RSS

(૩૧૭) રંગલો ન થવું હોય તો! (હાસ્યકાવ્ય)

05 Mar
(૩૧૭) રંગલો ન થવું હોય તો! (હાસ્યકાવ્ય)

(અછાંદસ)

‘ઊતારી દો ને બોજલ કલેવર!’

મુજ ફેમિલી ડાગટર અને ફેમિલી જન આલંભતાં

મીઠેરા શબ્દો આર્જવ ભાવે મુજ લાભાર્થે પુન: પુન: (૧)

ભાર્યા ઉપહાસે કે

‘કાછિયાના કોબીજ-ફુલેવર તણા પછેડીના પોટલા સમી

મેદસ્વી કાયા લઈને ફરશો ક્યાં લગણ, તરસ તો ખાઓ નિજ ટાંટિયા તણી!’ (૨)

લઘુતમ વયસ્ક ભૂલકું

ઊડાડે મુજ ઠેકડી પડકારતાં કે ટટ્ટાર ઊભેલી સ્થિતિએ

પગ નિકટે બિરાજેલા તેને મુજ ઉદર ઘેરાવ નીચે જોઈ શકું તો ખરો! (૩)

ભેરૂડાઓ માંહેમાંહે તાળીઓ લેતા

વદે કે ‘અલ્યા એકદા આપણે સૌ મરશું તો ખરા જ!

પણ તેં કદીય વિમાસ્યું કે ઓલ્યા ડાધુડાઓ તવ શવ ઊંચકશે કે ઘસડશે!’(૪)

ન એક સુણી કો’ની, પણ એક્દા

પગરક્ષક વહોરવા કાજની ફુટવેરના એક વિશાળ શોરૂમ તણી મુલાકાતે

ફિલ્મી ગીત ‘લગી હૈ ચોટ કલેજેપે ઉમ્રભરકે લિએ’ જ્યમ થયો હૃદયપલટો! (૫)

બન્યું હાસ્યાસ્પદ એવું કે

મુજ ચરણતલના વિષમ આંક થકી ન બંધ બેસે એકેય જૂતું,

પણ છેવટે પડ્યો પગ ખોખામાંહી અને બોલી જવાયું ‘બરાબર, બરાબર!’ (૬)

સેલ્સમેન, મેનેજર અને સકળ ગ્રાહક તણા

અટ્ટહાસ્યના પડઘા પુન: પુન: પ્રતિધ્વનિત થતા રહ્યા શોરૂમ મહીં, અને

પડ્યો છોભીલો એવો હું કે વાઢો તો લોહી ન નીકળે ટીપુંય મુજ કાયા મહીંથી! (૭)

શેક્સપિઅરઘેલી મુજ પુત્રીને કહ્યું,

’બોલાવી લાવ તારા ‘મરચન્ટ ઓફ વેનિસ’ ના શાયલોક વિલનને,

વગર તોળ્યે કાપી લે મુજ માંસ અને ભલે દદડે લોહી જેટલું એને દદડવું!’ (૮)

‘અરે, બાપા! ગાંડીઘેલી વાતો તજો’ કહેતી તનુજા,

’શરૂ કરી દો ડાએટિશ્યન સંગ ડેટીંગ, સીટીંગ અને પ્રીસ્ક્રાઈબ્ડ ડાયેટીંગ

અદનાન સામી કંઈ થોડો ગયો હતો બેન્ટ સોએ નિજ બદન છોલવવા!’ (૯)

ભણતરવેળાની કહેવત ફરી ભણાવતી ભાર્યા કહે,

’ઊતાવળે આંબા ન પાકે! મુજ હવાલે કરી દો સઘળી તમ ખાણીપીણી

અને જૂઓ પછી તો હું ગાઈશ કે * ‘આ તો કહું છું રે પાતળિયા, તને અમથું!’* (૧૦)

‘હવે તો કહ્યાગરા કંથ એ જ કલ્યાણ’ ઉવાચી

‘ડાએટમ્ શરણમ્ ગચ્છામિ, ભાર્યામ્ શરણમ્ ગચ્છામિ, ગૃહમ્ શરણમ્ ગચ્છામિ’

ગણગણ્યે જ છૂટકો, જો ખોખા મહીં ફરી પગ ઘાલીને રંગલો ન થવું હોય તો! (૧૧)


-વલીભાઈ મુસા

* તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે

મને ગમતું રે…

આ તો કહું છું રે પાતળિયા તને અમથું…*

 

Tags:

8 responses to “(૩૧૭) રંગલો ન થવું હોય તો! (હાસ્યકાવ્ય)

 1. munira

  March 5, 2012 at 8:40 am

  લઘુતમ વયસ્ક ભૂલકું
  ઊડાડે મુજ ઠેકડી પડકારતાં કે ટટ્ટાર ઊભેલી સ્થિતિએ
  પગ નિકટે બિરાજેલા તેને મુજ ઉદર ઘેરાવ નીચે જોઈ શકું તો ખરો! (૩)

  પણ છેવટે પડ્યો પગ ખોખામાંહી અને બોલી જવાયું ‘બરાબર, બરાબર!’ (૬)

  comment box માં word text ની જેમ audio clip મુકવાનું option હોત તો આ કાવ્યનો પ્રતિભાવ સચોટ રીતે મૂકી શકત !!!
  હાસ્યને શબ્દોની શું ગરજ!!!

  Like

   
 2. પંચમ શુક્લ

  March 5, 2012 at 8:56 am

  ડાએટમ્ શરણમ્ ગચ્છામિ, ભાર્યામ્ શરણમ્ ગચ્છામિ, ગૃહમ્ શરણમ્ ગચ્છામિ’

  Lovely. Enjoyed.

  Like

   
 3. સુરેશ જાની

  March 5, 2012 at 3:43 pm

  વલીદા
  તમે તો પાતળિયા જ છો , તો આ હરકત કોને પડી?
  અમને હાદ વાળાને તો રંગલો થવામાં રસ છે – તો અમારે શું કરવું ? !

  મારા મોસાળ પક્ષમાં એક દાદા આવા વિશાળકાય હતા. એ ચાલે ત્યારે અમને બધાંને ખાસ્સી રમૂજ થતી – એ યાદ આવી ગયું.
  ન્યં કણેય કોક ગોરીયું અને કોક કાળીયું ઈંચે ઈંચે લચકાતી હોય છે ! ઈવડી ઈયુંને કોઈ ડાયેટિંગ કારગત નીવડે એમ નથી હોતું .

  Like

   
 4. DR. CHANDRAVADAN MISTRY

  March 5, 2012 at 5:32 pm

  વલીએ જગતનું નિરક્શણ કરી દિધું, કાવ્ય પગલે અને હસ્યભાવે,
  અંતે તો, વલી કહી ગયા: આ દેહ હોય ખોખું ખાલી, જો હોય ના “ડાએટમ શરણમ​” કોઈ ભાવે !
  ચંદ્ર​વદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Valibhai Inviting you to say something for KAAG PINDBHOJAN Post !

  Like

   
 5. Dilip Gajjar

  March 6, 2012 at 3:06 pm

  મુજ ચરણતલના વિષમ આંક થકી ન બંધ બેસે એકેય જૂતું,
  પણ છેવટે પડ્યો પગ ખોખામાંહી અને બોલી જવાયું ‘બરાબર, બરાબર!’ (૬)
  વાહ વલીભાઈ આપનું હાસ્ય કાવ્ય ખૂબ રમુજ કરાવી ગયું…આપની અભિવ્યક્તિ ..ભાષા ગજબ છે..અભિનંદન
  દિલીપ

  Like

   
 6. pragnaju

  March 7, 2012 at 9:53 am

  આ વાતો Globally, there are more than one billion overweight adults and nearly 300 million of them obese.

  The difference between obese and overweight is the degree of difference in Body Mass Index. It is defined as the weight in kilograms divided by the square of the height in meters.

  Insulin resistance is another cause of obesity particularly trunkal obesity, Goyal said adding that Indians are genetically more prone to be resistant to insulin which is another cause of obesity.

  In fact, obesity is one of the prime cause of diabetese which is a precursor to a host of other diseases like hypertnesion, heart problem and other diseases, he said.

  Earlier obesity was not recognised as a chronic disease. It was in 1984 when several studies were conducted which showed that obesity was in fact a chronic disease.

  Till recent past treatment of obesity was a frustating experience for both the patients and doctors.

  The drugs which were previously available had serious side effects on the heart valves and blood vessels of the lungs and had to be withdrawn from the market worldwide, he added.

  But recently, good progress has been made in this field and some drugs have shown promising results.

  Besides safety aspect, these drugs have also shown variable efficacy, he said adding that the average weight loss using the modern medicines has been eight to ten kilos a year.

  In simple terms, the amount of fat is much more in an obese person than in an overweight person.

  Obese people are prone to a host of diseases including those of heart besides blood pressure, diabetese and several others.

  Besides suffering from loss of stamina, they suffer other psychological problems associated with it.

  “In our country, we are facing paradox of metabolic epidemic in the form of obesity, diabetese, hypertension and heart problems.

  On one hand, there is prevalence of under nourishment on other hand there is obesity”, Goyal told PTI.

  However, food habit is only one of the reasons for obesity as this is multifactorial wherein genetic predisposition, lifestyle and other factors have a direct bearing.

  Sedentary lifestyle and increased consumption of energy- dense food with high levels of sugar and saturated fats is an important factor that contributes to obesity. “Interestingly, obesity is more in developing countries than in developed ones”, added Goyal.

  Other problems that arise because of obesity includes respiratory problems, skin problems, infertility and musculoskeletal problems.

  Studies have shown that even modest amount of weight loss has significant health benefits in terms of prevention of cardiovascular diseases, type-2 diabetes, hypertension, certain type of cancers and gallbladder disease, he added.
  આ રીતે વધુ સમજ પડે
  ……………………………………………………………………………….
  મરક મરક કરાવે આ કાવ્ય
  ત્યાં
  આ તે કેવી દાદાગીરી
  ખામોશી અખત્યાર કરશોજી

  જિંદગીભર વણી છે ખામોશી,
  એક ચાદર બની છે ખામોશી.

  કાનમાં તેં કહી છે ખામોશી,
  એ જ કાયમ રહી છે ખામોશી.

  દ્વાર પર મેં પ્રથમ ટકોરા કર્યા,
  ને પછી સેરવી છે ખામોશી.

  બેઉ સ્થળનો છે આગવો વૈભવ,
  ત્યાં છે કલરવ,અહીં છે ખામોશી.

  આપલે થઇ શકે છે વાણીની,
  આપણી આપણી છે ખામોશી.

  શબ્દ મારા સ્વભાવમાં જ નથી,
  એ તો બસ છટપટી છે ખામોશી.

  સાંભળ્યા છે અવાજ સૌના ‘રઈશ’
  ને પછી જાળવી છે ખામોશી.

  – રઈશ મનીઆર

  Like

   
 7. nabhakashdeep

  March 7, 2012 at 9:33 pm

  ઘડપણ કોણે મોકલ્યું? એક ગીત સાંભળેલું.
  આપે કહી એ બધી વ્યથાની કથા કે નવતર જમાનાની વાતની જીંદાદિલીથી
  ઝીલેતી આપની કવિતા સાચે જ હાસ્ય તરંગો ઉપજાવી ગઈ. મજા આવી.

  આદરણીય વલિભાઈ મજામાં હશો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: