(૩૧૨) માળી આ મોંઘવારી! (હાસ્યકાવ્ય- સોનેટ)
(અછાંદસ)
ગર્વભેર વદતા આપણા ઘઈડિયાઓ,
તેઉની સોંઘવારીને બિરદાવતાં
અને અવ મોંઘવારીને ભાંડતાં,
તોલમોલ વગરનાં કટુ અને કચવાં વેણે!
ગર્વભેર વદતા કે ‘મારું વાલીડું, રૂપિયાનું અઢી શેર ઘી,
એક રૂપિયે અને બે આને મણ ઘઉં, તક મફત,
બકાલાસહ મરચાં-કોથમીર મફત, પરબે ઉદક મફત,
પણ હા, માનવી મોંઘાંમૂલાં પ્રેમભાવભાવે!
ગ્રામીણ, શહેરી કે રાનીજન મુખે,
શર્કરા-આવરણી શબ્દગુટિકાએ કહીએ તો,
બસ એક જ વાત કે,
માળી ખર-માદાના પેટ તણી આ મોંઘવારીએ તો હદ કરી!
કિંતુ, વસ્તીવિસ્ફોટ ડામવાના સઘળા ઈલાજો જ્યારે થાયે વિફળ,
આ એક મોંઘવારી જ વ્હારે આવતી, જ્યમ સર્પ સીધોદોર થાયે દર મહીં!
– વલીભાઈ મુસા
(શબ્દાર્થ: ઘઈડિયા=વયોવૃદ્ધજન; કચવું=ગંદુ, અશિષ્ટ; શેર=466.5 ગ્રામ; આનો=12 પૈસા; તક=છાશ; ઉદક=પાણી; રાનીજન=આદિવાસીજન;શર્કરા-આવરણી=Sugar-coated; ગુટિકા=ગોળી (Tablet); ખર-માદા=She-donkey)
Like this:
Like Loading...
Related
Tags: મોંઘવારી, વસ્તીવિસ્ફોટ
સુરેશ જાની
February 10, 2012 at 2:32 am
૧૬ જાન્યુઆરી પછી આ ૧૦ ફેબ્રુઆરી..
અને મોંઘવારી સામેની આ શર્કરા આવરણીત ગુટિકા !!!
તમનેય નડી? તો અમારા જેવાના શા હાલ હવાલ થવાના?
LikeLike
Muhammad Iqbal Ahmed Memon(Khanani)
February 14, 2012 at 3:21 pm
મોહન્ગ્વારી
સસ્તો ઝમાનો વયો ગયો આવી ગઈ મોહન્ગ્વારી
રાત દિવસ કમાઈ છે પછી પણ છેવટ છે ખુવારી
આજે લોટ નો ભાવ વધીયો પછી છે
દૂધ અને ખાંડ ની વારી ……….
બીલ્લ એટલા ને સ્કૂલ ની ફિસુ નો દબાણ
ભણન્તર નો નામ નથી ને દફતર છે ભારી
વહૂ અને સાસ માં છે અન્બન
પછી પણ સાસ જ કેહવાય છે બિચારી
રાજકારણ ની ઉખાડ પછાડ પણ ચાલુ છે
આજે અમારી તો કાલે છે તમારી વારી
ચોરી ને લૂટ માર છે પુરા જોશ પર
નુકશાન એજ ઉપાડે છે જેનો ખિસ્સું છે ભારી
હું સું વાત કરું “જીગર” દુનિયા ની
તમે સારા છો તો દુનીયા પણ છે સારી
“ જીગર સરદારગઢી ”
મોહમદ ઈકબાલ ઍહમદ ખાનાણી
હૈદરાબાદ સીંધ પાકીસતાન
LikeLike
munira
February 15, 2012 at 4:57 am
કિંતુ, વસ્તીવિસ્ફોટ ડામવાના સઘળા ઈલાજો જ્યારે થાયે વિફળ,
આ એક મોંઘવારી જ વ્હારે આવતી, જ્યમ સર્પ સીધોદોર થાયે દર મહીં!
આ છેલા પાસે વાચક વિજય મેળવે છે આખું કાવ્ય! ખૂબ સરસ
LikeLike
પંચમ શુક્લ
March 3, 2012 at 9:07 pm
શર્કરા-આવરણી શબ્દગુટિકા and ખર-માદાના પેટ તણી – vaah.
LikeLike