RSS

(૩૧૪) આદતસે મજબુર! (હાસ્ય કોયડો)

17 Feb
(૩૧૪)  આદતસે મજબુર! (હાસ્ય કોયડો)

ઉત્તર ભારતના એક શહેરના એક મહોલ્લામાં પાડોશી તરીકે રહેતા બે ઈસમો એક જ ઓફિસમાં કામ કરતા હતા. તેમનાં ઘરોની નજીકમાં જ બસ સ્ટેન્ડ હતું. બસ હંમેશાં સમયસર અને લગભગ ખાલી જ આવતી હોવા છતાં બંને તેમની ઓફિસે કાં તો મોડા પહોંચતા અથવા તો ઘણીવાર નોકરીની રજા પણ પાડતા હતા. તેમની ઓફિસના વડાએ બંનેને બરતરફ કરવાની છેલ્લી ચેતવણી આપી, ત્યારે બીજા જ દિવસથી તેમણે તેમની રોજિંદી સફરની પદ્ધતિમાં નીચે મુજબના બે ફેરફાર કર્યા.

(૧) બંનેએ ઘરેથી દસેક મિનિટ વહેલા નીકળવાનું નક્કી કર્યુ.

(૨) બસસ્ટેન્ડે પહોંચ્યા પછી તેઓમાંના એકે દરરોજ વારાફરતી અન્યથી છૂટા પડીને આગળના કે પાછળના બસસ્ટેન્ડે ચાલતા જઈને ત્યાંથી જ બસમાં બેસવું એમ નક્કી કર્યું.

ઉપરોક્ત સામાન્ય ફેરફારોથી ધાર્યું પરિણામ એ આવ્યું કે તેઓ નોકરીએ કદીય મોડા પડ્યા નહિ કે તેમને રજા પાડવાનો વારો પણ આવ્યો નહિ; અને, આમ બેઉ જણ બરતરફીથી બચી ગયા.

સુજ્ઞ વાંચકોએ પોતાના કોથળામાંથી બિલાડું કાઢવાનું છે!

-વલીભાઈ મુસા

નોંધ:- આ બ્લોગરના કોથળામાંના બિલાડાના રંગને જોવા માટે અહીં (‘છેલ્લો એક પાસો!’ ના દ્વિતીય કોમેન્ટ બોક્ષ ઉપર જવા માટે) Click કરો અને તમારા બિલાડાના રંગ સાથે સરખાવી જૂઓ કે બંનેના રંગ મળતા આવે છે કે નહિ!

 
3 Comments

Posted by on February 17, 2012 in લેખ, હાસ્ય, gujarati, Humor

 

3 responses to “(૩૧૪) આદતસે મજબુર! (હાસ્ય કોયડો)

  1. Valibhai Musa

    February 24, 2012 at 3:43 pm

    “હાસ્ય દરબાર” ઉપર અશોક મોઢવાડિયાનો પ્રતિભાવ :-

    માલિક હું બુદ્ધિશાળી છું તેમ ન માનશો !!
    આપે લખેલી કડીએ ક્લિકી અને દ્વિતીય કોમેન્ટ બોક્ષ ઉપર નજર નાંખી તો બત્તી થઈ કે બંન્ને ’પહેલે આપ…પહેલે આપ’માં બસ ચૂકી જતા હશે !

    Like

     
    • vkvora Atheist Rationalist

      April 6, 2012 at 6:07 am

      પહેલે આપ…

      Like

       
  2. Valibhai Musa

    April 6, 2012 at 8:46 am

    આભાર ભાઈશ્રી vKv,
    આપની કોઈ વેબસાઈટ ખરી? હું ગોવિંદ મારૂને વાંચું છું. જો કે હું આપની School of Thought નો વિદ્યાર્થી નથી. હું ખુલ્લા મને મને માન્ય ન હોય તેવું સઘળું જ સમજવાનો પ્રયત્ન કરું છું. To reach the Truth, one should try to reach a truth. Gradually, a Truth might perhaps be the Truth.

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: