RSS

(308) હાસ્ય હાઈકુ : 28 – હાદના દાયરેથી (24)

30 Dec
(308) હાસ્ય હાઈકુ : 28 – હાદના દાયરેથી (24)

દેવુની પારૂ

પ્લાસ્ટિક સર્જરીથી

ઘાવ રૂઝાવે!

શરદચન્દ્ર ચટ્ટોપાધ્યાયની બંગાળી નવલકથા ‘દેવદાસ’ ઉપર આધારિત અને એ જ ‘દેવદાસ’ શીર્ષકે અનેક ભાષાઓમાં બનેલી, પણ એકલી હિંદીમાં જ ચાર વખત બનેલી આ કરૂણાંતિકા ફિલ્મના એક દૃશ્યની પશ્ચાદભૂમિકાએ રચાએલું આ હાઈકુ છે. 1935 થી 2002 સુધીમાં પી.સી.બરૂઆ, કુંદન લાલ  સહગલ, દિલીપકુમાર (યુસુફભાઈ) અને શાહરૂખખાને ‘દેવદાસ’ પાત્રની ભૂમિકા નિભાવી હતી

‘ગુજરાત સમાચાર’ની સાપ્તાહિક ‘ચિત્રલોક’ પૂર્તિમાં અશોક દવેના આ લખાણે મારા હાઈકુની પૂર્વભૂમિકા સમજાશે – “બીજે પરણી જતી પારો દેવદાસને નદીકિનારે મળે છે, ત્યારે બંને વચ્ચે છુપા ક્રોધની આપ-લે થાય છે, જેમાં પારો કહે છે, તું ફક્ત બુદ્ધિશાળી જ છે, જ્યારે હું તો સુંદર પણ છું. ‘ઇતના અહંકાર.? ઇતના અહંકાર અચ્છા નહિ’ એમ કહીને દેવદાસ પારોના ચેહરા ઉપર સોટી ફટકારી દે છે, જેથી આટલા લાવણ્યમય રૂપ ઉપર એક દાગ રહી જાય અને ભવિષ્યમાં પારો જેટલીવાર અરીસો જુએ, એટલી વાર એના ‘દેવા’ને યાદ કરે!”.

રવીન્દ્રનાથ ટાગોરના સમકાલીન એવા આ નવલકથાના લેખકના જમાનામાં મેડિક્લ સાયન્સમાં કોસ્મેટિક કે પ્લાસ્ટિક સર્જરિની સારવાર પદ્ધતિ અમલમાં હશે કે કેમ તેની તો આપણને ખબર નથી, પણ અહીં માની લેવામાં આવ્યું છે કે પારૂના કપાળમાં સેંથાના ભાગે સોટીથી પડેલા નિશાનને મિટાવવા પ્લાસ્સ્ટિક સર્જરિનો સહારો લેવાય છે. આમ દેવાની લાંબા ગાળાની અને જીવનભર પારૂના મનમાં પોતાની યાદ તાજી રહેશે તેવી ધારણા ખોટી પડે છે.

-વલીભાઈ મુસા


 

2 responses to “(308) હાસ્ય હાઈકુ : 28 – હાદના દાયરેથી (24)

  1. Valibhai Musa

    December 30, 2011 at 4:24 pm

    (1) Vinod Patel commented on Hasya Darbar as follows :

    ત્રણ લીટીનું હાઈકુ સમજવા માટે ઘણો પાછલો ઈતિહાસ જાણવો

    પડે ,નહી વલીભાઈ ! એ જાણીએ તો જ હાઈકુની ગમ પડે નહિતર ઉપર

    થઈને ચાલી જાય .

    વિનોદ પટેલ

    (2) AATAAWANI says on HD as follows :

    પ્રિય વલીભાઈ
    તમે દેવદાસની બહુ જાણવા જેવી વાત કહી ધન્યવાદ

    (3) Valibhai replied to Vinod Patel on HD as follows :

    ત્રિસંવાદીય નાટક

    શીર્ષક – “હા…હા..હા.”

    પાત્રો – વિનોદ (પટેલ) અને (ગૌતમ) ગંભીર
    લેખક – વલીભાઈ મુસા
    —–

    (સ્થળ : હાસ્ય દરબારનું કોમેન્ટ બોક્ષ)
    વિનોદ : જોયું લ્યા, ગંભીર! વલીભાઈનું 17 અક્ષરનું હાઈકુ અને 24 લીટીનો ખુલાસો!
    ગંભીર: હા…હા..હા.
    વિનોદ: અલ્યા, આમાં હસવા જેવું શું? તું ગંભીર અને છતાંય હસ્યો! તો તો લ્યા, હાસ્ય હાઈકુ ખરું!
    (પડદો પડે છે)

    (4) Valibhai replies to Aataawani on HD as follows:

    માન્યવર મહોદય શ્રી ‘હિજો’ જી (‘આટા’ જી!)

    આપની Aataawaani ને આટાવાણી સમજીએ તો આટાને પાણી અને જરૂરી નિમક સાથે મસળીને બાંધેલા લોટને ટીપીને રોટલો ઘડવામાં આવતાં “ટપ ટપ’ અવાજ આવે. આમ સમીકરણ થાય : આટાવાણી = ટપટપ

    નેવું વર્ષનો બુઢિયો અને સિત્તેર વર્ષનો બુઢિયો સામસામે ‘હુપ..હુપ’ કરે તો કોઈએ ખોટું લગાડવાનું હોય નહિ!

    આપે તો પગપાળા ખૂબ પ્રવાસો ખેડ્યા છે અને જંગલોમાં અમારા જેવાં ઘણાં વાનરોનો ભેટો થયો હશે, એટલે મારી આ હુપાહુપની આપને નવાઈ નહિ જ લાગે!

    ધન્યવાદ

    સ્નેહાધીન,

    Possessor of wind and water

    Valibhai Musa |

    Like

     
  2. munira

    December 31, 2011 at 5:19 am

    બિલકુલ હસી જ પડાયું!!!
    ખરેખર આ એજ જમાનાની કલ્પના હોવી જોઈએ જયારે plastic surgery સરળ નહિ હોય. નહીતર એટલું તો પાકું જ છે કે પારો કદાચ દેવ ની યાદ ને દુર ન કરે પણ ઘાવ તો ન જ ચલવી લે! સુંદર સ્ત્રીની એના રૂપ પ્રત્યે ઘેલછા પ્રિયપાત્ર ની યાદ સાપેક્ષે વધુ ગહન હોય એ તો but natural છે ! જો કે 3G ન જમાના માં યાદ પણ સાચવવા ભાગ્યેજ કોઈ નવરું હોય !

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: