આપ સૌ વિવિધ કલાપિપાસુઓને એક જ જ્ઞાનપરબે પરિતૃપ્ત કરવા ‘અસાઈત સાહિત્યસભા, મહેસાણા’ દ્વારા મુદ્રિત/પ્રકાશિત ‘કલાવિમર્શ’ (ત્રૈમાસિક)ના બે અંક બહાર પડીચૂક્યા છે.
આ સામયિકના અધ્યક્ષ – ચિનુ મોદી, તંત્રી – વિનાયક રાવલ, સંપાદક – મનીષા દવે અને પરામર્શકો – ઉપેન્દ્ર ત્રિવેદી, સતીશ વ્યાસ, હસુ યાજ્ઞિક, નયનેશ જાની અને ભરત બારીયા છે. નૃત્ય, નાટક, સંગીત, સાહિત્ય, ચિત્ર, શિલ્પ-સ્થાપત્ય, લોકકલા-લોકવિદ્યા અને ફિલ્મ આસ્વાદ એમ સઘળી કલાઓને આવરી લેતા તેના વિવિધ વિભાગો છે. શરૂઆતના જ બંને અંકો થકી સામયિકની ગુણવત્તા વિષે ગર્વભેર એમ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય સામયિકોની હરોળમાં માનભેર ઊભું રહી શકે તેવું સક્ષમ આ સામયિક છે.
હું બિઝનેસમેન હોઈ સમજી શકું છું કે આ સામયિકના પ્રાયોજકોએ નાણાકીય રીતે જોખમી એવું સાહસિક કાર્ય હાથમાં લીધું છે, જે માત્ર એક જ શ્રદ્ધાના બળે કે દેશવિદેશસ્થિત લલિતકલાપ્રેમી ગુજરાતીઓ તેને પુરસ્કૃત કરશે જ. આ સામયિકના વાર્ષિક સહયોગ માટે માત્ર રૂ|. ૫૦૦/- નું મુલ્ય રાખવામાં આવ્યું છે અને રૂ|. ૧,૦૦૦/- કે તેથી વધારે રકમ થકી ફોટોગ્રાફ/મિતાક્ષરી કે બૃહદ પરિચયલેખ સાથે શુભેચ્છક સહયોગી બની શકાશે.
સહયોગી મૂલ્ય ‘અસાઈત સાહિત્યસભા’ના નામે ચેક-ડ્રાફ્ટ/મ.ઓ.થી તેના કાર્યાલયના આ સરનામે “બી/3, મહાવેર એપાર્ટમેન્ટ, ટી. બી. રોડ, મહેસાણા – ૩૮૪ ૦૦૨” મોકલી શકાશે. અન્ય એક સરળ સુવિધા મુજબ “સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીઆ (મહેસાણા હાઈવે બ્રાન્ચ)ના IFS Code – SBI N0005150 અને SBI A/C No. : 30099016025 “ના ખાતામાં વિશ્વભરની SBI ની કોઈપણ શાખામાં ભરી શકાશ. આ સુવિધાનો લાભ લેનાર ઈસમે અસાઈત સાહિત્યસભાને ઉપરોક્ત પોસ્ટલ સરનામે અથવા ભાઈશ્રી વિનાયક રાવલને તેમના ઈ-મેઈલ Id – vinayak.raval@rediffmail.com ઉપર મેઈલ દ્વારા ભરણાની જાણ કરવાની રહેશે.
જો જૂના બંને અંકો પ્રાપ્ય હોય તો શરૂઆતથી જ સહયોગી તરીકે જોડાવાની ભલામણ કરવામાં આવે છે કે જેથી કલાપ્રેમીઓ લલિતકલાઓના એક માત્ર એવા આ ‘કલાવિમર્શ’ ગુજરાતી સામયિકને ફાઈલ રૂપે સંગ્રહી શકે.
આશા રાખું છું કે આપ સૌ મારા આ નિવેદનને કોપી-પેસ્ટ કરીને પોતાના બ્લોગ ઉપર કે પોતાના ઈ-મેઈલ સંપર્કવર્તુળને જણાવીને બહોળો પ્રચાર કરશો કે જેથી આ સામયિક પાંગરે, ફૂલે, ફળે અને વિસ્તાર પામે તથા આપ સૌ તેના સહબાગબાન તરીકેના યશભાગી બનવા પામો. ધન્યવાદ.
સુરેશ જાની
November 10, 2012 at 12:50 pm
સરસ સમાચાર.
આ મેગેઝિન ફૂલે ફાલે તેવી અભ્યર્થના…
LikeLike
chandravadan
November 11, 2012 at 11:05 pm
BEST WISHES !
DR. MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo..See you on Chadrapukar.
LikeLike
dhavalrajgeera
November 11, 2012 at 11:57 pm
Happy for the news…Valibhai.
put in the Facebook.
સરસ સમાચાર.
Rajendra Trivedi, M.D.
LikeLike