RSS

(૩૨૮) મારાં હાઈકુ ભાગ – ૭ (ક્રમાંક ૯૦ થી ૧૦૯)

06 Jun
(૩૨૮) મારાં હાઈકુ ભાગ – ૭ (ક્રમાંક ૯૦ થી ૧૦૯)

સુજ્ઞ વાંચકો,

દીર્ઘ વિરામ બાદ મારાં કેટલાંક નવીન હાઈકુઓને અત્રે પ્રસિદ્ધ કરતાં હર્ષની લાગણી અનુભવું છું. આ અગાઉના છ ભાગમાં પથરાએલાં હાઈકુઓના અનુસંધાનને સાંકળવા આપ સૌની સહુલિયત માટે નીચે લિંક આપું છું.

મારાં હાઈકુ વિભાગ – ૧ (ક્રમાંક ૦૧ થી ૧૬)

મારાં હાઈકુ વિભાગ – ૨ (ક્રમાંક ૧૭ થી ૨૬)

મારાં હાઈકુ વિભાગ – ૩ (ક્રમાંક ૨૭ થી ૨૮)

મારાં હાઈકુ વિભાગ – ૪ (ક્રમાંક ૨૯ થી ૬૦) (હાસ્ય)

મારાં હાઈકુ વિભાગ – ૫ (ક્રમાંક ૬૧ થી ૭૮) (કરૂણ)

મારાં હાઈકુ વિભાગ – ૬ (ક્રમાંક ૭૯થી ૮૯)

ઉપરોક્ત યાદીમાં આપ જોઈ શકશો કે વિભાગ – ૪ અને ૫ ના અપવાદ સિવાય બાકીના વિભાગોમાં કોઈ શ્રેણી દર્શાવવામાં આવી નથી. સાહિત્યના નવ રસ પૈકી કોઈકને કોઈક રસને નિરૂપતાં આ હાઈકુઓમાં આપને મોટા ભાગે હાસ્ય, કરૂણ, શૃંગાર અને શાંત રસ વિશેષ પ્રમાણમાં જોવા મળશે. બાકીના દરેક રસપ્રકારમાં આપને માંડ બેપાંચ હાઈકુ જોવા મળશે.

હવે “મારાં હાઈકુ ભાગ – ૭” હેઠળનાં હાઈકુઓ વાંચવા માટે આગળ વધો.

કોલ દીધેલ

રોટલા ટીપવાના,

પેઈંગ ગેસ્ટ ! (૯૦)

#

ઘૂંઘટ ખોલે

શૌહર, શરમાતાં

શરમ આવે ! (૯૧)

#

ક્લિયોપેટ્રા તું !

સીઝર બની ચહું,

કમોત શ્વાને ! (૯૨)

#

ચહું ભૂકંપ !

આડી તૂટે દિવાલો !

થાયે દિદાર ! (૯૩)

#

ખ્વાબજગત

મુજ હર્યુંભર્યું, ના

ખાલી તું વિણ ! (૯૪)

#

કેશમોગરે

મુજ ભ્રમરચક્ષુ !

પડે ઝાપટે ! (૯૫)

#

પ્રેમસાગરે

થૈ મરજીવો, પામું

તને યા મોત ! (૯૬)

#

બેવડ વળી

વેરો હાસ્ય છૂટ્ટું, ને

સંચું રૂદન ! (૯૭)

#

સોનલ તમે,

કાંસાવાટકી અમે,

ના મેળ જામે ! (૯૮)

#

આણલદે તું,

દેવરો હું, ઝંખીએ

બેઉ ઢોલરો ! (૯૯)

[‘શેતલને કાંઠે’ વાર્તા ઉપર આધારિત]

#

ના ગુલામડી !

છોડાવી લાવતો હું,

મોંમાગ્યા દામે ! (૧૦૦)

#

હૃદયફોન

એંગેજ જ મળતો,

જોડાયો ક્યાંક ! (૧૦૧)

#

કંકુઝરતી

પગપાની ફેરવે,

ઉરે શારડી ! (૧૦૨)

#

લજામણી તું !

વણસ્પર્શે લાજતી

મળતાં દૃષ્ટિ ! (૧૦૩)

#

પેટસમાણી

તારુણ્યે વિદાય, ના

ઘર સમાણી ! (૧૦૪)

#

હૃદયશલ્ય-

ચિકિત્સા સોંઘી, દ્વારે

પ્રિયાતબીબ ! (૧૦૫)

#

કંઠઊંડાણે

તુજ, કોયલ બેઠી,

શો ટહુકાર ! (૧૦૬)

#

સેંથીસિંદુર

ખરતું નૈને, રંગે

વસ્ત્ર સિંદુરી ! (૧૦૭)

#

ઉમ્રકેદી હું !

હૃદયસ્વામિની, ના

ચહું છૂટવા ! (૧૦૮)

#

પાંપણજાળે

મીનશી સળવળે,

શર્મિલી આંખો ! (૧૦૯)

#

-વલીભાઈ મુસા

 
1 Comment

Posted by on June 6, 2012 in હાઈકુ, gujarati

 

Tags: , ,

One response to “(૩૨૮) મારાં હાઈકુ ભાગ – ૭ (ક્રમાંક ૯૦ થી ૧૦૯)

  1. સુરેશ

    June 6, 2012 at 1:17 pm

    ભર્તૃહરિ યાદ આવી ગયા.

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: