
Daily Archives: July 1, 2012
(૩૩૩) મારાં હાઈકુ ભાગ – ૧૦ (ક્રમાંક ૧૫૦ થી ૧૬૯)

ઘંટના નાદે
કર્ણપટ કંપતા,
શાળામંદિરે ! (૧૫૦)
#
ફકીરભાલે
ફિકર જીવનભર,
ભીખલકીર ! (૧૫૧)
#
સાવન ઘટા
પથરાયે નભમાં,
કોર ક્ષિતિજે ! (૧૫૨)
#
મસ્ત ફકીર
અલમસ્ત શરીરે
ત્રસ્ત ભૂખથી ! (૧૫૩)
#
માનવધેટાં
હૂંફ માણે શિયાળે,
કંપતાં ઘેટાં ! (૧૫૪)
#
ઉકરડાને
ફિંદે કૂકડા, મથે
શોધવા સોનું ! (૧૫૫)
#
અક્ષય હાથ,
ભરવા ભિક્ષાપાત્ર,
ના સમરથ ! (૧૫૬)
#
મોટલમેજે
બ્રન્ચવેળાએ ખાધી
પોમેટોચીપ્સ ! (૧૫૭)
#
મંગળફેરા
ફરે જીવનભર,
ઘાણીબળદ ! (૧૫૮)
#
અમલદાર
દરમાયો લાંઘતા,
પ્રજા ઘોરતી ! (૧૫૯)
#
લોકશાહીમાં
શાહીલોકને થાયે
તાગડધિન્ના ! (૧૬૦)
#
ચૂંટણીફંડ,
લોકશાહી મંદિરે
ગુપ્ત જ દાન ! (૧૬૧)
#
ભાવઅંકુશ
બધેય, ટંકશાળે
મોંઘા કાગળ ! (૧૬૨)
#
મોંઘું માખણ
થઈ હલકું, કરે
છાશસવારી ! (૧૬૩)
#
બાહુબંધન
છૂટ્યાં, જેલપ્રવેશે,
ભીંસે દિવાલો ! (૧૬૪)
#
કેવો કૃપણ !
નામ લઉં હરિનું,
ગણી મણકા ! (૧૬૫)
#
ટ્રાફિક જામ
બજી રહ્યાં હોર્ન ત્યાં
એક વિકેટે ! (૧૬૬)
#
જનમટીપ !
જીવનભર ટીપ !
મળે ના ટીપ ! (૧૬૭)
#
વ્હેમવમળે
કૈંક ઘુમરાતાં ને,
પ્રાણ તોડતાં ! (૧૬૮)
#
‘હાઈકુ’ તું રે
ભલે કદમાં નાનું,
ભાસે જટિલ ! (૧૬૯)
#
-વલીભાઈ મુસા