાવવા માટે કોમેન્ટ બોક્ષમાં Free Style મિજાજે (Mood) સૌ કૂદી પડો. તાજેતરમાં જ ગુજરાતના નળસરોવર રૂપી આપણા હાસ્ય દરબારમાં દેશવિદેશનાં કેટલાંય નવીન પક્ષીઓ માત્ર મહેમાન તરીકે જ નહિ, પણ હાદજનોની હેસિયતથી પ્રવેશ્યાં હોઈ આપણે બધાયે શક્ય તેટલો વધુ ને વધુ આનંદ લૂંટવો જોઈએ. આ પ્રકારની Robbery કાયદા હેઠળ ગુન્હાપાત્ર ગણાતી નથી.
કાકા,
શાળા છોડ્યા પછી હાયકુનો સ્વાદ તો આપના બ્લોગમાં જ માણવા મળ્યો. બાકી રમૂજવૃત્તિ નું તો એવું છે કે અમુક લોકોમાં એ નખ કુદરતી રીતે એટલા તીક્ષ્ણ હોતા નથી. જેમ ડહાપણ ની દાઢ પાછળથી પાંગરે, એમ આપના હાયકુમાંથી નીતરતા હાસ્યરસ ને પ્રતાપે હાસ્યનહોર પાંગરી પણ જાય ને headdress ને હાથ પગના મોજાને ચીરતા વિસ્તરી પણ જાય, કોને ખબર! જો કે, આપ મહાનુભાવોની સમક્ષ રહેતા મારે “ડહાપણ ની દાઢ” ને બદલે “દુધિયા દાંત” એવો શબ્દ પ્રયોગ કરવો જોઈએ!
હવે નાયિકાનો પડછાયો પાછળ રહે છે કે સાથે સાથે જતો રહે છે એતો time of departure ઉપર આધાર રાખે છે!
સરસ મનભાવન પ્રતિભાવ!
આ જ કોમેન્ટ “હાસ્યદરબાર” બ્લોગે જાય, તો મારા હાદમિત્રો ખુશ તો થશે જ; સાથેસાથે એ રીતે હાસ્યદરબાર ઉપર કોમેન્ટેટરની હૈસિયતે તારી એન્ટ્રી પણ થઈ જશે!
munira
December 9, 2011 at 10:25 am

LikeLike
Valibhai Musa
December 9, 2011 at 10:42 am
મુનિરા,
સરસ મનભાવન પ્રતિભાવ!
આ જ કોમેન્ટ “હાસ્યદરબાર” બ્લોગે જાય, તો મારા હાદમિત્રો ખુશ તો થશે જ; સાથેસાથે એ રીતે હાસ્યદરબાર ઉપર કોમેન્ટેટરની હૈસિયતે તારી એન્ટ્રી પણ થઈ જશે!
LikeLike