
નજરકેદ
હૃદયપટરાણી,
તવ શાસને ! (૧૩૦)
#
નવણગાળો
ટેન્ટેલસ નૃપની
યાદ અપાવે ! (૧૩૧)
#
તાજમહલ
રડાવે અમને, હા,
અમ દારિદ્રયે ! (૧૩૨)
#
સઘળા મુજ
સ્વપ્નપ્રદેશે, આણ
પ્રવર્તે તુજ ! (૧૩૩)
#
ગૃહસ્ટેશને
પ્રવેશે, તવ પ્રતીક્ષા !
ઉંબરફ્લાટે ! (૧૩૪)
#
વિષ્ટાનજર
મુજ, ખરડે તવ
સ્કંધગુંબજો ! (૧૩૫)
#
મુજ નજર
થૈ શર ખૂંપે, તવ
ગાલે ખંજન ! (૧૩૬)
#
અવ પ્રણય !
ના સમંદર, ક્યાં
ભરતીઓટ ! (૧૩૭)
#
જવું માયકે ?
અનુનય સૌ વ્યર્થ !
અનુગમન ! (૧૩૮)
#
સુંવાળું તન
થૈ બરછટ, ઘસે
સુંવાળો સાબુ ! (૧૩૯)
$
ઢીંગલી સાથ
ઢીંગલી થૈને રમે
રમત જામે ! (૧૪૦)
#
કરડી ખાધી
આંગળી તવ યાદે
લોજટેબલે ! (૧૪૧)
#
ધોબીધોયલાં
કપડાં કરડે, ને
યાદ પંપાળે ! (૧૪૨)
#
અર્ધું જગત
પ્રેમશૂન્ય વનિતા-
હોટલે જમે ! ( ૧૪૩)
#
વ્યોમસાગરે
તરે વાદળો, ગળે
પૃથ્વીસાગરે! (૧૪૪)
#
કઠપૂતળી
ચક્ષુપૂતળી મધ્યે
નાચે વિરાટ ! (૧૪૫)
#
મુલ્લાં મસ્જિદે,
કુક્કુટ પિંજરમાં,
બાંગ પુકારે ! (૧૪૬)
#
આભ ધરાને
આલિંગે ક્ષિતિજે, ને
તોય વિયોગી ! (૧૪૭)
#
ઘેઘુર વડ
ખીંટી, વળગિયાં ત્યાં
ચામાચીડિયાં ! (૧૪૮)
#
ભાગતી બિલ્લી
ઉંદર જોઈ, વ્હેમ
ટિક ટ્વેન્ટીનો ! (૧૪૯)
#
pragnaju
June 28, 2012 at 4:32 pm
ટોમજી દોડે
પાછળ તેની હેરી
ડિક બિચારો!
LikeLike