
ગુજરાતી સાહિત્યપ્રેમી સ્નેહસંમેલન – ૨
અમદાવાદનાં સ્થાનિક અને આસપાસના નજીકના વિસ્તારોનાં ગુજરાતી બ્લૉગર-સાહિત્યકાર-સાહિત્યરસિક, વ્હાલાં ભાઈબહેનો,
આપ અને આપનાં પરિવારજનો કુશળ હશો.
ચાલુ વર્ષે ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા દરમિયાન કાર્યદિવસ (Working Day)ના કારણે અંશતઃ સફળ એવું આપણું પ્રથમ સ્નેહસંમેલન શ્રી જુગલકિશોરભાઈ વ્યાસ અને વલીભાઈ મુસાના યજમાનપદે અમારી મિરઝાપુર ખાતેની ‘હૉટલ સફર ઈન’માં યોજાયું હતું. સદરહુ સભાનો અહેવાલ જુ-ભાઈના બ્લૉગ ઉપર “એ ‘સભા’ કરતાંય ઘણું વિશેષ બની રહી…” શીર્ષકે મુકાયો હતો.
કરોળિયાના પુનરાવર્તિત પ્રયત્નની જેમ અમે આપણું દ્વિતીય સ્નેહસંમેલન તા.૧૬-૧૨-૨૦૧૨ ને રવિવારના રોજ સાંજે ૪-૦૦ કલાકે કોચરબ આશ્રમ ખાતે ફરી વાર વલીભાઈ મુસાની જ સ્પોન્સરશીપ હેઠળ પ્રયોજ્યું છે. આ કાર્યક્રમની બહોળી પ્રસિદ્ધિ માટે મિત્રોના બ્લૉગ,ઈમેઈલ, ટેલિફોનિક સંપર્ક અને અન્યોન્ય થકી માહિતીની આપલેનાં માધ્યમો ઉપર જ મદાર રાખ્યો છે.
આ આપણું સહજ, બિનસત્તાવાર અને અસંગઠિત ગઠબંધન હોઈ આપણે કોઈ સત્તાવાર સંસ્થાના જેવાં આવશ્યક ઘટકતત્વો ધરાવતાં નથી. આ જ પ્રકારનું સંભવિત આગામી તૃતીય સંમેલન યોજવાના પ્રસંગે આગોતરી જાણ કરવાના હેતુસર કાપલીમાં પોતાનું નામ, સરનામું, ટેલિફોન/મોબાઈલ નંબર, ઈમેઈલ Id, બ્લૉગનું ટાઈટલ/ લિંક અને વિશેષ કોઈ માહિતી હોય તો તે લખી લાવવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. સભાની બેઠક વ્યવસ્થા અને અન્ય આયોજનના હેતુસર નીચેના સંપર્કસ્રોતોએ તા.૧૫-૧૨-૨૦૧૨ સુધીમાં પોતાની હાજરી હોવા અંગેની આગોતરી જાણ કરવા વિનંતી છે.
વલીભાઈ મુસા : musawilliam@gmail.com અને 93279 55577 (Mob.)
જુગલકિશોર વ્યાસ : jjugalkishor@gmail.com અને 9428802482 (Mob.)
હરીશભાઈ દવે : thinklife11@yahoo.com અને 079 26853462
જો નોંધપાત્ર હાજરી થવાની શક્યતા જણાશે તો આપને અમારી એક સંભવિત Surprise (સાનંદાશ્ચર્ય) આપવાની તમન્ના છે. જોઈએ વારુ, અમને આમાં કેવી સફળતા મળે છે !
અમને આશા જ નહિ, પરંતુ વિશ્વાસ પણ છે કે આપ સૌ આ કાર્યક્રમની સફળતા માટે આપની હાજરી માત્રથી યોગદાન આપી આભારી કરશો.
આપના ગુણાનુરાગી,
જુગલકિશોર વ્યાસ
વલીભાઈ મુસા
હરીશભાઈ દવે
[…] Click here to read in English […]